ખંભાળિયાના વડાલીયા સિંહણ સહિત ત્રણ સ્થળે જુગારના દરોડા

જામનગર તા. ૧૪ઃ ખંભાળીયાના વડાલીયા સિંહણ તેમજ દ્વારકાના નાનાભાવડા તેમજ કલ્યાણપુરના રણજીતપરમાંથી પોલીસે ત્રણ દરોડા પાડી કુલ ૨૨ પંટરને ગંજીપાના કૂટતાં પકડી પાડ્યાં છે જ્યારે ત્રણ નાસી છૂટ્યાં છે.

ખંભાળીયા તાલુકાના વડાલીયા સિંહણ પાસે આવેલી એક હોટલ પાસે ગઈકાલે સાંજે જાહેરમાં રોનપોલીસ રમતા લખમણ હરદાસ ચાવડા, મુળુભાઈ લખમણભાઈ કરમુર, રાહુલ હમીરભાઈ ચાવડા નામના ત્રણ શખ્સોને પોલીસે પકડી પાડ્યા છે જ્યારે ધનરાજ વેજાભાઈ ચારણ, કરમસી વેજાભાઈ તથા રૃપસંગ કોળી નામના ત્રણ શખ્સો નાસી ગયા છે. પટ્ટમાંથી રૃા. ૧૧,૦૧૦ રોકડા કબજે કર્યા છે.

દ્વારકા તાલુકાના નાનાભાવડા ગામમાંથી ગઈકાલે સાંંજે પોલીસે અજાભા ગોદળભા માણેક, રામભા ગોદળભા, ટપુભા ગગુભા સુમણીયા, રાધાભા ગગુભા, સુકલભા ગોગુભા, પાલાભાઈ કાનાભાઈ ઓડીચ, પબાભાઈ રામભાઈ ઓડીચ, બુધાભા અજુભા સુમણીયા, દોલુભા ભીખાભા સુમણીયા, રણમલભા ચાપાભા સુમણીયા, સાયલભા લાખાભા સુમણીયા તથા બુધાભા લાખાભા નામના બાર શખ્સોને પોલીસે પકડી લઈ પટ્ટમાંથી રૃા. ૧૨,૩૦૦ રોકડા, સાત મોબાઈલ મળી રૃા. ૧૫,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

કલ્યાણપુર તાલુકાના રણજીતપુરમાંથી ગઈરાત્રે પોલીસે ભીખાભાઈ પરબતભાઈ આહિર, પરબતભાઈ માલદેભાઈ ભોચીયા, દેવજીભાઈ હરદાસભાઈ રાઠોડ, ભાયાભાઈ મારખીભાઈ કરંગીયા, નાનજીભાઈ કરશનભાઈ ગોહેલ, મેરામણભાઈ રાયદેભાઈ સુવા અને રાજુભાઈ શામજીભાઈ થોભાણી નામના સાત શખ્સોને પોલીસે ઝડપી રૃા. ૧૦,૩૨૦ રોકડા કબજે કર્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription