ઈરાને બ્રિટનનું ઓઈલ ટેન્કર કબ્જે કર્યુંઃ બ્રિટને કહ્યું પરિણામ ભોગવવા માટે રહો તૈયાર / હાફિઝની ધરપકડ એક નાટકઃ જેલમાં નહીં પણ જેલરના બંગલા રહે છે હાફિઝ / અમેરિકામાં માનવતસ્કરી કરનાર એક ગુજરાતી મહિલાને ત્રણ વર્ષની જેલ સજાઃ તેમજ લાખો ડોલરનો દંડ /

ગુજરાત સરકાર સંવેદના વગરની અને ખેડૂત વિરોધી છેઃ કિસાન કોંગ્રેસ

ખંભાળિયા તા. ૧રઃ વિધાનસભામાં દેવાનાબૂદીનું બિલ નામંજુર થતાં ગુજરાત કિસાન કોંગ્રેસે આક્રોશ વ્યક્ત કરી ગુજરાત સરકારની ઝાટકણી કાઢી છે.

ગુજરાત સરકાર એ ખેડૂત વિરોધી તથા અસંવેદનશીલ સરકાર છે તથા ગઈકાલે કોંગ્રેસના ધારાસભ્યએ રજૂ કરેલ ખેડૂતોનું દેવાનાબૂદી બિલ નામંજુર કરીને ગુજરાત સરકારે પોતે ખેડૂત વિરોધી અને અસંવેદનશીલ હોવાનો પુરાવો આપ્યાનો આક્ષેપ ગુજરાત કિશાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલિયાએ કરીને સરકારની આકરી ટીકા કરી હતી.

ગુજરાત સરકાર પોતાને ખેડૂતોની સંવેદનવાળી સરકાર કહે છે ત્યારે પાલભાઈએ કહ્યું કે, વીમા કંપનીઓ તે પાકવીમામાં ૬૦ ટકા પ્રિમિયમના આ વીમાના ખેડૂતને ૦.૬૮ ટકા જ આપ્યા એટલે ૧૦ ટકા પણ નહીં તો પછી આમાં વીમા યોજના સરકારની કંપનીઓને ફાયદો કરવાની કે ખેડૂતોને ફાયદો કરવાની?

હેક્ટર દીઠ ખેડૂતોના રર થી ૩૦ હજાર રૃપિયાના પ્રિમિયમો ભરાયા છે તેની સામે કંપનીએ અત્યંત નજીવું વળતર જ ચૂકવ્યું છે.

પાલભાઈ આંબલિયાએ ગુજરાત સરકાર પોતાને ખેડૂતોની તથા સંવેદનશીલ સરકાર ગણવો છે ત્યારે તેમણે કહ્યું હતું કે આવડા આવડા પ્રિમિયમો ભરાય અને તેમ છતાં ખેડૂતોને જ્યાં પાકવીમો મંજુર થવો જોઈએ તેના બદલે અત્યંત ઓછો થયો છે તો ૬૦ ટકા વીમા પ્રિમિયમ ખાનગી કંપનીને મળે અને ૦.૬૮ ટકા પાકવીમો ખેડૂતોને મળે તો ખેડૂતોની આવક કઈ રીતે બમણી થાય?

ગુજરાત સરકારે ખેડૂતોને ટેકાના ભાવનો લાભ આપવા માટે ૬૦૦ કરોડ સરકારે ફાળવ્યા પણ આ રકમ ખેડૂત સુધી પહોંચતી કરવા જે અવ્યવસ્થા જેવી વ્યવસ્થા કરી તેમાં ૮પ૦ કરોડ રૃપિયા તો ખર્ચાઈ ગયા તો આમાં ખેડૂતની આવક કેમ થશે? ખેડૂત વિરોધી ગુજરાત ભાજપ સરકાર પર પ્રહારો કિસાન કોંગ્રેસ દ્વારા કરાયા  હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription