મોદીના ૫ેરીસ પ્રવાસમાં પી.એમ.એ સંબોધનમાં કહ્યું જે ટેમ્પરરી હતું તે હટાવતાં ૭૦ વર્ષ લાગ્યાઃ સમજાતું નથી હશું કે પછી રડું / ભારતને પહેલું રાફેલ સપ્ટેમ્બરમાં મળી જશેઃ ફ્રાન્સના રાષ્ટ્રપતી / એમેઝોને કરી નવી સર્વિસની કરી જાહેરાતઃ ફક્ત ર કલાકમાં જ તમારો સામાન પહોંચી જશે તમારી પાસે

હાલારના રાજપૂત સમાજમાંથી મંત્રીપદે વરાયેલા હકુભા જાડેજાનું ભપકાદાર સ્વાગત-સન્માન

જામનગર તા. ૧પઃ ગુજરાત રાજયના મંત્રી મંડળમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજયકક્ષાના મંત્રીપદે વરાયેલા ૭૮-જામનગર (ઉત્તર) ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા જાડેજા)નું હાલારના બન્ને જિલ્લાના રાજપૂત સમાજ દ્વારા સન્માન કરવાનો ભવ્ય સમારોહ ગાંધીનગર રોડ પર આવેલા વિશાળ સર્વમંગલ પાર્ટી પ્લોટમાં યોજાયો હતો. આ સમારોહના અધ્યક્ષસ્થાને ગુજરાતના રાજપૂત સમાજના વરિષ્ઠ આગેવાન અને રાજયના સિનિયર કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યાં હતાં.

સન્માન સમારોહના સ્થળે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે હકુભા જાડેજાનું આગમન થતાં ઢોલ-નગારા-બેન્ડવાજા સાથે સામૈયું કરવામાં આવ્યું હતું. તેમજ સમારોહમાં ઉપસ્થિત સૌએ તેમના પર પુષ્પવર્ષા કરી અભિનંદન-શુભેચ્છાની લાગણી વ્યક્ત કરી હતી.

આ સમારોહમાં રાજપૂત સમાજના વિવિધ સંગઠનોના હોદ્દેદારો સર્વશ્રી પી.એસ. જાડેજા, નવલસિંહ જાડેજા, કાલાવડના વરિષ્ઠ અગ્રણી રાજેન્દ્રસિંહ જાડેજા, સી.આર. જાડેજા, પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા, કરણી સેનાના રાજય મહિલા પાંખના અધ્યક્ષ રિવાબા જાડેજા, પ્રતિક્ષાબા જાડેજા વિગેરે વક્તાઓએ હકુભા જાડેજાને શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતાં. આઝાદી પછી હાલાર પંથકમાંથી રાજયના મંત્રીમંડળમાં મંત્રીપદ પ્રાપ્ત કરનાર હકુભા જાડેજા સૌપ્રથમ છે. તેથી તેમણે રાજપૂત સમાજનું ગૌરવ વધારી એક ઈતિહાસ સર્જી દીધો છે. હકુભા જાડેજાએ માત્ર રાજપૂત સમાજ જ નહીં, સમાજના તમામ વર્ગો/જ્ઞાતિઓ માટે અવિરત સેવા કાર્યો કર્યા છે અને તેથી એક સાચા લોકસેવક તરીકે તેઓ અત્યારે સર્વાધિક લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યાં છે.

સમારોહના અધ્યક્ષ સ્થાનેથી રાજયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ જાડેજાએ હકુભા જાડેજાને અભિનંદન આપી ઉત્તરોતર વધુને વધુ પ્રગતિ કરે તેમજ લોકો માટે સદાય સેવાકાર્યો કરતા રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.

પોતાના સન્માનના પ્રતિભાવમાં હકુભા જાડેજાએ ખૂબ જ વિનમ્ર ભાવે જણાવ્યું હતું કે હું આજે જે કોઈ પદ પર છું, મને જે કોઈ સિદ્ધિ કે સફળતા મળી છે તે માટે રાજપૂત સમાજનો પ્રેમ, સહકાર જ કારણભૂત છે.

આજે રાજપૂત સમાજ સંગઠીત બન્યો છે, શિક્ષિત બન્યો છે, સમજુ બન્યો છે અને આ સમાજે માત્ર રાજકીય ગણિત સાથે નહીં પણ અન્ય ક્ષેત્રોમાં અને ખાસ કરીને સેવા ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપી તેની તાકાત બતાવી દીધી છે. સમાજ સંગઠીત હશે તો જ સમાજનો વિકાસ શક્ય બને છે તેની પ્રતીતિ સૌને થઈ છે.

આ સન્માન સમારોહમાં સ્વાગત પ્રવચન  પૂર્વ મેયર ધર્મેન્દ્રસિંહ ઝાલાએ કર્યુ હતું. સંચાલન પ્રવિણસિંહ જાડેજાએ કર્યુ હતું.

આ સન્માન સમારોહમાં હકુભા જાડેજાના પિતા મેરૃભા જાડેજા તથા હકુભાના ધર્મપત્ની મ્યુ. કોર્પોરેટર પ્રફુલ્લાબા જાડેજા પણ હાજર રહ્યાં હતાં. તેમજ હાલારના બન્ને જિલ્લાના રાજપૂત સમાજના વિવિધ સંગઠનો, યુવા પાંખ, મહિલા પાંખ, કર્મચારી સંગઠન વિગેરેના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તેમજ સરપંચો, તાલુકા/જિલ્લા પંચાયતના વર્તમાન અને પૂર્વ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જ્ઞાતિના વડીલો, ભાઈઓ તેમજ તેટલી જ મોટી સંખ્યામાં રાજપૂત સમાજની બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં. સર્વમંગલ પાર્ટી પ્લોટ ખીચોખીચ ભરાઈ ગયો હતો અને અંદાજે આઠથી દસ હજાર લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. 

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription