ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના ૫ગલે અમદાવાદમાં વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છેઃ નીચાણ વાળા વિસ્તારામાં પાણી ભરાય ગયા છે / પટનામાં એક એસયુવી કારે રસ્તા પર ઉંઘતા ચાર બાળકોને કચડયાઃ ત્રણ બાળકોના ઘટના સ્થળે જ મૃત્યુઃ ભીડે ડ્રાઈવરને ફટકારીને મારી નાખ્યો /

ગાંજાનો જથ્થો રાખવાના કેસમાં આરોપીઓનો છૂટકારો

જામનગર તા. ૧૧ઃ જામનગરના દિગ્વિજય પ્લોટની શેરી નં. રપ માં આવેલા રાજેશ કાંતિલાલ મંગીના મકાનમાં પોલીસે દરોડો પાડી ત્યાંથી ૭ કિલો ૬૦૦ ગ્રામ વજનનો ગાંજો પકડી પાડ્યો હતો. આ શખ્સની ધરપકડ કરાયા પછી કરાયેલી પૂછપરછમાં મકબુલ અનવર મીયાત્રા અને ધોરાજીના મહમદ અબ્દુલ ગુંદાલિયાના નામ ખૂલ્યા હતાં. પોલીસે ત્રણે શખ્સો સામે ગુન્હો નોંધ્યો હતો.

આ કેસ ચાલી જતાં બચાવ પક્ષે દલીલ કરી હતી કે નાર્કોટિક્સ એક્ટની જોગવાઈ મુજબ પાંદડા કે ડાળખાવાળો ગાંજો પ્રતિબંધિત ન ગણી શકાય ઉપરાંત પોલીસે એકટની આદેશાત્મક જોગવાઈઓનું પાલન કરવામાં પણ ગંભીર ભૂલ કરી છે. અદાલતે બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા પછી ત્રણે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ હર્ષદ ભટ્ટ, નારણ ગઢવી, એમ.આઈ. કુરેશી વગેરે રોકાયા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription