મુંબઈના ડોંગરીમાં થયેલી ઈમારત ધરાશાયીમાં અત્યાર સુધીમાં ૧ર વ્યક્તિના મૃત્યુ નિપજ્યાંઃ હજુ  બચાવ કાર્ય શરૃ / નીતીન ગડકરીએ કહ્યું સારા રસ્તાઓ જોઈએ છે તો ટોલ ટેક્સ ચુકવવો પડશેઃ આ જીવનભર બંધ નહીં થાય / ૧૪૯ વર્ષ પછી ગુરૃપૂર્ણીમાંના દિને ચંદ્રગ્રહણઃ ત્રણ કલાક જેટલો સમય ચાલશે ગ્રહણઃ તમામ રાશીઓ પર કરશે અસર /

બેગુસરાયની ટિકિટ અપાતા ગિરીરાજસિંહનો બળાપોઃ 'મારી સીટ કેમ બદલી?'

નવી દિલ્હી તા.૨૬ઃ લોકસભાની ચૂંટણીમાં આ વખતે આંદોલનો કે છાત્ર રાજનીતિમાંથી ઉભરેલા કેટલાક યુવા નેતાઓને રાજકીય પક્ષોએ ટિકિટ આપતા કદાવર નેતાઓ સામે પડકાર ઉભો થયો છે. નવાદાના બદલે બેગુસરાયથી ટિકિટ મળતા કેન્દ્રિય મંત્રી ગિરીરાજસિંહ બળાપો કાઢી રહ્યા છે, તેની પાછળનું કારણ તેની સામે કન્હૈયાકુમાર ઉમેદવારી કરી રહ્યા હોવાથી પરાજયનો ભય પણ હોઈ શકે છે.

લોકસભાની ચૂંટણી હવે વધુને વધુ રોમાંચક બની રહી છે, તો વિચિત્ર પ્રકારના શબ્દ પ્રયોગો અને કટાક્ષો સાથે થતા નિવેદનો અને ભાષણોના કારણે ચૂંટણી રોચક પણ બની રહી છે. હવે અપશબ્દ કે અસભ્ય ભાષા કોને ગણવી તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે, કારણકે ચૂંટણી જંગ દરમિયાન કેટલાક પ્રચારકો ઘણી વખત તમામ મર્યાદાઓ ઓળંગી જતા હોય છે.

આ વખતે ઘણાં સ્થળોએ રસાકસીનો જંગ ખેલાવાનો છે. ઘણા ઉમેદવારો તેમની ટિકિટ કપાઈ જતાં પોતાની જ પાર્ટી સામે મેદાને પડ્યા છે, તો કેટલાક ઉમેદવારોની બેઠક જ બદલી નાંખતા સમસમી ઉઠ્યા છે. અત્યારે સમાજ, જ્ઞાતિ, પ્રદેશની દૃષ્ટિએ પણ ગણિત માંડવામાં આવી રહ્યા છે. કેટલાક નેતાઓ ચૂંટણી સમયે જ પક્ષાંતર કરતા હોય છે. અને પછી અચાનક તેમનો અંતરાત્મા જાગી ઉઠ્યો હોવાનો દાવો પણ કરતા હોય છે. આ સ્થિતિ લગભગ દરેક રાજ્યમાં જોવા મળી રહી છે.

એક તરફ જામનગરમાં કોંગ્રેસ હાર્દિક પટેલને મેદાનમાં ઉતારશે તેવી અટકળો વચ્ચે ભાજપે પૂનમબેન માડમને ફરીથી મેદાનમાં ઉતારી દીધા છે. જ્યારથી પૂનમબેનની ઉમેદવારી કન્ફર્મ થઈ, ત્યારથી જ સમગ્ર હાલારમાં એવી ચર્ચા થવા લાગી હતી કે પૂનમબેન માડમ અને હાર્દિક પટેલ વચ્ચે ચૂંટણી જંગ કેવો હશે?

આ જ પ્રકારની ચર્ચા અત્યારે બિહારમાં ચાલી રહી છે. બેગુસરાયની બેઠક પરથી ગિરીરાજસિંહને ભાજપે ટિકિટ આપી છે. તેઓ અત્યારે કેન્દ્રિય મંત્રી છે અને તેઓ નવાદાના સાંસદ છે. તેમની બેઠક બદલીને હવે તેઓને બેગુસરાયથી ચૂંટણી લડવા મોકલી દેવાયા છે. આ કારણે ગિરીરાજસિંહ સમસમી ગયા છે.

બિહાર ભાજપના ફાયરબ્રાન્ડ નેતા ગિરીરાજસિંહ વિવાદાસ્પદ નિવેદનો માટે પણ જાણીતા છે. ઘણી વખત તેમના નિવેદનો પછી પાર્ટીને બેકફૂટ પર જવું પડતું હોય છે, અને બચાવની મુદ્દામાં આવવું પડતું હોય છે. તેમ છતાં ભાજપ આ નેતા સાથે સોફ્ટ કોર્નર ધરાવતો હોવાથી કોઈ કાંઈ કહેતું નથી.

મીડિયા સાથે વાત કરતા ગિરીરાજસિંહે તેમની વ્યથા ઠાલવી દીધી છે. તેમનો પ્રત્યાઘાત એવો હતો કે પાર્ટીએ શા માટે મારી એકલાની બેઠક બદલી નાંખી? તેમને આ પ્રકારનો પ્રશ્ન પૂછાતા જ તેઓ ભાવુક બનીને બળાપો કાઢવા લાગે છે.

એન.ડી.એ.ના સાથી પક્ષોને નવાદાની બેઠક ફાળવવી પડે તેમ હોવાથી ગિરીરાજસિંહને બેગુસરાઈની ટિકિટ અપાઈ હશે, પરંતુ આ ફેરફાર માટે દોષનો ટોપલો તેઓ બિહાર પ્રદેશ ભાજપના નેતાઓ પર ઓઢાડે છે. ગિરીરાજસિંહે કહ્યું કે, 'મારી નારાજગી માત્ર પ્રદેશ ભાજપની નેતાગીરી સામે છે, કે મારી બેઠક મને વિશ્વાસમાં લીધા, વગર કેમ બદલાઈ નંખાઈ?'

ગિરીરાજસિંહ બળાપો કાઢતા કહે છે કે પાર્ટીએ તેમના સ્વાભિમાનને ઠેસ પહોંચાડી છે. અને તેઓ સ્વાભિમાન સાથે ક્યારેય સમાધાન કરતા નથી. આ પ્રકારના ગિરીરાજસિંહના નિવેદનોથી ભાજપના રાજકીય નેતૃત્વમાં પણ દ્વિધા ઉભી થઈ હોવાની વાતો વહેતી થઈ છે.

બિહારમાં આ મુદ્દો રાજ્યભરનો ચર્ચિત વિષય બની ગયો છે. ઘણા રાજકીય નિરીક્ષકો એવું પણ માને છે કે આવું કરીને ગિરીરાજસિંહ માત્ર પ્રેસર પોલિટીક્સ કરી રહ્યા છે. તો કેટલાક નિરીક્ષકો ગિરીરાજસિંહને પાર્ટીએ વિશ્વાસમાં લઈને ફેરફાર કરવો જોઈતો હતો, તેમ પણ માને છે.

હકીકતે ગિરીરાજસિંહને જેએનયુના છાત્ર યુવા નેતા કન્હૈયાકુમારનો સામનો કરવો પડે તેમ છે. બિહારના ગઠબંધનમાં સીપીઆઈનો સમાવેશ થયો નહીં હોવાથી સીપીઆઈ દ્વારા બેગુસરાયમાં કન્હૈયા કુમારને ઉમેદવાર બનાવ્યા છે. તે ઉપરાંત આરજેડીના તનવીર હસન પણ મેદાનમાં છે, પરંતુ કન્હૈયા કુમારે કહ્યું છે કે તેઓ આરજેડી સામે ફ્રેન્ડલી ફાઈટ કરશે અને આરજેડીના ઉમેદવારને નહીં, પરંતુ ભાજપના   ઉમેદવારને હરાવવા પ્રયાસ કરશે. આ કારણે પરાજયની આશંકાથી ફફડી રહેલા ગિરીરાજસિંહ હવે પ્રદેશ ભાજપની નેતાગીરી પર ચીડાયા છે. આ યુવા નેતા સામે ભાજપના દિગ્ગજ નેતા હારી જશે, તો બિહારમા એક ઈતિહાસ સર્જાઈ શકે છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription