બાગાયત ખેડૂતોને સહાય મળશે

દેવભૂમિ દ્વારકા તા. ૧૩ઃ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ બાગાયતદારોને જણાવવાનું કે જે ખેડૂત મિત્રો બાગાયતી પાકોની ખેતી કરતા હોય અને સંકલિત જીવાત વ્યવસ્થાપન (આઈ.પી.એમ) અને સંકલિત પોષણ વ્યવસ્થાપન (આઈ.એન.એમ) ઘટકમાં સહાયનો લાભ લેવા માંગતા હોય તેવા લાભાર્થીઓને ચાલુ વર્ષે સંકલિત જીવાત વ્યવસ્થાપન અને સંકલિત પોષણ વ્યવસ્થાપન ઘટકમાં એટ સોર્સથી સહાય આપવાનું નક્કી કરેલ છે. જેમાં જૈવિક ખાતર અને જૈવિક દવાઓનો સમન્વય કરી આઈ.પી.એમ.-આઈ.એન.એમ.ની કીટનું વિતરણ સંસ્થા મારફત તાલુકા કક્ષાએથી કરવામાં આવશે. સંકલિત જીવાત અને પોષણ વ્યવસ્થાપન ઘટકમાં ખર્ચના ૩૦ ટકા મુજબ રૃા. ૧૨૦૦ પ્રતિ એક હેક્ટરની મર્યાદામાં કુલ ૪ હેકટર વાવેતરની મર્યાદામાં મહત્તમ રૃપિયા ૪૮૦૦ની સહાય મળવાપાત્ર છે. તો લાભ લેવા માંગતા બાગાયતદારોએ નાયબ બાગાયત નિયામક કચેરી, દેવભૂમિ દ્વારકા, બીજો માળ, રૃમ નં. એ/૨/૧૧, જિલ્લા સેવા સદન, લાલપુર રોડ, જામ-ખંભાળીયાનો સંપર્ક કરવા જણાવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription