કોંગ્રેસમાં વધુ એક ગાબડુંઃ જુનાગઢમાં જીતુ વાઘાણીએ કોંગ્રેસના શહેર પ્રમુખને ભાજપનો ખેસ પહેરાવ્યો / જેટ એરવેઝની સંપત્તિઓ વેચવા માટે લેન્ડર્સ આ સપ્તાહથી બોલી પ્રક્રીયા શરૃ કરે તેવી શક્યતાઓ / ગૃહમંત્રી અમીત શાહનો સંસદમાં હુંકારઃ દેશની એક-એક ઈંચ જમીન પરથી ઘૂસણખોરોને હાંકી કઢાશે /

જામનગરમાં ગરમી વધીઃ મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રીઃ હિટવેવ હવામાનખાતાની આગાહી

જામનગર તા. ર૬ઃ જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૩.પ ડીગ્રીના વધારા સાથે લઘુત્તમ તાપમાન ર૪.પ ડીગ્રીએ પહોંચી ગયું છે. તેમજ મહત્તમ તાપમાનનો પારો ૩૭ ડીગ્રીએ પહોંચી જતાં લોકોએ ગરમીનો અનુભવ કર્યો હતો.

જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં હવે ઉનાળાનો પ્રારંભ થઈ ગયો છે. ધીમે-ધીમે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. હાલાર પંથકમાં હવે ગરમીનો પારો સતત વધી રહ્યો છે.

જામનગરમાં ગત્ તા. રપ-૩-૧૯ ના રોજ લઘુત્તમ તાપમાન ર૦.પ ડીગ્રી હતું જેમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૩.પ ડીગ્રીનો વધારો થયો છે. તથા ગત્ તા. ર૧-૩-૧૯ ના રોજ મહત્તમ તાપમાન ર૯ ડીગ્રી હતું. જેમાં અત્યાર સુધીમાં ૮ ડીગ્રીનો વધારો થઈ ગયો છે.

રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજયમાં તાપમાનમાં વધારો થશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના દરિયા કાંઠા નજીકના વિસ્તારોમાં રહેતા લોકોને હીટવેવનો સામનો કરવો પડશે.

જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન ર૪ ડીગ્રી અને મહત્તમ તાપમાન ૩૭ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમં ભેજનું પ્રમાણ પ૯ ટકા રહ્યું હતું. જ્યારે પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૮ થી ૧૦ કિ.મી. રહેવા પામી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription