સપામાંથી બે વખત સાંસદ રહી ચુકેલા જયા પ્રદા જોડાયા ભાજપમાંઃ આઝમ વિરૃદ્ધ રામપુરથી લડશે ચૂંટણી / ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારોનું કોકડું ગુંચવાયુંઃ ધનાણી-ચાવડા પહોંચ્યા દિલ્હી / અમેરિકાએ વિઝા લંબાવવાનો ઈન્કાર કરતાં હજ્જારો ભારતીય ટેકનિશીયાનોની ઘરવાપશી / અફઘાનિસ્તાનમાં અમેરીકાનો હવાઈ હુમલોઃ બાળકો સહિત ૧૩ નાગરિકોના પણ નિપજ્યા મૃત્યુ /

મેહુલનગરમાં એપાર્ટમેન્ટ, દુકાનો વેંચવા સામે હાઈકોર્ટનો મનાઈ હુકમ

જામનગર તા. ૧૫ઃ જામનગરના મેહુલનગર વિસ્તારમાં આવેલા રૃા. ૧પ કરોડના સાત પ્લોટ પર થયેલા બાંધકામમાં તૈયાર કરાયેલી દુકાનો, એપાર્ટમેન્ટને વેંચવા સામે હાઈકોર્ટે નગરના જાણીતા બિલ્ડર સહિતનાઓને મનાઈ હુકમ ફરમાવ્યો છે.

જામનગરના વતની અને હાલમાં કેન્યાના નાઈરોબીમાં રહેતા અશ્વિન રાયશી હરિયા (શાહ) ના પિતા રાયશી હંસરાજ હરિયાના જામનગરમાં મૂળ રે.સ.નં. ૧૦૧ માં ૧૪,૧પ થી માંડીને ર૦ નંબર સુધીના સાત પ્લોટ મેહુલનગર વિસ્તારમાં આવેલા છે. તે પ્લોટ રાયશીભાઈનું વર્ષ ૧૯૭૬ માં અવસાન થયા પછી વર્ષ ૧૯૯૦ માં ખોટા કુલમુખત્યારનામા બનાવી તેઓના સગાઓએ પોતાના નામે ટ્રાન્સફર કરી લીધા હતાં.

આ બાબતની અશ્વિનભાઈએ ગુજરાત હાઈકોર્ટના હુકમથી એફ.આઈ.આર. દાખલ કરાવી હતી. જેની તપાસ પોલીસે ચાલુ કરી હતી. આ પ્રકરણ ફરીથી હાઈકોર્ટમાં પહોંચતા ન્યાયમૂર્તિએ વર્ષ ૧૯૭૬ માં અવસાન પામેલા વ્યક્તિના વર્ષ ૧૯૯૦ માં તૈયાર થયેલા કુલમુખત્યાર નામામાં સહી જોઈ પ્રથમ દૃષ્ટિએ જ પ્લોટની ટ્રાન્સફરની પ્રક્રિયા ગેરકાયદે હોવાનું જણાવી તે પ્લોટમાં ઉભા થયેલા એપાર્ટમેન્ટ, દુકાનો વિગેરેને કોઈ પ્રકારે વેંચાણ, બક્ષીસ કે ગીરો રાખવા નહીં તેવો હુકમ કરી જામનગરના જાણીતા બિલ્ડર રમેશ સોમચંદ શાહ, ચારૃલતાબેન આર. શાહ, રીક્કી આર. શાહ, મીરલ રીક્કી શાહ, નિશીથ ધીમંતભાઈ શાહ, દિવ્યેશ રસીકલાલ શાહ વિગેરેના અન્ડર ટેંકીંગ - બાંહેધરી લીધી છે. મૂળ ફરિયાદી તરફથી વકીલ હ્યદય બુચ, પરેશ બુચ, પ્રેમલ રાચ્છ, ફૈઝલ ચરીયા રોકાયાં છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription