ઈરાને બ્રિટનનું ઓઈલ ટેન્કર કબ્જે કર્યુંઃ બ્રિટને કહ્યું પરિણામ ભોગવવા માટે રહો તૈયાર / હાફિઝની ધરપકડ એક નાટકઃ જેલમાં નહીં પણ જેલરના બંગલા રહે છે હાફિઝ / અમેરિકામાં માનવતસ્કરી કરનાર એક ગુજરાતી મહિલાને ત્રણ વર્ષની જેલ સજાઃ તેમજ લાખો ડોલરનો દંડ /

એનપીએના મુદ્દે બેડલોન રાઈટ ઓફ કરવાનો સીલસીલો ક્યાં સુધી ચાલશે?

નવી દિલ્હી તા. ૧પઃ મોદી પ.પપ લાખ કરોડની બેડલોન માંડવાળ કરવાના અહેવાલો આવ્યા પછી આ મુદ્દે શાસનમાં ચર્ચા જાગી છે અને બેંકીંગ સેક્ટરની કાર્યપદ્ધતિ તથા સરકારી હસ્તક્ષેપ અંગે સવાલો ઊઠી રહ્યા છે.

બેડલોન્સ, એનપીએ જેવા શબ્દો સામાન્ય જનતાની સમજમાં આવતા હોતા નથી, પરંતુ એટલું જરૃર સમજાતું હોય છે કે મોટા મોટા માણસો કરોડોની લોન લઈને ભરતા નથી, તે બેડલોનને એનપીએના મુદ્દે માંડવાળ કરવામાં આવે છે, જ્યારે પ્રામાણિક્તાથી બેંકની લોન ભરતા લોકોની સામે કડક પગલાં લેવાય છે અને હેરાન કરવામાં આવે છે.

તાજેતરમાં એવા અહેવાલો આવ્યા છે કે મોદી શાસનમાં પ.પપ લાખ કરોડની લોન માંડવાળ કરવામાં આવી છે, જો કે આ બેડલોન છેલ્લા દસ વર્ષમાં જાહેર થઈ છે, પરંતુ તેમાંથી ૮૦ ટકા લોન મોદી સરકારના શાસનગાળામાં જ માંડવાળ થઈ છે.

બેંકીંગ ક્ષેત્રોના સૂત્રોના જણાવ્યા મુજબ આ લોન માંડવાળ કરવાનો મતલબ એવો નથી કે તેની વસૂલાતની કોઈ શક્યતા જ રહેતી નથી, અને તેની વસૂલાતના પ્રયાસો ચાલુ જ રહેતા હોય છે, પરંતુ આ લોનના આંકડાઓને બેંકોની બેલેન્સશીટમાંથી હટાવી દેવામાં આવે છે, જેથી બેંકોના વર્ષવાર સરવૈયામાં તે નડતરરૃપ ન બને. આ મુદે નાણાકીય ટેકનિકલ સિસ્ટમનો છે, પરંતુ સવાલ એ થાય કે લાખો કરોડની લોન લઈને પછી તે વસૂલ થાય નહીં, તો તેનું જવાબદાર કોણ?

જ્યારે જ્યારે બેડલોન કે એનપીએની વાત આવે, ત્યારે મોદી સરકાર તરફથી અથવા ભાજપ તરફથી એવો આક્ષેપ થાય છે કે આ બધી લોન અને મોટા ધિરાણો તો તેઓ શાસનમાં આવ્યા, તે પહેલાના છે, અને તેઓ તો માત્ર સાફસૂફી કરી રહ્યા છે.

વિજય માલ્યા, નિરવ મોદી, મેહુલ ચોક્સી જેવા લોકો કરોડોની બેંકીંગ ક્ષેત્રે છેતરપિંડી કરીને ભાગી છૂટ્યા છે, તેના સંદર્ભે ભાજપ સરકાર મોટા ભાગે આ પ્રકારની વાત કરતી હોય છે, અને તેઓને પરત લાવીને પાઈ પાઈ વસૂલવાનો દાવો કરતી હોય છે. નવા કાનૂનને લઈને પણ એવો દાવો થઈ રહ્યો છવે કે આ ગોટાળેબાજોની ભારતમાં કે દેશની બહાર રહેલી સંપત્તિ જપ્ત કરવામાં આવી રહી છે, તેથી આ કૌભાંડિયા દુનિયામાં ગમે ત્યાં ભાગી જાય, તો પણ તેને દેશના નાણા તો પરત કરવા જ પડશે.

કોના શાસનમાં કેટલી લોન માંડવાળ થઈ, અને તે ધિરાણો કોના શાસનમાં અપાયા, તેના  કરતા પણ મોટો સવાલ એ છે કે બેડલોન ઉપસ્થિત થવા પાછળના કારણો શું છે? શું તેને નિવારી શકાય તેમ જ નથી?

બેંકો ક્યા આધારે લોન આપે છે? બેંકોએ પ.પપ લાખ કરોડ માંડી વાળ્યા છે, અને આ આંકડો સાત લાખ કરોડે પહોંચવાનો છે, તેની પાછળ એવું એક કારણ પણ અપાઈ રહ્યું છે કે આ વખતે બેલેન્સશીટમાંથી હટાવાયેલા એવા બાકીદારો હતાં, જેને શોધવા પણ મુશ્કેલ છે. આથી સવાલ એ ઊઠે છે કે લાખો કરોડની લોન શું એવા લોકોને અપાઈ હતી, જેના નામ-સરનામાના જ ઠેકાણા ન હોતા? કોઈપણ પ્રકારની ગેરંટી વિના આટલી મોટી લોન આપવામાં જ કેમ આવી? ઓટોનોમી ધરાવતી બેંકો શું કોઈના ઈશારે આડેધડ લોનોની લ્હાણી કરે છે, કે પછી બેંકોમાં પણ ભ્રષ્ટ રીતિ-નીતિ અપનાવાય છે? ડૂબી જતી લોન માટે જવાબદારી નક્કી કરવાની કોઈ સિસ્ટમ જ નથી?

બેડલોનનો સવાલ પ્રત્યેક સરકારના શાસનગાળામાં  આવતો હોય છે. રિઝર્વ બેંકની પૂર્વ ગવર્નર રઘુરામ રાજને  સપ્ટેમ્બર ર૦૧૮ માં કહ્યું હતું કે વર્ષ ર૦૦૮-૦૯ માં પણ એનપીએનો આંકડો 'હાઈ' હતો.

એનપીએની સમસ્યાને ઉકેલવા માટે જો બેડલોનને 'રાઈટ ઓફ' કરવાનો સીલસીલો ચાલુ જ રહ્યો તો બેંકીંગ સિસ્ટમનું ભાવિ  કેવું હશે? અત્યારે પ.પપ લાખ કરોડની બેડલોન રાઈટ ઓફ કરીને એનપીએ ઘટાડી શકાતું હોય, તો આવું વારંવાર નહીં બને? સામાન્ય જનતા અર્થશાસ્ત્રી હોતી નથી અને બેંકીંગ ક્ષેત્ર અને તેના નિયમોનું જ્ઞાન તો અર્થશાસ્ત્રના અભ્યાસુઓ સિવાય ભાગ્યે જ કોઈને હશે, પરંતુ લોકોના મનમાં એવો સવાલ જરૃર ઊઠે કે શું આ સમસ્યાનો કોઈ ઉકેલ જ નથી?

આપણા દેશમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા બંધારણીય સ્વયાત્ત સંસ્થા છે અને તેને કેન્દ્ર સરકાર સાથે સંકલનમાં રહીને કામ કરવાનું હોય છે. બેકીંગ ક્ષેત્રના નિયમો-કાયદાઓ હેઠળ બેંકો કામ કરે છે. બેંકોના રાષ્ટ્રીયકરણ પછી આરબીઆઈના નિયંત્રણો છતાં બેંકો પોતાના નીતિ-નિયમો માટે કેટલીક સ્વાયતત્તા પણ ધરાવે છે.

બેંકો પર સીધું પ્રત્યક્ષ નિયંત્રણ કે હસ્તક્ષેપ કેન્દ્ર સરકાર દ્વારા થતો નહીં હોવા છતાં ક્યાંક ને ક્યાંક સરકારોનો પ્રભાવ આ ક્ષેત્ર પર રહેતો હોવાથી ઊભા થતા પ્રશ્નોના કારણે જ કદાચ આરબીઆઈને બેંકીંગ ક્ષેત્રના નિયંત્રણો માટે વધુ સ્વાયત્તતા આપવાની માંગણી ઊઠી રહી હશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription