પાકિસ્તાનથી પધારેલા સિંધી સમાજના ગુરૃજી સાધરામજી દ્વારકાની મુલાકાતે

દ્વારકા તા. ૧૪ઃ પાકિસ્તાનથી ખાસ પધારેલા સિંધી સમાજના ગુરૃદેવ સાધરામજીએ દ્વારકાની મુલાકાત લઈ ભગવાન દ્વારકાધીશજીના દર્શન-પૂજા કર્યા હતાં. તેમની સાથે સિંધી સમાજના અગ્રણી અને પૂર્વ મંત્રી પરમાણંદભાઈ ખટ્ટર, મુકુલભાઈ વિગેરે જોડાયા હતાં.

દ્વારકાધીશ મંદિરના પૂજારી જયેશભાઈ ઠાકર તથા નેતાજીએ તેમને ભગવાનનું ઉપરણું પહેરાવી સ્વાગત કરી આશીર્વાદ આપ્યા હતાં. ગુરૃજી સાધરામજીએ અન્નકોટ દર્શનનો લાભ પણ લીધો હતો. આ તકે તેમણે તેમના પ્રતિભાવો આપતા જણાવ્યું હતું કે, શ્રીકૃષ્ણના દર્શનથી ખૂબ જ ધન્યતા અનુભવી છે. ૩૭૦ મી કલમ દૂર થવા અંગે તેમણે જણાવ્યું હતું કે, દક્ષિણ એશિયામાં શાંતિ અને પ્રેમભાવ રહે તે માટે અને વિશ્વકલ્યાણ માટે આ પગલું જરૃરી છે. પાકિસ્તાનના સીંધ પ્રાંતમાં આવેલ શક્તિપીઠ હિંગળાજ માતાજીના મંદિરે દર વરસે ભારતમાંથી હજ્જારોની સંખ્યામાં આસ્થાળુઓ આવે છે. તેમના દર્શનની વ્યવસ્થા ગુરૃજી દ્વારા કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં તેમણે નાયબ કલેક્ટર દરજ્જાના અધિકારી તરીકે અગાઉ નોકરી પણ કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription