આઈ૫ીએલ ર૦૧૯ઃ વરૃણ ધવનની બેઝ પ્રાઈઝ હતી ર૦ લાખઃ ર૦૧૯ના આઈપીએલમાં ૮.૪ કરોડની બોલાઈબોલી / જસદણ પેટા ચૂંટણી જંગઃ કુંવરજી બાવળીયા, ભરત બોધરા, અવસર નાકીયા, ભોળાભાઈ ગોહેલ મેદાનમા /

ભટિંડામાં આતંકી મૂસા ઘુસ્યો હોવાની આશંકાથી પંજાબમાં હાઈ-એલર્ટ જાહેર

ચંદીગઢ તા. ૬ઃ ભટિંડામાં આતંકી મૂસા ઘુસ્યો હોવાની આશંકાથી પંજાબમાં હાઈ એલર્ટ જાહેર થયું છે. પંજાબમાં ફરી એક વખત અલકાયદાનો કાશ્મીરી આતંકવાદી જાકિર મૂસાને લઈને આઈબી, સીઆઈડી અને આર્મી ઈન્ટેલીજન્સના ઈનપુટ મળ્યાં છે. ફિરોઝપુર પછી બુધવારે ભટિંડા અને આસપાસના ઝોનમાં હાઈએલર્ટ જાહેર કરી દેવાયું છે. સેનાએ રેલવે સ્ટેશન પર સુરક્ષા મોર્ચો સંભાળી લીધો છે. રાજસ્થાનની સાથે લાગતી સરહદને પણ પંજાબ પોલીસે સીલ કરી દીધી છે.  પોલીસના ૯ નાકા ઉપરાંત છ પેટ્રોલિંગ દળ વિસ્તારમાં સઘન તપાસ કરી રહ્યાં છે.

ભટિંડાના એસએસપી ડો.નાનક સિંહે જણાવ્યું કે ઈન્ટેલીજન્સ પાસેથી મળેલા હાઈ સેન્સેટિવ ઈનપુટ પછી મંગળવારે સૈન્ય અધિકારીઓ સાથે મિટિંગ પછી શહેરની સુરક્ષા વ્યવસ્થા પોલીસે ભટિંડા સ્ટેશનની સુરક્ષાની જવાબદારી સેનાએ સંભાળી લીધી છે. મૂસાના અમૃતસર બેલ્ટમાં હોવાના ઈનપુટ મળ્યાંના થોડા દિવસ બાદ જ ૧૮ નવેમ્બરે નિરંકારી ભવનમાં ગ્રેનેડ એટેક કરાવ્યો હતો.આ એટેકમાં ત્રણ લોકો માર્યા ગયા જ્યારે ૧૨ લોકો ઘાયલ થયા હતા.

ગુપ્તચર એજન્સી પાસેથી મળેલા ઈનપુટ પર જિલ્લા ફિરોઝપુર પોલીસ સ્ટેશનમાં મમદોટના હેઠળ આવતા ગામ ગુલાબ સિંહને સીલ કરી સર્ચ ઓપરેશન ચલાવ્યું. સૂત્રોએ જણાવ્યું કે પોલીસને ઈનપુટ મળ્યાં હતા કે ગુલાબ સિંહ ગામના એરિયામાં પાકિસ્તાન કંપનીનું સીમ એક્ટિવેટ છે. મળતી માહિતી મુજબ મંગળવારે રાત્રે પણ જિલ્લા પોલીસને ઉચ્ચાધિકારીઓના નેતૃત્વમાં પોલીસે ગામના કેટલાંક ઘરોમાં દરોડા પાડ્યા હતા. એક સંદિગ્ધની ધરપકડ પણ થઈ છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00