close

Mar 29, 2024
ગઈકાલે દિલ્હી હાઈકોર્ટે આઈટીની કાર્યવાહીને પડકારતી અરજી ફગાવ્યા પછી નવી દિલ્હી તા. ર૯: કોંગ્રેસને આવકવેરા વિભાગે ર વિભાગની ૧૭૦૦ કરોડની નોટીસ ફટકારતા લોકસભાની ચૂંટણી પહેલા દેશના સૌથી જુના પક્ષની આર્થિક મુશ્કેલીમાં વધારો થયો છે. હવે ર૦૧૭-૧૮ થી લઈને ર૦ર૦-ર૧ માટે નોટીસ મળી છે, જેમાં દંડ-વ્યાજ સામેલ છે. એક તરફ ખાતાઓ ફ્રીઝ છે, ત્યાર પહેલા હાઈકોર્ટે અરજી ફગાવી હવે આયકર વિભાગની નોટીસ મળતા કોંગ્રેસને બીજો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસ પાર્ટીને ગુરુવારે ... વધુ વાંચો »

Mar 29, 2024
ર૯ ફેબ્રુઆરીની બિલગેટ્સ સાથેની મુલાકાતનો વીડિયોઃ નવી દિલ્હી તા. ર૯: પીએમ મોદીની બિલ ગેટ્સ સાથેની મુલાકાતનો વીડિયો સામે આવ્યો છે. ગત્ તા. ર૯ ફેબ્રુઆરીએ બિલ ગેટ્સ સાથે પીએમની મુલાકાત થઈ હતી. બિલ ગેટ્સના ભારત પ્રવાસ વખતે થયેલી મુલાકાત ઘણી રસપ્રદ રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ મળ્યા હતાં, જ્યાં બન્ને વચ્ચે ભારતમાં એઆઈ, શિક્ષણ, ડિજિટલ પેમેન્ટ સાથે બદલાતી વિશ્વની ટેકનોલોજી પર વિશેષ ચર્ચા થઈ હતી. પીએમ ... વધુ વાંચો »

Mar 29, 2024
ઝરમરિયા છાંટા પડ્યાઃ ઠંડકનો અહેસાસ અમદાવાદ તા. ર૯: છોટાઉદેપુર અને વલસાડ પર વાદળો છવાયા છે અને કેટલાક સ્થળે ઝરમરિયો વરસાદ થતા ઠંડક પ્રસરી છે. છોટાઉદેપુર અને વલસાડના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ થયો છે. તેમાં વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું છે. ત્યારે છોટાઉદેપુરના વાતાવરણમાં પલટો આવતા વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર છાંટા વરસ્યા છે. વહેલી સવારથી જ વાદળછાયું અને ઉકળાટભર્યું વાતાવરણ ... વધુ વાંચો »

Mar 29, 2024
શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈ-વે પર શ્રીનગર તા. ર૯: શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈ-વે પર એક પેસેન્જર કેબ ૩૦૦ મીટર ઊંડી ખાઈમાં ખાબકતા ૧૦ ના મોત થયા છે. દેશમાં હાઈ-વે પર અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક ભીષણ અકસ્માતની ઘટના શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈ-વે પર બની હતી, જેમાં ૧૦ લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈ-વે પર રામબન નજીક એક ભયાનક માર્ગ અકસ્માતમાં ૧૦ લોકોના ... વધુ વાંચો »

Mar 29, 2024
ઝેર અપાયાના આક્ષેપોને રાજનાથસિંહે નકાર્યાઃ નવી દિલ્હી તા. ર૯: યુપીની બાંદા જેલમાં કેદ મુખ્તાર અંસારીનું હાર્ટ એટેકથી હોસ્પિટલમાં મોત થયા પછી તેને પી.એમ. પછી ગાઝીપુરમાં દફનવાશે. સુરક્ષા દળોના ચૂસ્ત બંદોબસ્ત સાથે કલમ-૧૪૪ લગાવી દેવાઈ છે. ઉત્તરપ્રદેશની બાંદા જેલમાં કેદ મુખ્તાર અંસારીનું ગુરુવારે રાત્રે હાર્ટએટેકથી મોત થયું હતું. ઉલ્ટીની ફરિયાદ અને બેભાન હાલતમાં મુખ્તારને જેલમાંથી રાત્રે ૮-રપ કલાકે રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યો હતો. ૯ ડોક્ટરોએ તેની સારવાર કરી, ... વધુ વાંચો »

Mar 29, 2024
નવી દિલ્હી તા. ર૯: ચકચારી રાજુપાલ હત્યા કેસમાં ૬ આરોપીઓને ઉમેરકેદની સજા થઈ હોવાનું જાણવા મળે છે. સીબીઆઈએ સાત આરોપીઓને દોષિત ઠરાવ્યા હતાં જેમાંથી ૬ ને સીબીઆઈ કોર્ટે ઉમરકેદની સજા ફરમાવી છે. ઉલ્લેખનિય છે કે રાજુપાલ બીએસપીના વિધાયક હતાં, જેની વર્ષો પહેલા હત્યા કરી દેવામાં આવી હતી.   જો આપને આ પોસ્ટ ગમી વધુ વાંચો »

Mar 29, 2024
પરીક્ષા સંદર્ભે જાહેરનામું: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયા તા. ર૯: કોમન એન્ટ્રસ ટેસ્ટ-ર૦ર૪ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ-ર૦ર૪ ની પરીક્ષા તા. ૩૦-૩-ર૪ ના યોજાનાર છે. પરીક્ષા દરમ્યાન ચોરીઓના દુષણના કારણે તેજસ્વી વિદ્યાર્થીઓને નિયમોનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે. આ ચોરીના દુષણમાં પ્રશ્નપત્રો કે તેના તૈયાર ઉત્તરો કોપીયર મશીન દ્વારા સત્વરે તૈયાર થઈ પરીક્ષા ખંડમાં પહોંચાડવાથી તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેઓ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નિયમ અનુસાર પરીક્ષા આપતા હોય તેવા વિદ્યાર્થીઓને માનસિક પરિતાપ થવાની સંભાવના છે. આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તથા ... વધુ વાંચો »

Mar 29, 2024
આજે ગુડફ્રાયડેની રજાઃ શેરબજાર બંધ નવી દિલ્હી તા. ર૯: ૧ વર્ષમાં ભારતીય રોકાણકારોની સંપત્તિ ૧૩ર લાખ કરોડ વધી જતાં નવો વિક્રમ નોંધાયો છે અને ર૦ર૪ માં રોકાણકારો માલામાલ થયા છે. એપ્રિલ-ર૦ર૩ અને માર્ચ ર૦ર૪ વચ્ચે બીએસઈ માર્કેટ કેપ ર૬ર લાખ કરોડથી વધીને ૩૯૪ લાખ કરોડ થઈ ગયું છે. ૧ વર્ષમાં સૌથી મોટો ઉછાળો દર્શાવે છે. નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪માં ભારતીય રોકાણકારોની નેટવર્થમાં રૂ. ૧૩ર લાખ કરોડ અથવા લગભગ ૧.૬ ટ્રિલિયન ડોલરનો ... વધુ વાંચો »

Mar 29, 2024
રેડ ઝોનમાં-૧૧ર તથા યલો ઝોનમાં ૪ર સ્થળો જામનગર તા. ર૯: જામનગર જિલ્લાના સંવેદનશીલ ૧પ૪ સ્થળોએ ડ્રોનના ઉપયોગ માટે પ્રતિબંધાત્મક હુકમો જાહેર ઓઈલ રિફાઈનરી, જી.એસ.એફ.સી. એરફોર્સ, આઈ.એન.એસ. વાલસુરા, આર્મી હેક્વાર્ટર સહિત રેડ ઝોનમાં ૧૧ર તથા યલો ઝોનમાં ૪ર સ્થળોનો સમાવેશ થાય છે. જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલ અતિ સંવેદનશીલ જિલ્લો છે. જામનગર જિલ્લાની હદમાં એશિયાની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી તથા જી.એસ.એફ.સી. એરફોર્સ, આઈ.એન.એસ. વાલસુરા, આર્મી, હેડક્વાર્ટર, એરફોર્સ સ્ટેશન ... વધુ વાંચો »

Mar 29, 2024
બીના સ્ટેશન પર મેઈન્ટેનન્સના કામને કારણે રાજકોટ તા. ૨૯: પશ્ચિમ મધ્ય રેલવેના બીના સ્ટેશન પર મેઈન્ટેનન્સના કામને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા-ગોરખપુર અને ગોરખપુર-ઓખા એક્સપ્રેસ ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. ટ્રેન નં.૧૫૦૪૬ ઓખા-ગોરખપુર એક્સપ્રેસ ૭-૪-૨૪, ૧૪-૪-૨૪, ૨૧-૪-૨૪, ૨૮-૪-૨૪, ૫-૫-૨૪ અને ૧૨-૫-૨૪ના રોજ રદ્દ રહેશે. ટ્રેન નં.૧૫૦૪૫ ગોરખપુર-ઓખા એક્સ. તા.૪-૪-૨૪, ૧૧-૪-૨૪, ૧૮-૪-૨૪, ૨૫-૪-૨૪, ૨-૫-૨૪ અને ૯-૫-૨૪ના રોજ રદ્દ રહેશે તેમ જનસંપર્ક કાર્યાલય, પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝનની યાદી જણાવે છે.   વધુ વાંચો »

Mar 29, 2024
તાપમાનમાં ર.૪ ડીગ્રીનો વધારોઃ જામનગર તા. ર૯: જામનગરમાં તાપમાનમાં વધારા-ઘટાડાનો દોર વચ્ચે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ર.૪ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩પ ડીગ્રી નોંધાયું હતું. જામનગરમાં હાલ તાપમાનમાં વધારા-ઘટાડાનો દોર ચાલી રહ્યો છે. એક દિવસ તાપમાન વધે છે તો બીજા દિવસે તેમાં ઘટાડો થાય છે. નગરમાં શુક્રવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ર.૪ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩પ ડીગ્રીએ પહોંચી ગયું હતું. જેના પગલે ગરમીમાં પણ વધારો ... વધુ વાંચો »

Mar 29, 2024
પાંચ તબીબોએ કર્યું પોસ્ટમોર્ટમઃ લખનૌ તા. ર૯: ઉત્તરપ્રદેશમાં મુખ્તાર અંસારીના હાર્ટએટેકથી મૃત્યુ પછી તેના મૃતદેહનું પાંચ તબીબોએ પોસ્ટમોર્ટમ કર્યા પછી તેને દફનવિધિ માટે સોંપવાની પ્રક્રિયા દરમિયાન અહેવાલો આવ્યા છે કે મુખ્તાર અંસારીના પરિવારે એઈમ્સ દ્વારા પીએમની માંગણી કરી હતી. છેલ્લા અહેવાલો મુજબ મુખ્તાર અંસારીના મોતની ન્યાયિક તપાસના આદેશો આપી દેવામાં આવ્યા છે.   જો આપને આ પોસ્ટ વધુ વાંચો »

Mar 29, 2024
ત્રાસ-ધાક-ધમકી સહન થતા નથી જામનગર તા. ર૯: જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ ઉપર ખોટા કામ કરવા માટે આપવામાં આવતા ત્રાસ તેમજ ખોટી ફરિયાદો સામે ટેકનિકલ યુનિયનના નેજા હેઠળ મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવાયું હતું અને યોગ્ય પગલા લેવા માંગણી કરી હતી. જામનગર મહાનગર પાલિકાના ટેકનિકલ યુનિયનના પ્રમુખ ભાવેશ જાનીની આગેવાનીમાં અસંખ્ય સભ્યો દ્વારા ગઈકાલે મ્યુનિ કમિશનરને આવેદન પત્ર પાઠવાયું હતું અને રજુઆત તથા માંગણી કરી હતી કે, જામનગરમાં મહાનગર પાલિકાના અધિકારી, કર્મચારીઓ ... વધુ વાંચો »

Mar 29, 2024
પતિની ગેરહાજરીમાં સુનિતા કેજરીવાલે સંભાળ્યો મોરચોઃ નવી દિલ્હી તા. ર૯: લિકર પોલિસી કાંડમાં ઈડીની કસ્ટડીમાં રહેલા દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના પત્નીએ 'કેજરીવાલને આશીર્વાદ' અભિયાન આદર્યું છે. દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પછીથી આમ આદમી પાર્ટી એક્શન મોડમાં આવી ગઈ છે. કેજરીવાલ વતી હવે તેમની પત્ની સુનિતા કેજરીવાલ મોરચો સંભાળતા દેખાઈ રહ્યા છે. ફરી એકવાર તેમણે નવો વીડિયો શેર કરી આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવી રહેલા ... વધુ વાંચો »

Mar 29, 2024
ગીંગણીમાંથી ઝડપાઈ દારૂની બે બોટલઃ જામનગર તા. ૨૯: ધ્રોલમાં ગાયત્રીનગરમાં એક મકાનમાં પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડતા તે મકાનમાંથી દારૂની ૩૫ બોટલ મળી આવી હતી. ઝડપાયેલા આરોપીએ વાંકાનેરના સપ્લાયરનું નામ આપ્યું છે. જામજોધપુરના ગીંગણી ગામમાંથી પોલીસે એક શખ્સને દારૂની બે બોટલ સાથે પકડી પાડી ગુન્હો નોંધ્યો છે. ધ્રોલમાં આવેલા  ગાયત્રી નગરમાં એક મકાનમાં દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી ગઈકાલે રાત્રે ધ્રોલ પોલીસ સ્ટેશનના સ્ટાફે છગનભાઈ વીહાભાઈ બાંભવા ઉર્ફે ભૂરા ભરવાડના મકાનમાં દરોડો પાડ્યો હતો. તે મકાનમાંથી વ્હીસ્કીની બે જુદી જુદી ... વધુ વાંચો »

Mar 29, 2024
મુંજાવર હોવાનું પોલીસ પૂછપરછમાં ખૂલ્યું: જામનગર તા. ૨૯: જામનગરના દરિયામાં આવેલા પિરોટન ટાપુ પર ગઈકાલે એક શખ્સ જતાં તેની સામે પોલીસે જાહેરનામા ભંગનો ગુન્હો નોંધ્યો છે. ટાપુ પર આવેલી દરગાહમાં આ વ્યક્તિ મુંજાવર હોવાનું બહાર આવ્યું છે. જામનગર નજીકના બેડીમાં દરિયામાં ગઈકાલે બેડી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં હેકો સૂર્યરાજસિંહ તથા  રાજેન્દ્રસિંહને પિરોટન ટાપુ પાસે એક શખ્સ જોવા મળતા તેને અટકાયતમાં લેવાયો હતો. પોલીસ મથકે આ શખ્સને ખસેડી પૂછપરછ કરાતા બેડીના થરી વિસ્તારમાં રહેતા હુસેન ઓસમાણ ચૌહાણ ઉર્ફે વલો ... વધુ વાંચો »

Mar 29, 2024
હથિયારના સપ્લાયરનું નામ પણ મેળવાયું: જામનગર તા. ૨૯: લાલપુરા કાનાલુસ ગામ પાસે લેબર કોલોની-૮ સામેની પતરા કોલોનીમાંથી ગઈકાલે એસઓજીએ જામનગરના શાહરૂખ ખાન નામના શખ્સને દેશી રિવોલ્વર સાથે પકડી પાડ્યો છે. તેેણે રિવોલ્વર આપનાર શખ્સનું નામ ઓકી નાખ્યું છે. લાલપુરના કાનાલુસ ગામ પાસે આવેલી લેબર કોલોની-૮ સામે પતરા કોલોનીથી ઓળખાણી બજારમાં એક હોટલ પાસે ફરી રહેલા શખ્સના કબજામાં ગેરકાયદેસર હથિયાર હોવાની બાતમી મળતા ગઈકાલે એસઓજીના સ્ટાફે પીઆઈ બી.એન. ચૌધરીના વડપણ હેઠળ ... વધુ વાંચો »

Mar 29, 2024
વિહાર કરતા જૈનમુનિને અજાણ્યા વાહનની ઠોકરઃ જામનગર તા. ૨૯: જામનગરના પંચવટી સર્કલ પાસે ગઈકાલે બપોરે એક પ્રૌઢને બાઈકચાલકે સાયકલ સાથે હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં હેમરેજ થઈ ગયા પછી સાયકલચાલક પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે. બાઈકચાલક સામે પોલીસમાં ફરિયાદ કરાઈ છે. વિજરખી પાસે ચાલીને જતાં જૈનમુનિને અજાણ્યંુ વાહન ઠોકર મારીને નાસી ગયું છે. તે વાહનના ચાલક સામે પણ ફરિયાદ કરવામાં આવી છે. જામનગરના પટેલકોલોની વિસ્તારના છેવાડે આવેલા શાંતિનગરની શેરી નં.૬માં રહેતા ... વધુ વાંચો »

Mar 29, 2024
યોગેશ્વરનગરમાંથી પાંચ મહિલા સહિત છ પકડાયાઃ જામનગર તા. ૨૯: જામનગરના યોગેશ્વરનગરમાં જાહેરમાં તીનપત્તી રમતા પાંચ મહિલા સહિત છને પોલીસે પકડી પાડ્યા હતા. રામનગરમાં એક મકાનમાં જામેલી જુગારની મહેફિલમાંથી ચાર મહિલા સહિત છ ગંજીપાનાથી જુગાર રમતા પકડાયા હતા. આંબેડકર બ્રિજ નીચેથી ત્રણ શખ્સને ગંજીપાના કૂટતા પકડી પડાયા હતા. જામનગરના યોગેશ્વરનગર વિસ્તારમાં ગઈકાલે સાંજે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી સિટી-એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફના રવિરાજસિંહ એ. જાડેજા, વિક્રમસિંહને મળતા પીઆઈ એન.એ. ચાવડાને વાકેફ ... વધુ વાંચો »

Mar 29, 2024
પાંચ લાખ રોકનાર આસામીએ પોલીસમાં નાખી ધાઃ જામનગર તા. ૨૯: જામનગરના કેટલાક રોકાણકારોને દર મહિને સારૂ એવું વળતર અપાવવાની લાલચ આપી શેરબજારનું કામ કરતી એક પેઢીએ ઓફિસ ખોલ્યા પછી રોકાણકારોને નવડાવી દેતા તે પેઢીમાં રૂ.પ લાખનું રોકાણ કરનાર એક રોકાણકારે તમામ રોકાણકારો વતી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કહેવાતી કંપનીના ચાર સંચાલક સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા શુભમ એપાર્ટમેન્ટમાં વસવાટ કરતા કેયુરભાઈ વિજયભાઈ ... વધુ વાંચો »

Mar 29, 2024
પાંચ સ્થળેથી મળી આવ્યો આથોઃ જામનગર તા. ૨૯: લાલપુરના કાનાલુસમાં આવેલા ચારણનેસ તેમજ જોગવડના તળાવનેસમાં તથા મોટી  ખાવડીમાં ગઈકાલે પોલીસે દરોડા પાડી દેશી દારૂ બનાવવાનો આથો પકડી પાડ્યો હતો. લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં આવેલા ચારણનેસમાં ગઈકાલે મેઘપર પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડા પાડ્યા હતા. ત્યાં આવેલા વાલીબેન અમરજી સુમેત નામના મહિલાના ઝૂંપડામાંથી દેશી દારૂ બનાવવાનો ૪૦ લીટર આથો મળી આવ્યો હતો. જ્યારે અજમલ જોગાભાઈ ચારણના કબજામાંથી ૧૨ લીટર દેશી દારૂ મળ્યો હતો. તે ઉપરાંત જોગવડના તળાવનેસમાં અબડાભાઈ વાલસુર સુમેતના મકાનમાંથી આથો, દેવરાજ જુઠાભાઈ ચારણના ... વધુ વાંચો »

Mar 29, 2024
અકસ્માત સર્જી ક્રેટાનો ચાલક થયો પલાયનઃ જામનગરના પંડિત નહેરૂ માર્ગ પર આવેલી અંબર ચોકડી નજીકથી ગઈરાત્રે મકબુલ કાશ્મીરી અને સોયબ શેખ નામના બે યુવાન સ્પલેન્ડર પર જઈ રહ્યા હતા. ત્યારે કાળા કાચ અને નંબર પ્લેટ વગરની એક મોટરે તેઓના બાઈકને હડફેટે લીધુ હતું. અકસ્માત સર્જી મોટરચાલક નાસી ગયો હતો. ઘવાયેલા બંને યુવાનને સારવાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.   જો આપને આ વધુ વાંચો »

Mar 29, 2024
૨૧૩૮ ગ્રાહકોના વીજજોડાણ કાપી નખાયાઃ જામનગર તા. ૨૯: જામનગર પીજીવીસીએલ દ્વારા જામનગર તેમજ દ્વારકા જિલ્લામાં જે ગ્રાહકોની વીજ બીલની રકમ ભરવાની બાકી છે તેમની પાસેથી વસૂલાત માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. રૂ.૫,૨૦,૦૦,૦૦૦ ની વસૂલાત થઈ ચૂકી છે અને હજુ રૂ.૩૯,૮૪,૦૦,૦૦૦ની વસૂલાત કરવામાં આવી રહી છે. તે ઉપરાંત ૨૧૩૮ ગ્રાહકોના જોડાણ કાપી નાખવામાં આવ્યા છે. જામનગર શહેરની ૫ીજીવીસીએલ કચેરી દ્વારા જે ગ્રાહકોના વીજબીલ બાકી છે તેમની પાસેથી વસૂલાત માટે ... વધુ વાંચો »

Mar 29, 2024
કૂવામાં પટકાતા માથામાં થઈ હતી ઈજાઃ જામનગર તા. ર૯: કલ્યાણપુરના લાંબા ગામમાં એક ખેતરમાં કૂવા કાંઠે કામ કરી રહેલો એક શ્રમિક થાકીને બેલા પર બેસવા જતા કૂવામાં ઉથલી પડ્યો હતો. તેનંુ માથામાં ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામમાં દેવાભાઈ કંડોરીયા નામના ખેડૂતના ખેતરમાં મજૂરી કામ માટે આવીને રહેતા મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના બલુંદા ગામના વતની રાધેશ્યામ જવાનરામ સોલંકી (ઉ.વ.૩૩) નામના શ્રમિક ગઈકાલે સવારે દેવાભાઈના ... વધુ વાંચો »

Mar 29, 2024
ધરારનગરના શખ્સ સામે કરાઈ કાર્યવાહીઃ જામનગર તા. ૨૯: જામનગરના લાલપુર બાયપાસથી ઠેબા ચોકડી વચ્ચે સૂતા સૂતા બાઈક ચલાવાતું હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી પોલીસે તેની શરૂ કરેલી તપાસમાં ધરારનગરમાં રહેતો શખ્સ ઝડપાઈ ગયો છે. તેણે અન્યની જિંદગી પર પણ જોખમ સર્જાય તે રીતે વાહન ચલાવ્યું હોય પોલીસે ખુદ ફરિયાદી બની તેની સામે ગુન્હો રજીસ્ટર કર્યાે છે. જામનગરના સોશિયલ મીડિયાના કેટલાક ગ્રુપમાં તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો હતો. ... વધુ વાંચો »

Mar 29, 2024
સરવાણીયામાં શ્રમિક પર દાંતરડા, કુહાડીથી હુમલોઃ જામનગર તા. ૨૯: જામનગરના વામ્બે આવાસ પાસે એક યુવાનને વાપરવાના પૈસા આપવાનું કહી એક શખ્સે ધોકો ફટકારી ફ્રેક્ચર કરી નાખ્યું હતું. જ્યારે કાલાવડના સરવાણીયા ગામમાં ખેતમજૂરને બે શખ્સે કુહાડી, દાંતરડાથી હુમલો કરી માથામાં ગંભીર ઈજા પહોંચાડી હતી. જામનગરના વામ્બે આવાસ ૫ાસે મયુરનગર ત્રણ માળીયામાં રહેતા જયંતિભાઈ હીરાભાઈ પરમાર નામના યુવાન ગઈકાલે સવારે શાકભાજી લઈને પોતાના ઘર તરફ જતા હતા ત્યારે માર્ગમાં એક દુકાન નજીક ... વધુ વાંચો »

Mar 29, 2024
ચાર વર્ષ પહેલાં લગ્ન થયા પછી વર્તાવાયો ત્રાસઃ જામનગર તા. ૨૯: જામનગરના એક યુવતીના લગ્ન ચાર વર્ષ પહેલાં કરવામાં આવ્યા પછી પતિ સહિતના છ સાસરિયાએ તેણીને નાની બાબતોમાં વાંક કાઢી ગાળો ભાંડ્યા પછી મારકૂટ કરતા તેણીએ પોલીસમાં ફરિયાદ નોંેંધાવી છે. જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૪૦માં રહેતા માનસીભાઈ મહેશભાઈ મંડલી (ઉ.વ.ર૧)ના લગ્ન ચાર વર્ષ પહેલાં જામનગર નજીકના દરેડમાં આવેલી માધવ ટાઉનશીપમાં રહેતા વિશાલ ભરતભાઈ કામળીયા સાથે થયા પછી બે-ત્રણ મહિના ... વધુ વાંચો »

Mar 29, 2024
બઘડાટી બોલે તે પહેલાં પહોંચી ગઈ પોલીસઃ જામનગર તા. ૨૯: કલ્યાણપુરના મહાદેવીયા ગામ પાસે મંગળવારે સવારે દસ શખ્સ ધોકા, પાઈપ વગેરે ધારણ કરી એક વ્યક્તિની રાહ જોતા હતા ત્યારે પહોંચી ગયેલી પોલીસે આ તમામ વ્યક્તિઓને અટકાયતમાં લઈ ગુન્હો નોંધ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મહાદેવીયા ગામમાં રહેતા સામતભાઈ ધાનાભાઈ કરંગીયા મંગળવારે સવારે પોતાની મોટરમાં ભાટીયાથી આવતા હતા ત્યારે તેઓની સાથે ઝઘડો કરવાના ઈરાદાથી વેજા માંંડા કરંગીયા, રામશી મૂળુભાઈ કરંગીયા, ... વધુ વાંચો »

Mar 29, 2024
ખંભાળીયા તા. ૨૯: મઢડામાં ગઢવી સમાજ દ્વારા સોનલમા શતાબ્દિ મહોત્સવના કાર્યક્રમમાં કલ્યાણપુર તાલુકાના લાંબા ગામના કવિ મુકેશ કંડોરીયાના પુસ્તક છંદ જયોતિનું વિમોચન કરવામાં આવ્યું હતું.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો વધુ વાંચો »

Mar 29, 2024
રસીકરણ વિશે સમજણ આપી ગેરમાન્યતા દૂર કરાઈઃ જામનગર તા. ૨૯: કાલાવડ તાલુકાના ભલસાણ ગામે રહેતા ખેત શ્રમિક રાકેશભાઈ ગણાણા અને સુમિત્રાબેન ગણાણા ખેતરમાં કામ કરીને પોતાનું ગુજરાત ચલાવે છે. તાજેતરમાં તેમના ઘરે બાળકનો જન્મ થયેલ. જન્મ બાદ ર૪ કલાકની અંદર બાળકને પોલીયો બીસીજી, વિટામિન કે અને હિપેટાઈટિસ બી વેક્સીન આપીને બાળકને સુરક્ષા કવચ પ્રદાન કરવામાં આવ્યું હતું. ભલસાણ ગામના નજીકના પેટા આરોગ્ય કેન્દ્રમાં સ્ત્રી આરોગ્ય કાર્યકરે પ્રાથમિક દૃષ્ટિએ જોતા (એફી) ... વધુ વાંચો »

Mar 29, 2024
જામનગર તા. ર૯: જામનગરના જૈન અજ્યુ. ટ્રસ્ટ સંચાલિત રાધિકા એડ્યુકેર સ્કૂલ, જંપ સ્ટાર્ટ એડ્યુકેર, કીડ્ઝ એડ્યુકેરના વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે ફનેથોન-ર.૦ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જૈન એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન ડો. ભરતેશ શાહ, ટ્રસ્ટી અતુલભાઈ શાહ, મેનેજમેન્ટ મેમ્બર પ્રદીપભાઈ પરમાર, મેનેજમેન્ટ મેમ્બર પરસોત્તમભાઈ પરમાર, રાધિકા એડ્યુકેર સ્કૂલના પ્રિન્સિપાલ શિવાની આચાર્ય, જમ્પસ્ટાર્ટ એડ્યુકેરના પ્રિન્સિપાલ માધવી જોષી, કીડ્ઝ એડ્યુકેર (પંચેશ્વર ટાવર) ના પ્રિન્સિપાલ હેમલ શાહ કીડ્ઝ એડ્યુકેર (વિકાસગૃહ) ના કો-ઓર્ડિનેટર તેજલ ચંદરિયા તેમજ ... વધુ વાંચો »

Mar 29, 2024
જામનગર તા. ર૯: જામનગરના ઝહરા ફાઉન્ડેશન દ્વારા પીસીસીના સહયોગથી તા. ર૬-૩ થી તા. ૯-૪ સુધી આયોજીત રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટ હુસન કપનો આરંભ હુસેનભાઈ ખફીની પુત્રિી ફાતેમા ઝહરા તથા કોર્પોરેટર એડવોકેટ જેનબબેન ખફીના હસ્તે ટોસ ઉછાળીને કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં જામનગર ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાની કુલ ૬૪ ટીમો ભાગ લઈ રહી છે. જેમાં નામાંકિત ક્રિકેટ ખેલાડીઓ પણ રમવાના છે. વિનર ટીમને એક લાઅનો રોકડ પુરસ્કાર તથા રનર્સઅપ ટીમને રૂ. પ૦ હજારનો રોકડ ... વધુ વાંચો »

Mar 29, 2024
સ્પોર્ટસ ઓથોરિટી ગુજરાત દ્વારા સંચાલિત અને જિલ્લા રમત વિકાસ અધિકારી રમા કે. મદ્રાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં ખેલ મહાકુંભ ૨.૦ અન્વયે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર શહેર કક્ષાની બહેનોની (તરણ) સ્વીમીંગ સ્પર્ધા જામનગર મહાનગરપાલિકા સંચાલિત સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં અલગ અલગ ૬ એઈજ ગ્રુપ કેટેગરીમાંથી ૧૫૦થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્પોર્ટસ કો ઓર્ડીનેટર કુલદીપભાઈ જાની, ભગીરથસિંહ, હાર્દિકભાઈ જોશી અને ટેકનિકલ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.   વધુ વાંચો »

Mar 29, 2024
જામનગર તાલુકાના નારણપુર ગામ નજીકનો માર્ગ અત્યંત ખરાબ હોવાના કારણે આજે એક છકડોરિક્ષા ઊંધા માથે થયો હતો. બનાવની જાણ થતાં જ આજુબાજુના ગ્રામજનો મદદ માટે પહોંચ્યા હતાં, જો કે કોઈ જાનહાની-નુક્સાન થવા પામી ન હતી. આ ખરાબ રસ્તા બાબતે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ રાજકીય નેતા અહિં ફરકર્યો પણ નથી કે રસ્તાની મરામત કરવાની તસ્દી લીધી નથી. આ માર્ગની સમસ્યા અગાઉ પણ અનેક વખત અખબારોના પાને ચમકી છે, પરંતુ સમસ્યાનો ઉકેલ આવ્યો ... વધુ વાંચો »

Mar 29, 2024
જામનગર તા. ૨૯: આર્યસમાજ-જામનગર સંચાલિત શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલયના ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના મદદનીશ શિક્ષિકા સાઈકાબેન જગોતનો નિવૃત્ત વિદાય સમારંભ આર્યસમાજ જામનગરના પ્રમુખ દિપકભાઈ ઠક્કરના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં નિવૃત્ત થઈ રહેલા શિક્ષિકા સાઈકાબેન જગોતને ઉપવસ્ત્ર, સ્મૃતિચિન્હ, પુસ્તક અને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમમાં આર્યસમાજ-જામનગરના માનદ્મંત્રી નરેન્દ્રભાઈ મહેતા, કોષાધ્યક્ષ વિનોદભાઈ નાંઢા, પુસ્તકાધ્યક્ષ ભરતભાઈ આશાવર, સદસ્ય ધીરૂભાઈ નાંઢા, હરિશભાઈ મહેતા, આશાબેન ઠક્કર અને વિશ્વાસભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમનું સંચાલન શિક્ષિકા મિન્ટુબેન ચોવટિયાએ ... વધુ વાંચો »

Mar 29, 2024
માતા રામબાઈ જન્મજયંતી નિમિત્તે જામનગર તા. ૨૯: જામનગર જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા તથા ડોકટર સેલ દ્વારા વિરાણી બેકબોન હોસ્પિટલ કાલાવડમાં યોજાયેલા મહિલા મેડિકલ કેમ્પ જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન ગોમતીબેન ચાવડા, જિલ્લા ભાજપ અ. જા.મોરચા પ્રમુખ ચાવડા, હીરજીભાઈ, જિલ્લા ભાજપ મહામંત્રી અભિષેકભાઈ પટવા, જિલ્લા ભાજપ અ.જા.મોરચા મહામંત્રી મનોજભાઈ પરમાર, જિલ્લા ભાજપ અ.જા. મોરચા મહામંત્રી ગોવિંદભાઈ ખરા, કાલાવડ શહેર હસમુખભાઈ વોરાના હસ્તે દિપ પ્રગટાવીને કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ ... વધુ વાંચો »

Mar 29, 2024
લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે ખંભાળીયા તા. ર૯: લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ નાગરિકોમાં તથા મહિલાઓમાં મતદાન અંગે જાગૃતતા આવે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અન્વયે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા નોડલ ટીઆઈપી એસ.ડી. ધાનાણીના માર્ગદર્શન હેઠળ મહિલાઓ માટે મતદાન જાગૃતિ માટેના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. વિવિધ ગામોમાં મહિલાઓને મતદાન કરવા માટે પ્રેરિત કરતા વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં. જેમાં ... વધુ વાંચો »

Mar 29, 2024
સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત દ્વારા સંચાલિત અને જિલ્લા રમત વિકાસ અધિકારી રમા કે. ભદ્રાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં ખેલ મહાકુંભ ૨.૦ અન્વયે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર શહેર કક્ષાની ભાઈઓની ખો ખો સ્પર્ધા સ્વામિનારાયણ ગુરૂકુળ, ઠેબા સ્કૂલમાં યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં અંડર-૧૪, અંડર ૧૭ અને ઓપન એજ ગ્રુપ કેટેગરીમાં કુલ ૨૪ ટીમોએ ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સ્પોર્ટ્સ કો ઓર્ડીનેટર સંજય સિંહ, હાર્દિકભાઈ જોશી, વિજય જુજીયા અને મયુર ગંજેલિયાએ કર્યું હતું.   વધુ વાંચો »

Mar 29, 2024
ભાણવડની પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા જિલ્લા પોલીસ વડા નિતેશકુમાર પાંડેના માગદર્શન હેઠળ ભાણવડના પીએસઆઈ સમસેરા તથા સ્ટાફ દ્વારા ભાણવડના સોમનાથ ગ્રુપ, સહયોગ ગ્રુપ, મહાજન પાંજરાપોળના સહકારથી રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં રર૩ બોટલ રક્ત એકત્ર થયું હતું જે જામનગરની વોલેન્ટરી બ્લડ બેંક તથા ખંભાળિયાની સરકારી હોસ્પિટલની બ્લડ બેંકમાં અર્પણ કરાયું હતું.   જો આપને આ પોસ્ટ  વધુ વાંચો »

Mar 29, 2024
મહાનુભાવો તથા બસ્સો પેન્શનરોની ઉપસ્થિતિમાં જામનગર તા. ૨૯: જામનગર મહાનગરપાલિકા પેન્શનર મંડળ દ્વારા વિશ્વકર્મા બાગમાં સન્માન સમારંભ તથા સ્નેહમિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તથા અતિથિ વિશેષ તરીકે રાજકોટ સ્થિત અને ભારતીય મજદુર સંઘના વરિષ્ઠ અગ્રણી હસુભાઈ દવે, ટ્રેડ યુનિયન ક્ષેત્રે વર્ષો સુધી સેવા આપનાર મનુભાઈ ચનીયારા, લેબર કોર્ટ બાર એસો.ના પ્રમુખ પંકજભાઈ રાયચુરા, મંત્રી જે.ડી. પરમાર, હમીદભાઈ દેદા તથા પંકજભાઈ જોશી ઉપરાંત સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ ... વધુ વાંચો »

Mar 29, 2024
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેનેડીના ચિત્રકાર અરવિંદ ખાણધર કે જેમણે તાજેતરમાં આયોધ્યા કલારત્નથી સન્માનિત કરાયા હતાં. તેમનું જિલ્લા પોલીસ વડા નિતેશકુમાર પાંડેએ સન્માન કરી તેમની કલાને બિરદાવી હતી.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર  વધુ વાંચો »

Mar 29, 2024
રેલવે સેફ્ટીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર રાજકોટ તા. ર૯: રાજકોટ ડિવિઝનના ૬ કર્મચારીઓને તાજેતરમાં રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અશ્વનીકુમાર દ્વારા રેલવે સેફ્ટીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. ડિસેમ્બર-ર૦ર૩ અને જાન્યુઆરી-ર૦ર૪ મહિનામાં રેલવે સેફ્ટીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ટ્રાફિક અને એન્જિનિયરીંગ વિભાગના કર્મચારીઓને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. એવોર્ડ મેળવનાર કર્મચારીઓમાં અભિષેક કુમાર (ગેટ મેન, ગેટ નંબર ૭૧), છોટાલાલ કે (પોઈન્ટ્સ મેન, બાલા રોડ), અવિનાશ કુમાર ... વધુ વાંચો »

Mar 29, 2024
ગઈકાલે એક દિ'માં જ રૂ. ૩.૮૪ કરોડની આવકઃ મ્યુનિ. કમિશનર જામનગર તા. ર૯: જામનગર મહાનગરપાલિકાના ઈતિહાસમાં ચાલુ વર્ષે પ્રથમ વખત મિલકત વેરાની આવકનો આંકડો ૧૦૦ કરોડને પાર થયો છે. જામનગર મહાનગર પાલિકાના કમિશનર ડી.એન. મોદીએ મિલકત વેરાની આવકના આંકડા પત્રકાર પરિષદમાં જાહેર કર્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, તા. ૧-૪-ર૦ર૩ થી તા. ર૮-૩-ર૦ર૪ (બપોર સુધી) માં જામનગર મહાનગરપાલિકાને ફક્ત મિલકત વેરાની રૂ. ૧૦૧ કરોડ ૬૦ લાખની આવક થવા પામી છે, ... વધુ વાંચો »

Mar 29, 2024
લોકસભા ચૂંટણી - ર૦ર૪ જામનગર જિલ્લામાં મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી તંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા એસવીઈઈપી એક્ટિવીટી અંતર્ગત વિવિધ આયોજનો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ક્વિઝ સ્પર્ધા, સિગ્નેચર કેમ્પેન, રેલી, એકપાત્રિય અભિનય, રંગોળી સ્પર્ધા વગેરે જેવી પ્રવૃત્તિઓના માધ્યમથી જામનગર જિલ્લાના વિવિધ સ્થળોએ મતદાન જાગૃતિ અંગેનું વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આવી જ પ્રવૃત્તિ અંતર્ગત જામનગરની શાળાઓમાં સ્ટાફ ... વધુ વાંચો »

Mar 29, 2024
વાડીનાર પોલીસ સ્ટેશનની પાસે રહેતા પોલીસ પરિવારો માટે મતદાન જાગૃતિ કેમ્પનું આયોજન થયું હતું. ઈવીએમ મશીન તથા સ્વીપ દ્વારા કર્મચારીઓ દ્વારા પોલીસ પરિવારોને મતદાન અંગે માહિતી આપીને તેમને જાગૃત કરવાની કામગીરી કરી હતી.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો  વધુ વાંચો »

Mar 29, 2024
એસજીએફઆઈ (સ્કૂલ ગેમ્સ) વુશુ સ્પર્ધામાં જામનગર તા. ૨૯:  માધાપર (કચ્છ-ભુજ)માં તાજેતરમાં રાજ્યકક્ષાની એસજીએફઆઈ (સ્કૂલ ગેમ્સ) વુશુ સ્પર્ધા (બહેનો) યોજવામાં આવી હતી. જેમાં શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ સંચાલિત જી.એસ. મહેતા મ્યુ.ની. કન્યા વિદ્યાલય-જામનગરની વિદ્યાર્થીઓ ગંધા જાનવી, વાઘેલા દિવ્યાબા અગ્રાવત હીનાલી અને જાડેજા ટ્વીંકલબાએ અલગ અલગ વેઈટ કેટેગરીમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરીને શાળા તથા જામનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. સંસ્થાના પ્રમુખ કરસનભાઈ ડાંગર, કા.મંત્રી પાર્થ પંડ્યા, તેમજ આચાર્ય હીનાબેન તન્ના અને માર્ગદર્શક શિક્ષિકા મંજુલાબેન નંદાણીયાએ વિજેતા વિદ્યાર્થિનીઓને શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતાં. આ તકે ... વધુ વાંચો »

Mar 29, 2024
ભારતના સંરક્ષણ સચિવ સંરક્ષણ સચિવ ગિરધર અરમાણે ભારતીય તટ રક્ષક ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રની મુલાકાતે છે, ત્યારે ઓખામાં હોવરક્રાફ્ટ મેન્ટેનન્સ યુનિટનું ઉદ્ઘાટન કર્યું હતું. સંરક્ષણ સચિવે આઈસીજીની ભૂમીકા અને રાષ્ટ્રીય દરિયાઈ હિતોની સલામતી અને સપાટીને ઝડપથી વળાંક આપવા સક્ષમ બનાવવા સુવિધાઓ વધારવા માટે ઝડપી ગતિશિલ ઈન્ફ્રા વૃદ્ધિની પ્રશંસા કરી હતી. આ હોવરક્રાફ્ટ ઓખા અને જખૌમાં કચ્છના અખાતમાં, છીછરા પાણીમાં અને ગુજરાતના દરિયાકાંઠાના ભેજવાળા પ્રદેશોમાં પ૦ ટાપુઓમાં સર્વેલન્સ જાળવવા માટે આધારિત છે. એચએમયુ ... વધુ વાંચો »

Mar 29, 2024
જામનગર તા. ર૯: જામનગરમાં તા. ૩૦ માર્ચના યોજાનાર મુખ્યમંત્રી જ્ઞાન સાધનાની પરીક્ષા કેન્દ્રોના ૧૦૦ મીટરના વિસ્તારમાં કોપિયર મશીન ધારકો માટે પ્રતિબંધાત્મક હુકમ જાહેર કરાયા છે. આગામી તા. ૩૦-૩-ર૦ર૪ ના શનિવારના સમગ્ર ગુજરાતમાં મુખ્યમંત્રી જ્ઞાન સાધનાની પરીક્ષાઓ યોજાનાર છે. પરીક્ષા દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓને નિયમોનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે. પરીક્ષાઓ દરમિયાન પ્રશ્નપત્રો એન તૈયાર ઉત્તરોની કોપી ઝેરોક્ષ-કોપીયર મશીન દ્વારા મેળવીને અને પરીક્ષાખંડમાં મોબાઈલ ફોનથી પરીક્ષાર્થીઓને મદદ થતી હોવાથી તેજસ્વી ... વધુ વાંચો »

Mar 29, 2024
સીઈટીની પરીક્ષા દરમિયાન જામનગર તા. ર૯: જામનગરમાં તા. ૩૦-૩-ર૪ ના શનિવારના સમગ્ર ગુજરાતમાં સીઈટીની પરીક્ષા યોજાનાર છે. પરીક્ષા દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓને નિયમોનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે. પરીક્ષાઓ દરમિયાન પ્રશ્નપત્રો અને તૈયાર ઉત્તરોની કોપી ઝેરોક્ષ-કોપીયર મશીન દ્વારા મેળવીને અને પરીક્ષાખંડમાં મોબાઈલ ફોનથી પરીક્ષાઓને મદદ થતી હોવાથી તેજસ્વી વિદ્યાર્થીઓને અન્યાય થતો અટકાવવા માટે જામનગર જિલ્લાના નિયત કરાયેલા પરીશિષ્ટ મુજબના પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટર વિસ્તારની હદમાં આવેલા કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય ... વધુ વાંચો »

Mar 29, 2024
નકલી ટોલનાકા કે તે પ્રકારની સવલત આપનાર સામે કડક પગલાં: જાહેરનામું જામનગર તા. ર૯: જામનગર જિલ્લાના સોયલ અને બેડ ગામના ટોલટેક્સ પ્લાઝા પરથી પસાર થતા વાહનો માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. કેન્દ્ર સરકારના વાયેબલિટિટી ગેપ ફંડીંગ યોજના હેઠળ સમાવિષ્ટ એલ. એન્ડ ટી. રાજકોટ-વાડીનાર ટોલ-વે લિમિટેડને નિયત કરેલા વાહનો પાસેથી નિયમ કરેલ ચાર્જ વસૂલ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. જે પૈકી જામનગર જિલ્લામાં જામનગર તાલુકાના બેડ ગામ તથા ધ્રોળ તાલુકાના સોયલ ગામ પાસે ટોલ પ્લાઝા આવેલા છે. ઉપરોક્ત ટોલ પ્લાઝાની આજુબાજુના ગામોના લોકો કોમર્શિયલ ... વધુ વાંચો »

Mar 29, 2024
આગામી તા.૫મી એપ્રિલે વિવિધ કેમ્પો યોજાશેઃ જામનગર તા. ૨૯: ગાયત્રી શક્તિપીઠ, જામનગર અને રણછોડદાસજી બાપુ ચેરી. હોસ્પિટલ, રાજકોટના ઉપક્રમે નિઃશુલ્ક નેત્રયજ્ઞ, બીપી, ડાયાબિટીસ, એક્યુપ્રેશર તથા દંત ચિકિત્સા કેમ્પ યોજવામાં આવ્યો છે. આ કેમ્પ તા.૫-૪-૨૪ના સવારે ૯થી ૧૨ ગાયત્રી શક્તિપીઠ, ત્રિપદા ભવન, માસ્તર સોસાયટી, શિવમ્ પેટ્રોલ પંપની પાછળ, સરૂ સેકશન રોડ, જામનગરમાં રાખવામાં આવ્યો છે. મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રણછોડદાસ બાપુ ચેરી. હોસ્પિટલ, રાજકોટ મોકલવામાં આવશે. જ્યાં દર્દીઓને આવવા-જવા, રહેવા-જમવા સહિતની ... વધુ વાંચો »

Mar 29, 2024
આગામી તારીખ ૭ એપ્રિલથી જામનગર તા. ર૯: જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે જામનગરના ક્રિકેટ બંગલાના મેદાન પર આગામી તા. ૭ એપ્રિલથી ઓપન ગુજરાત સિઝન બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ અંગેની વિગતો આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસો.ના પ્રમુખ અજયભાઈ સ્વાદીયાએ જણાવ્યું હતું કે, આ ટુર્નામેન્ટ બે કેટેગરીમાં રમાશે. જામનગરના ભૂતપૂર્વ રણજી ખેલાડી સ્વ. રાજેન્દ્રસિંહજી જાડેજાની ... વધુ વાંચો »

Mar 29, 2024
સાતમી એપ્રિલે પંચકોશી સમસ્ત ભરવાડ સમાજ દ્વારા જામનગર તા. ર૯: જામનગરના પંચકોશી સમસ્ત  ભરવાડ સમાજ ગોપાલક-માલધારી સમૂહ લગ્ન સમિતિ દ્વારા ૧૩ મો સમૂહ લગ્નોત્સવ સફળતાપૂર્વક યોજાયો હતો. આ સમૂહ લગ્નમાં જોડાયેલ ૧૦૦ કન્યાઓને દરેકને રૂ. ર૪ હજારની આર્થિક સહાયના આદેશપત્ર, સમિતિને રૂ. ૭પ હજારનો સહાયનો આદેશપત્ર આપવાનો કાર્યક્રમ તા. ૭-૪-ર૪ ના સવારે ૧૦ વાગ્યે ઠેબા ગામે રામદેવપીર મંદિરના પટાંગણમાં યોજાયો છે. જેમાં સમૂહ લગ્નના ખર્ચનો હિસાબ રજુ કરવા ઉપરાંત માલધારી મહિલા સંમ્મેલન યોજાશે. આ સમારોહના અધ્યક્ષસ્થાને મુળવાનાથ મંદિર - દ્વારકાના મહંત બાલારામબાપુ ... વધુ વાંચો »

Mar 29, 2024
જામનગર તા. ર૯: જામનગર શહેર કક્ષાના કલામહાકુંભ મહોત્સવમાં નગરની ડી.સી.સી. વિવિધલક્ષી હાઈસ્કૂલ અને એન.ડી. શાહ હાયર સેકન્ડરી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે પ્રથમ અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે. જેમાં ૧પ થી ર૦ વર્ષના વયજુથમાં યોજાયેલી વકતૃત્વ સ્પર્ધામાં અમૃત એન. પરમાર (પ્રથમ), અંકિત એચ. નકુમ (દ્વિતીય), નિબંધ સ્પર્ધામાં યોગીરાજસિંહ એસ. જાડેજા (પ્રથમ), ચિત્રકલા સ્પર્ધામાં રહેમાન એ. મલેક (તૃતીય), લોકગીત/ભજન સ્પર્ધામાં જગુ જે. વાઘેલા (દ્વિતીય), તબલા સ્પર્ધામાં આમીર હુશેન ડી. બુખારી ... વધુ વાંચો »

Mar 29, 2024
જીએસએફએના પ્રમુખ પરિમલ નથવાણીના માર્ગદર્શન હેઠળ અમદાવાદ તા. ર૯: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન પ્રમુખ પરિમલ નથવાણીના માર્ગદર્શનમાં ગુજરાત સુપર લિગ ગુજરાતની પ્રથમ ફેન્ચાઈઝી આધારિત ફૂટબોલ લીગ તરીકે ઈતિહાસ સર્જી દેશે. રાજ્યમાં ફૂટબોલ રમતની પ્રગતિ યાત્રામાં ગુજરાત સુપર લીગ એક મહત્ત્વપૂર્ણ પડાવ છે. ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશને પણ તેને મંજુરી આપી દીધી છે. આ સુપર લીગમાં છ ટીમો એકબીજા સાથે પંદર મેચોમાં ગળાકાપ સ્પર્ધા કરશે, અને ફાઈનલમાં પહોંચવા એડીચોટીનું જોર લગાવશે. આ લીગનો ઉદ્દેશ્ય ગુજરાતમાં ફૂટબોલનું  સ્તર તો ઉપર લાવશે જ, સાથે સાથે ... વધુ વાંચો »

Mar 29, 2024
દ્વારકા તા. ર૯: સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના તમામ હોટલ/ગેસ્ટ હાઉસ ધારકોને દ્વારકાના પ્રાંત અધિકારી એચ.વી. ભગોરીએ ખાસ પોર્ટલ પર નોંધણી કરાવી લેવા સૂચના આપી છે. દરેક હોટલ/ગેસ્ટ હાઉસ ધારકને 'એનઆઈડીએચઆઈ પ્લસ' પોર્ટલની સેવાનો લાભ લેવા નોંધણીકરાવી લેવા તેમજ તેમના એકમ માટે 'ટ્રાવેલ ફોર લાઈફ' પ્રમાણપત્ર માટે સાઈન અપ કરાવી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. એનઆઈ ડીએચઆઈ પ્લસ પોર્ટલ પર ટુરિસ્ટ ડીફબેક અને ફરિયાદ સેવાને પ્રવાસીઓ માટે પ્રમોટ કરવા માટે છે. ડીફબેક ... વધુ વાંચો »

Mar 29, 2024
બ્રહ્માકુમારીઝ પર આધારીત ફિલ્મ જામનગર તા. ૨૯: ગોડલીવુડ સ્ટુડિયો દ્વારા નિર્મિત બ્રહ્માકુમારીઝની ફિલ્મ 'ધ લાઈટ' પિતા બ્રહ્માના જીવન પર લખાયેલા પુસ્તક 'એન અમેઝિંગ લાઈફ સ્ટોરી' પર આધારિત છે, બ્રહ્માકુમારીઝ (એક આધ્યાત્મિક સંસ્થા)ના સ્થાપક, જે દાદા લેખરાજ ખૂબચંદ કૃપલાની તરીકે ઓળખાય છે. આ મૂવી એક સમૃદ્ધ અને સમૃદ્ધ હીરાના વેપારીની છે, જેમણે પોતાની તમામ સંપત્તિ એક ટ્રસ્ટના નામે છોડી દીધી હતી જેનું ધ્યેય મહિલાઓને સશક્તિકરણ કરવાની સાથે સાથે માનવીય મૂલ્યો વિશે જાગૃતિ ફેલાવવાનું અને ... વધુ વાંચો »

Mar 29, 2024
વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ દ્વારા પ્રશિક્ષણ વર્ગ યોજાશે જામનગર તા. ર૯: જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદના બજરંગદળ આયામ દ્વારા આવતીકાલથી બે દિવસીય પ્રશિક્ષણ વર્ગ જોગી આશ્રમ ઠેબા પાસે યોજાશે. આ વર્ગમાં યુવાનો લાઠીદાવ જેવા વિષયોનું પ્રશિક્ષણ મેળવશે. વિશ્વ હિન્દુ પરિષદના બજરંગદળ દ્વારા તા. ૩૦ અને તા. ૩૧ ના જોગી આશ્રમ ઠેબા ગામ પાસે બજરંગદળના યુવા કાર્યકર્તાઓ માટે બે દિવસીય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ગમાં આશરે ૧૩૦ જેટલા બજરંગદળના ... વધુ વાંચો »

Mar 29, 2024
ભાટીયા તા.ર૯: ભાટીયાની કાશી વિશ્વનાથ ઉત્સવ સમિતિ તથા કૃષ્ણનગરના રહેવાસીઓ દ્વારા તા. ૩૦-૩-ર૪ થી તા. પ-૪-ર૪ સુધી કાશી વિશ્વનાથ મંદિરના પટાંગણમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાસાસને ભાટીયાના યુવા શાસ્ત્રી સંદીપભાઈ આરંભડીયા બિરાજી કથાનું રસપાન કરાવશે. કથા શ્રવણનો સમય સવારે ૯ થી ૧ર અને બપોરે ૩ થી સાંજે ૬ સુધીનો રહેશે.   જો આપને આ  વધુ વાંચો »

Mar 29, 2024
જામનગર તા. ર૯: રોટરેકટ કલબ ઓફ જામનગર દ્વારા રકતદાન શિબિર તા. પ-૪-ર૪ ના સવારેે ૯ થી બપોરના ૧ વાગ્યા દરમિયાન અતિથિગૃહ, ઓશવાળ સેન્ટર, જામનગરમાં રાખવામાં આવી છે. નોંધણી તથા વધુ વિગત માટે જીમીત ચંદરીયા મો. ૭૩પ૯૪ ૧ર૬૬૧ અથવા પ્રશેન શાહ મો. ૮૧૪૦ર ૬૪૯૯૭ નો સંપર્ક કરવો.   જો આપને આ પોસ્ટ ગમી  વધુ વાંચો »

Mar 29, 2024
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો....  ચાલુ નાણાકીય વર્ષના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ભારે તેજી જોવા મળી હતી. ૨૯માર્ચે ગુડ ફ્રાઈડે અને ૩૦અને ૩૧ માર્ચે સાપ્તાહિક રજાઓને કારણે શેરબજારમાં ટ્રેડિંગ નવા નાણાકીય વર્ષના પહેલા દિવસે એટલે કે પહેલી એપ્રિલે હોવાથીગઈકાલેફયુચર્સ એન્ડ ઓપ્શન્સમાં માર્ચ વલણના અંતે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો હતો.વૈશ્વિક બ્રોકિંગ જાયન્ટ ગોલ્ડમેન સેશ દ્વારા રિલાયન્સ માટે પોઝીટીવ આઉટલૂક રજૂ કરીને શેર માટે નાણા વર્ષ ૨૦૨૭ માટે ઉંચો ટાર્ગેટ મૂકતાં આજે સતત બીજા દિવસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આગેવાનીમાં ફંડોએ ઈન્ડેક્સ બેઝડ આક્રમક તેજી કરી હતી. આ સાથે ફંડોની એનએવી ઊંચી લઈ જવાની કવાયતમાં લાર્જ કેપ શેરોમાં મોટી ખરીદી કરીને પોર્ટફોલિયો ... વધુ વાંચો »

Mar 29, 2024
પાંચ લાખ રોકનાર આસામીએ પોલીસમાં નાખી ધાઃ જામનગર તા. ૨૯: જામનગરના કેટલાક રોકાણકારોને દર મહિને સારૂ એવું વળતર અપાવવાની લાલચ આપી શેરબજારનું કામ કરતી એક પેઢીએ ઓફિસ ખોલ્યા પછી રોકાણકારોને નવડાવી દેતા તે પેઢીમાં રૂ.પ લાખનું રોકાણ કરનાર એક રોકાણકારે તમામ રોકાણકારો વતી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કહેવાતી કંપનીના ચાર સંચાલક સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા શુભમ એપાર્ટમેન્ટમાં વસવાટ કરતા કેયુરભાઈ વિજયભાઈ સુરેલીયા તથા અન્ય આસામીઓને બેએક વર્ષ પહેલાં ક્રેડીટ બુલ્સ નામની કંપનીના કેટલાક સંચાલકોનો ભેટો થયો હતો. શહેરના ... વધુ વાંચો »

Mar 29, 2024
ગુજરાત સરકારના ગૃહ વિભાગે સાઉન્ડ લિમિટર ન ધરાવતા હોય, તેવા ડી.જે., લાઉડસ્પીકર, સાઉન્ડ સિસ્ટમ પર પ્રતિબંધ ફરમાવી દીધો હોવાના અહેવાલો પછી કાનફાડી નાંખે તેવા અવાજોથી પરેશાન જનતાએ હાશકારો અનુભવ્યો હશે. જો કે, સરકાર કે તંત્રો દ્વારા આદેશો, પરિપત્રો, જાહેરનામાઓ, પ્રસિદ્ધ કરી દેવાયા પછી તેનો કેટલો અને કેવો અમલ થતો હોય છે, તે પણ લોકો જાણે જ છે, અને તેથી જ એવા પ્રત્યાઘાતો પડી રહ્યા છે કે આ સૂચિત પ્રતિબંધોનો ચૂસ્ત અમલ થાય તો સારું...ધ્વનિ પ્રદુષણના માપદંડો અને તેના નિયમો ઉપરાંત હવે આ પ્રકારના સ્પષ્ટ આદેશો પણ થયા હોય, તો હવે આ ન્યુસન્સમાંથી લોકોને રાહત મળશે, તેવી ... વધુ વાંચો »

Mar 29, 2024
વિહાર કરતા જૈનમુનિને અજાણ્યા વાહનની ઠોકરઃ જામનગર તા. ૨૯: જામનગરના પંચવટી સર્કલ પાસે ગઈકાલે બપોરે એક પ્રૌઢને બાઈકચાલકે સાયકલ સાથે હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં હેમરેજ થઈ ગયા પછી સાયકલચાલક પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે. બાઈકચાલક સામે પોલીસમાં ફરિયાદ કરાઈ છે. વિજરખી પાસે ચાલીને જતાં જૈનમુનિને અજાણ્યંુ વાહન ઠોકર મારીને નાસી ગયું છે. તે વાહનના ચાલક સામે પણ ફરિયાદ કરવામાં આવી છે. જામનગરના પટેલકોલોની વિસ્તારના છેવાડે આવેલા શાંતિનગરની શેરી નં.૬માં રહેતા રાજેન્દ્રસિંહ જાડેજા નામના પ્રૌઢ ગઈકાલે બપોરે પંચવટી સર્કલથી ભુતીયા બંગલા બાજુ સાયકલ પર જતા હતા. ત્યારે જીજે-૩-ડીએચ ૫૬૮૧ નંબરના મોટરસાયકલ ... વધુ વાંચો »

Mar 29, 2024
ધરારનગરના શખ્સ સામે કરાઈ કાર્યવાહીઃ જામનગર તા. ૨૯: જામનગરના લાલપુર બાયપાસથી ઠેબા ચોકડી વચ્ચે સૂતા સૂતા બાઈક ચલાવાતું હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી પોલીસે તેની શરૂ કરેલી તપાસમાં ધરારનગરમાં રહેતો શખ્સ ઝડપાઈ ગયો છે. તેણે અન્યની જિંદગી પર પણ જોખમ સર્જાય તે રીતે વાહન ચલાવ્યું હોય પોલીસે ખુદ ફરિયાદી બની તેની સામે ગુન્હો રજીસ્ટર કર્યાે છે. જામનગરના સોશિયલ મીડિયાના કેટલાક ગ્રુપમાં તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક સ્પલેન્ડર મોટરસાયકલ દોડી જતું દેખાઈ રહ્યું હતું અને તેના પર એક શખ્સ સૂતેલો જોવા મળી રહ્યો હતો. તે ... વધુ વાંચો »

Mar 29, 2024
નકલી ટોલનાકા કે તે પ્રકારની સવલત આપનાર સામે કડક પગલાં: જાહેરનામું જામનગર તા. ર૯: જામનગર જિલ્લાના સોયલ અને બેડ ગામના ટોલટેક્સ પ્લાઝા પરથી પસાર થતા વાહનો માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. કેન્દ્ર સરકારના વાયેબલિટિટી ગેપ ફંડીંગ યોજના હેઠળ સમાવિષ્ટ એલ. એન્ડ ટી. રાજકોટ-વાડીનાર ટોલ-વે લિમિટેડને નિયત કરેલા વાહનો પાસેથી નિયમ કરેલ ચાર્જ વસૂલ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. જે પૈકી જામનગર જિલ્લામાં જામનગર તાલુકાના બેડ ગામ તથા ધ્રોળ તાલુકાના સોયલ ગામ પાસે ટોલ પ્લાઝા આવેલા છે. ઉપરોક્ત ટોલ પ્લાઝાની આજુબાજુના ગામોના લોકો કોમર્શિયલ વાહનો પણ ધરાવે છે. આવા વાહનધારકો સરકારના જાહેરનામાનો અમલ ના કરીને નિયમ ટોલ ચાર્જની ચૂકવણી કરતા નહીં હોવાના બનાવો બનેલા ... વધુ વાંચો »

Mar 29, 2024
યોગેશ્વરનગરમાંથી પાંચ મહિલા સહિત છ પકડાયાઃ જામનગર તા. ૨૯: જામનગરના યોગેશ્વરનગરમાં જાહેરમાં તીનપત્તી રમતા પાંચ મહિલા સહિત છને પોલીસે પકડી પાડ્યા હતા. રામનગરમાં એક મકાનમાં જામેલી જુગારની મહેફિલમાંથી ચાર મહિલા સહિત છ ગંજીપાનાથી જુગાર રમતા પકડાયા હતા. આંબેડકર બ્રિજ નીચેથી ત્રણ શખ્સને ગંજીપાના કૂટતા પકડી પડાયા હતા. જામનગરના યોગેશ્વરનગર વિસ્તારમાં ગઈકાલે સાંજે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી સિટી-એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફના રવિરાજસિંહ એ. જાડેજા, વિક્રમસિંહને મળતા પીઆઈ એન.એ. ચાવડાને વાકેફ કરાયા પછી પીએસઆઈ એમ.એમ. રાઠોડના વડપણ હેઠળ સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા ... વધુ વાંચો »

Mar 29, 2024
નવી દિલ્હી તા. ર૯: ચકચારી રાજુપાલ હત્યા કેસમાં ૬ આરોપીઓને ઉમેરકેદની સજા થઈ હોવાનું જાણવા મળે છે. સીબીઆઈએ સાત આરોપીઓને દોષિત ઠરાવ્યા હતાં જેમાંથી ૬ ને સીબીઆઈ કોર્ટે ઉમરકેદની સજા ફરમાવી છે. ઉલ્લેખનિય છે કે રાજુપાલ બીએસપીના વિધાયક હતાં, જેની વર્ષો પહેલા હત્યા કરી દેવામાં આવી હતી.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર  વધુ વાંચો »

Mar 29, 2024
બીના સ્ટેશન પર મેઈન્ટેનન્સના કામને કારણે રાજકોટ તા. ૨૯: પશ્ચિમ મધ્ય રેલવેના બીના સ્ટેશન પર મેઈન્ટેનન્સના કામને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા-ગોરખપુર અને ગોરખપુર-ઓખા એક્સપ્રેસ ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. ટ્રેન નં.૧૫૦૪૬ ઓખા-ગોરખપુર એક્સપ્રેસ ૭-૪-૨૪, ૧૪-૪-૨૪, ૨૧-૪-૨૪, ૨૮-૪-૨૪, ૫-૫-૨૪ અને ૧૨-૫-૨૪ના રોજ રદ્દ રહેશે. ટ્રેન નં.૧૫૦૪૫ ગોરખપુર-ઓખા એક્સ. તા.૪-૪-૨૪, ૧૧-૪-૨૪, ૧૮-૪-૨૪, ૨૫-૪-૨૪, ૨-૫-૨૪ અને ૯-૫-૨૪ના રોજ રદ્દ રહેશે તેમ જનસંપર્ક કાર્યાલય, પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝનની યાદી જણાવે છે.   જો આપને આ પોસ્ટ વધુ વાંચો »

Mar 29, 2024
બ્રહ્માકુમારીઝ પર આધારીત ફિલ્મ જામનગર તા. ૨૯: ગોડલીવુડ સ્ટુડિયો દ્વારા નિર્મિત બ્રહ્માકુમારીઝની ફિલ્મ 'ધ લાઈટ' પિતા બ્રહ્માના જીવન પર લખાયેલા પુસ્તક 'એન અમેઝિંગ લાઈફ સ્ટોરી' પર આધારિત છે, બ્રહ્માકુમારીઝ (એક આધ્યાત્મિક સંસ્થા)ના સ્થાપક, જે દાદા લેખરાજ ખૂબચંદ કૃપલાની તરીકે ઓળખાય છે. આ મૂવી એક સમૃદ્ધ અને સમૃદ્ધ હીરાના વેપારીની છે, જેમણે પોતાની તમામ સંપત્તિ એક ટ્રસ્ટના નામે છોડી દીધી હતી જેનું ધ્યેય મહિલાઓને સશક્તિકરણ કરવાની સાથે સાથે માનવીય મૂલ્યો વિશે જાગૃતિ ફેલાવવાનું અને આધ્યાત્મિકતા દ્વારા વિશ્વમાં શાંતિ અને સંવાદિતા લાવવાનું હતું. તેમણે વૈભવી જીવનનો ત્યાગ કર્યાે અને રાજયોગના માર્ગે આગળ ... વધુ વાંચો »

Mar 29, 2024
બઘડાટી બોલે તે પહેલાં પહોંચી ગઈ પોલીસઃ જામનગર તા. ૨૯: કલ્યાણપુરના મહાદેવીયા ગામ પાસે મંગળવારે સવારે દસ શખ્સ ધોકા, પાઈપ વગેરે ધારણ કરી એક વ્યક્તિની રાહ જોતા હતા ત્યારે પહોંચી ગયેલી પોલીસે આ તમામ વ્યક્તિઓને અટકાયતમાં લઈ ગુન્હો નોંધ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મહાદેવીયા ગામમાં રહેતા સામતભાઈ ધાનાભાઈ કરંગીયા મંગળવારે સવારે પોતાની મોટરમાં ભાટીયાથી આવતા હતા ત્યારે તેઓની સાથે ઝઘડો કરવાના ઈરાદાથી વેજા માંંડા કરંગીયા, રામશી મૂળુભાઈ કરંગીયા, પબુ આલાભાઈ કરંગીયા, સાજણ કરશનભાઈ કરંગીયા, રામદે મશરીભાઈ કરંગીયા, માંડા હમીરભાઈ, આલા કરશનભાઈ, હેમત આલાભાઈ, દેવા કારાભાઈ તથા ગોવા કારાભાઈ ... વધુ વાંચો »

Mar 29, 2024
હથિયારના સપ્લાયરનું નામ પણ મેળવાયું: જામનગર તા. ૨૯: લાલપુરા કાનાલુસ ગામ પાસે લેબર કોલોની-૮ સામેની પતરા કોલોનીમાંથી ગઈકાલે એસઓજીએ જામનગરના શાહરૂખ ખાન નામના શખ્સને દેશી રિવોલ્વર સાથે પકડી પાડ્યો છે. તેેણે રિવોલ્વર આપનાર શખ્સનું નામ ઓકી નાખ્યું છે. લાલપુરના કાનાલુસ ગામ પાસે આવેલી લેબર કોલોની-૮ સામે પતરા કોલોનીથી ઓળખાણી બજારમાં એક હોટલ પાસે ફરી રહેલા શખ્સના કબજામાં ગેરકાયદેસર હથિયાર હોવાની બાતમી મળતા ગઈકાલે એસઓજીના સ્ટાફે પીઆઈ બી.એન. ચૌધરીના વડપણ હેઠળ ત્યાં દરોડો પાડ્યો હતો. આ સ્થળેથી જામનગરમાં નવી ડેન્ટલ કોલેજ સામે વસવાટ કરતો શાહરૂખખાન હબીબખાન પઠાણ ઉર્ફે ... વધુ વાંચો »

Mar 29, 2024
ર૯ ફેબ્રુઆરીની બિલગેટ્સ સાથેની મુલાકાતનો વીડિયોઃ નવી દિલ્હી તા. ર૯: પીએમ મોદીની બિલ ગેટ્સ સાથેની મુલાકાતનો વીડિયો સામે આવ્યો છે. ગત્ તા. ર૯ ફેબ્રુઆરીએ બિલ ગેટ્સ સાથે પીએમની મુલાકાત થઈ હતી. બિલ ગેટ્સના ભારત પ્રવાસ વખતે થયેલી મુલાકાત ઘણી રસપ્રદ રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ મળ્યા હતાં, જ્યાં બન્ને વચ્ચે ભારતમાં એઆઈ, શિક્ષણ, ડિજિટલ પેમેન્ટ સાથે બદલાતી વિશ્વની ટેકનોલોજી પર વિશેષ ચર્ચા થઈ હતી. પીએમ મોદી અને બિલ ગેટ્સ વચ્ચેની વાતચીતનો સંપૂર્ણ વીડિયો શુક્રવારે (ર૯ માર્ચ) પ્રસારિત કરવામાં આવ્યો છે. દરમિયાન એએનઆઈ ... વધુ વાંચો »

Mar 29, 2024
જામનગર તા. ર૯: જામનગરના ઝહરા ફાઉન્ડેશન દ્વારા પીસીસીના સહયોગથી તા. ર૬-૩ થી તા. ૯-૪ સુધી આયોજીત રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટ હુસન કપનો આરંભ હુસેનભાઈ ખફીની પુત્રિી ફાતેમા ઝહરા તથા કોર્પોરેટર એડવોકેટ જેનબબેન ખફીના હસ્તે ટોસ ઉછાળીને કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં જામનગર ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાની કુલ ૬૪ ટીમો ભાગ લઈ રહી છે. જેમાં નામાંકિત ક્રિકેટ ખેલાડીઓ પણ રમવાના છે. વિનર ટીમને એક લાઅનો રોકડ પુરસ્કાર તથા રનર્સઅપ ટીમને રૂ. પ૦ હજારનો રોકડ પુરસ્કાર આપવામાં આવશે. આ ઉપરાંત બેસ્ટ બેટસમેન, બોલર, મેન ઓફ ધી સીરીઝને ઈનામો આપવામાં આવશે. આ ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે હાજી ... વધુ વાંચો »

Mar 29, 2024
આગામી તારીખ ૭ એપ્રિલથી જામનગર તા. ર૯: જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે જામનગરના ક્રિકેટ બંગલાના મેદાન પર આગામી તા. ૭ એપ્રિલથી ઓપન ગુજરાત સિઝન બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ અંગેની વિગતો આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસો.ના પ્રમુખ અજયભાઈ સ્વાદીયાએ જણાવ્યું હતું કે, આ ટુર્નામેન્ટ બે કેટેગરીમાં રમાશે. જામનગરના ભૂતપૂર્વ રણજી ખેલાડી સ્વ. રાજેન્દ્રસિંહજી જાડેજાની સ્મૃતિમાં ઓપન કેટેગરીની ટુર્નામેન્ટ રમાશે, જ્યારે ખ્યાતનામ ક્રિકેટ ખેલાડી સ્વ. વામનભાઈ જાનીની સ્મૃતિમાં અંડર-૧૪ ના ખેલાડીઓ માટે ટુર્નામેન્ટ યોજાશે. આ ... વધુ વાંચો »

Mar 29, 2024
રેડ ઝોનમાં-૧૧ર તથા યલો ઝોનમાં ૪ર સ્થળો જામનગર તા. ર૯: જામનગર જિલ્લાના સંવેદનશીલ ૧પ૪ સ્થળોએ ડ્રોનના ઉપયોગ માટે પ્રતિબંધાત્મક હુકમો જાહેર ઓઈલ રિફાઈનરી, જી.એસ.એફ.સી. એરફોર્સ, આઈ.એન.એસ. વાલસુરા, આર્મી હેક્વાર્ટર સહિત રેડ ઝોનમાં ૧૧ર તથા યલો ઝોનમાં ૪ર સ્થળોનો સમાવેશ થાય છે. જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલ અતિ સંવેદનશીલ જિલ્લો છે. જામનગર જિલ્લાની હદમાં એશિયાની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી તથા જી.એસ.એફ.સી. એરફોર્સ, આઈ.એન.એસ. વાલસુરા, આર્મી, હેડક્વાર્ટર, એરફોર્સ સ્ટેશન સમાણા વગેરે જેવા અતિ સંવેદનશીલ વાઈટલ ઈન્સ્ટોલેશન્સ આવેલ છે. જામનગર જિલ્લા વિસ્તારમાં આવેલ કુલ ૧પ૪ ક્રિટિકલ/સ્ટ્રેટેજિકલ) મહત્ત્વ ... વધુ વાંચો »

Mar 29, 2024
ગઈકાલે દિલ્હી હાઈકોર્ટે આઈટીની કાર્યવાહીને પડકારતી અરજી ફગાવ્યા પછી નવી દિલ્હી તા. ર૯: કોંગ્રેસને આવકવેરા વિભાગે ર વિભાગની ૧૭૦૦ કરોડની નોટીસ ફટકારતા લોકસભાની ચૂંટણી પહેલા દેશના સૌથી જુના પક્ષની આર્થિક મુશ્કેલીમાં વધારો થયો છે. હવે ર૦૧૭-૧૮ થી લઈને ર૦ર૦-ર૧ માટે નોટીસ મળી છે, જેમાં દંડ-વ્યાજ સામેલ છે. એક તરફ ખાતાઓ ફ્રીઝ છે, ત્યાર પહેલા હાઈકોર્ટે અરજી ફગાવી હવે આયકર વિભાગની નોટીસ મળતા કોંગ્રેસને બીજો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસ પાર્ટીને ગુરુવારે દિલ્હી હાઈકોર્ટમાંથી સૌથી પહેલો ઝટકો લાગ્યો હતો. જે પછી આવકવેરા વિભાગે મુશ્કેલીઓમાં વધુ વધારો કર્યો હતો. આવકવેરા વિભાગે કોંગ્રેસ પાર્ટીને ... વધુ વાંચો »

Mar 29, 2024
દ્વારકા તા. ર૯: સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના તમામ હોટલ/ગેસ્ટ હાઉસ ધારકોને દ્વારકાના પ્રાંત અધિકારી એચ.વી. ભગોરીએ ખાસ પોર્ટલ પર નોંધણી કરાવી લેવા સૂચના આપી છે. દરેક હોટલ/ગેસ્ટ હાઉસ ધારકને 'એનઆઈડીએચઆઈ પ્લસ' પોર્ટલની સેવાનો લાભ લેવા નોંધણીકરાવી લેવા તેમજ તેમના એકમ માટે 'ટ્રાવેલ ફોર લાઈફ' પ્રમાણપત્ર માટે સાઈન અપ કરાવી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. એનઆઈ ડીએચઆઈ પ્લસ પોર્ટલ પર ટુરિસ્ટ ડીફબેક અને ફરિયાદ સેવાને પ્રવાસીઓ માટે પ્રમોટ કરવા માટે છે. ડીફબેક એકત્રિત કરી અને પ્રવાસીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે પ્રવાસન મંત્રાલય દ્વારા સ્વદેશ દર્શન યોજના ર.૦ હેઠળ આ એક પહેલ ... વધુ વાંચો »

Mar 29, 2024
શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈ-વે પર શ્રીનગર તા. ર૯: શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈ-વે પર એક પેસેન્જર કેબ ૩૦૦ મીટર ઊંડી ખાઈમાં ખાબકતા ૧૦ ના મોત થયા છે. દેશમાં હાઈ-વે પર અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક ભીષણ અકસ્માતની ઘટના શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈ-વે પર બની હતી, જેમાં ૧૦ લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈ-વે પર રામબન નજીક એક ભયાનક માર્ગ અકસ્માતમાં ૧૦ લોકોના મોત થયા છે. અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસ, એસડીઆરએફ અને રામબન સિવિલની ક્યુઆરટી ટીમ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી ... વધુ વાંચો »

Mar 29, 2024
ગઈકાલે એક દિ'માં જ રૂ. ૩.૮૪ કરોડની આવકઃ મ્યુનિ. કમિશનર જામનગર તા. ર૯: જામનગર મહાનગરપાલિકાના ઈતિહાસમાં ચાલુ વર્ષે પ્રથમ વખત મિલકત વેરાની આવકનો આંકડો ૧૦૦ કરોડને પાર થયો છે. જામનગર મહાનગર પાલિકાના કમિશનર ડી.એન. મોદીએ મિલકત વેરાની આવકના આંકડા પત્રકાર પરિષદમાં જાહેર કર્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, તા. ૧-૪-ર૦ર૩ થી તા. ર૮-૩-ર૦ર૪ (બપોર સુધી) માં જામનગર મહાનગરપાલિકાને ફક્ત મિલકત વેરાની રૂ. ૧૦૧ કરોડ ૬૦ લાખની આવક થવા પામી છે, જ્યારે તા. ૧-ર-ર૦ર૪ થી તા. ર૮-૩-ર૦ર૪ સુધીના પ૭ દિવસની આવક રૂ. ૪પ.૭૦ કરોડની થવા પામી છે, જ્યારે ગઈકાલે એક જ ... વધુ વાંચો »

Mar 29, 2024
જામનગર તા. ૨૯: આર્યસમાજ-જામનગર સંચાલિત શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલયના ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના મદદનીશ શિક્ષિકા સાઈકાબેન જગોતનો નિવૃત્ત વિદાય સમારંભ આર્યસમાજ જામનગરના પ્રમુખ દિપકભાઈ ઠક્કરના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં નિવૃત્ત થઈ રહેલા શિક્ષિકા સાઈકાબેન જગોતને ઉપવસ્ત્ર, સ્મૃતિચિન્હ, પુસ્તક અને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમમાં આર્યસમાજ-જામનગરના માનદ્મંત્રી નરેન્દ્રભાઈ મહેતા, કોષાધ્યક્ષ વિનોદભાઈ નાંઢા, પુસ્તકાધ્યક્ષ ભરતભાઈ આશાવર, સદસ્ય ધીરૂભાઈ નાંઢા, હરિશભાઈ મહેતા, આશાબેન ઠક્કર અને વિશ્વાસભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમનું સંચાલન શિક્ષિકા મિન્ટુબેન ચોવટિયાએ અને આભારદર્શન આચાર્યા પ્રફુલ્લાબેન રૂપડિયાએ કર્યું હતું.   જો આપને  વધુ વાંચો »

Mar 29, 2024
૨૧૩૮ ગ્રાહકોના વીજજોડાણ કાપી નખાયાઃ જામનગર તા. ૨૯: જામનગર પીજીવીસીએલ દ્વારા જામનગર તેમજ દ્વારકા જિલ્લામાં જે ગ્રાહકોની વીજ બીલની રકમ ભરવાની બાકી છે તેમની પાસેથી વસૂલાત માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. રૂ.૫,૨૦,૦૦,૦૦૦ ની વસૂલાત થઈ ચૂકી છે અને હજુ રૂ.૩૯,૮૪,૦૦,૦૦૦ની વસૂલાત કરવામાં આવી રહી છે. તે ઉપરાંત ૨૧૩૮ ગ્રાહકોના જોડાણ કાપી નાખવામાં આવ્યા છે. જામનગર શહેરની ૫ીજીવીસીએલ કચેરી દ્વારા જે ગ્રાહકોના વીજબીલ બાકી છે તેમની પાસેથી વસૂલાત માટે ટીમને મેદાનમાં ઉતારી છે. ૫૦૦થી વધુ ટૂકડીએ ચાર દિવસમાં કરેલી કામગીરી અંતર્ગત ૧૯,૧૧૧ ગ્રાહકોએ પોતાની બાકી રહેલી રૂ.૫,૨૦,૦૦,૦૦૦ની રકમ ભરપાઈ ... વધુ વાંચો »

Mar 29, 2024
પતિની ગેરહાજરીમાં સુનિતા કેજરીવાલે સંભાળ્યો મોરચોઃ નવી દિલ્હી તા. ર૯: લિકર પોલિસી કાંડમાં ઈડીની કસ્ટડીમાં રહેલા દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના પત્નીએ 'કેજરીવાલને આશીર્વાદ' અભિયાન આદર્યું છે. દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પછીથી આમ આદમી પાર્ટી એક્શન મોડમાં આવી ગઈ છે. કેજરીવાલ વતી હવે તેમની પત્ની સુનિતા કેજરીવાલ મોરચો સંભાળતા દેખાઈ રહ્યા છે. ફરી એકવાર તેમણે નવો વીડિયો શેર કરી આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવી રહેલા નવા અભિયાન વિશે માહિતી આપી હતી. સુનિતા કેજરીવાલે સૌને મુખ્યમંત્રી કેજરીવાલ દ્વારા કોર્ટમાં આપવામાં આવેલા નિવેદનને સાંભળવાની ... વધુ વાંચો »

Mar 29, 2024
ઝેર અપાયાના આક્ષેપોને રાજનાથસિંહે નકાર્યાઃ નવી દિલ્હી તા. ર૯: યુપીની બાંદા જેલમાં કેદ મુખ્તાર અંસારીનું હાર્ટ એટેકથી હોસ્પિટલમાં મોત થયા પછી તેને પી.એમ. પછી ગાઝીપુરમાં દફનવાશે. સુરક્ષા દળોના ચૂસ્ત બંદોબસ્ત સાથે કલમ-૧૪૪ લગાવી દેવાઈ છે. ઉત્તરપ્રદેશની બાંદા જેલમાં કેદ મુખ્તાર અંસારીનું ગુરુવારે રાત્રે હાર્ટએટેકથી મોત થયું હતું. ઉલ્ટીની ફરિયાદ અને બેભાન હાલતમાં મુખ્તારને જેલમાંથી રાત્રે ૮-રપ કલાકે રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યો હતો. ૯ ડોક્ટરોએ તેની સારવાર કરી, પરંતુ તેને બચાવી શકાયો નહીં. આજે ૩ ડોક્ટરોની પેનલ સહિત પ લોકોની ટીમ મુખ્તારના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી રહી છે. તેનો ... વધુ વાંચો »

Mar 29, 2024
પાંચ સ્થળેથી મળી આવ્યો આથોઃ જામનગર તા. ૨૯: લાલપુરના કાનાલુસમાં આવેલા ચારણનેસ તેમજ જોગવડના તળાવનેસમાં તથા મોટી  ખાવડીમાં ગઈકાલે પોલીસે દરોડા પાડી દેશી દારૂ બનાવવાનો આથો પકડી પાડ્યો હતો. લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં આવેલા ચારણનેસમાં ગઈકાલે મેઘપર પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડા પાડ્યા હતા. ત્યાં આવેલા વાલીબેન અમરજી સુમેત નામના મહિલાના ઝૂંપડામાંથી દેશી દારૂ બનાવવાનો ૪૦ લીટર આથો મળી આવ્યો હતો. જ્યારે અજમલ જોગાભાઈ ચારણના કબજામાંથી ૧૨ લીટર દેશી દારૂ મળ્યો હતો. તે ઉપરાંત જોગવડના તળાવનેસમાં અબડાભાઈ વાલસુર સુમેતના મકાનમાંથી આથો, દેવરાજ જુઠાભાઈ ચારણના ઝૂંપડામાંથી ૪૦ લીટર આથો અને મોટી ખાવડીમાં મુકેશ મોતીભાઈ વાજાના મકાનમાંથી ૬ લીટર દેશી દારૂ પોલીસે કબજે કર્યાે હતો. તમામ ... વધુ વાંચો »

Mar 29, 2024
સરવાણીયામાં શ્રમિક પર દાંતરડા, કુહાડીથી હુમલોઃ જામનગર તા. ૨૯: જામનગરના વામ્બે આવાસ પાસે એક યુવાનને વાપરવાના પૈસા આપવાનું કહી એક શખ્સે ધોકો ફટકારી ફ્રેક્ચર કરી નાખ્યું હતું. જ્યારે કાલાવડના સરવાણીયા ગામમાં ખેતમજૂરને બે શખ્સે કુહાડી, દાંતરડાથી હુમલો કરી માથામાં ગંભીર ઈજા પહોંચાડી હતી. જામનગરના વામ્બે આવાસ ૫ાસે મયુરનગર ત્રણ માળીયામાં રહેતા જયંતિભાઈ હીરાભાઈ પરમાર નામના યુવાન ગઈકાલે સવારે શાકભાજી લઈને પોતાના ઘર તરફ જતા હતા ત્યારે માર્ગમાં એક દુકાન નજીક દીપક હરીશભાઈ વાઘેલા નામનો શખ્સ મળ્યો હતો. આ શખ્સે વાપરવા માટે ઉછીના પૈસા આપવાની માગણી કરતા જયંતિભાઈએ ... વધુ વાંચો »

Mar 29, 2024
અકસ્માત સર્જી ક્રેટાનો ચાલક થયો પલાયનઃ જામનગરના પંડિત નહેરૂ માર્ગ પર આવેલી અંબર ચોકડી નજીકથી ગઈરાત્રે મકબુલ કાશ્મીરી અને સોયબ શેખ નામના બે યુવાન સ્પલેન્ડર પર જઈ રહ્યા હતા. ત્યારે કાળા કાચ અને નંબર પ્લેટ વગરની એક મોટરે તેઓના બાઈકને હડફેટે લીધુ હતું. અકસ્માત સર્જી મોટરચાલક નાસી ગયો હતો. ઘવાયેલા બંને યુવાનને સારવાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.   જો આપને આ પોસ્ટ ગમી હોય  વધુ વાંચો »

Mar 29, 2024
પાંચ તબીબોએ કર્યું પોસ્ટમોર્ટમઃ લખનૌ તા. ર૯: ઉત્તરપ્રદેશમાં મુખ્તાર અંસારીના હાર્ટએટેકથી મૃત્યુ પછી તેના મૃતદેહનું પાંચ તબીબોએ પોસ્ટમોર્ટમ કર્યા પછી તેને દફનવિધિ માટે સોંપવાની પ્રક્રિયા દરમિયાન અહેવાલો આવ્યા છે કે મુખ્તાર અંસારીના પરિવારે એઈમ્સ દ્વારા પીએમની માંગણી કરી હતી. છેલ્લા અહેવાલો મુજબ મુખ્તાર અંસારીના મોતની ન્યાયિક તપાસના આદેશો આપી દેવામાં આવ્યા છે.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો વધુ વાંચો »

Mar 29, 2024
જામનગર તાલુકાના નારણપુર ગામ નજીકનો માર્ગ અત્યંત ખરાબ હોવાના કારણે આજે એક છકડોરિક્ષા ઊંધા માથે થયો હતો. બનાવની જાણ થતાં જ આજુબાજુના ગ્રામજનો મદદ માટે પહોંચ્યા હતાં, જો કે કોઈ જાનહાની-નુક્સાન થવા પામી ન હતી. આ ખરાબ રસ્તા બાબતે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ રાજકીય નેતા અહિં ફરકર્યો પણ નથી કે રસ્તાની મરામત કરવાની તસ્દી લીધી નથી. આ માર્ગની સમસ્યા અગાઉ પણ અનેક વખત અખબારોના પાને ચમકી છે, પરંતુ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.   જો આપને આ  વધુ વાંચો »

Mar 29, 2024
કૂવામાં પટકાતા માથામાં થઈ હતી ઈજાઃ જામનગર તા. ર૯: કલ્યાણપુરના લાંબા ગામમાં એક ખેતરમાં કૂવા કાંઠે કામ કરી રહેલો એક શ્રમિક થાકીને બેલા પર બેસવા જતા કૂવામાં ઉથલી પડ્યો હતો. તેનંુ માથામાં ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામમાં દેવાભાઈ કંડોરીયા નામના ખેડૂતના ખેતરમાં મજૂરી કામ માટે આવીને રહેતા મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના બલુંદા ગામના વતની રાધેશ્યામ જવાનરામ સોલંકી (ઉ.વ.૩૩) નામના શ્રમિક ગઈકાલે સવારે દેવાભાઈના ખેતરમાં કૂવા કાંઠે ચેરીયા વાળતા હતા. આ વેળાએ કામ કરતા થાકેલા રાધેશ્યામ કાંઠા પર મુકવામાં આવેલા બેલા ... વધુ વાંચો »

Mar 29, 2024
જામનગર તા. ર૯: જામનગરમાં તા. ૩૦ માર્ચના યોજાનાર મુખ્યમંત્રી જ્ઞાન સાધનાની પરીક્ષા કેન્દ્રોના ૧૦૦ મીટરના વિસ્તારમાં કોપિયર મશીન ધારકો માટે પ્રતિબંધાત્મક હુકમ જાહેર કરાયા છે. આગામી તા. ૩૦-૩-ર૦ર૪ ના શનિવારના સમગ્ર ગુજરાતમાં મુખ્યમંત્રી જ્ઞાન સાધનાની પરીક્ષાઓ યોજાનાર છે. પરીક્ષા દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓને નિયમોનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે. પરીક્ષાઓ દરમિયાન પ્રશ્નપત્રો એન તૈયાર ઉત્તરોની કોપી ઝેરોક્ષ-કોપીયર મશીન દ્વારા મેળવીને અને પરીક્ષાખંડમાં મોબાઈલ ફોનથી પરીક્ષાર્થીઓને મદદ થતી હોવાથી તેજસ્વી વિદ્યાર્થીઓને અન્યાય થતો અટકાવવા માટે જામનગર જિલ્લાના નિયત કરાયેલા પરીશિષ્ટ મુજબના પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટર વિસ્તારની હદમાં આવેલા કોપીયર ... વધુ વાંચો »

Mar 29, 2024
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેનેડીના ચિત્રકાર અરવિંદ ખાણધર કે જેમણે તાજેતરમાં આયોધ્યા કલારત્નથી સન્માનિત કરાયા હતાં. તેમનું જિલ્લા પોલીસ વડા નિતેશકુમાર પાંડેએ સન્માન કરી તેમની કલાને બિરદાવી હતી.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us: આ જ વધુ વાંચો »

Mar 29, 2024
પરીક્ષા સંદર્ભે જાહેરનામું: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયા તા. ર૯: કોમન એન્ટ્રસ ટેસ્ટ-ર૦ર૪ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ-ર૦ર૪ ની પરીક્ષા તા. ૩૦-૩-ર૪ ના યોજાનાર છે. પરીક્ષા દરમ્યાન ચોરીઓના દુષણના કારણે તેજસ્વી વિદ્યાર્થીઓને નિયમોનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે. આ ચોરીના દુષણમાં પ્રશ્નપત્રો કે તેના તૈયાર ઉત્તરો કોપીયર મશીન દ્વારા સત્વરે તૈયાર થઈ પરીક્ષા ખંડમાં પહોંચાડવાથી તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેઓ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નિયમ અનુસાર પરીક્ષા આપતા હોય તેવા વિદ્યાર્થીઓને માનસિક પરિતાપ થવાની સંભાવના છે. આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે હેતુથી ઈ.ચા. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકાને ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ મુજબ ... વધુ વાંચો »

Mar 29, 2024
જામનગર તા. ર૯: રોટરેકટ કલબ ઓફ જામનગર દ્વારા રકતદાન શિબિર તા. પ-૪-ર૪ ના સવારેે ૯ થી બપોરના ૧ વાગ્યા દરમિયાન અતિથિગૃહ, ઓશવાળ સેન્ટર, જામનગરમાં રાખવામાં આવી છે. નોંધણી તથા વધુ વિગત માટે જીમીત ચંદરીયા મો. ૭૩પ૯૪ ૧ર૬૬૧ અથવા પ્રશેન શાહ મો. ૮૧૪૦ર ૬૪૯૯૭ નો સંપર્ક કરવો.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર  વધુ વાંચો »

Mar 29, 2024
ભાટીયા તા.ર૯: ભાટીયાની કાશી વિશ્વનાથ ઉત્સવ સમિતિ તથા કૃષ્ણનગરના રહેવાસીઓ દ્વારા તા. ૩૦-૩-ર૪ થી તા. પ-૪-ર૪ સુધી કાશી વિશ્વનાથ મંદિરના પટાંગણમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાસાસને ભાટીયાના યુવા શાસ્ત્રી સંદીપભાઈ આરંભડીયા બિરાજી કથાનું રસપાન કરાવશે. કથા શ્રવણનો સમય સવારે ૯ થી ૧ર અને બપોરે ૩ થી સાંજે ૬ સુધીનો રહેશે.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો વધુ વાંચો »

Mar 29, 2024
સાતમી એપ્રિલે પંચકોશી સમસ્ત ભરવાડ સમાજ દ્વારા જામનગર તા. ર૯: જામનગરના પંચકોશી સમસ્ત  ભરવાડ સમાજ ગોપાલક-માલધારી સમૂહ લગ્ન સમિતિ દ્વારા ૧૩ મો સમૂહ લગ્નોત્સવ સફળતાપૂર્વક યોજાયો હતો. આ સમૂહ લગ્નમાં જોડાયેલ ૧૦૦ કન્યાઓને દરેકને રૂ. ર૪ હજારની આર્થિક સહાયના આદેશપત્ર, સમિતિને રૂ. ૭પ હજારનો સહાયનો આદેશપત્ર આપવાનો કાર્યક્રમ તા. ૭-૪-ર૪ ના સવારે ૧૦ વાગ્યે ઠેબા ગામે રામદેવપીર મંદિરના પટાંગણમાં યોજાયો છે. જેમાં સમૂહ લગ્નના ખર્ચનો હિસાબ રજુ કરવા ઉપરાંત માલધારી મહિલા સંમ્મેલન યોજાશે. આ સમારોહના અધ્યક્ષસ્થાને મુળવાનાથ મંદિર - દ્વારકાના મહંત બાલારામબાપુ ઉપસ્થિત રહેશે. સમારોહના મુખ્ય અતિથિ વિશેષ તરીકે જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ ઉપસ્થિત રહી સમારોહને દીપ પ્રાગટ્યથી ખુલ્લો મુકશે. ... વધુ વાંચો »

Mar 29, 2024
આગામી તા.૫મી એપ્રિલે વિવિધ કેમ્પો યોજાશેઃ જામનગર તા. ૨૯: ગાયત્રી શક્તિપીઠ, જામનગર અને રણછોડદાસજી બાપુ ચેરી. હોસ્પિટલ, રાજકોટના ઉપક્રમે નિઃશુલ્ક નેત્રયજ્ઞ, બીપી, ડાયાબિટીસ, એક્યુપ્રેશર તથા દંત ચિકિત્સા કેમ્પ યોજવામાં આવ્યો છે. આ કેમ્પ તા.૫-૪-૨૪ના સવારે ૯થી ૧૨ ગાયત્રી શક્તિપીઠ, ત્રિપદા ભવન, માસ્તર સોસાયટી, શિવમ્ પેટ્રોલ પંપની પાછળ, સરૂ સેકશન રોડ, જામનગરમાં રાખવામાં આવ્યો છે. મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રણછોડદાસ બાપુ ચેરી. હોસ્પિટલ, રાજકોટ મોકલવામાં આવશે. જ્યાં દર્દીઓને આવવા-જવા, રહેવા-જમવા સહિતની વ્યવસ્થા નિઃશુલ્ક પુરી પાડવામાં આવશે. આ દિવસથી ગાયત્રી શક્તિપીઠ જામનગરમાં કાયમી ધોરણે ચાલતા એક્યુપ્રેશર વિભાગ દ્વારા એક્યુપ્રેશર ... વધુ વાંચો »

Mar 29, 2024
ત્રાસ-ધાક-ધમકી સહન થતા નથી જામનગર તા. ર૯: જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ ઉપર ખોટા કામ કરવા માટે આપવામાં આવતા ત્રાસ તેમજ ખોટી ફરિયાદો સામે ટેકનિકલ યુનિયનના નેજા હેઠળ મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવાયું હતું અને યોગ્ય પગલા લેવા માંગણી કરી હતી. જામનગર મહાનગર પાલિકાના ટેકનિકલ યુનિયનના પ્રમુખ ભાવેશ જાનીની આગેવાનીમાં અસંખ્ય સભ્યો દ્વારા ગઈકાલે મ્યુનિ કમિશનરને આવેદન પત્ર પાઠવાયું હતું અને રજુઆત તથા માંગણી કરી હતી કે, જામનગરમાં મહાનગર પાલિકાના અધિકારી, કર્મચારીઓ ઉપર ખોટા કામો કરાવવા માટે દબાણ કરવામાં આવે છે. ત્રાસ આપી ધાક ધમકી આપવામાં આવે છે અને અધિકારી-કર્મચારીઓનું મોરલ તોડવાનો ... વધુ વાંચો »

Mar 29, 2024
મુંજાવર હોવાનું પોલીસ પૂછપરછમાં ખૂલ્યું: જામનગર તા. ૨૯: જામનગરના દરિયામાં આવેલા પિરોટન ટાપુ પર ગઈકાલે એક શખ્સ જતાં તેની સામે પોલીસે જાહેરનામા ભંગનો ગુન્હો નોંધ્યો છે. ટાપુ પર આવેલી દરગાહમાં આ વ્યક્તિ મુંજાવર હોવાનું બહાર આવ્યું છે. જામનગર નજીકના બેડીમાં દરિયામાં ગઈકાલે બેડી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં હેકો સૂર્યરાજસિંહ તથા  રાજેન્દ્રસિંહને પિરોટન ટાપુ પાસે એક શખ્સ જોવા મળતા તેને અટકાયતમાં લેવાયો હતો. પોલીસ મથકે આ શખ્સને ખસેડી પૂછપરછ કરાતા બેડીના થરી વિસ્તારમાં રહેતા હુસેન ઓસમાણ ચૌહાણ ઉર્ફે વલો વાઘેર નામનો આ શખ્સ પિરોટન ટાપુ પર આવેલી દરગાહનો મુંજાવર હોવાનું અને ગઈકાલે દરગાહે આવ્યો હોવાનું ખૂલ્યું છે. આ વ્યક્તિએ ... વધુ વાંચો »

Mar 29, 2024
લોકસભા ચૂંટણી - ર૦ર૪ જામનગર જિલ્લામાં મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી તંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા એસવીઈઈપી એક્ટિવીટી અંતર્ગત વિવિધ આયોજનો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ક્વિઝ સ્પર્ધા, સિગ્નેચર કેમ્પેન, રેલી, એકપાત્રિય અભિનય, રંગોળી સ્પર્ધા વગેરે જેવી પ્રવૃત્તિઓના માધ્યમથી જામનગર જિલ્લાના વિવિધ સ્થળોએ મતદાન જાગૃતિ અંગેનું વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આવી જ પ્રવૃત્તિ અંતર્ગત જામનગરની શાળાઓમાં સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા મતદાન કરવા અંગેના શપથ લેવામાં આવ્યા હતાં જેમાં શાળાના વિદ્યાર્થીઓએ પોતાના વાલીઓને અચૂક મતદાન કરાવશે તે અંગેના ... વધુ વાંચો »

Mar 29, 2024
સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત દ્વારા સંચાલિત અને જિલ્લા રમત વિકાસ અધિકારી રમા કે. ભદ્રાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં ખેલ મહાકુંભ ૨.૦ અન્વયે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર શહેર કક્ષાની ભાઈઓની ખો ખો સ્પર્ધા સ્વામિનારાયણ ગુરૂકુળ, ઠેબા સ્કૂલમાં યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં અંડર-૧૪, અંડર ૧૭ અને ઓપન એજ ગ્રુપ કેટેગરીમાં કુલ ૨૪ ટીમોએ ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સ્પોર્ટ્સ કો ઓર્ડીનેટર સંજય સિંહ, હાર્દિકભાઈ જોશી, વિજય જુજીયા અને મયુર ગંજેલિયાએ કર્યું હતું.   જો આપને આ  વધુ વાંચો »

Mar 29, 2024
માતા રામબાઈ જન્મજયંતી નિમિત્તે જામનગર તા. ૨૯: જામનગર જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા તથા ડોકટર સેલ દ્વારા વિરાણી બેકબોન હોસ્પિટલ કાલાવડમાં યોજાયેલા મહિલા મેડિકલ કેમ્પ જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન ગોમતીબેન ચાવડા, જિલ્લા ભાજપ અ. જા.મોરચા પ્રમુખ ચાવડા, હીરજીભાઈ, જિલ્લા ભાજપ મહામંત્રી અભિષેકભાઈ પટવા, જિલ્લા ભાજપ અ.જા.મોરચા મહામંત્રી મનોજભાઈ પરમાર, જિલ્લા ભાજપ અ.જા. મોરચા મહામંત્રી ગોવિંદભાઈ ખરા, કાલાવડ શહેર હસમુખભાઈ વોરાના હસ્તે દિપ પ્રગટાવીને કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ કેમ્પમાં મોટી સંખ્યામાં મહિલાઓએ લાભ લીધો હતો. સગર્ભા મહિલા ધાત્રી બહેનોને પોષક નાસ્તાની કીટ આપવામાં આવી હતી અને મેમોગ્રાફી દર્દીઓને ... વધુ વાંચો »

Mar 29, 2024
રસીકરણ વિશે સમજણ આપી ગેરમાન્યતા દૂર કરાઈઃ જામનગર તા. ૨૯: કાલાવડ તાલુકાના ભલસાણ ગામે રહેતા ખેત શ્રમિક રાકેશભાઈ ગણાણા અને સુમિત્રાબેન ગણાણા ખેતરમાં કામ કરીને પોતાનું ગુજરાત ચલાવે છે. તાજેતરમાં તેમના ઘરે બાળકનો જન્મ થયેલ. જન્મ બાદ ર૪ કલાકની અંદર બાળકને પોલીયો બીસીજી, વિટામિન કે અને હિપેટાઈટિસ બી વેક્સીન આપીને બાળકને સુરક્ષા કવચ પ્રદાન કરવામાં આવ્યું હતું. ભલસાણ ગામના નજીકના પેટા આરોગ્ય કેન્દ્રમાં સ્ત્રી આરોગ્ય કાર્યકરે પ્રાથમિક દૃષ્ટિએ જોતા (એફી) જેવો કેસ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. ત્યારબાદ ખેત શ્રમિક પરિવારને જામનગરમાં ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં દાખલ થવા માટે આરોગ્ય કર્મચારી ... વધુ વાંચો »

Mar 29, 2024
ગીંગણીમાંથી ઝડપાઈ દારૂની બે બોટલઃ જામનગર તા. ૨૯: ધ્રોલમાં ગાયત્રીનગરમાં એક મકાનમાં પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડતા તે મકાનમાંથી દારૂની ૩૫ બોટલ મળી આવી હતી. ઝડપાયેલા આરોપીએ વાંકાનેરના સપ્લાયરનું નામ આપ્યું છે. જામજોધપુરના ગીંગણી ગામમાંથી પોલીસે એક શખ્સને દારૂની બે બોટલ સાથે પકડી પાડી ગુન્હો નોંધ્યો છે. ધ્રોલમાં આવેલા  ગાયત્રી નગરમાં એક મકાનમાં દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી ગઈકાલે રાત્રે ધ્રોલ પોલીસ સ્ટેશનના સ્ટાફે છગનભાઈ વીહાભાઈ બાંભવા ઉર્ફે ભૂરા ભરવાડના મકાનમાં દરોડો પાડ્યો હતો. તે મકાનમાંથી વ્હીસ્કીની બે જુદી જુદી બ્રાંડની ૩૫ બોટલ મળી આવી હતી. રૂ.૧૭૫૦૦ની કિંમતનો દારૂ પોલીસે કબજે કરી છગનભાઈની ધરપકડ કરી છે. આ જથ્થો વાંકાનેરના કિશન ... વધુ વાંચો »

Mar 29, 2024
એસજીએફઆઈ (સ્કૂલ ગેમ્સ) વુશુ સ્પર્ધામાં જામનગર તા. ૨૯:  માધાપર (કચ્છ-ભુજ)માં તાજેતરમાં રાજ્યકક્ષાની એસજીએફઆઈ (સ્કૂલ ગેમ્સ) વુશુ સ્પર્ધા (બહેનો) યોજવામાં આવી હતી. જેમાં શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ સંચાલિત જી.એસ. મહેતા મ્યુ.ની. કન્યા વિદ્યાલય-જામનગરની વિદ્યાર્થીઓ ગંધા જાનવી, વાઘેલા દિવ્યાબા અગ્રાવત હીનાલી અને જાડેજા ટ્વીંકલબાએ અલગ અલગ વેઈટ કેટેગરીમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરીને શાળા તથા જામનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. સંસ્થાના પ્રમુખ કરસનભાઈ ડાંગર, કા.મંત્રી પાર્થ પંડ્યા, તેમજ આચાર્ય હીનાબેન તન્ના અને માર્ગદર્શક શિક્ષિકા મંજુલાબેન નંદાણીયાએ વિજેતા વિદ્યાર્થિનીઓને શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતાં. આ તકે સંસ્થા તથા શાળા દ્વારા વિદ્યાર્થિનીઓના વાલી તથા હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી દીકરીઓના ગૃહમાતાઓના સાથ-સહકાર બદલ આભાર વ્યકત કર્યો હતો. વધુ વાંચો »

Mar 29, 2024
ચાર વર્ષ પહેલાં લગ્ન થયા પછી વર્તાવાયો ત્રાસઃ જામનગર તા. ૨૯: જામનગરના એક યુવતીના લગ્ન ચાર વર્ષ પહેલાં કરવામાં આવ્યા પછી પતિ સહિતના છ સાસરિયાએ તેણીને નાની બાબતોમાં વાંક કાઢી ગાળો ભાંડ્યા પછી મારકૂટ કરતા તેણીએ પોલીસમાં ફરિયાદ નોંેંધાવી છે. જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૪૦માં રહેતા માનસીભાઈ મહેશભાઈ મંડલી (ઉ.વ.ર૧)ના લગ્ન ચાર વર્ષ પહેલાં જામનગર નજીકના દરેડમાં આવેલી માધવ ટાઉનશીપમાં રહેતા વિશાલ ભરતભાઈ કામળીયા સાથે થયા પછી બે-ત્રણ મહિના સારી રીતે રાખ્યા પછી પતિ સહિતના સાસરિયાઓએ નાની વાતોમાં વાંક કાઢી મેણાટોણા મારવાનું શરૂ કર્યું હતું. આ ... વધુ વાંચો »

Mar 29, 2024
આજે ગુડફ્રાયડેની રજાઃ શેરબજાર બંધ નવી દિલ્હી તા. ર૯: ૧ વર્ષમાં ભારતીય રોકાણકારોની સંપત્તિ ૧૩ર લાખ કરોડ વધી જતાં નવો વિક્રમ નોંધાયો છે અને ર૦ર૪ માં રોકાણકારો માલામાલ થયા છે. એપ્રિલ-ર૦ર૩ અને માર્ચ ર૦ર૪ વચ્ચે બીએસઈ માર્કેટ કેપ ર૬ર લાખ કરોડથી વધીને ૩૯૪ લાખ કરોડ થઈ ગયું છે. ૧ વર્ષમાં સૌથી મોટો ઉછાળો દર્શાવે છે. નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪માં ભારતીય રોકાણકારોની નેટવર્થમાં રૂ. ૧૩ર લાખ કરોડ અથવા લગભગ ૧.૬ ટ્રિલિયન ડોલરનો વધારો થયો છે. એપ્રિલ ર૦ર૩ અને માર્ચ ર૦ર૪ ની વચ્ચે બીએસઈનું માર્કેટ કેપ રૂ. ર૬ર લાખ કરોડથી વધીને રૂ. ૩૯૪ ... વધુ વાંચો »

Mar 29, 2024
લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે ખંભાળીયા તા. ર૯: લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ નાગરિકોમાં તથા મહિલાઓમાં મતદાન અંગે જાગૃતતા આવે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અન્વયે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા નોડલ ટીઆઈપી એસ.ડી. ધાનાણીના માર્ગદર્શન હેઠળ મહિલાઓ માટે મતદાન જાગૃતિ માટેના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. વિવિધ ગામોમાં મહિલાઓને મતદાન કરવા માટે પ્રેરિત કરતા વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને સ્વીપ નોડલ મધુબેન ભટ્ટ, દ્વારા કાર્યક્રમમાં મહિલાઓએ તેમજ અન્ય લોકોને ... વધુ વાંચો »

Mar 29, 2024
ખંભાળીયા તા. ૨૯: મઢડામાં ગઢવી સમાજ દ્વારા સોનલમા શતાબ્દિ મહોત્સવના કાર્યક્રમમાં કલ્યાણપુર તાલુકાના લાંબા ગામના કવિ મુકેશ કંડોરીયાના પુસ્તક છંદ જયોતિનું વિમોચન કરવામાં આવ્યું હતું.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us: આ જ  વધુ વાંચો »

Mar 29, 2024
જામનગર તા. ર૯: જામનગરના જૈન અજ્યુ. ટ્રસ્ટ સંચાલિત રાધિકા એડ્યુકેર સ્કૂલ, જંપ સ્ટાર્ટ એડ્યુકેર, કીડ્ઝ એડ્યુકેરના વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે ફનેથોન-ર.૦ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જૈન એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન ડો. ભરતેશ શાહ, ટ્રસ્ટી અતુલભાઈ શાહ, મેનેજમેન્ટ મેમ્બર પ્રદીપભાઈ પરમાર, મેનેજમેન્ટ મેમ્બર પરસોત્તમભાઈ પરમાર, રાધિકા એડ્યુકેર સ્કૂલના પ્રિન્સિપાલ શિવાની આચાર્ય, જમ્પસ્ટાર્ટ એડ્યુકેરના પ્રિન્સિપાલ માધવી જોષી, કીડ્ઝ એડ્યુકેર (પંચેશ્વર ટાવર) ના પ્રિન્સિપાલ હેમલ શાહ કીડ્ઝ એડ્યુકેર (વિકાસગૃહ) ના કો-ઓર્ડિનેટર તેજલ ચંદરિયા તેમજ બહોળી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતાં. ઈવેન્ટ ઈન્ચાર્જ તરીકે સોનલ ચૌહાણ, અંજલી ગોસરાણી, તેજલ ચંદરિયા, ગેઈમ્સ ઈન્ચાર્જ ... વધુ વાંચો »

Mar 29, 2024
ઝરમરિયા છાંટા પડ્યાઃ ઠંડકનો અહેસાસ અમદાવાદ તા. ર૯: છોટાઉદેપુર અને વલસાડ પર વાદળો છવાયા છે અને કેટલાક સ્થળે ઝરમરિયો વરસાદ થતા ઠંડક પ્રસરી છે. છોટાઉદેપુર અને વલસાડના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ થયો છે. તેમાં વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું છે. ત્યારે છોટાઉદેપુરના વાતાવરણમાં પલટો આવતા વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર છાંટા વરસ્યા છે. વહેલી સવારથી જ વાદળછાયું અને ઉકળાટભર્યું વાતાવરણ છે ત્યારે લગભગ ૧૦ મિનિટ જેટલા છાટા પડતા વિસ્તારમાં ભીની માટીની મહેક પ્રસરી છે તેમજ વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો ... વધુ વાંચો »

Mar 29, 2024
વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ દ્વારા પ્રશિક્ષણ વર્ગ યોજાશે જામનગર તા. ર૯: જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદના બજરંગદળ આયામ દ્વારા આવતીકાલથી બે દિવસીય પ્રશિક્ષણ વર્ગ જોગી આશ્રમ ઠેબા પાસે યોજાશે. આ વર્ગમાં યુવાનો લાઠીદાવ જેવા વિષયોનું પ્રશિક્ષણ મેળવશે. વિશ્વ હિન્દુ પરિષદના બજરંગદળ દ્વારા તા. ૩૦ અને તા. ૩૧ ના જોગી આશ્રમ ઠેબા ગામ પાસે બજરંગદળના યુવા કાર્યકર્તાઓ માટે બે દિવસીય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ગમાં આશરે ૧૩૦ જેટલા બજરંગદળના યુવાનોને યોગ, કસરત, અને લાઠીદાવના વિષયોની તાલીમ આપવામાં આવશે. બજરંગદળના આ વર્ગમાં યુવાનોને શારીરિક પ્રશિક્ષણની સાથે સાથે ... વધુ વાંચો »

Mar 29, 2024
રેલવે સેફ્ટીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર રાજકોટ તા. ર૯: રાજકોટ ડિવિઝનના ૬ કર્મચારીઓને તાજેતરમાં રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અશ્વનીકુમાર દ્વારા રેલવે સેફ્ટીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. ડિસેમ્બર-ર૦ર૩ અને જાન્યુઆરી-ર૦ર૪ મહિનામાં રેલવે સેફ્ટીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ટ્રાફિક અને એન્જિનિયરીંગ વિભાગના કર્મચારીઓને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. એવોર્ડ મેળવનાર કર્મચારીઓમાં અભિષેક કુમાર (ગેટ મેન, ગેટ નંબર ૭૧), છોટાલાલ કે (પોઈન્ટ્સ મેન, બાલા રોડ), અવિનાશ કુમાર (ગેટ મેન, ગેટ નં. ૧), શૈલેન્દ્ર કુમાર (ટ્રેન મેનેજર, હાપા), સંજય એસ (પોઈન્ટ્સ મેન, વવાણિયા) અને લલિત કિશોર (પોઈન્ટ્સ મેન, ... વધુ વાંચો »

Mar 29, 2024
મહાનુભાવો તથા બસ્સો પેન્શનરોની ઉપસ્થિતિમાં જામનગર તા. ૨૯: જામનગર મહાનગરપાલિકા પેન્શનર મંડળ દ્વારા વિશ્વકર્મા બાગમાં સન્માન સમારંભ તથા સ્નેહમિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તથા અતિથિ વિશેષ તરીકે રાજકોટ સ્થિત અને ભારતીય મજદુર સંઘના વરિષ્ઠ અગ્રણી હસુભાઈ દવે, ટ્રેડ યુનિયન ક્ષેત્રે વર્ષો સુધી સેવા આપનાર મનુભાઈ ચનીયારા, લેબર કોર્ટ બાર એસો.ના પ્રમુખ પંકજભાઈ રાયચુરા, મંત્રી જે.ડી. પરમાર, હમીદભાઈ દેદા તથા પંકજભાઈ જોશી ઉપરાંત સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, પૂર્વ ચેરમેન સુભાષભાઈ જોશી, કોર્પોરેટરો સર્વશ્રી જયેન્દ્રસિંહ ઝાલા અને હર્ષાબા જાડેજા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન પ્રવિણસિંહ ઝાલા તથા થીકીંગ ટુગેધરના ... વધુ વાંચો »

Mar 29, 2024
સીઈટીની પરીક્ષા દરમિયાન જામનગર તા. ર૯: જામનગરમાં તા. ૩૦-૩-ર૪ ના શનિવારના સમગ્ર ગુજરાતમાં સીઈટીની પરીક્ષા યોજાનાર છે. પરીક્ષા દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓને નિયમોનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે. પરીક્ષાઓ દરમિયાન પ્રશ્નપત્રો અને તૈયાર ઉત્તરોની કોપી ઝેરોક્ષ-કોપીયર મશીન દ્વારા મેળવીને અને પરીક્ષાખંડમાં મોબાઈલ ફોનથી પરીક્ષાઓને મદદ થતી હોવાથી તેજસ્વી વિદ્યાર્થીઓને અન્યાય થતો અટકાવવા માટે જામનગર જિલ્લાના નિયત કરાયેલા પરીશિષ્ટ મુજબના પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટર વિસ્તારની હદમાં આવેલા કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ, અંગત વપરાશકર્તાઓએ તા. ૩૦-૩-ર૪ ને શનિવારના સવારના ૯-૩૦ કલાકથી બપોરના ર કલાક સુધી કોપીયર મશીનો દ્વારા પરીક્ષા વિષયક ... વધુ વાંચો »

Mar 29, 2024
ભારતના સંરક્ષણ સચિવ સંરક્ષણ સચિવ ગિરધર અરમાણે ભારતીય તટ રક્ષક ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રની મુલાકાતે છે, ત્યારે ઓખામાં હોવરક્રાફ્ટ મેન્ટેનન્સ યુનિટનું ઉદ્ઘાટન કર્યું હતું. સંરક્ષણ સચિવે આઈસીજીની ભૂમીકા અને રાષ્ટ્રીય દરિયાઈ હિતોની સલામતી અને સપાટીને ઝડપથી વળાંક આપવા સક્ષમ બનાવવા સુવિધાઓ વધારવા માટે ઝડપી ગતિશિલ ઈન્ફ્રા વૃદ્ધિની પ્રશંસા કરી હતી. આ હોવરક્રાફ્ટ ઓખા અને જખૌમાં કચ્છના અખાતમાં, છીછરા પાણીમાં અને ગુજરાતના દરિયાકાંઠાના ભેજવાળા પ્રદેશોમાં પ૦ ટાપુઓમાં સર્વેલન્સ જાળવવા માટે આધારિત છે. એચએમયુ માટેની ફીલ્ડ સુવિધા આ હોવરક્રાફ્ટની સમયસર તકનીકી સહાય, જાળવણી અને જાળવણીને સક્ષમ કરશે જે બદલામાં શ્રેષ્ઠ ઓપરેશનલ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે ... વધુ વાંચો »

Mar 29, 2024
તાપમાનમાં ર.૪ ડીગ્રીનો વધારોઃ જામનગર તા. ર૯: જામનગરમાં તાપમાનમાં વધારા-ઘટાડાનો દોર વચ્ચે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ર.૪ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩પ ડીગ્રી નોંધાયું હતું. જામનગરમાં હાલ તાપમાનમાં વધારા-ઘટાડાનો દોર ચાલી રહ્યો છે. એક દિવસ તાપમાન વધે છે તો બીજા દિવસે તેમાં ઘટાડો થાય છે. નગરમાં શુક્રવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ર.૪ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩પ ડીગ્રીએ પહોંચી ગયું હતું. જેના પગલે ગરમીમાં પણ વધારો થયો હતો. ગઈકાલે બપોરે જનતાએ વધારે તાપની અનુભૂતિ કરી હતી. જામનગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ૧ ડીગ્રી ... વધુ વાંચો »

Mar 29, 2024
વાડીનાર પોલીસ સ્ટેશનની પાસે રહેતા પોલીસ પરિવારો માટે મતદાન જાગૃતિ કેમ્પનું આયોજન થયું હતું. ઈવીએમ મશીન તથા સ્વીપ દ્વારા કર્મચારીઓ દ્વારા પોલીસ પરિવારોને મતદાન અંગે માહિતી આપીને તેમને જાગૃત કરવાની કામગીરી કરી હતી.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us: આ વધુ વાંચો »

Mar 29, 2024
સ્પોર્ટસ ઓથોરિટી ગુજરાત દ્વારા સંચાલિત અને જિલ્લા રમત વિકાસ અધિકારી રમા કે. મદ્રાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં ખેલ મહાકુંભ ૨.૦ અન્વયે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર શહેર કક્ષાની બહેનોની (તરણ) સ્વીમીંગ સ્પર્ધા જામનગર મહાનગરપાલિકા સંચાલિત સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં અલગ અલગ ૬ એઈજ ગ્રુપ કેટેગરીમાંથી ૧૫૦થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્પોર્ટસ કો ઓર્ડીનેટર કુલદીપભાઈ જાની, ભગીરથસિંહ, હાર્દિકભાઈ જોશી અને ટેકનિકલ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.   જો આપને આ પોસ્ટ વધુ વાંચો »

Mar 29, 2024
જીએસએફએના પ્રમુખ પરિમલ નથવાણીના માર્ગદર્શન હેઠળ અમદાવાદ તા. ર૯: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન પ્રમુખ પરિમલ નથવાણીના માર્ગદર્શનમાં ગુજરાત સુપર લિગ ગુજરાતની પ્રથમ ફેન્ચાઈઝી આધારિત ફૂટબોલ લીગ તરીકે ઈતિહાસ સર્જી દેશે. રાજ્યમાં ફૂટબોલ રમતની પ્રગતિ યાત્રામાં ગુજરાત સુપર લીગ એક મહત્ત્વપૂર્ણ પડાવ છે. ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશને પણ તેને મંજુરી આપી દીધી છે. આ સુપર લીગમાં છ ટીમો એકબીજા સાથે પંદર મેચોમાં ગળાકાપ સ્પર્ધા કરશે, અને ફાઈનલમાં પહોંચવા એડીચોટીનું જોર લગાવશે. આ લીગનો ઉદ્દેશ્ય ગુજરાતમાં ફૂટબોલનું  સ્તર તો ઉપર લાવશે જ, સાથે સાથે સ્થાનિક પ્રતિભાશાળી ખેલાડીઓને રાષ્ટ્રીય સ્તરે ઝળકવા માટે પ્લેટફોર્મ પૂરૃં પાડશે. આ લીગમાં ટીમ ઓનર તરીકે (૧) (લોયલ ઈક્વિપમેન્ટ લિમિટેડના અલ્પેશ ... વધુ વાંચો »

Mar 29, 2024
જામનગર તા. ર૯: જામનગર શહેર કક્ષાના કલામહાકુંભ મહોત્સવમાં નગરની ડી.સી.સી. વિવિધલક્ષી હાઈસ્કૂલ અને એન.ડી. શાહ હાયર સેકન્ડરી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે પ્રથમ અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે. જેમાં ૧પ થી ર૦ વર્ષના વયજુથમાં યોજાયેલી વકતૃત્વ સ્પર્ધામાં અમૃત એન. પરમાર (પ્રથમ), અંકિત એચ. નકુમ (દ્વિતીય), નિબંધ સ્પર્ધામાં યોગીરાજસિંહ એસ. જાડેજા (પ્રથમ), ચિત્રકલા સ્પર્ધામાં રહેમાન એ. મલેક (તૃતીય), લોકગીત/ભજન સ્પર્ધામાં જગુ જે. વાઘેલા (દ્વિતીય), તબલા સ્પર્ધામાં આમીર હુશેન ડી. બુખારી (તૃતીય), હાર્મોનિયમ સ્પર્ધામાં આદિત્ય એન. ચૌહાણ (દ્વિતીય) તેમજ ૬ થી ૧૪ વર્ષના વયજુથમાં યોજાયેલી વકતૃત્વ સ્પર્ધામાં બ્રિજરાજ જે. જાડેજા (દ્વિતીય), ... વધુ વાંચો »

Mar 29, 2024
ભાણવડની પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા જિલ્લા પોલીસ વડા નિતેશકુમાર પાંડેના માગદર્શન હેઠળ ભાણવડના પીએસઆઈ સમસેરા તથા સ્ટાફ દ્વારા ભાણવડના સોમનાથ ગ્રુપ, સહયોગ ગ્રુપ, મહાજન પાંજરાપોળના સહકારથી રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં રર૩ બોટલ રક્ત એકત્ર થયું હતું જે જામનગરની વોલેન્ટરી બ્લડ બેંક તથા ખંભાળિયાની સરકારી હોસ્પિટલની બ્લડ બેંકમાં અર્પણ કરાયું હતું.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો  વધુ વાંચો »

Mar 29, 2024
ઘર્ષણ અને સંઘર્ષ બધા રોગોનું જન્મસ્થાન છે!: માનસિક યુદ્ધ તો પૉર્ટેબલ છે, સાથે સાથે ફરે છે ઈશા ફાઉન્ડેશનના સ્થાપક અને આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવના મગજની સર્જરી થઈ છે. સદગુરુ છેલ્લા ચાર અઠવાડિયાથી માથાના દુઃખાવાથી પીડાઈ રહ્યા હતા. પીડાની તીવ્રતા હોવા છતાં, તેમણે તેમના સામાન્ય દૈનિક સમયપત્રક અને સામાજિક પ્રવૃત્તિઓ ચાલુ રાખી અને ૮ માર્ચ ૨૦૨૪ ના મહાશિવરાત્રિની ઉજવણી પણ કરી. ભારતીય લોકો માટે ધાર્મિક ગુરુઓ ભગવાનના પ્રતિનિધિ સમાન હોય છે. તેમણે માન સન્માન આપે છે. સદગુરુ જગ્ગી વાસુદેવ પણ તે પૈકીનાં એક છે. તેમના ઉપર આવી પડેલી શારીરિક આફતથી તેમના અનુયાયીઓ સદમામાં છે. આમ કેમ થયું? સદગુરુ જગ્ગી વાસુદેવ પાસે આનંદદાયક જીવન ... વધુ વાંચો »

અર્ક

  • જે વ્ય્કતિ સારૃં કામ કરે છે તે ક્યારેય આદરનો ભૂખ્યો નથી હોતો, તેનું કામકાજ તેને સન્માનને પાત્ર બનાવે છે.

વિક્લી ફિચર્સ

ફોટો સમાચાર

રાશિ પરથી ફળ

Aries (મેષ: અ-લ-ઈ)

તા. ૨૯-૦૩-ર૦૨૪, શુક્રવાર અને ફાગણ વદ-૪ આપની ગણતરી-ધારણાં પ્રમાણેનું કામ ન થવાથી ઉચાટ-ઉદ્વેગ રહે. આવેશ-ઉશ્કેરાટમાં આવી ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તા. ૨૯-૦૩-ર૦૨૪, શુક્રવાર અને ફાગણ વદ-૪ આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાન માટે ખર્ચ-ખરીદી ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

તા. ૨૯-૦૩-ર૦૨૪, શુક્રવાર અને ફાગણ વદ-૪ આપના કાર્યમાં હરિફવર્ગ-ઈર્ષા કરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરવાના પ્રયત્નો કરે. ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

તા. ૨૯-૦૩-ર૦૨૪, શુક્રવાર અને ફાગણ વદ-૪ આપના મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. અગત્યના નિર્ણય લેવાના ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

તા. ૨૯-૦૩-ર૦૨૪, શુક્રવાર અને ફાગણ વદ-૪ આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરવો. સામાજિક-વ્યાવહારિક કામમાં ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તા. ૨૯-૦૩-ર૦૨૪, શુક્રવાર અને ફાગણ વદ-૪ નોકરી-ધંધાના કામ અંગે બહાર કે બહારગામ જવાનું થાય. આપના કામમાં ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

તા. ૨૯-૦૩-ર૦૨૪, શુક્રવાર અને ફાગણ વદ-૪ દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તા. ૨૯-૦૩-ર૦૨૪, શુક્રવાર અને ફાગણ વદ-૪ આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તા. ૨૯-૦૩-ર૦૨૪, શુક્રવાર અને ફાગણ વદ-૪ રાજકીય-સરકારી, ખાતાકીય કામમાં આપે ઉતાવળ કરવી નહીં. કોર્ટ-કચેરીના કામમાં ખર્ચમાં ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

તા. ૨૯-૦૩-ર૦૨૪, શુક્રવાર અને ફાગણ વદ-૪ રાજકીય-સરકારી કામમાં આપને સાનુકૂળતા મળે. જાહેરક્ષેત્રના કામમાં-સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહો. શુભ ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

તા. ૨૯-૦૩-ર૦૨૪, શુક્રવાર અને ફાગણ વદ-૪ આપના કાર્યની સાથે સામાજિક-વ્યાવહારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને. ધંધામાં લાભ-ફાયદો ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તા. ૨૯-૦૩-ર૦૨૪, શુક્રવાર અને ફાગણ વદ-૪ આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી કામ કરવાનો ઉત્સાહ ... વધુ વાંચો »

Aries (મેષ: અ-લ-ઈ)

આપના માટે મિશ્ર ફળદાયી સપ્તાહ શરૂ થવા જઈ રહ્યું છે. આ સમય દરમિયાન વ્યવસાયિક બાબતોમાં ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તમારા માટે આર્થિક આયોજનની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ દિવસોમાં નાણાકીય સ્થિતિ ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના માટે સામાજિક કાર્યો કરાવતું સપ્તાહ શરૂ થઈ ગયું છે. આ સપ્તાહ દરમિયાન જાહેરજીવન ક્ષેત્રે ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

આપના માટે શુભફળદાયી સપ્તાહ શરૂ થવા જઈ રહ્યું છે. આ દિવસો દરમિયાન ગ્રહ-ગોચર આપના પક્ષમાં ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

તમારા માટે ક્રોધ-આવેશ પર નિયંત્રણ રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થઈ ગયું છે. આ સમયમાં ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના માટે વ્યસ્તતા વધારતું સપ્તાહ શરૂ થાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન કામકાજમાં વધારો થાય. ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

આપના માટે ખર્ચ-ખરીદી કરાવતું સપ્તાહ શરૂ થવા જઈ રહ્યું છે. આ સમયમાં નાણાકીય બાબતે સાવધાન ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તમારા માટે વ્યવસાયિક ક્ષેત્રે મહત્ત્વનું સપ્તાહ શરૂ થઈ રહ્યું છે. આ દિવસો દરમિયાન ધંધા-રોજગાર ક્ષેત્રે ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના માટે મિલન-મુલાકાત કરાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહ દરમિયાન વ્યસ્તતામાં વધારો થાય. ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

આપના માટે ભાગ્યબળ વધારતું સપ્તાહ શરૂ થવા જઈ રહ્યું છે. આ દિવસોમાં સફળતા મેળવવામાં વધારે ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

તમારા માટે આત્મચિંતન કરાવતું સપ્તાહ શરૂ થઈ ગયું છે. આ સમયગાળામાં ભવિષ્યની યોજનાઓને અમલમાં લાવી ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના માટે નફો-નુક્સાન કરાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન નાણાકીય બાબતોમાં ... વધુ વાંચો »

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

MARKET

શબ્દવ્યુહ

crossword

હવામાન

Jamnagar, Gujarat, India

વિક્લી ફિચર્સ

Advertisement
close
Ank Bandh