ઈરાને બ્રિટનનું ઓઈલ ટેન્કર કબ્જે કર્યુંઃ બ્રિટને કહ્યું પરિણામ ભોગવવા માટે રહો તૈયાર / હાફિઝની ધરપકડ એક નાટકઃ જેલમાં નહીં પણ જેલરના બંગલા રહે છે હાફિઝ / અમેરિકામાં માનવતસ્કરી કરનાર એક ગુજરાતી મહિલાને ત્રણ વર્ષની જેલ સજાઃ તેમજ લાખો ડોલરનો દંડ /

જામનગરની જી.જી. હોસ્પિટલના એન.આર.સી. કેન્દ્ર થકી બાળકોનો ખિલખિલાટ ગુંજ્યો

જામનગર તા.૧૨ઃ જગતમાં 'માં'ની તુલનાએ કોઈ ક્યારેય આવી ન શકે. મા બાળકને અન્ન આપી પોષણ આપતી અન્નપૂર્ણા છે તો, બાળકમાં શક્તિ સિંચતી 'શક્તિદાયિની' જેવા અનેક રૃપો એકસાથે નિભાવી બાળકોનું હિત ઝંખતી હોય છે. પરંતુ એ મા થકી પણ જ્યારે બાળકનો વિકાસ ન થતો હોય ત્યારે..? શક્યતઃ મા જ કુપોષિત હો તો બાળકનું શું..? તેના પોષણ, તેના જીવનનું શું..? આ જ વિચાર સાથે સરકાર દ્વારા 'બાલ સંજીવની કેન્દ્ર' નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે આજે બાળકો માટે બાળકો માટે 'સવાઈ માં' બન્યું છે. આજે આ કેન્દ્ર દ્વારા અનેક બાળકોના જીવ બચ્યા છે.

આવું જ જામનગર જિલ્લાનું બાલા સંજીવની કેન્દ્ર જી. જી. હોસ્પિટલમાં 'મિશન બાલ સુખમ્' અંતર્ગત કાર્યરત્ત છે. જેના પોષણ - પુનર્વસન કેન્દ્ર થકી અનેક બાળકોને કુપોષણથી મુક્ત કરવામાં આવ્યાં છે. જેમાંના એક ખંભાળિયાના રહેવાસી અને ૧૧ માસના બાળક યુવરાજ ચૌહાણના દાદી સવિતાબેન કહે છે કે, ''મારા પૌત્રની સાચી મા આ સંજીવની કેન્દ્ર બન્યું છે, મરવા પડેલા મારા દીકરાને અહીંયાથી જીવતર મળ્યું છે.'' યુવરાજ કુપોષણનો શિકાર હતો, માતા કુપોષિત હોવાથી બાળકનો વિકાસ ન હતો. ઉપરાંત બાળકને ખાનગી ડૉક્ટરો દ્વારા નિદાન કરાતા અન્નનળીમાં ચાંદાનું નિશાન થયું હતું અને ખોટા નિદાનના કારણે બાળક મરણપથારી સુધી પહોંચી ગયું હતું. પરંતુ સાચા સમયે જી. જી. હોસ્પિટલના એન.સી.આર. કેન્દ્ર પર બાળકને લાવતા તેનું બાળકોના નિષ્ણાત દ્વારા સાચું નિદાન થતાં આજે બાળક ખિલખિલાટ કરતું થયું છે.

આવા જ અન્ય એક કલ્યાણપુરના વતની એવા ૯ માસના બાળક રૃદ્ર વગડાની પણ કંઈક આવી જ કહાની છે. રૃદ્ર લાંબા સમયથી કોઈ આહાર જ લઈ શકતો ન હતો. જેના કારણે બાળક રૃદ્રને લોહતત્વની ઉણપ સર્જાઈ હતી. અંધશ્રદ્ધાળુ માતાને કારણે પણ  બાળક વિટામિન ડી, લોહતત્ત્વની ઉણપનો શિકાર બન્યું અને અંતે તેને જી. જી. હોસ્પિટલ ખાતે બાળકોના નિષ્ણાત પાસે લાવવામાં આવ્યું અને ત્યાંથી તેની માતાનું કાઉન્સેલિંગ કરાયું તેમજ રૃદ્રની સારવાર કરાઈ જે બન્ને સફળ થતાં આજે રૃદ્ર તંદુરસ્ત છે. જેનો શ્રેય એન.આર.સી. જામનગરના કર્મયોગીઓને આપતા રૃદ્રના પિતા અમિતભાઈ વગડા કહે છે કે, 'મારા દીકરાને બચાવનાર આ કેન્દ્રનો હું ખૂબ આભારી છું. મારા બાળકનો જીવ બચાવવા આવી સેવા ચાલુ કરવા માટે સરકારનો ખૂબ આભારી છું.'

જામનગરના જી. જી. હોસ્પિટલના પોષણ પુનર્વસન કેન્દ્રના પોષણવિદ્ ક્રિષ્નાબેન દવે અને તેમના આસિસ્ટન્ટ તેમજ કાઉન્સેલર મોમીનાબેન બુખારીના જણાવ્યાનુસાર આપણાં દેશમાં પરિવારની રીતિ, માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ સામે લડીને અમો પરિવારોનું કાઉન્સેલિંગ કરીએ છીંએ તેમજ બાળકો માટે સુપોષણની દરેક વ્યવસ્થા કરાવીએ છીએ. કારણકે, જો આજે બાળકો તંદુરસ્ત હશે તો આપણું ભવિષ્ય તંદુરસ્ત થશે. અને એ જ નેમ સાથે અમે તેમજ અમારા રસોયા, આયા બહેન, બધાં જ બાળકો માટે સતત ખડેપગે રહેવા તત્પર રહીએ છીએ. સરકારની આ યોજના (લોકસેવા) માટે અનેક માતા-પિતા તેના આભારી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription