close

Mar 27, 2024
એક ઈન્ટરવ્યૂનો સંદર્ભ આપીને આવી રહેલા અહેવાલોમાં ઘટસ્ફોટઃ મહત્ત્વપૂર્ણ જવાબો ચર્ચામાં શ્રીનગર તા. ર૭: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના એક ઈન્ટરવ્યૂને ટાંકીએ આવી રહેલા અહેવાલો મુજબ સપ્ટેમ્બર સુધીમાં જમ્મુ-કાશ્મીરની વિધાનસભા રચાઈ જશે. તેમણે સૈન્ય અને આફસ્પા હટાવવાની વિચારણાના સંકેતો પણ આપ્યા છે. કેન્દ્રિય ગૃહમંત્રી શાહે જમ્મુ-કાશ્મીરને લઈને કહ્યું છે કે, કેન્દ્ર સરકાર આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર્સ એક્ટ એટલે કે જમ્મુ-કાશ્મીરમાં લાગુ એએફએસપીએ હટાવવા પર વિચાર કરી રહી છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન ... વધુ વાંચો »

Mar 27, 2024
કેજરીવાલના રાજીનામાની માંગણીઃ નવી દિલ્હી તા. ર૭: દિલ્હી ભાજપના અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવની આજે પોલીસે અટકાયત કરી હતી. તે પહેલા દિલ્હી ભાજપ એકમ તરફથી દિલ્હી વિધાનસભા સામે મુખ્યમંત્રી કેજરીવાલના રાજીનામાની માંગણી સાથે દેખાવો યોજાયા હતાં. જેલમાંથી તંત્રને સૂચનાઓ આપવાને ગેરબંધારણીય ગણાવીને ભારતીય જનતા પક્ષે વિરોધ પ્રદર્શન કર્યા હતાં.   જો આપને આ પોસ્ટ  વધુ વાંચો »

Mar 27, 2024
પાક. મરીન એજન્સીની સંડોવણીની આશંકાઃ ઓખા તા. ૨૭: બેટ દ્વારકાની એક માછીમારી બોટ ૧૧ દિવસ પહેલાં માછીમારી માટે દરિયામાં ગયા પછી તેનો કેટલોક કાટમાળ જખૌ નજીક આઈએમબીએલ પાસેથી મળી આવ્યો છે. તે બોટના સાતેય માછીમાર લાપત્તા છે. જેમાંથી એક માછીમારનો દેહ મળ્યો છે, બીજાની શોધખોળ કરાઈ રહી છે. બિનઆધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ પાંચ માછીમારનું પાક.ની એજન્સીએ અપહરણ કર્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં રહેતા ઈરફાન અલાના પાંજરી નામના આસામીની ... વધુ વાંચો »

Mar 27, 2024
જેના ઘરમાં બૈરૂ પાણી પણ ન પીવડાવે તેવા મહેસાણા તા. ર૭: પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શીખામણ આપતા નેતાઓને જાહેર મંચ પરથી ટોણો મારતા સમગ્ર રાજ્યનું તેના તરફ એક વખત ફરીથી ધ્યાન ખેંચાયું છે. લોકસભા ર૦ર૪ ની ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય માહોલ ગરમ થઈ રહ્યો છે. રાજકીય પક્ષો એક પછી એક યાદી બહાર પાડી રહ્યા છે ત્યારે આંતરિક અસંતોષ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે નીતિન ... વધુ વાંચો »

Mar 27, 2024
આ એપ્રિલ ફૂલ નથી હો... હકીકત છેઃ નવી દિલ્હી તા. ર૭: ૧ એપ્રિલથી પીએફથી લઈને ક્રેડિટ કાર્ડ સુધીના નિયમોમાં ફેરફાર થશે. નવું નાણાકીય વર્ષ ૧ એપ્રિલ ર૦ર૪ થી શરૂ થશે. તેની સાથે જ નેશનલ પેન્શન સિસ્ટમ, ઈપીએફઓ, ક્રેડિટ કાર્ડ સહિત ઘણાં નિયમોમાં પણ ફેરફાર થશે. જેની અસર લોકોના ખિસ્સા પર પણ પડશે. નવું નાણાકીય વર્ષ ૧ એપ્રિલ ર૦ર૪ થી શરૂ થશે. આ સાથે નેશનલ પેન્શન સિસ્ટમ, ઈપીએફઓ, ક્રેડિટ કાર્ડ સહિત ... વધુ વાંચો »

Mar 27, 2024
લાખોના ખર્ચે ખરીદાયેલા ટ્રી ગાર્ડ, સ્ટ્રીટલાઈટ પોલ્સ, વ્હીલ બરોઝ વગેરે બિનઉપયોગી કેમ પડી રહ્યા? છે કોઈ જવાબ? જામનગર મહાનગરપાલિકા દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરીને વિવિધ લોકઉપયોગી સામગ્રી ખરીદ કર્યા પછી તેને લકાર્પણ કરી નથી પરિણામે લાખો રૂપિયાની સામગ્રી મહાનગરપાલિકાના પટાંગણમાં ધૂળ ખાતી પડી છે. શહેરના વિવિધ સ્થળોએ સ્ટ્રીટ લાઈટ સુવિધા માટે પાઈપ ખરીદ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સફાઈ કામદારો માટે વ્હીલ બરોઝ (કચરો એકત્ર કરવાનું વાહન) ખરીદાયા છે જે આજે પણ ધૂળ ... વધુ વાંચો »

Mar 27, 2024
નવી દિલ્હી તા. ૨૭: ઈડીની કસ્ટડીમાં કેજરીવાલની તબિયત બગડી છે અને બ્લડસુગર ઘટી ગયું હોવાના અહેવાલો આવી રહ્યા છે.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow ... વધુ વાંચો »

Mar 27, 2024
ઉદ્ધવ ઠાકરેની શિવસેના ઈન્ડિયા ગઠબંધન અને અઘાડીમાં છે મુંબઈ તા. ર૭: મહારાષ્ટ્રમાં ઉદ્ધવની શિવસેનાએ લોકસભા માટે કમર કસી છે અને ૧૬ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરતા મહારાષ્ટ્રમાં ખરાખરીનો ચૂંટણી જંગ શરૂ થઈ ગયો છે. લોકસભા ર૦ર૪ ની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે એક પછી એક રાજકીય પક્ષો ઉમેદવારોની યાદી જાહેર કરી રહી છે. અગાઉ ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોએ ઉમેદવારોની છ યાદી બહાર પાડી ... વધુ વાંચો »

Mar 27, 2024
ગત્ ચૂંટણીમાં ગુજરાતની તમામ બેઠકો મળી હતીઃ જામનગર/અમદાવાદ તા. ર૭: ભારતીય જનતા પક્ષના સૌરાષ્ટ્ર સહિત રાજ્યના ર૬ સાંસદોને છેલ્લા પાંચ વર્ષમાં ફાળવેલું ૧૭ કરોડ રૂપિયાનું ફંડ કેટલું વપરાયું અને કેટલું બેલેન્સ રહ્યું તેના સરવૈય સાથે પ્રેસ-મીડિયામાં રસપ્રદ ચર્ચાઓ થઈ રહી છે. સંસદસભ્યો પોતાના વિસ્તારમાં પોતાના તરફથી કેટલાક જનજરૂરિયાતના વિકાસ કાર્યો સૂચવી શકે,તે માટે કેન્દ્ર સરકાર તરફથી દરેક સંસદસભ્યને રૂ. પાંચ કરોડની આર્થિક ગ્રાન્ટ ફાળવે છે, જેને એમ.પી. ફંડ તરીકે ઓળખવામાં ... વધુ વાંચો »

Mar 27, 2024
૨૦૭ ના ટારગેટ સામે ટાઈટન્સ માત્ર ૧૪૩ રનમાં સમેટાઈ ગઈ ચેન્નાઈ તા.૨૭: આઈપીએલ-૨૦૨૪ માં ચેન્નાઈ સુપર કિંગ્ઝની મોટી જીત થઈ છે. તેણે ગુજરાત ટાઈટન્સને ૬૩ રને હરાવ્યું છે. ગઈકાલે ચેન્નાઈએ ૨૦૬ રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમ નિર્ધારિત ૨૦ ઓવરમાં માત્ર ૧૪૩ રન જ બનાવી શકી હતી. સતત બીજી જીત સાથે ચેન્નાઈની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. ચેન્નાઈ સુપર કિંગ્ઝે આઈપીએલ-૨૦૨૪માં સતત બીજી જીત નોંધાવી અને ચેન્નાઈએ ગુજરાતને ૬૩ રનથી હરાવ્યું હતું. ગુજરાત માટે સાઈ સુદર્શને ૩ ચોગ્ગાની મદદથી ... વધુ વાંચો »

Mar 27, 2024
હોળી-ધૂળેટીનો તહેવાર એસટી વિભાગને ફળ્યોઃ જામનગર તા. ૨૭: હોળી-ધૂળેટીના તહેવાર નિમિત્તે એસ.ટી. વિભાગ દ્વારા વધારાની બસ દોડાવવામાં આવી હતી. પરિણામે એસટી વિભાગને રૂ. ૩૮ લાખની વધારાની આવક થવા પામી છે. જામનગર એસટી વિભાગ દ્વારા હોળી-ધૂળેટી તહેવારોમાં મુસાફરી ધસારાને પહોંચી વળવા માટે વધારાની બસ દોડાવવામાં આવી હતી. આ દરમિયાન કુલ ૩૯૯ ટ્રીપમાં ૧૯૯૫૧ મુસાફરોએ આ બસ સેવાનો લાભ લેતા રૂ. ૩૮,૪૪,૫૨૬ની આવક એસટી વિભાગને થઈ હતી. વધુ વાંચો »

Mar 27, 2024
એક સપ્તાહમાં બાકીના આરોપીઓને પકડી લેવાશેઃ એસપી જામનગરના બેડી વિસ્તારમાં એડવોકેટ હારૂનભાઈ પલેજાની નિપજાવવામાં આવેલી કરપીણ હત્યાના આઠ આરોપીને પોલીસે પકડી પાડ્યા છે. જેમાંથી કાયદાથી સંઘર્ષિત બે કિશોરને બાળસુધાર ગૃહમાં મોકલવામાં આવ્યા છે, બાકીના છ આરોપીને આજે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ પત્રકારો સમક્ષ રજૂ કરી જણાવ્યું હતું કે, આરોપીઓને પકડી પાડવા માટે ડીવાયએસપી જે.એન. ઝાલાના વડપણ હેઠળ ખાસ ટૂકડીની રચના કરાઈ હતી. જેમાં એલસીબી, એસઓજી, સિટી-બી ડિવિઝનનો પોલીસ કાફલો જોડાયો હતો. તેમાં આરોપીઓ ... વધુ વાંચો »

Mar 27, 2024
બાઈકને લાત મારી બંનેને પછાડ્યા પછી ધોકાવી નખાયાઃ જામનગર તા. ૨૭: જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરમાંથી ગઈકાલે સાંજે બાઈક પર જતાં દાદા-પૌૈત્રને પાછળથી ત્રણ વાહનમાં ધસી આવેલા છ શખ્સે ધોકા, પાઈપ, લાકડીથી ધોકાવી નાખી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા. ઈજા પામેલા બંને વ્યક્તિને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા શાસ્ત્રીનગર પાસે મંદિર પાછળ વસવાટ કરતા પિયુષભાઈ રમેશભાઈ ખરા તથા તેમના દાદા પૂનાભાઈ નાજાભાઈ ખરા ગઈકાલે સાંજે મામલતદાર કચેરીએથી પરત આવી ... વધુ વાંચો »

Mar 27, 2024
બાકીના સાત આરોપીની સઘન શોધખોળઃ જામનગર તા. ૨૭: જામનગરના બેડીમાં એડવોકેટની કરવામાં આવેલી હત્યાના પંદર આરોપીમાંથી વધુ બે આરોપીને ગઈકાલે તપાસનીશ પોલીસ ટીમે દબોચી લીધા હતા. બંને શખ્સને અદાલતે સાત-સાત દિવસના રિમાન્ડ પર સોંપ્યા છે. જામનગરના બેડી વિસ્તારમાં રહેતા અને એક શિક્ષિકાની આત્મહત્યાની દુષ્પ્રેરણા અંગેનો કેસ લડી રહેલા એડવોકેટ હારૂનભાઈ કે. પલેજાની ગઈ તા.૧૩ની સાંજે બેડી વિસ્તારમાં જ કરપીણ હત્યા કરવામાં આવી હતી. એડવોકેટના ભત્રીજા અને નગરસેવક નુરમામદ પલેજાએ પોલીસમાં ... વધુ વાંચો »

Mar 27, 2024
જમીનની વારસાઈનો એડવોકેટ કર્યાે છે કેસઃ જામનગર તા. ૨૭: લાલપુરના હરીપર ગામ પાસે ગઈકાલે એક એડવોકેટ પર ચારેય જેટલા શખ્સોએ ધોકા, પાઈપથી હુમલો કર્યાે હતો. હરીપરમાં આવેલી તેઓની જગ્યાના વેચાણના મામલે ચાલી રહેલા મનદુખ વચ્ચે તેમના પર હુમલો થયાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે કરેલા કેસ અંગે તેઓ ગઈકાલે લાલપુર આવ્યા હતા. લાલ૫ુર તાલુકાના હરીપર ગામમાં જમીન ધરાવતા અને લાલપુરના વતની એડવોકેટ અનિલભાઈ પણસારા ગઈકાલે સાંજે પોતાની મોટરમાં હરીપર ... વધુ વાંચો »

Mar 27, 2024
ચોરીનો બનાવ સીસીટીવીમાં કંડારાયોઃ જામનગર તા. ૨૭: જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસે આવેલી મીઠાઈ, ઈલેકટ્રીક સામાન, અગરબત્તી તથા પ્રોવિઝનની ચાર દુકાનમાં ગઈ રાત્રે કોઈ તસ્કરો પતરામાં બાંકોરૂ પાડી અંદર ઉતર્યા પછી હાથફેરો કરી ગયા છે. આ દુકાનોમાં ત્રણેક મહિના પહેલાં પણ આવી જ રીતે તસ્કરોએ કેટલોક સામાન ઉઠાવ્યો હતો. તે પછી ફરીથી આ દુકાનોમાં ચોરી થઈ છે. તસ્કરોની હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. દોડી આવેલી પોલીસે તપાસ શરૂ કરી છે. વધુ વાંચો »

Mar 27, 2024
સુરક્ષા એજન્સીઓની સેવા પણ ખોરવાઈઃ ઓખા તા. ૨૭: ઓખા ૫ાસે ભારત સંચાર લિમિટેડના ફાયબર કેબલ કપાઈ જવાના અવારનવાર બનાવ બનતા રહ્યા છે તે દરમિયાન રવિવારની રાત્રે વધુ એક વખત કેબલ કપાતા નેવી, કોસ્ટગાર્ડ, બીએસએફની સેવા પણ ખોરવાઈ જતાં દોડધામ મચી હતી. આ કેબલ ખાનગી કેબલ ઓપરેટર દ્વારા કાપવામાં આવતો હોવાની આશંકા સેવી બીએસએનએલ દ્વારા પોલીસમાં અરજી કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખા પાસે ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ)ની ફાયબર ... વધુ વાંચો »

Mar 27, 2024
ધ્રોલમાં મહિલા પર બે શખ્સનો બેટથી હુમલોઃ જામનગર તા. ૨૭: ધ્રોલમાં શનિવારની રાત્રે એક મહિલા પર બે શખ્સે બેટ વડે હુમલો કરી માર માર્યાે હતો. જ્યારે ધૂળેટીના દિવસે જામજોધપુરમાં ઠંડા પીણાની બોટલમાંથી પ્રવાહી ઉડાડવાની ના પાડતા તેનો ખાર રાખી છ શખ્સે ત્રણ યુવાનને લાકડી, ઢીકાપાટુથી માર માર્યાે હતો. ધ્રોલમાં ગોકુલ સોસાયટી ૪માં રહેતા ગુલાબબેન અશ્વિનભાઈ કલોલા નામના મહિલા રવિવારની રાત્રે પોતાના ઘરે હતા ત્યારે ખંભાળિયાનો રાજભા તથા એક અજાણ્યો શખ્સ ... વધુ વાંચો »

Mar 27, 2024
ગયા વર્ષે પોલીસે નોંધ્યો હતો ગુન્હોઃ જામગનર તા. ૨૭: જામનગર શહેરમાંથી તમાકુની જાણીતી બ્રાંડ બાગબાનના ડુપ્લીકેટશન અંગેનો ગુન્હો ગયા વર્ષે પોલીસે નોંધ્યા પછી તે ગુન્હામાં ફરાર રહેલા મોરબી જિલ્લાના પંચાસર ગામના આરોપીને પેરોલ ફર્લો સ્કવોડે પકડી પાડ્યો છે. જામનગરના સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ગયા વર્ષે બાગબાન તમાકુનું ડુપ્લીકેશન કરાતું હોવાનું કૌભાંડ પકડી પાડ્યું હતું. કોપી રાઈટ એક્ટ હેઠળ જે તે વખતે ગુન્હો નોંધવામાં આવ્યો હતો. તપાસમાં મોરબી જિલ્લાના વાંકાનેર ... વધુ વાંચો »

Mar 27, 2024
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને જામનગર તા. ૨૭: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને ૧૨-જામનગર સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ જામનગર જિલ્લાના તમામ પાંચ વિધાનસભા મતદાર વિભાગો માટે ચૂંટણી વિષયક કામગીરી સોપવામાં આવેલ હોય અને તે પૈકી જે અધિકારીઓ/ કર્મચારીઓને ચૂંટણીની કામગીરી મુક્ત અને ન્યાયી રીતે કરી શકાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સંપૂર્ણપણે નિયંત્રણ રાખી શકાય તે માટે સરકારના ગૃહ વિભાગના વંચાણે લીધેલ-(૨) જાહેરનામા મુજબ ફોજદારી કાર્યરીતિ ૧૯૭૩ની કલમ-૨૧ હેઠળ ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકેના તથા આ અધિનિયમની કલમ-૪૪, ૧૦૩, ૧૦૪, ૧૨૯ અને ૧૪૪ના ... વધુ વાંચો »

Mar 27, 2024
રૂ.૧ લાખ દંડપેટે ભરવા હુકમઃ જામનગર તા. ૨૭: જામનગરના એક શખ્સે થોડા મહિનાઓ પહેલા એક મહિલાના કેટલાક ફોટા તથા વીડિયો તેમના સંબંધીઓને મોકલાવી પોતાની સાથે સંબંધ રાખવા ધમકી આપી હતી. તેની પોલીસમાં ફરિયાદ થયા પછી તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને ત્રણ વર્ષની કેદસજા અને ૧ લાખનો દંડ ફટકાર્યાે છે. જામનગરના ખોડિયાર કોલોની વિસ્તાર સામે આવેલી એક સોસાયટીમાં રહેતા અનિલ વિરમભાઈ નામના શખ્સે ખંભાળિયાના વ્યક્તિને મોબાઈલમાં ન્યૂડ વીડિયો મોકલાવી તે ... વધુ વાંચો »

Mar 27, 2024
ઈંગ્લીશ દારૂની બોટલ સાથે બે શખ્સ ઝબ્બેઃ જામનગર તા. ૨૭: જામનગરના પટેલનગરમાં રહેતા શખ્સને પોલીસે દારૂની બોટલ સાથે પકડ્યો છે. તેણે બોટલ આપનારનું નામ આપ્યું છે. શહેરમાં ગણપતનગર તથા જાગૃતિનગરમાંથી દેશી દારૂની બે ભઠ્ઠી પકડી પાડવામાં આવી છે. જામજોધપુરમાંથી એક શખ્સને અડધી બોટલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા પટેલ નગરની શેરી નં.૬માં રહેતા શબ્બીર ઈકબાલ થૈયમ ઉર્ફે સદામ નામના શખ્સને ગઈકાલે પોલીસે દારૂની એક ... વધુ વાંચો »

Mar 27, 2024
ઉના પોલીસને સોંપવાની તજવીજઃ જામનગર તા. ૨૭: ગિર સોમનાથ જિલ્લાના ઉના પોલીસ મથકમાં ૨૫ વર્ષ પહેલાં નોંધાયેલા મારામારીના એક ગુન્હામાં સંડોવાયા પછી નાસી ગયેલા જામનગરના શખ્સને પકડી લેવાયો છે. જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારથી વુલન મીલ રોડ પર ફાટક પાસે રહેતા મંગાભાઈ લાખાભાઈ પરમાર નામના શખ્સ સામે વર્ષ ૧૯૯૯માં ઉનાના પોલીસ સ્ટેશનમાં મારામારીનો એક ગુન્હો નોંધાયો હતો. ત્યારથી આ આરોપી નાસી ગયો હતો. ઉપરોક્ત આરોપી દિગ્જામ સર્કલ પાસે ... વધુ વાંચો »

Mar 27, 2024
દસેક મહિનાથી આપતો હતો હાથતાળીઃ જામનગર તા. ૨૭: ખંભાળિયાના ધરમપુરના એક શખ્સને ચેક પરતના કેસમાં એક વર્ષની કેદની સજા થયા પછી આ શખ્સ નાસી ગયો હતો. તેને પોલીસે પકડી પાડ્યો છે. ખંભાળિયાની કોર્ટમાં વર્ષ ૨૦૧૯માં નેગો ઈન્સ્ટ્રુ. એકટની કલમ ૧૩૮ અને ૧૪૨ હેઠળ કેસ કરવામાં આવ્યો હતો. તે ગુન્હામાં ગયા મે મહિનામાં અદાલતે આરોપી ખંભાળિયા તાલુકાના ધરમપુર ગામના યોગેશ્વરનગરવાળા માનસિંગ ભીખુભાઈ ભોજાણીને એક વર્ષની કેદસજા ફટકારી હતી. વધુ વાંચો »

Mar 27, 2024
વેપારીના પત્ની દ્વારા પોલીસને કરવામાં આવી જાણઃ જામનગર તા. ૨૭: કાલાવડના મોટા વડાળા ગામના એક યુવાન સપ્તાહ પૂર્વે પોતાની દુકાનેથી ક્યાંક ચાલ્યા જતાં તેમના પત્નીએ પોલીસને જાણ કરી છે. પોલીસે ગુમ થનાર યુવાનનો ફોટો, વર્ણન મેળવી તપાસ શરૂ કરી છે. કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં રહેતા અને કરિયાણાની દુકાન ચલાવતા હરેશભાઈ નાગજીભાઈ મેનપરા (ઉ.વ.૪૩) નામના યુવાન ગઈ તા.૨૧ની સવારે પોતાની દુકાને હતા ત્યાંથી સાડા દસેક વાગ્યે ક્યાંક ચાલ્યા ગયા છે. વધુ વાંચો »

Mar 27, 2024
મૃતકની ઓળખ આપવા પોલીસ દ્વારા અનુરોધઃ જામનગર તા. ૨૭: જામનગરના ત્રણ દરવાજા પાસે પોટરીવાળી ગલીમાં ગઈકાલે એક વૃદ્ધ બેશુદ્ધ હાલતમાં મળી આવ્યા પછી આ વૃદ્ધનું બીમારીના કારણે મૃત્યુ થયાનું જાહેર થયું છે. પોલીસે મૃતકની ઓળખ આપવા જાહેર જનતાને અનુરોધ કર્યાે છે. જામનગરના ત્રણ દરવાજા વિસ્તારમાં આવેલી પોટરીવાળી ગલીમાં ગઈકાલે બપોરે એક વૃદ્ધ બેશુદ્ધ જેવી હાલતમાં પડ્યા હોવાની કોઈએ સામાજિક કાર્યકર હિતેશગીરી ગોસાઈને જાણ કરતા તેઓએ આ વૃદ્ધને સારવાર માટે જી.જી. ... વધુ વાંચો »

Mar 27, 2024
મહિલાએ કરી હતી ફરિયાદઃ જામનગર તા. ૨૭: જામનગરના એક મહિલાને ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી સાડા ચાર વર્ષ પહેલાં ધમકી આપનાર એક શખ્સનો અદાલતે છૂટકારો ફરમાવ્યો છે. જામનગરના કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ પર રહેતા મલેકાબેન હુસેનભાઈ મોદી નામના મહિલા પોતાના ઘરે હતા ત્યારે વેલ્ડીંગની દુકાન ચલાવતા મુર્તૂઝા હકીમ દાઉદી નામના શખ્સે મારા સંબંધીઓ સામે તમે જે કેસ કર્યાે છે તે પાછો ખેંચી લેજો તેમ કહી ધમકી આપી હતી. વધુ વાંચો »

Mar 27, 2024
વીમા કંપનીએ વ્યાજ પણ આપવું પડશેઃ જામનગર તા. ૨૭: ખંભાળિયાના સલાયાના એક આસામીએ પોતાના જહાજ માટે વીમો લીધા પછી એન્જિનમાં ખામી થતાં વીમા કંપનીએ વળતર ચૂકવ્યું ન હતું. તેથી વીમા કંપની સામે ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે વ્યાજ સાથે વળતર ચૂકવી આપવા હુકમ કર્યાે છે. ખંભાળિયાના સલાયા ગામમાં વસવાટ કરતા અબ્દુલ રહીમ મામદ કેર નામના આસામીએ પોતાના જહાજ માટે ન્યુ ઈન્ડિયા ઈન્સ્યુરન્સ કંપની પાસેથી પોલિસી મેળવી હતી. તે દરમિયાન ... વધુ વાંચો »

Mar 27, 2024
આઈઓસી તથા ફાયરબ્રિગેડની ટીમ ધસી ગઈઃ જામનગર તા. ૨૭: જામનગરના લાલપુર બાયપાસ પાસેથી પસાર થતી સલાયા, મથુરા આઈઓસી પાઈપ લાઈનમાં લીકેજ થયું હોવાની વિગત આપવામાં આવતા વાડીનારથી આઈઓસીની ટીમ તથા જામનગરથી ફાયર બ્રિગેડની ટૂકડી ધસી ગઈ હતી. તે પછી આ કાર્યવાહી મોકડ્રીલના ભાગરૂપે કરવામાં આવી હોવાનું જાહેર કરાયું છે. જામનગર નજીક લાલપુર બાયપાસ પરથી પસાર થતી આઈઓસીની સલાયા-મથુરા પાઈપલાઈનમાં ભંગાણ સર્જાયું હોવાની વિગતો વાડીનાર આઈઓસીને ગઈકાલે આપવામાં આવતા આઈઓસીની ટીમ ... વધુ વાંચો »

Mar 27, 2024
દ્વારકા તા. ૨૭: દ્વારકામાં ગાયત્રી મંદિર નજીકના દરિયા કાંઠેથી આજે સવારે એક અજાણ્યા યુવાનનો તણાઈ આવેલો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ આદરી છે. દ્વારકામાં આવેલા ગાયત્રી મંદિર નજીકના દરિયાકાંઠેથી આજે સવારે એક અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો છે. તેને નીહાળી કોઈએ પોલીસને જાણ કરતા ધસી ગયેલા પોલીસ કાફલાએ મૃતદેહનો કબજો સંભાળ્યો છે. આજે સવારે દરિયાના મોજા એક અજાણ્યા યુવાનના મૃતદેહને તાણી લાવ્યા હતા. કાંઠે ફેંકાઈ ગયેલા આ મૃતદેહનું પોલીસે ... વધુ વાંચો »

Mar 27, 2024
કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની કામગીરીઃ જામનગરમાં રહેતા સરીતાબેન ભારદ્વાજ નામના શિક્ષિકા ગઈકાલે પોતાની શાળાએથી નીકળ્યા પછી જામનગરના એસટી ડેપોથી નૂરી ચોકડી જવા રિક્ષામાં રવાના થયા હતા. તે રિક્ષામાં કપડા, જરૂરી કાગળવાળી બેગ ભુલાઈ ગઈ હતી. શિક્ષિકાએ પોલીસની મદદ માગતા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના પીએસઆઈ પી.પી. જાડેજા તથા સ્ટાફના પરેશ ખાણધર, લીલાબેન મકવાણા, દિવ્યાબેન વાઢેર, રાધેશ્યામ અગ્રાવત, પ્રદીપસિંહ સોઢાએ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા પછી રિક્ષા શોધી કાઢી સામાન પરત અપાવ્યો છે.   જો વધુ વાંચો »

Mar 27, 2024
છેલ્લા બે દિવસમાં તાપમાન ૩ ડીગ્રી વધ્યું: જામનગર તા. ર૭: જામનગરમાં તેજીલા વાયરાઓ વચ્ચે છેલ્લા ૪૮ કલાકમાં ૩ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩પ.પ ડીગ્રી નોંધાયું હતું. જેના પગલે ગરમીમાં પણ વધારો થયો હતો. જામનગરમાં તેજીલા વાયરાઓ વચ્ચે ફરી વખત તાપમાનમાં વધારો થવાનો પ્રારંભ થઈ ગયો છે. ગત્ બે દિવસમાં ૩ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩પ.પ ડીગ્રી અને બે ડીગ્રી વધીને લઘુતમ તાપમાન ૧૪ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા ... વધુ વાંચો »

Mar 27, 2024
કિલેશ્વર નેસ મતદાન મથકનો સંપર્ક માત્ર વાયરલેસ જ થઈ શકે છે મતદારોની દૃષ્ટીએ ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, સાથોસાથ વિશાળ અને વૈવિધ્યસભર ભૂપૃષ્ઠોને કારણે પણ દેશનો એકપણ નાગરિક મતદાનના અધિકારથી વંચિત રહી ન જાય તે સુનિશ્ચિત કરવું એ પણ મોટો પડકાર છે. પરંતુ ભારતના ચૂંટણી પંચના 'ઈદૃીિઅ ર્ફંી ર્ઝ્રેહંજ' ના અભિગમને સાર્થક કરવામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ચૂંટણી તંત્ર પણ એટલું જ સુસજ્જ છે. જ્યાં પરિવહનની જરૂરી વ્યવસ્થાઓના અભાવે પહોંચવું મુશ્કેલીભર્યું હોય છે અથવા મતદારોને મતદાન કરવા દૂર સુધીનું અંતર ... વધુ વાંચો »

Mar 27, 2024
નાની નગરપાલિકાઓ પણ વેરાવસૂલાતમાં આગળઃ ખંભાળિયા તા. ર૭: ખંભાળિયા પાલિકા તંત્ર અને શાસકોની આળસના કારણે નગરપાલિકાની કરવેરાની આવક ઘણી ઓછી છે અને ખર્ચા વધુ હોવાથી અવનવા કટાક્ષો થઈ રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયા શહેરની નગરપાલિકાની કરવેરા વધારવાની વર્ષોની આળસે એવી સ્થિતિ ઊભી કરી છે કે, ખર્ચમાં આગળ અને કરવેરાની આવકમાં પાછળના નંબરોમાં આગળ ખંભાળિયા નગરપાલિકા રેકોર્ડરૂપ થવા લાગી છે. અવારનવાર ઉપરથી કરવેરા વધારવા સૂચના ... વધુ વાંચો »

Mar 27, 2024
જામનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા જામનગર તા. ૨૭:  જામનગર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા પી.સી. એન્ડ પીએનડીટીના એકટ હેઠળ નોંધાયેલા તમામ રેડીયોલોજીસ્ટ અને ગાયનેકોલોજીસ્ટ માટે એક વર્કશોપ યોજાઈ ગયો. સૌપ્રથમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.એચ. ભાયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ વર્કશોપમાં પીસી એન્ડ પીએનડીટી એકટ હેઠળ ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે અને રેકર્ડ કોપીંગ માટે ડો. દિપ ભગદેએ અને ડો. પ્રેમકુમાર કન્નરે પીસીપી અનેડીટી એકટ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તદુપરાંત સરકારી વકીલ ડીજીપી જમનભાઈ ભંડેરી દ્વારા પણ આ ... વધુ વાંચો »

Mar 27, 2024
ગીર સોમનાથમાં યોજાયેલ રાજ્ય કક્ષાની વૃશુ સ્પર્ધામાં ભાણવડની છાત્રાઓ ઝળકી હતી. બે ગોલ્ડ મેડલ, બે સીલ્વર મેડલ તથા ચાર બ્રોન્ઝ મેડલ જીતી દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર  વધુ વાંચો »

Mar 27, 2024
દિવ્યાંગો માટેના ખાસ ખેલ મહાકુંભમાં દ્વારકાના રાધે ડીફરન્ટલી એબલ્ડ ફાઉન્ડેશનના દિવ્યાંગ બાળકોએ વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થઈ અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. જેમાં રપ મીટર દોડ, પ૦ મીટર દોડ, ૧૦૦ મીટર દોડ, ર૦૦ મી. દોડ, ૪૦૦ મી.દોડ, ફાસ્ટ વોક, ગોળાફેંક, સોફટ બોલ થ્રો માં ૧૧ બાળકો પ્રથમ ક્રમે વિજેતા થયા હતાં. અન્ય પાંચ બાળકોએ દ્વિતીય તથા પાંચ બાળકોએ ત્રીજો ક્રમ મેળવ્યો હતો. દ્વારકાની દિવ્યાંગ બાળકો માટે ફાઉન્ડેશન છેલ્લા સાત વરસથી સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે. સંસ્થાના ટ્રસ્ટી ... વધુ વાંચો »

Mar 27, 2024
ફલ્લા તા. ૨૭: ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ દ્વારા અને ગીર ફાઉન્ડેશન-ગાંધીનગરના સહયોગથી ડેલ્ટા સ્કૂલ-સોયલમાં 'જળ એજ જીવન' અંગે અવેરનેશ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી સંજયભાઈ વાંસજાળિયા અને શાળાના આચાર્ય મનસુખભાઈ ઠાકરએ પાણી બચાવવા અંગે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. આ ઉપરાંત 'જળ એ જ જીવન' વિષય પર વકતૃત્ત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા બનનાર વિદ્યાર્થીઓને ઈનામ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં.   જો  વધુ વાંચો »

Mar 27, 2024
જામનગર તા. ૨૭: જામનગર મહાનગરપાલિકા સફાઈ કર્મચારી કો. ઓપરેટીવ ક્રેડીટ એન્ડ કન્ઝયુમર્સ સોસાયટી લિ. મંડળીના સભાસદ સ્વ. કાનજી લક્ષ્મણભાઈ ઝાલાનું અવસાન થતાં મંડળીની વ્યવસ્થાપક સમિતિના ઠરાવ મુજબ અવસાન પામનાર સભાસદના વારસદારને રૂ. પ૦,૦૦૦ની આર્થિક મદદ કરવામાં આવી હતી. મૃતક સભાસદના વારસદારના માતા જમનાબેન લક્ષ્મણભાઈ ઝાલાને આર્થિક મદદનો ચેક મંડળીના ડાયરેકટર અજયભાઈ મકવાણા તથા હરીશભાઈ બાબરિયાના હસ્તે આપવામાં આવ્યો હતો.  મંડળીના પ્રમુખ વિજયભાઈ બાબરિયા, તેમજ મંડળીના ડાયરેકટર મનસુખભાઈ વાઘેલા તથા રાષ્ટ્રીય સફાઈ મજદૂર યુનિયનના શહેર પ્રમુખ મહેશભાઈ બાબરિયા ઉપસ્થિત રહ્યા હતાં. વધુ વાંચો »

Mar 27, 2024
જામનગરની વિદ્યાસાગર ઈન્ફોટેક કોલેજના મેનેજમેન્ટ (બીબીએ) વિભાગના વિદ્યાર્થીઓએ ગીતા મશીન ટુલ્સની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓને મશીનરીનો ઉપયોગ, કાચો માલ સામાન, તૈયાર માલ, વેચાણ વગેરે માહિતી આપવામાં આવી હતી. મેનેજમેન્ટ વિભાગના પૃથ્વીરાજસિંહ જાડેજા તથા મેઘના ચૌહાણે આયોજન કર્યું હતું.   જો આપને આ પોસ્ટ ગમી હોય  વધુ વાંચો »

Mar 27, 2024
જામનગરમાં જનસેવા ગ્રુપ દ્વારા શ્રી સાંઈ બાબા મંદિર પાસે વાછડા દાદાના મંદિર નજીક ગાંધીનગર વિસ્તારમાં આવેલ ઝુંપડપટ્ટીના બાળકોને ભોજન કરાવી કુપોષણમુકત ગુજરાતના સંકલ્પને સિદ્ધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગ્રુપના મૂળરાજભાઈ, કેતનભાઈ, ભરતભાઈ, સુભાષભાઈ, નરેશભાઈ, પ્રિતીબેન, જયશ્રીબેન, રીટાબેન વગેરે સેવાકાર્યમાં જોડાયા હતાં.   જો આપને આ પોસ્ટ ગમી હોય વધુ વાંચો »

Mar 27, 2024
ખંભાળીયા તા.ર૭: ખંભાળીયા રાજપૂત સેવા સમાજના ઉપપ્રમુખ તથા ટ્રસ્ટી પદે ભાતેલ ગામના પૂર્વ સરપંચ તા.પં. ના સિનિયર સભ્ય, ભાતેલ ગૌશાળાના સમિતિના ઉપપ્રમુખ તથા ખંભાળીયા સોનાપુરીના કારોબારી સભ્ય ભાવસંગ ગુલાબસંગ જાડેજાની તેમજ મંત્રી તથા ટ્રસ્ટી તરીકે ગોઈંજ ગામના પૂર્વ સરપંચ, તા.પં.ના પૂર્વ પ્રમુખ, માર્કેટીંગ યાર્ડના ડાયરેકટર, તાલુકા પંચાયતના સિનિયર સભ્ય વિરેન્દ્રસિંહ ઉમેદસિંહ જાડેજાની વરણી કરવામાં આવી હતી.   જો આપને આ  વધુ વાંચો »

Mar 27, 2024
૭ એપ્રિલે અમદાવાદમાં થશે સન્માનઃ ભાટિયા તા. ર૭: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરના ચિત્રકાર સામતભાઈ બેલાને રાજ્ય કક્ષા માટે અતુલ્ય વારસો આઈડેન્ટી એવોર્ડ ર૦ર૩-ર૪ માટે પસંદગી કરવામાં આવી છે. અતુલ્ય વારસો એ ગુજરાતની પ્રસિદ્ધ સંસ્થા છે. જે ગુજરાતની સંસ્કૃતિ અને વારસાનું જતન કરનાર વિશિષ્ટ વ્યક્તિઓનું રાજ્ય કક્ષાએ એવોર્ડ અર્પણ કરી સન્માનિત કરી છે. આ વખતે પણ પ૦૦ જેટલી વિશિષ્ટ વ્યક્તિઓમાંથી અતુલ્ય વારસો કમિટી જિલ્લાવાઈસ સન્માનને હક્કદાર વ્યક્તિઓની પસંદગી કરી છે. જેમાંથી ... વધુ વાંચો »

Mar 27, 2024
વેપારીઓ તથા સ્થાનિકોને રાહત જામનગરમાં સત્યનારાયણ મંદિર રોડ પર આકાશગંગા એપાર્ટમેન્ટ સામે વારંવાર ભૂગર્ભ ગટર છલકાવાની સમસ્યાથી વેપારીઓ તથા સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા હતાં. જે પછી સ્થાનિક કોર્પોરેટર તથા સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશભાઇ કગથરાને રજૂઆત કરવામાં આવતા તાકીદે સમસ્યાનું નિવારણ કરવામાં આવતા અસરગ્રસ્ત વેપારીઓ તથા સ્થાનિકોને રાહત મળી છે.   જો આપને આ પોસ્ટ વધુ વાંચો »

Mar 27, 2024
જામનગરના સ્વ. હિરજી વલ્લભદાસ પોપટ લોહાણા કન્યા છાત્રાલયમાં ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમની મદદથી વિદ્યાર્થિનીઓને સી.પી.આર.ની તાલીમ તથા બ્લડપ્રેશર અને બ્લડ સુગર ચેકીંગ કેવી રીતે કરવું તેની તાલીમ આપવામાં આવી હતી. યુવાઓમાં વધતા હાર્ટએટેકના બનાવોને પગલે અયોજીત આ કાર્યક્રમમાં શ્રી જોષી, ગજેન્દ્રસિંહ, સહદેવસિંહ, પૃથ્વીબેન તથા હેડ ગૃહમાતા ભાવનાબેન પોપટ દ્વારા જહેમત ઊઠાવવામાં આવી હતી.   જો આપને આ પોસ્ટ  વધુ વાંચો »

Mar 27, 2024
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી જામનગર દ્વારા સમગ્ર જિલ્લામાં કિશોરી અને મહિલા જાગૃતિ માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. લાલપુર તાલુકામાં સ્થિત આર.એલ.છત્રોલા, શિશુ મંદિરની દીકરીઓને એજ્યુકેશન કીટ વિતરણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કિશોરીઓમાં કુપોષણ અટકાવવા માટેના પગલાં, ગુડ ટચ અને બેડ ટચ વિશેની માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં પ૦ જેટલી દીકરીઓ સહભાગી બની હતી. કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય, સ્ટાફ મિત્રો, ડીસ્ટ્રીકટ હબ ... વધુ વાંચો »

Mar 27, 2024
ગીર ફાઉન્ડેશન દ્વારા આયોજનઃ નિબંધ લેખન-ચિત્ર સ્પર્ધાઃ ગીર ફાઉન્ડેશન દ્વારા આયોજિત અને માતૃશ્રી સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ જામનગરના આચાર્યા ડો. બીનાબેન દવેના માર્ગદર્શન હેઠળ વોટર ઈઝ લાઈફ એન્ડ સે નો ટુ પ્લાસ્ટિક વિષય પર સેમિનાર તથા વિષય આધારીત નિબંધ લેખન અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યંુ હતું. આ સ્પર્ધાઓમાં શાળાની વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ માહિતીસભર નિબંધ તથા ઉત્કૃષ્ટ ચિત્રો બનાવ્યા હતા. ભાગ લેનાર દરેક વિદ્યાર્થિનીઓને પ્રમાણપત્ર અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.   વધુ વાંચો »

Mar 27, 2024
જામનગરના એમ.પી.શાહ વૃદ્ધાશ્રમના વડીલો સાથે જામનગરના પૂર્વ ધારાસભ્ય તેમજ ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) એ ધૂળેટીનું પર્વ પ્રતિવર્ષની જેમ આ વખતે પણ એમ.પી.શાહ વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો સાથે તિલક હોળી રમીને ઉજવ્યું હતું. તેમના પત્ની પૂર્વ કોર્પોરેટર પ્રફુલાબા જાડેજા, તેમજ તેમના પરિવારના સભ્યોની સાથે ગઈકાલે સોમવારે સવારે આઠ વાગ્યે મેહુલનગર ૮૦ ફૂટ રોડ પર આવેલા એમ.પી.શાહ વૃદ્ધાશ્રમમાં ધૂળેટીનું પર્વ મનાવવા માટે પહોંચ્યા હતાં, અને તમામ વડીલો સાથે સમગ્ર પરિવારે તિલક હોળી રમી ... વધુ વાંચો »

Mar 27, 2024
સિવિલ ડિફેન્સના ત્રણ અને રાજકોટ તા. ૨૭: રેલવે સેફ્ટીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ એડીઆરએમ એ રાજકોટ ડિવિઝનના ૪ કર્મચારીઓને સન્માનિત કરાયા હતાં. તે ઉપરાંત સિવિલ ડિફેન્સના ૩ કર્મચારીઓને પણ તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરાયા હતાં. રેલવે સેફ્ટીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ રાજકોટ ડિવિઝનના ૪ કર્મચારીઓને ડીઆરએમ ઓફિસ રાજકોટના કોન્ફરન્સ રૂમમાં રાજકોટ ડિવિઝનના એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર કૌશલકુમાર ચૌબેના હસ્તે પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ ... વધુ વાંચો »

Mar 27, 2024
જાંબુડામાં નવચેતન વિદ્યામંડળ સંચાલિત લોકમાન્ય વિદ્યાલયના ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. શાળાના પ્રમુખ સૂર્યકાંતભાઈ મઢવી, મંત્રી મનુભાઈ ચનિયારા તથા શાળાનો નિવૃત્ત સ્ટાફ હાજર રહ્યા હતાં. આચાર્ય ભરતભાઈ મુંગરાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. શિક્ષિકા મનિષાબેન ચૌહાણે વિદાય ગીત રજૂ કર્યું હતું. શિક્ષક કિશોરભાઈ સરવૈયાએ પરીક્ષા અંગે માર્ગદર્શન આપ્યું હતું. નિવૃત્ત ક્લાર્ક હસુભાઈ લાંબાએ ભજન રજૂ કર્યું હતું. મંત્રી મનુભાઈ ચનિયાર, પ્રમુખ સૂર્યકાંતભાઈ મઢવીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. સંચાલન વિદ્યાર્થીની સેજલ રાઠોડ અને ભાગ્યશ્રી મકવાણાએ ... વધુ વાંચો »

Mar 27, 2024
મૂળ સલાયાના અને હાલ આફ્રિકા નિવાસી દાનવીર જયંતભાઈ બદીયા૬ી સલાયાની મુલાકાતે આવ્યા હતાં. જ્યાં તેમનું લોહાણા જ્ઞાતિના આગેવાન લાલજીભાઈ ભુવા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે ધીરેનભાઈ બદીયાણીનું પણ સન્માન કરાયું હતું.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો  વધુ વાંચો »

Mar 27, 2024
શિવરાત્રિ પર્વ નિમિત્તે અભિષેક-પૂજા-દર્શનઃ વાડીનાર તા. ૨૭: વાડીનાર નજીક ભરાણા ગામે ધીંગેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. ૬૦ વર્ષ પહેલા અહીં માત્ર નાની ડેરી હતી. નિવૃત્ત શિક્ષક લાલજીભાઈ જોશીએ ફાળો આપી મંદિરના જિર્ણોદ્ધારની  શરૂઆત કરી હતી. ગ્રામજનોએ સંકલન કરી ભવ્ય મંદિર બનાવ્યું હતું. શિવરાત્રિ પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં ધર્મપ્રેમીઓએ અભિષેક, પૂજા, દર્શનનો લાભ લીધો હતો. જો આપને આ પોસ્ટ ગમી વધુ વાંચો »

Mar 27, 2024
ખેલ મહાકુંભ સૌરાષ્ટ્ર ઝોન અંતર્ગત રસાખેંચ સ્પર્ધા પ્રાચી (સોમનાથ)માં યોજવામાં આવી હતી. જેમાં જામનગર મહાનગરપાલિકાની ટીમ જય બજરંગે તૃતીય સ્થાન પ્રાપ્ત કરીને નગરનું ગૌરવ વધાર્યું છે.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર  વધુ વાંચો »

Mar 27, 2024
આંતર કોલેજ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારનું સન્માનઃ જામનગર તા. ર૭: શ્રી એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજ જામનગરમાં ડીન ડો. નંદની દેસાઈ તથા ફેકલ્ટી ડીન ડો. વિજય પોપટના માર્ગદર્શન હેઠળ 'સ્પોર્ટસ ફેલીસીટેશન ફીએસ્ટા ર૦ર૪' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત આંતર કોલેજ સ્પર્ધામાં ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કરનાર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માનવામાં આવ્યા હતાં. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત આંતર કોલેજ સ્પર્ધામાં શ્રી એમ.પી. શાહ મેડિકલ કોલેજ ... વધુ વાંચો »

Mar 27, 2024
ગુજરાત ખેલ મહાકુંભ અંતર્ગત રસ્સા ખેંચ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં નરશી ગ્રુપની બહેનોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને જામનગરમાં પ્રથમ સ્થાન અને ગુજરાત સ્ટેટ કક્ષાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કરીને જામનગર તથા નરીશ ગ્રુપનું ગૌરવ વધાર્યું છે.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો વધુ વાંચો »

Mar 27, 2024
જામનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કાર્યક્રમ યોજાયોઃ જામનગર તા. ૨૭: જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા જામનગર જિલ્લાના નવનિયુક્ત જિલ્લા કલેક્ટર બી.કે. પંડ્યાનું અભિવાદન કરવાનો સમારોહ ચેમ્બરના ધીરૂભાઈ અંબાણી વાણિજ્ય ભવનમાં યોજાયો હતો. ચેમ્બર પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચન કરી ચેમ્બરની પ્રવૃત્તિઓ ટૂંકમાં રજૂ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલ જામનગર તથા આસપાસના વિસ્તારોના વેપારીઓ અને ઉદ્યોગકારોને નવા જીએસટી નંબર લેવા બાયોમેટ્રીક્સ માટે જૂનાગઢ જવું પડે છે ... વધુ વાંચો »

Mar 27, 2024
દ્વારકા તા. ૨૭: દ્વારકા તાલુકાની કુરંગા પ્રાથમિક શાળામાં મહાશિવરાત્રિ અંતર્ગત શિવશક્તિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકો શિવ, પાર્વતી, ગણપતિ, કાર્તિકેય બન્યા હતાં. અડસઠ તીર્થ માતા પિતાના ચરણોમાં છે. તે અભિનય દ્વારા રજુ કર્યું હતું. બાળકો દ્વારા શિવ ઉમાની ઉપાસના કરતા નૃત્ય રજુ કરાયા હતાં. વિશ્વના બાર જયોતિર્લિંગ જે ભારતમાં વિદ્યેમાન છે તેમનો પરિચય મેળવ્યો હતો, પ્રતિકાત્મક બાર શિવલિંગ નિર્માણ થતા તેમનું મહત્ત્વ સમજાવ્યું હતું. શાળાના આચાર્યા તન્વીબેન કાસેન્દ્રા દ્વારા મહાશિવરાત્રીનું મહત્વ તથા શિવ તત્વએ ... વધુ વાંચો »

Mar 27, 2024
તાલુકાની સીઆરસી કલસ્ટરની શાળાઓ માટે ખંભાળિયા તા. ૨૭: ખંભાળિયા તાલુકાની સીઆરસી કલસ્ટરની તમામ શાળાઓ માટે 'શિક્ષણ ગોષ્ઠી-એક ચિંત શિબિર' યોજાઈ હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાની સીઆરસી કલસ્ટરની તમામ શાળાઓ માટે એક 'શિક્ષણ ગોષ્ઠી એક ચિંતન શિબિર'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સલાયા કન્યા શાળા, તાલુકા શાળા, બંદર રોડ તા.શા., વાઘેરવાસ તા.શા., સલાયા વાડી શાળા, પરોડિયા પ્રા.શા., પરોડિયા વા.શા., સોડસલા પ્રા.શા., તેમજ વાડી શાળા એમ સીઆરસી કલસ્ટરની તમામ શાળાઓના આચાર્યો, ... વધુ વાંચો »

Mar 27, 2024
ખંભાળીયા તા. ૨૭: ખંભાળીયા નજીક આરાધના ધામમાં એસ.ટી. મજદૂર સંઘ જામનગર વિભાગની સાધારણ સભા પ્રમુખ કનકસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં જામનગરના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહામંત્રી મહાસંઘ જગદીશભાઈ પટેલ તેમજ કોષાધ્યક્ષ વનદીપસિંહ મહિડા હાજર રહ્યા હતાં. જામનગર વિભાગના પ્રમુખ તરીકે જયેન્દ્રસિંહ વાળા, મહામંત્રી સંજયભાઈ ડોડીયા, ઉપપ્રમુખ મૂળજીભાઈ ચાંડપા અને મહિપતભાઈ ઉંદરિયા, વધારાના મહામંત્રી તરીકે હિતેન્દ્રસિંહ જાડેજા અને હિતેશભાઈ ગઢવીની વરણી કરવામાં આવી હતી. જામનગરના વિભાગના કાર્યાલય મંત્રી સોલંકીભાઈ આગેવાન વાળા ભાઈ ... વધુ વાંચો »

Mar 27, 2024
એલ.જી. હરિઆ સ્કૂલમાં યોજાયો જામનગર તા. ૨૭: જામનગરની એલ.જી. હરિઆ સ્કૂલમાં સાયબર ક્રાઈમ અટકાવવા અંગે જાગૃતિ અર્થે સેમિનાર યોજાયો હતો. ટેકનોલોજીની દુનિયા આજે હરણફાળ ભરી રહી છે, ત્યારે ટેકનોલોજી આપણને જ્ઞાન અને માહિતીનો અનંત ભંડાર આપીને આપણી પ્રગતિને નવા આયામ આપે છે, પણ દરેશ સિક્કાને બે બાજુ હોય છે. એવી જ રીતે ટેકનોલોજીની દુનિયામાં પણ અપરાધનું નેટવર્ક ખૂબ વિસ્તરી રહ્યું છે ત્યારે આવા અપરાધ અને ફ્રોડથી બચવા માટે શી કાળજી ... વધુ વાંચો »

Mar 27, 2024
આગામી રવિવાર, તા. ૩૧ માર્ચના દિને જામનગર તા. ર૭: જામનગરની ૪૦ પ્લસ સંસ્થા દ્વારા મોટી વયના લોકો માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. આ સંસ્થા દ્વારા આગામી તા. ૩૧-૩-ર૦ર૪ (રવિવાર) ના બેટદ્વારકા સમૂહમાં ધ્વજાજી ચડાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૪૦ પ્લસ ક્લબ અને સિનિયર સિટીઝન તથા શ્રી સેવા મંડળ એમ ત્રણેય સંસ્થાના સભ્યો તેમજ સભ્યપદ ન ધરાવતા હોય તેવા લોકો પણ જોડાઈ શકશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છુકોએ નામ નોંધાવવા ... વધુ વાંચો »

Mar 27, 2024
ઓશવાળ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટ તથા જામનગર તા. ૨૭: કેન્સર કેર કાઉન્સીલ અને ઓશવાળ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ તથા નેત્રદિપ મેક્સીવિઝનના સહયોગથી આંખની તપાસ કરી નંબર કાઢી આપવાનો કેમ્પ તા. ૨૯-૦૩-૨૦૨૪ (શુક્રવાર)ના સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ સુધી, ઓશવાળ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટ જુની જેલ સામે, જામનગરમાં રાખવામાં આવ્યો છે. આ કેમ્પમાં આંખ ચેકઅપ, જનરલ ચેકઅપ, ડેન્ટલ, ડાયાબિટીસ, હાડકાંની ઘનતા માપવા, હિમોગ્લોબીન, ડાયાબિટીસ તથા બીપી, પ્લસ ચેકઅપ કરવામાં આવશે. ... વધુ વાંચો »

Mar 27, 2024
સ્થાનિક/વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો.... વૈશ્વિક આઈટી જાયન્ટ એસેન્ચર દ્વારા ચાલુ નાણાકીય વર્ષ માટે આવક વૃદ્વિનો અંદાજ અગાઉના ૨ થી ૫%ની તુલનાએ ઘટાડીને ૧ થી ૩% ની રેન્જમાં મૂકતાં વોલસ્ટ્રીટમાં એસેન્ચરનો ભાવ ૯% તૂટી જતાં વૈશ્વિક આઈટી શેરોમાં ઘટાડા સામે આજે સપ્તાહના બીજા ટ્રેડીંગ દિવસે ભારતીય શેરબજારમાં નીચા મથાળે લેવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો. આ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેન્ક, મારુતિ સુઝૂકી, ટીસીએસ લિ., લાર્સેન લિ., એક્સિસ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક તેમજ આઈટીસી લિ., કોટક બેન્કમાં ફંડોની તેજીએ બજાર પોઝીટીવ ઝોનમાં ટ્રેડ થઇ રહ્યું હતું. વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૩૫%ના વધારા ... વધુ વાંચો »

Mar 27, 2024
આ એપ્રિલ ફૂલ નથી હો... હકીકત છેઃ નવી દિલ્હી તા. ર૭: ૧ એપ્રિલથી પીએફથી લઈને ક્રેડિટ કાર્ડ સુધીના નિયમોમાં ફેરફાર થશે. નવું નાણાકીય વર્ષ ૧ એપ્રિલ ર૦ર૪ થી શરૂ થશે. તેની સાથે જ નેશનલ પેન્શન સિસ્ટમ, ઈપીએફઓ, ક્રેડિટ કાર્ડ સહિત ઘણાં નિયમોમાં પણ ફેરફાર થશે. જેની અસર લોકોના ખિસ્સા પર પણ પડશે. નવું નાણાકીય વર્ષ ૧ એપ્રિલ ર૦ર૪ થી શરૂ થશે. આ સાથે નેશનલ પેન્શન સિસ્ટમ, ઈપીએફઓ, ક્રેડિટ કાર્ડ સહિત ઘણાં નિયમોમાં પણ ફેરફાર થશે. તેની સીધી અસર તમારા ખિસ્સા પર પણ પડશે. જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, ... વધુ વાંચો »

Mar 27, 2024
રાજનીતિમાં ઘણી વખત નેતાઓ સેલ્ફગોલ કરી લેતા હોય તેવું કદમ ઊઠાવી લેતા હોય છે કે પછી કોઈ વિવાદાસ્પદ નિવેદન કર્યા પછી તેમાં પોતે જ ફસાઈ જતા હોય છે. અત્યારે ભારતીય જનતા પક્ષમાં ગુજરાતમાં વિવિધ સ્થળે જોવા મળી રહેલી સ્થિતિ તથા છૂપો આંતરિક અસંતોષ બૂમરેંગ પૂરવાર થઈ રહ્યો હોય અને હવે આ અસંતોષ સપાટી પર આવી રહ્યો હોવાથી પ્રદેશ ભાજપની નેતાગીરી માટે આ નવો પડકાર ઊભો થઈ રહેલો જણાય છે, તો બીજી તરફ ઈ.ડી. દ્વારા ભ્રષ્ટાચાર વિરોધી કાર્યવાહીનું ટાઈમીંગ લોકસભાની ચૂટણી સાથે સંકળાઈ ગયા પછી ભાજપની રાષ્ટ્રીય નેતાગીરીઓ સામે પણ નવો પડકાર ઊભો થઈ રહેલો જણાય છે. વધુ વાંચો »

Mar 27, 2024
કિલેશ્વર નેસ મતદાન મથકનો સંપર્ક માત્ર વાયરલેસ જ થઈ શકે છે મતદારોની દૃષ્ટીએ ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, સાથોસાથ વિશાળ અને વૈવિધ્યસભર ભૂપૃષ્ઠોને કારણે પણ દેશનો એકપણ નાગરિક મતદાનના અધિકારથી વંચિત રહી ન જાય તે સુનિશ્ચિત કરવું એ પણ મોટો પડકાર છે. પરંતુ ભારતના ચૂંટણી પંચના 'ઈદૃીિઅ ર્ફંી ર્ઝ્રેહંજ' ના અભિગમને સાર્થક કરવામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ચૂંટણી તંત્ર પણ એટલું જ સુસજ્જ છે. જ્યાં પરિવહનની જરૂરી વ્યવસ્થાઓના અભાવે પહોંચવું મુશ્કેલીભર્યું હોય છે અથવા મતદારોને મતદાન કરવા દૂર સુધીનું અંતર કાપવું પડે છે. આવી તમામ વિપરિત પરિસ્થિતિઓમાં પણ જિલ્લા ચૂંટણી અધિકારી જી.ટી.પંડ્યાના નેતૃત્વમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અજાડ ટાપુ સહિતના ... વધુ વાંચો »

Mar 27, 2024
ગત્ ચૂંટણીમાં ગુજરાતની તમામ બેઠકો મળી હતીઃ જામનગર/અમદાવાદ તા. ર૭: ભારતીય જનતા પક્ષના સૌરાષ્ટ્ર સહિત રાજ્યના ર૬ સાંસદોને છેલ્લા પાંચ વર્ષમાં ફાળવેલું ૧૭ કરોડ રૂપિયાનું ફંડ કેટલું વપરાયું અને કેટલું બેલેન્સ રહ્યું તેના સરવૈય સાથે પ્રેસ-મીડિયામાં રસપ્રદ ચર્ચાઓ થઈ રહી છે. સંસદસભ્યો પોતાના વિસ્તારમાં પોતાના તરફથી કેટલાક જનજરૂરિયાતના વિકાસ કાર્યો સૂચવી શકે,તે માટે કેન્દ્ર સરકાર તરફથી દરેક સંસદસભ્યને રૂ. પાંચ કરોડની આર્થિક ગ્રાન્ટ ફાળવે છે, જેને એમ.પી. ફંડ તરીકે ઓળખવામાં આવે છે. સાંસદોને દર વર્ષે પાંચ કરોડ લેખે રૂ. પચીસ કરોડ પાંચ વર્ષમાં મળવાપાત્ર થાય, પરંતુ કોરોના ... વધુ વાંચો »

Mar 27, 2024
જેના ઘરમાં બૈરૂ પાણી પણ ન પીવડાવે તેવા મહેસાણા તા. ર૭: પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શીખામણ આપતા નેતાઓને જાહેર મંચ પરથી ટોણો મારતા સમગ્ર રાજ્યનું તેના તરફ એક વખત ફરીથી ધ્યાન ખેંચાયું છે. લોકસભા ર૦ર૪ ની ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય માહોલ ગરમ થઈ રહ્યો છે. રાજકીય પક્ષો એક પછી એક યાદી બહાર પાડી રહ્યા છે ત્યારે આંતરિક અસંતોષ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે નીતિન પટેલ ફરી એક વખત જાહેર મંચ પરથી શીખામણ આપનારા નેતાઓને ટોણો માર્યો હતો. સામાન્ય રીતે રાજ્યના પૂર્વ ... વધુ વાંચો »

Mar 27, 2024
જમીનની વારસાઈનો એડવોકેટ કર્યાે છે કેસઃ જામનગર તા. ૨૭: લાલપુરના હરીપર ગામ પાસે ગઈકાલે એક એડવોકેટ પર ચારેય જેટલા શખ્સોએ ધોકા, પાઈપથી હુમલો કર્યાે હતો. હરીપરમાં આવેલી તેઓની જગ્યાના વેચાણના મામલે ચાલી રહેલા મનદુખ વચ્ચે તેમના પર હુમલો થયાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે કરેલા કેસ અંગે તેઓ ગઈકાલે લાલપુર આવ્યા હતા. લાલ૫ુર તાલુકાના હરીપર ગામમાં જમીન ધરાવતા અને લાલપુરના વતની એડવોકેટ અનિલભાઈ પણસારા ગઈકાલે સાંજે પોતાની મોટરમાં હરીપર પાસે આવ્યા હતા. આ જમીનના વેચાણ બાબતે તેઓને કેટલાક વ્યક્તિ સાથે વાંધો ઉભો થયા પછી ગઈકાલે સાંજે ... વધુ વાંચો »

Mar 27, 2024
બાઈકને લાત મારી બંનેને પછાડ્યા પછી ધોકાવી નખાયાઃ જામનગર તા. ૨૭: જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરમાંથી ગઈકાલે સાંજે બાઈક પર જતાં દાદા-પૌૈત્રને પાછળથી ત્રણ વાહનમાં ધસી આવેલા છ શખ્સે ધોકા, પાઈપ, લાકડીથી ધોકાવી નાખી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા. ઈજા પામેલા બંને વ્યક્તિને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા શાસ્ત્રીનગર પાસે મંદિર પાછળ વસવાટ કરતા પિયુષભાઈ રમેશભાઈ ખરા તથા તેમના દાદા પૂનાભાઈ નાજાભાઈ ખરા ગઈકાલે સાંજે મામલતદાર કચેરીએથી પરત આવી રહ્યા હતા. તેઓ જ્યારે ઉદ્યોગનગર સ્થિત એસોસિએશનની ઓફિસ પાસે પહોંચ્યા ત્યારે પાછળથી બુલેટ મોટરસાયકલ પર બ્રિજરાજસિંહ જેઠવા તથા એક અજાણ્યો ... વધુ વાંચો »

Mar 27, 2024
એક ઈન્ટરવ્યૂનો સંદર્ભ આપીને આવી રહેલા અહેવાલોમાં ઘટસ્ફોટઃ મહત્ત્વપૂર્ણ જવાબો ચર્ચામાં શ્રીનગર તા. ર૭: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના એક ઈન્ટરવ્યૂને ટાંકીએ આવી રહેલા અહેવાલો મુજબ સપ્ટેમ્બર સુધીમાં જમ્મુ-કાશ્મીરની વિધાનસભા રચાઈ જશે. તેમણે સૈન્ય અને આફસ્પા હટાવવાની વિચારણાના સંકેતો પણ આપ્યા છે. કેન્દ્રિય ગૃહમંત્રી શાહે જમ્મુ-કાશ્મીરને લઈને કહ્યું છે કે, કેન્દ્ર સરકાર આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર્સ એક્ટ એટલે કે જમ્મુ-કાશ્મીરમાં લાગુ એએફએસપીએ હટાવવા પર વિચાર કરી રહી છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે સરકાર કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાંથી સૈનિકોને હટાવવાની અને અહીંની કાયદો અને વ્યવસ્થા જમ્મુ અને ... વધુ વાંચો »

Mar 27, 2024
એક સપ્તાહમાં બાકીના આરોપીઓને પકડી લેવાશેઃ એસપી જામનગરના બેડી વિસ્તારમાં એડવોકેટ હારૂનભાઈ પલેજાની નિપજાવવામાં આવેલી કરપીણ હત્યાના આઠ આરોપીને પોલીસે પકડી પાડ્યા છે. જેમાંથી કાયદાથી સંઘર્ષિત બે કિશોરને બાળસુધાર ગૃહમાં મોકલવામાં આવ્યા છે, બાકીના છ આરોપીને આજે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ પત્રકારો સમક્ષ રજૂ કરી જણાવ્યું હતું કે, આરોપીઓને પકડી પાડવા માટે ડીવાયએસપી જે.એન. ઝાલાના વડપણ હેઠળ ખાસ ટૂકડીની રચના કરાઈ હતી. જેમાં એલસીબી, એસઓજી, સિટી-બી ડિવિઝનનો પોલીસ કાફલો જોડાયો હતો. તેમાં આરોપીઓ ઝડપાઈ ગયા હતા. એસપીએ આગામી એક સપ્તાહમાં બાકીના તમામ આરોપીઓને પકડી પાડવા માટે તજવીજ કરાઈ છે તેમ જણાવી આ શખ્સોને ... વધુ વાંચો »

Mar 27, 2024
ચોરીનો બનાવ સીસીટીવીમાં કંડારાયોઃ જામનગર તા. ૨૭: જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસે આવેલી મીઠાઈ, ઈલેકટ્રીક સામાન, અગરબત્તી તથા પ્રોવિઝનની ચાર દુકાનમાં ગઈ રાત્રે કોઈ તસ્કરો પતરામાં બાંકોરૂ પાડી અંદર ઉતર્યા પછી હાથફેરો કરી ગયા છે. આ દુકાનોમાં ત્રણેક મહિના પહેલાં પણ આવી જ રીતે તસ્કરોએ કેટલોક સામાન ઉઠાવ્યો હતો. તે પછી ફરીથી આ દુકાનોમાં ચોરી થઈ છે. તસ્કરોની હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. દોડી આવેલી પોલીસે તપાસ શરૂ કરી છે. જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસે ગીતા લોજ નજીક આવેલી ઝૂલેલાલ પ્રોવિઝન સ્ટોર તેમજ બાજુમાં જ આવેલી ઝૂલેલાલ સ્વીટ ... વધુ વાંચો »

Mar 27, 2024
રૂ.૧ લાખ દંડપેટે ભરવા હુકમઃ જામનગર તા. ૨૭: જામનગરના એક શખ્સે થોડા મહિનાઓ પહેલા એક મહિલાના કેટલાક ફોટા તથા વીડિયો તેમના સંબંધીઓને મોકલાવી પોતાની સાથે સંબંધ રાખવા ધમકી આપી હતી. તેની પોલીસમાં ફરિયાદ થયા પછી તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને ત્રણ વર્ષની કેદસજા અને ૧ લાખનો દંડ ફટકાર્યાે છે. જામનગરના ખોડિયાર કોલોની વિસ્તાર સામે આવેલી એક સોસાયટીમાં રહેતા અનિલ વિરમભાઈ નામના શખ્સે ખંભાળિયાના વ્યક્તિને મોબાઈલમાં ન્યૂડ વીડિયો મોકલાવી તે વીડિયો તથા કેટલાક ફોટોગ્રાફ વાયરલ કરવાની ધમકી આપી હોવાની અને તે વ્યક્તિને તેમના પતિ સાથે સંબંધ તોડી પોતાની સાથે સંબંધ ... વધુ વાંચો »

Mar 27, 2024
મૃતકની ઓળખ આપવા પોલીસ દ્વારા અનુરોધઃ જામનગર તા. ૨૭: જામનગરના ત્રણ દરવાજા પાસે પોટરીવાળી ગલીમાં ગઈકાલે એક વૃદ્ધ બેશુદ્ધ હાલતમાં મળી આવ્યા પછી આ વૃદ્ધનું બીમારીના કારણે મૃત્યુ થયાનું જાહેર થયું છે. પોલીસે મૃતકની ઓળખ આપવા જાહેર જનતાને અનુરોધ કર્યાે છે. જામનગરના ત્રણ દરવાજા વિસ્તારમાં આવેલી પોટરીવાળી ગલીમાં ગઈકાલે બપોરે એક વૃદ્ધ બેશુદ્ધ જેવી હાલતમાં પડ્યા હોવાની કોઈએ સામાજિક કાર્યકર હિતેશગીરી ગોસાઈને જાણ કરતા તેઓએ આ વૃદ્ધને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ કરી હતી. આ વૃદ્ધ કોઈ બીમારીના કારણે મૃત્યુ પામ્યા હોવાનું જણાઈ આવતા હિતેશગીરીએ પોલીસને ... વધુ વાંચો »

Mar 27, 2024
લાખોના ખર્ચે ખરીદાયેલા ટ્રી ગાર્ડ, સ્ટ્રીટલાઈટ પોલ્સ, વ્હીલ બરોઝ વગેરે બિનઉપયોગી કેમ પડી રહ્યા? છે કોઈ જવાબ? જામનગર મહાનગરપાલિકા દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરીને વિવિધ લોકઉપયોગી સામગ્રી ખરીદ કર્યા પછી તેને લકાર્પણ કરી નથી પરિણામે લાખો રૂપિયાની સામગ્રી મહાનગરપાલિકાના પટાંગણમાં ધૂળ ખાતી પડી છે. શહેરના વિવિધ સ્થળોએ સ્ટ્રીટ લાઈટ સુવિધા માટે પાઈપ ખરીદ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સફાઈ કામદારો માટે વ્હીલ બરોઝ (કચરો એકત્ર કરવાનું વાહન) ખરીદાયા છે જે આજે પણ ધૂળ ખાતા પડ્યા છે, જ્યારે સફાઈ કર્મચારીઓ કોથળા અને પ્લાસ્ટિકના કટકામાં કચરો ભરીને હેરાફેરી કરતા નજરે ચઢે છે. તો પછી આ ... વધુ વાંચો »

Mar 27, 2024
પાક. મરીન એજન્સીની સંડોવણીની આશંકાઃ ઓખા તા. ૨૭: બેટ દ્વારકાની એક માછીમારી બોટ ૧૧ દિવસ પહેલાં માછીમારી માટે દરિયામાં ગયા પછી તેનો કેટલોક કાટમાળ જખૌ નજીક આઈએમબીએલ પાસેથી મળી આવ્યો છે. તે બોટના સાતેય માછીમાર લાપત્તા છે. જેમાંથી એક માછીમારનો દેહ મળ્યો છે, બીજાની શોધખોળ કરાઈ રહી છે. બિનઆધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ પાંચ માછીમારનું પાક.ની એજન્સીએ અપહરણ કર્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં રહેતા ઈરફાન અલાના પાંજરી નામના આસામીની અલ-હુસેની નામની અને જીજે-૩૭-એમએમ ૧૯૬૬ પાસીંગની માછીમારી બોટ ગઈ તા.૧૫ના દિને માછીમારી માટે દરિયામાં નીકળી હતી. તેમાં બેટના સતાર ઓસમાણ ... વધુ વાંચો »

Mar 27, 2024
બાકીના સાત આરોપીની સઘન શોધખોળઃ જામનગર તા. ૨૭: જામનગરના બેડીમાં એડવોકેટની કરવામાં આવેલી હત્યાના પંદર આરોપીમાંથી વધુ બે આરોપીને ગઈકાલે તપાસનીશ પોલીસ ટીમે દબોચી લીધા હતા. બંને શખ્સને અદાલતે સાત-સાત દિવસના રિમાન્ડ પર સોંપ્યા છે. જામનગરના બેડી વિસ્તારમાં રહેતા અને એક શિક્ષિકાની આત્મહત્યાની દુષ્પ્રેરણા અંગેનો કેસ લડી રહેલા એડવોકેટ હારૂનભાઈ કે. પલેજાની ગઈ તા.૧૩ની સાંજે બેડી વિસ્તારમાં જ કરપીણ હત્યા કરવામાં આવી હતી. એડવોકેટના ભત્રીજા અને નગરસેવક નુરમામદ પલેજાએ પોલીસમાં સાયચા ગેંગના ૧૫ શખ્સ સામે ફરિયાદ કરી હતી. તે ગુન્હામાં આરોપીઓની ધરપકડ માટે પોલીસ દ્વારા ગતિમાન કરાયેલા ... વધુ વાંચો »

Mar 27, 2024
જામનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કાર્યક્રમ યોજાયોઃ જામનગર તા. ૨૭: જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા જામનગર જિલ્લાના નવનિયુક્ત જિલ્લા કલેક્ટર બી.કે. પંડ્યાનું અભિવાદન કરવાનો સમારોહ ચેમ્બરના ધીરૂભાઈ અંબાણી વાણિજ્ય ભવનમાં યોજાયો હતો. ચેમ્બર પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચન કરી ચેમ્બરની પ્રવૃત્તિઓ ટૂંકમાં રજૂ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલ જામનગર તથા આસપાસના વિસ્તારોના વેપારીઓ અને ઉદ્યોગકારોને નવા જીએસટી નંબર લેવા બાયોમેટ્રીક્સ માટે જૂનાગઢ જવું પડે છે તેથી જામનગરમાં જીએસટી સુવિધા કેન્દ્ર માટે જગ્યા ફાળવવા તેમણે અનુરોધ કર્યો હતો. જિલ્લા કલેક્ટર બી.કે. પંડ્યાનું સ્વાગત ... વધુ વાંચો »

Mar 27, 2024
ધ્રોલમાં મહિલા પર બે શખ્સનો બેટથી હુમલોઃ જામનગર તા. ૨૭: ધ્રોલમાં શનિવારની રાત્રે એક મહિલા પર બે શખ્સે બેટ વડે હુમલો કરી માર માર્યાે હતો. જ્યારે ધૂળેટીના દિવસે જામજોધપુરમાં ઠંડા પીણાની બોટલમાંથી પ્રવાહી ઉડાડવાની ના પાડતા તેનો ખાર રાખી છ શખ્સે ત્રણ યુવાનને લાકડી, ઢીકાપાટુથી માર માર્યાે હતો. ધ્રોલમાં ગોકુલ સોસાયટી ૪માં રહેતા ગુલાબબેન અશ્વિનભાઈ કલોલા નામના મહિલા રવિવારની રાત્રે પોતાના ઘરે હતા ત્યારે ખંભાળિયાનો રાજભા તથા એક અજાણ્યો શખ્સ ઘર પાસે આવીને ગાળો બોલતો હતો. આ વેળાએ બહાર નીકળી ગુલાબબેને ગાળો ભાંડવાની ના પાડતા બેટ વડે ... વધુ વાંચો »

Mar 27, 2024
નવી દિલ્હી તા. ૨૭: ઈડીની કસ્ટડીમાં કેજરીવાલની તબિયત બગડી છે અને બ્લડસુગર ઘટી ગયું હોવાના અહેવાલો આવી રહ્યા છે.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us: આ જ પ્રકારની  વધુ વાંચો »

Mar 27, 2024
સિવિલ ડિફેન્સના ત્રણ અને રાજકોટ તા. ૨૭: રેલવે સેફ્ટીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ એડીઆરએમ એ રાજકોટ ડિવિઝનના ૪ કર્મચારીઓને સન્માનિત કરાયા હતાં. તે ઉપરાંત સિવિલ ડિફેન્સના ૩ કર્મચારીઓને પણ તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરાયા હતાં. રેલવે સેફ્ટીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ રાજકોટ ડિવિઝનના ૪ કર્મચારીઓને ડીઆરએમ ઓફિસ રાજકોટના કોન્ફરન્સ રૂમમાં રાજકોટ ડિવિઝનના એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર કૌશલકુમાર ચૌબેના હસ્તે પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ કર્મચારીઓને ડિસેમ્બર ર૦ર૩ મહિનામાં રેલવે સુરક્ષામાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. એવોર્ડ મેળવનાર કર્મચારીઓમાં અનિલ જી. ... વધુ વાંચો »

Mar 27, 2024
ઉના પોલીસને સોંપવાની તજવીજઃ જામનગર તા. ૨૭: ગિર સોમનાથ જિલ્લાના ઉના પોલીસ મથકમાં ૨૫ વર્ષ પહેલાં નોંધાયેલા મારામારીના એક ગુન્હામાં સંડોવાયા પછી નાસી ગયેલા જામનગરના શખ્સને પકડી લેવાયો છે. જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારથી વુલન મીલ રોડ પર ફાટક પાસે રહેતા મંગાભાઈ લાખાભાઈ પરમાર નામના શખ્સ સામે વર્ષ ૧૯૯૯માં ઉનાના પોલીસ સ્ટેશનમાં મારામારીનો એક ગુન્હો નોંધાયો હતો. ત્યારથી આ આરોપી નાસી ગયો હતો. ઉપરોક્ત આરોપી દિગ્જામ સર્કલ પાસે રેલવે ટ્રેક નજીક આવ્યો હોવાની બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઈ એમ.વી. ભાટીયા તથા સ્ટાફે આ શખ્સને દબોચી લીધો છે. ... વધુ વાંચો »

Mar 27, 2024
નાની નગરપાલિકાઓ પણ વેરાવસૂલાતમાં આગળઃ ખંભાળિયા તા. ર૭: ખંભાળિયા પાલિકા તંત્ર અને શાસકોની આળસના કારણે નગરપાલિકાની કરવેરાની આવક ઘણી ઓછી છે અને ખર્ચા વધુ હોવાથી અવનવા કટાક્ષો થઈ રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયા શહેરની નગરપાલિકાની કરવેરા વધારવાની વર્ષોની આળસે એવી સ્થિતિ ઊભી કરી છે કે, ખર્ચમાં આગળ અને કરવેરાની આવકમાં પાછળના નંબરોમાં આગળ ખંભાળિયા નગરપાલિકા રેકોર્ડરૂપ થવા લાગી છે. અવારનવાર ઉપરથી કરવેરા વધારવા સૂચના ઠપકા અપાય છે. અવારનવાર કરવેરા વધારવાના 'પ્લાન' પણ તૈયાર થાય છે પણ વધતા નથી તે એટલે સુધી કે અનેક કરવેરામાં ... વધુ વાંચો »

Mar 27, 2024
કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની કામગીરીઃ જામનગરમાં રહેતા સરીતાબેન ભારદ્વાજ નામના શિક્ષિકા ગઈકાલે પોતાની શાળાએથી નીકળ્યા પછી જામનગરના એસટી ડેપોથી નૂરી ચોકડી જવા રિક્ષામાં રવાના થયા હતા. તે રિક્ષામાં કપડા, જરૂરી કાગળવાળી બેગ ભુલાઈ ગઈ હતી. શિક્ષિકાએ પોલીસની મદદ માગતા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના પીએસઆઈ પી.પી. જાડેજા તથા સ્ટાફના પરેશ ખાણધર, લીલાબેન મકવાણા, દિવ્યાબેન વાઢેર, રાધેશ્યામ અગ્રાવત, પ્રદીપસિંહ સોઢાએ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા પછી રિક્ષા શોધી કાઢી સામાન પરત અપાવ્યો છે.   જો આપને આ પોસ્ટ  વધુ વાંચો »

Mar 27, 2024
ઉદ્ધવ ઠાકરેની શિવસેના ઈન્ડિયા ગઠબંધન અને અઘાડીમાં છે મુંબઈ તા. ર૭: મહારાષ્ટ્રમાં ઉદ્ધવની શિવસેનાએ લોકસભા માટે કમર કસી છે અને ૧૬ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરતા મહારાષ્ટ્રમાં ખરાખરીનો ચૂંટણી જંગ શરૂ થઈ ગયો છે. લોકસભા ર૦ર૪ ની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે એક પછી એક રાજકીય પક્ષો ઉમેદવારોની યાદી જાહેર કરી રહી છે. અગાઉ ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોએ ઉમેદવારોની છ યાદી બહાર પાડી હતી. ત્યારે હવે શિવસેના (યુબીટી) એ પણ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના મહારાષ્ટ્ર અઘાડી અને ઈન્ડિયા ... વધુ વાંચો »

Mar 27, 2024
કેજરીવાલના રાજીનામાની માંગણીઃ નવી દિલ્હી તા. ર૭: દિલ્હી ભાજપના અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવની આજે પોલીસે અટકાયત કરી હતી. તે પહેલા દિલ્હી ભાજપ એકમ તરફથી દિલ્હી વિધાનસભા સામે મુખ્યમંત્રી કેજરીવાલના રાજીનામાની માંગણી સાથે દેખાવો યોજાયા હતાં. જેલમાંથી તંત્રને સૂચનાઓ આપવાને ગેરબંધારણીય ગણાવીને ભારતીય જનતા પક્ષે વિરોધ પ્રદર્શન કર્યા હતાં.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર વધુ વાંચો »

Mar 27, 2024
દસેક મહિનાથી આપતો હતો હાથતાળીઃ જામનગર તા. ૨૭: ખંભાળિયાના ધરમપુરના એક શખ્સને ચેક પરતના કેસમાં એક વર્ષની કેદની સજા થયા પછી આ શખ્સ નાસી ગયો હતો. તેને પોલીસે પકડી પાડ્યો છે. ખંભાળિયાની કોર્ટમાં વર્ષ ૨૦૧૯માં નેગો ઈન્સ્ટ્રુ. એકટની કલમ ૧૩૮ અને ૧૪૨ હેઠળ કેસ કરવામાં આવ્યો હતો. તે ગુન્હામાં ગયા મે મહિનામાં અદાલતે આરોપી ખંભાળિયા તાલુકાના ધરમપુર ગામના યોગેશ્વરનગરવાળા માનસિંગ ભીખુભાઈ ભોજાણીને એક વર્ષની કેદસજા ફટકારી હતી. ત્યારપછી આરોપી માનસિંગ ભોજાણી નાસી ગયો હતો. આ શખ્સની બાતમી ખંભાળિયા પોલીસ સ્ટેશનના નવલદાન, દેવાણંદભાઈને મળતા પીઆઈ બી.જે. સરવૈયાની સુચનાથી ... વધુ વાંચો »

Mar 27, 2024
૭ એપ્રિલે અમદાવાદમાં થશે સન્માનઃ ભાટિયા તા. ર૭: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરના ચિત્રકાર સામતભાઈ બેલાને રાજ્ય કક્ષા માટે અતુલ્ય વારસો આઈડેન્ટી એવોર્ડ ર૦ર૩-ર૪ માટે પસંદગી કરવામાં આવી છે. અતુલ્ય વારસો એ ગુજરાતની પ્રસિદ્ધ સંસ્થા છે. જે ગુજરાતની સંસ્કૃતિ અને વારસાનું જતન કરનાર વિશિષ્ટ વ્યક્તિઓનું રાજ્ય કક્ષાએ એવોર્ડ અર્પણ કરી સન્માનિત કરી છે. આ વખતે પણ પ૦૦ જેટલી વિશિષ્ટ વ્યક્તિઓમાંથી અતુલ્ય વારસો કમિટી જિલ્લાવાઈસ સન્માનને હક્કદાર વ્યક્તિઓની પસંદગી કરી છે. જેમાંથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરના પ્રસિદ્ધ ચિત્રકાર સામતભાઈ બેલાની પસંદગી કરવામાં આવી છે. આગામી તા. ૭ એપ્રિલના અમદાવાદમાં તમામ વિશિષ્ટ વ્યક્તિઓને ... વધુ વાંચો »

Mar 27, 2024
ખંભાળીયા તા.ર૭: ખંભાળીયા રાજપૂત સેવા સમાજના ઉપપ્રમુખ તથા ટ્રસ્ટી પદે ભાતેલ ગામના પૂર્વ સરપંચ તા.પં. ના સિનિયર સભ્ય, ભાતેલ ગૌશાળાના સમિતિના ઉપપ્રમુખ તથા ખંભાળીયા સોનાપુરીના કારોબારી સભ્ય ભાવસંગ ગુલાબસંગ જાડેજાની તેમજ મંત્રી તથા ટ્રસ્ટી તરીકે ગોઈંજ ગામના પૂર્વ સરપંચ, તા.પં.ના પૂર્વ પ્રમુખ, માર્કેટીંગ યાર્ડના ડાયરેકટર, તાલુકા પંચાયતના સિનિયર સભ્ય વિરેન્દ્રસિંહ ઉમેદસિંહ જાડેજાની વરણી કરવામાં આવી હતી.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો વધુ વાંચો »

Mar 27, 2024
વીમા કંપનીએ વ્યાજ પણ આપવું પડશેઃ જામનગર તા. ૨૭: ખંભાળિયાના સલાયાના એક આસામીએ પોતાના જહાજ માટે વીમો લીધા પછી એન્જિનમાં ખામી થતાં વીમા કંપનીએ વળતર ચૂકવ્યું ન હતું. તેથી વીમા કંપની સામે ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે વ્યાજ સાથે વળતર ચૂકવી આપવા હુકમ કર્યાે છે. ખંભાળિયાના સલાયા ગામમાં વસવાટ કરતા અબ્દુલ રહીમ મામદ કેર નામના આસામીએ પોતાના જહાજ માટે ન્યુ ઈન્ડિયા ઈન્સ્યુરન્સ કંપની પાસેથી પોલિસી મેળવી હતી. તે દરમિયાન તેમનું એમએસવી અલહદી નામનું જહાજ દુબઈ ગયું હતું. આ જહાજને ત્યાં અવાજ આવવાના કારણથી ચકાસાતા મેન એન્જિનમાં ... વધુ વાંચો »

Mar 27, 2024
તાલુકાની સીઆરસી કલસ્ટરની શાળાઓ માટે ખંભાળિયા તા. ૨૭: ખંભાળિયા તાલુકાની સીઆરસી કલસ્ટરની તમામ શાળાઓ માટે 'શિક્ષણ ગોષ્ઠી-એક ચિંત શિબિર' યોજાઈ હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાની સીઆરસી કલસ્ટરની તમામ શાળાઓ માટે એક 'શિક્ષણ ગોષ્ઠી એક ચિંતન શિબિર'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સલાયા કન્યા શાળા, તાલુકા શાળા, બંદર રોડ તા.શા., વાઘેરવાસ તા.શા., સલાયા વાડી શાળા, પરોડિયા પ્રા.શા., પરોડિયા વા.શા., સોડસલા પ્રા.શા., તેમજ વાડી શાળા એમ સીઆરસી કલસ્ટરની તમામ શાળાઓના આચાર્યો, વિદ્યાસહાયક શિક્ષકો, નિમ્ન તેમજ ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો તેમજ જ્ઞાન સહાયક શિક્ષકો મળી અંદાજે ૧૩પ થી વધુ શિક્ષકો સાથે સીઆરસી કોડીનેટર ... વધુ વાંચો »

Mar 27, 2024
જામનગરના એમ.પી.શાહ વૃદ્ધાશ્રમના વડીલો સાથે જામનગરના પૂર્વ ધારાસભ્ય તેમજ ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) એ ધૂળેટીનું પર્વ પ્રતિવર્ષની જેમ આ વખતે પણ એમ.પી.શાહ વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો સાથે તિલક હોળી રમીને ઉજવ્યું હતું. તેમના પત્ની પૂર્વ કોર્પોરેટર પ્રફુલાબા જાડેજા, તેમજ તેમના પરિવારના સભ્યોની સાથે ગઈકાલે સોમવારે સવારે આઠ વાગ્યે મેહુલનગર ૮૦ ફૂટ રોડ પર આવેલા એમ.પી.શાહ વૃદ્ધાશ્રમમાં ધૂળેટીનું પર્વ મનાવવા માટે પહોંચ્યા હતાં, અને તમામ વડીલો સાથે સમગ્ર પરિવારે તિલક હોળી રમી હતી, અને તમામ વડીલોના આશીર્વાદ ેમળવ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, કે જેઓ વર્ષોથી ધૂળેટીનો ... વધુ વાંચો »

Mar 27, 2024
ગયા વર્ષે પોલીસે નોંધ્યો હતો ગુન્હોઃ જામગનર તા. ૨૭: જામનગર શહેરમાંથી તમાકુની જાણીતી બ્રાંડ બાગબાનના ડુપ્લીકેટશન અંગેનો ગુન્હો ગયા વર્ષે પોલીસે નોંધ્યા પછી તે ગુન્હામાં ફરાર રહેલા મોરબી જિલ્લાના પંચાસર ગામના આરોપીને પેરોલ ફર્લો સ્કવોડે પકડી પાડ્યો છે. જામનગરના સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ગયા વર્ષે બાગબાન તમાકુનું ડુપ્લીકેશન કરાતું હોવાનું કૌભાંડ પકડી પાડ્યું હતું. કોપી રાઈટ એક્ટ હેઠળ જે તે વખતે ગુન્હો નોંધવામાં આવ્યો હતો. તપાસમાં મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના પંચાસર ગામના શબ્બીરહુસેન અબ્દુલ સેરસીયા નામના શખ્સનું નામ ખૂલવા પામ્યું હતું. ત્યારથી આ આરોપી પોલીસના સકંજાથી ... વધુ વાંચો »

Mar 27, 2024
દ્વારકા તા. ૨૭: દ્વારકામાં ગાયત્રી મંદિર નજીકના દરિયા કાંઠેથી આજે સવારે એક અજાણ્યા યુવાનનો તણાઈ આવેલો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ આદરી છે. દ્વારકામાં આવેલા ગાયત્રી મંદિર નજીકના દરિયાકાંઠેથી આજે સવારે એક અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો છે. તેને નીહાળી કોઈએ પોલીસને જાણ કરતા ધસી ગયેલા પોલીસ કાફલાએ મૃતદેહનો કબજો સંભાળ્યો છે. આજે સવારે દરિયાના મોજા એક અજાણ્યા યુવાનના મૃતદેહને તાણી લાવ્યા હતા. કાંઠે ફેંકાઈ ગયેલા આ મૃતદેહનું પોલીસે પીએમ કરાવ્યું છે. મૃતકની ઓળખ મેળવવા માટે દ્વારકા પોલીસ સ્ટેશનના જમાદાર ભાવેશભાઈ સહિતનો પોલીસ કાફલો તપાસમાં જોડાયો છે. આ યુવાન ... વધુ વાંચો »

Mar 27, 2024
હોળી-ધૂળેટીનો તહેવાર એસટી વિભાગને ફળ્યોઃ જામનગર તા. ૨૭: હોળી-ધૂળેટીના તહેવાર નિમિત્તે એસ.ટી. વિભાગ દ્વારા વધારાની બસ દોડાવવામાં આવી હતી. પરિણામે એસટી વિભાગને રૂ. ૩૮ લાખની વધારાની આવક થવા પામી છે. જામનગર એસટી વિભાગ દ્વારા હોળી-ધૂળેટી તહેવારોમાં મુસાફરી ધસારાને પહોંચી વળવા માટે વધારાની બસ દોડાવવામાં આવી હતી. આ દરમિયાન કુલ ૩૯૯ ટ્રીપમાં ૧૯૯૫૧ મુસાફરોએ આ બસ સેવાનો લાભ લેતા રૂ. ૩૮,૪૪,૫૨૬ની આવક એસટી વિભાગને થઈ હતી. જેમાં જામનગર ડેપો મારફત ૧૬૪ ટ્રીપમાં ૮૦૮૮ મુસાફરોએ લાભ લીધો હતો. જેમાં રૂ. ૨૧,૨૪,૯૫૦ની આવક થઈ હતી. વધુ વાંચો »

Mar 27, 2024
સુરક્ષા એજન્સીઓની સેવા પણ ખોરવાઈઃ ઓખા તા. ૨૭: ઓખા ૫ાસે ભારત સંચાર લિમિટેડના ફાયબર કેબલ કપાઈ જવાના અવારનવાર બનાવ બનતા રહ્યા છે તે દરમિયાન રવિવારની રાત્રે વધુ એક વખત કેબલ કપાતા નેવી, કોસ્ટગાર્ડ, બીએસએફની સેવા પણ ખોરવાઈ જતાં દોડધામ મચી હતી. આ કેબલ ખાનગી કેબલ ઓપરેટર દ્વારા કાપવામાં આવતો હોવાની આશંકા સેવી બીએસએનએલ દ્વારા પોલીસમાં અરજી કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખા પાસે ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ)ની ફાયબર કેબલ લાઈનમાં થોડા સમયથી કોઈ વ્યક્તિઓ કાપકુપ કરી સર્વિસમાં વિક્ષેપ ઉભો કરતા હોવાની અવારનવાર રજૂઆત બીએસએનએલના તંત્ર પાસે આવતી રહી ... વધુ વાંચો »

Mar 27, 2024
એલ.જી. હરિઆ સ્કૂલમાં યોજાયો જામનગર તા. ૨૭: જામનગરની એલ.જી. હરિઆ સ્કૂલમાં સાયબર ક્રાઈમ અટકાવવા અંગે જાગૃતિ અર્થે સેમિનાર યોજાયો હતો. ટેકનોલોજીની દુનિયા આજે હરણફાળ ભરી રહી છે, ત્યારે ટેકનોલોજી આપણને જ્ઞાન અને માહિતીનો અનંત ભંડાર આપીને આપણી પ્રગતિને નવા આયામ આપે છે, પણ દરેશ સિક્કાને બે બાજુ હોય છે. એવી જ રીતે ટેકનોલોજીની દુનિયામાં પણ અપરાધનું નેટવર્ક ખૂબ વિસ્તરી રહ્યું છે ત્યારે આવા અપરાધ અને ફ્રોડથી બચવા માટે શી કાળજી રાખવી જોઈએ અને શું સાવચેતી વર્તવી જોઈએ એ અંગે સાયબર ક્રાઈમ અટકાવવા માટેનો સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદથી કર્ણાવતી ... વધુ વાંચો »

Mar 27, 2024
જાંબુડામાં નવચેતન વિદ્યામંડળ સંચાલિત લોકમાન્ય વિદ્યાલયના ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. શાળાના પ્રમુખ સૂર્યકાંતભાઈ મઢવી, મંત્રી મનુભાઈ ચનિયારા તથા શાળાનો નિવૃત્ત સ્ટાફ હાજર રહ્યા હતાં. આચાર્ય ભરતભાઈ મુંગરાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. શિક્ષિકા મનિષાબેન ચૌહાણે વિદાય ગીત રજૂ કર્યું હતું. શિક્ષક કિશોરભાઈ સરવૈયાએ પરીક્ષા અંગે માર્ગદર્શન આપ્યું હતું. નિવૃત્ત ક્લાર્ક હસુભાઈ લાંબાએ ભજન રજૂ કર્યું હતું. મંત્રી મનુભાઈ ચનિયાર, પ્રમુખ સૂર્યકાંતભાઈ મઢવીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. સંચાલન વિદ્યાર્થીની સેજલ રાઠોડ અને ભાગ્યશ્રી મકવાણાએ કર્યું હતું. શાળાનો વાર્ષિક પ્રવૃત્તિનો અહેવાલ શિક્ષિકા જાનકીબેને આપ્યો હતો.   જો આપને વધુ વાંચો »

Mar 27, 2024
વેપારીના પત્ની દ્વારા પોલીસને કરવામાં આવી જાણઃ જામનગર તા. ૨૭: કાલાવડના મોટા વડાળા ગામના એક યુવાન સપ્તાહ પૂર્વે પોતાની દુકાનેથી ક્યાંક ચાલ્યા જતાં તેમના પત્નીએ પોલીસને જાણ કરી છે. પોલીસે ગુમ થનાર યુવાનનો ફોટો, વર્ણન મેળવી તપાસ શરૂ કરી છે. કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં રહેતા અને કરિયાણાની દુકાન ચલાવતા હરેશભાઈ નાગજીભાઈ મેનપરા (ઉ.વ.૪૩) નામના યુવાન ગઈ તા.૨૧ની સવારે પોતાની દુકાને હતા ત્યાંથી સાડા દસેક વાગ્યે ક્યાંક ચાલ્યા ગયા છે. તેમના પત્ની શિલ્પાબેન મેનપરાએ પોલીસને જાણ કરી છે. ગુમ થનાર યુવાન મધ્યમ બાંધો, શ્યામવર્ણ અને લંબગોળ ચહેરો ... વધુ વાંચો »

Mar 27, 2024
આગામી રવિવાર, તા. ૩૧ માર્ચના દિને જામનગર તા. ર૭: જામનગરની ૪૦ પ્લસ સંસ્થા દ્વારા મોટી વયના લોકો માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. આ સંસ્થા દ્વારા આગામી તા. ૩૧-૩-ર૦ર૪ (રવિવાર) ના બેટદ્વારકા સમૂહમાં ધ્વજાજી ચડાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૪૦ પ્લસ ક્લબ અને સિનિયર સિટીઝન તથા શ્રી સેવા મંડળ એમ ત્રણેય સંસ્થાના સભ્યો તેમજ સભ્યપદ ન ધરાવતા હોય તેવા લોકો પણ જોડાઈ શકશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છુકોએ નામ નોંધાવવા માટે દેવેન્દ્રસિંહ જાડેજા (મો.નં. ૯૪ર૮૩ ર૦૧૪૪, ૭૦૧૬૪ ૭૪૪૮૩) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.   જો  વધુ વાંચો »

Mar 27, 2024
જામનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા જામનગર તા. ૨૭:  જામનગર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા પી.સી. એન્ડ પીએનડીટીના એકટ હેઠળ નોંધાયેલા તમામ રેડીયોલોજીસ્ટ અને ગાયનેકોલોજીસ્ટ માટે એક વર્કશોપ યોજાઈ ગયો. સૌપ્રથમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.એચ. ભાયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ વર્કશોપમાં પીસી એન્ડ પીએનડીટી એકટ હેઠળ ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે અને રેકર્ડ કોપીંગ માટે ડો. દિપ ભગદેએ અને ડો. પ્રેમકુમાર કન્નરે પીસીપી અનેડીટી એકટ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તદુપરાંત સરકારી વકીલ ડીજીપી જમનભાઈ ભંડેરી દ્વારા પણ આ કાયદાકીય સૂચનો સાથે માર્ગદર્શન અપાયું હતું. આ વર્કશોપમાં જામનગર જિલ્લાના સિનિયર ગાયનેકોલોજીસ્ટ ડો. ઈલાબેન પુનાતર, ડો. કલ્પનાબેન ખંઢેરિયા, ફોગ્સીના પ્રમુખ ડો. ... વધુ વાંચો »

Mar 27, 2024
ખંભાળીયા તા. ૨૭: ખંભાળીયા નજીક આરાધના ધામમાં એસ.ટી. મજદૂર સંઘ જામનગર વિભાગની સાધારણ સભા પ્રમુખ કનકસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં જામનગરના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહામંત્રી મહાસંઘ જગદીશભાઈ પટેલ તેમજ કોષાધ્યક્ષ વનદીપસિંહ મહિડા હાજર રહ્યા હતાં. જામનગર વિભાગના પ્રમુખ તરીકે જયેન્દ્રસિંહ વાળા, મહામંત્રી સંજયભાઈ ડોડીયા, ઉપપ્રમુખ મૂળજીભાઈ ચાંડપા અને મહિપતભાઈ ઉંદરિયા, વધારાના મહામંત્રી તરીકે હિતેન્દ્રસિંહ જાડેજા અને હિતેશભાઈ ગઢવીની વરણી કરવામાં આવી હતી. જામનગરના વિભાગના કાર્યાલય મંત્રી સોલંકીભાઈ આગેવાન વાળા ભાઈ તેમજ જામનગર વિભાગની ટીમ દ્વારા ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું.   જો આપને વધુ વાંચો »

Mar 27, 2024
વેપારીઓ તથા સ્થાનિકોને રાહત જામનગરમાં સત્યનારાયણ મંદિર રોડ પર આકાશગંગા એપાર્ટમેન્ટ સામે વારંવાર ભૂગર્ભ ગટર છલકાવાની સમસ્યાથી વેપારીઓ તથા સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા હતાં. જે પછી સ્થાનિક કોર્પોરેટર તથા સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશભાઇ કગથરાને રજૂઆત કરવામાં આવતા તાકીદે સમસ્યાનું નિવારણ કરવામાં આવતા અસરગ્રસ્ત વેપારીઓ તથા સ્થાનિકોને રાહત મળી છે.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો  વધુ વાંચો »

Mar 27, 2024
ઈંગ્લીશ દારૂની બોટલ સાથે બે શખ્સ ઝબ્બેઃ જામનગર તા. ૨૭: જામનગરના પટેલનગરમાં રહેતા શખ્સને પોલીસે દારૂની બોટલ સાથે પકડ્યો છે. તેણે બોટલ આપનારનું નામ આપ્યું છે. શહેરમાં ગણપતનગર તથા જાગૃતિનગરમાંથી દેશી દારૂની બે ભઠ્ઠી પકડી પાડવામાં આવી છે. જામજોધપુરમાંથી એક શખ્સને અડધી બોટલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા પટેલ નગરની શેરી નં.૬માં રહેતા શબ્બીર ઈકબાલ થૈયમ ઉર્ફે સદામ નામના શખ્સને ગઈકાલે પોલીસે દારૂની એક બોટલ સાથે પકડી પાડ્યો છે. તેણે આ બોટલ અટલ બિહારી આવાસમાં રહેતા જયદીપ શંકરલાલ દામા પાસેથી લીધી હોવાની કબૂલાત કરી ... વધુ વાંચો »

Mar 27, 2024
ગીર ફાઉન્ડેશન દ્વારા આયોજનઃ નિબંધ લેખન-ચિત્ર સ્પર્ધાઃ ગીર ફાઉન્ડેશન દ્વારા આયોજિત અને માતૃશ્રી સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ જામનગરના આચાર્યા ડો. બીનાબેન દવેના માર્ગદર્શન હેઠળ વોટર ઈઝ લાઈફ એન્ડ સે નો ટુ પ્લાસ્ટિક વિષય પર સેમિનાર તથા વિષય આધારીત નિબંધ લેખન અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યંુ હતું. આ સ્પર્ધાઓમાં શાળાની વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ માહિતીસભર નિબંધ તથા ઉત્કૃષ્ટ ચિત્રો બનાવ્યા હતા. ભાગ લેનાર દરેક વિદ્યાર્થિનીઓને પ્રમાણપત્ર અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.   જો આપને આ પોસ્ટ વધુ વાંચો »

Mar 27, 2024
ફલ્લા તા. ૨૭: ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ દ્વારા અને ગીર ફાઉન્ડેશન-ગાંધીનગરના સહયોગથી ડેલ્ટા સ્કૂલ-સોયલમાં 'જળ એજ જીવન' અંગે અવેરનેશ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી સંજયભાઈ વાંસજાળિયા અને શાળાના આચાર્ય મનસુખભાઈ ઠાકરએ પાણી બચાવવા અંગે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. આ ઉપરાંત 'જળ એ જ જીવન' વિષય પર વકતૃત્ત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા બનનાર વિદ્યાર્થીઓને ઈનામ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં.   જો આપને આ પોસ્ટ ગમી વધુ વાંચો »

Mar 27, 2024
જામનગરની વિદ્યાસાગર ઈન્ફોટેક કોલેજના મેનેજમેન્ટ (બીબીએ) વિભાગના વિદ્યાર્થીઓએ ગીતા મશીન ટુલ્સની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓને મશીનરીનો ઉપયોગ, કાચો માલ સામાન, તૈયાર માલ, વેચાણ વગેરે માહિતી આપવામાં આવી હતી. મેનેજમેન્ટ વિભાગના પૃથ્વીરાજસિંહ જાડેજા તથા મેઘના ચૌહાણે આયોજન કર્યું હતું.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us:  વધુ વાંચો »

Mar 27, 2024
જામનગર તા. ૨૭: જામનગર મહાનગરપાલિકા સફાઈ કર્મચારી કો. ઓપરેટીવ ક્રેડીટ એન્ડ કન્ઝયુમર્સ સોસાયટી લિ. મંડળીના સભાસદ સ્વ. કાનજી લક્ષ્મણભાઈ ઝાલાનું અવસાન થતાં મંડળીની વ્યવસ્થાપક સમિતિના ઠરાવ મુજબ અવસાન પામનાર સભાસદના વારસદારને રૂ. પ૦,૦૦૦ની આર્થિક મદદ કરવામાં આવી હતી. મૃતક સભાસદના વારસદારના માતા જમનાબેન લક્ષ્મણભાઈ ઝાલાને આર્થિક મદદનો ચેક મંડળીના ડાયરેકટર અજયભાઈ મકવાણા તથા હરીશભાઈ બાબરિયાના હસ્તે આપવામાં આવ્યો હતો.  મંડળીના પ્રમુખ વિજયભાઈ બાબરિયા, તેમજ મંડળીના ડાયરેકટર મનસુખભાઈ વાઘેલા તથા રાષ્ટ્રીય સફાઈ મજદૂર યુનિયનના શહેર પ્રમુખ મહેશભાઈ બાબરિયા ઉપસ્થિત રહ્યા હતાં. જો આપને આ  વધુ વાંચો »

Mar 27, 2024
જામનગરના સ્વ. હિરજી વલ્લભદાસ પોપટ લોહાણા કન્યા છાત્રાલયમાં ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમની મદદથી વિદ્યાર્થિનીઓને સી.પી.આર.ની તાલીમ તથા બ્લડપ્રેશર અને બ્લડ સુગર ચેકીંગ કેવી રીતે કરવું તેની તાલીમ આપવામાં આવી હતી. યુવાઓમાં વધતા હાર્ટએટેકના બનાવોને પગલે અયોજીત આ કાર્યક્રમમાં શ્રી જોષી, ગજેન્દ્રસિંહ, સહદેવસિંહ, પૃથ્વીબેન તથા હેડ ગૃહમાતા ભાવનાબેન પોપટ દ્વારા જહેમત ઊઠાવવામાં આવી હતી.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો  વધુ વાંચો »

Mar 27, 2024
આઈઓસી તથા ફાયરબ્રિગેડની ટીમ ધસી ગઈઃ જામનગર તા. ૨૭: જામનગરના લાલપુર બાયપાસ પાસેથી પસાર થતી સલાયા, મથુરા આઈઓસી પાઈપ લાઈનમાં લીકેજ થયું હોવાની વિગત આપવામાં આવતા વાડીનારથી આઈઓસીની ટીમ તથા જામનગરથી ફાયર બ્રિગેડની ટૂકડી ધસી ગઈ હતી. તે પછી આ કાર્યવાહી મોકડ્રીલના ભાગરૂપે કરવામાં આવી હોવાનું જાહેર કરાયું છે. જામનગર નજીક લાલપુર બાયપાસ પરથી પસાર થતી આઈઓસીની સલાયા-મથુરા પાઈપલાઈનમાં ભંગાણ સર્જાયું હોવાની વિગતો વાડીનાર આઈઓસીને ગઈકાલે આપવામાં આવતા આઈઓસીની ટીમ જરૂરી સાધનો સાથે દોડી આવી હતી. ત્યાં પાઈપલાઈનમાં થઈ રહેલા લીકેજને અટકાવવાની કામગીરી શરૂ કરવા માટે ટીમ ... વધુ વાંચો »

Mar 27, 2024
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને જામનગર તા. ૨૭: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને ૧૨-જામનગર સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ જામનગર જિલ્લાના તમામ પાંચ વિધાનસભા મતદાર વિભાગો માટે ચૂંટણી વિષયક કામગીરી સોપવામાં આવેલ હોય અને તે પૈકી જે અધિકારીઓ/ કર્મચારીઓને ચૂંટણીની કામગીરી મુક્ત અને ન્યાયી રીતે કરી શકાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સંપૂર્ણપણે નિયંત્રણ રાખી શકાય તે માટે સરકારના ગૃહ વિભાગના વંચાણે લીધેલ-(૨) જાહેરનામા મુજબ ફોજદારી કાર્યરીતિ ૧૯૭૩ની કલમ-૨૧ હેઠળ ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકેના તથા આ અધિનિયમની કલમ-૪૪, ૧૦૩, ૧૦૪, ૧૨૯ અને ૧૪૪ના અધિકારો મળવાપાત્ર થાય છે. આ અધિકારો ભોગવવા માટેનો વિસ્તાર અને સમયગાળો નિશ્ચિત કરવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટને અધિકૃત કરવામાં આવેલ છે. હાલ ... વધુ વાંચો »

Mar 27, 2024
ઓશવાળ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટ તથા જામનગર તા. ૨૭: કેન્સર કેર કાઉન્સીલ અને ઓશવાળ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ તથા નેત્રદિપ મેક્સીવિઝનના સહયોગથી આંખની તપાસ કરી નંબર કાઢી આપવાનો કેમ્પ તા. ૨૯-૦૩-૨૦૨૪ (શુક્રવાર)ના સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ સુધી, ઓશવાળ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટ જુની જેલ સામે, જામનગરમાં રાખવામાં આવ્યો છે. આ કેમ્પમાં આંખ ચેકઅપ, જનરલ ચેકઅપ, ડેન્ટલ, ડાયાબિટીસ, હાડકાંની ઘનતા માપવા, હિમોગ્લોબીન, ડાયાબિટીસ તથા બીપી, પ્લસ ચેકઅપ કરવામાં આવશે. આ ઉપરાંત આંખનું ચેકઅપ કરી નંબર કાઢી આપવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા કેન્સર કેર કાઉન્સીલ જામનગરના ... વધુ વાંચો »

Mar 27, 2024
શિવરાત્રિ પર્વ નિમિત્તે અભિષેક-પૂજા-દર્શનઃ વાડીનાર તા. ૨૭: વાડીનાર નજીક ભરાણા ગામે ધીંગેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. ૬૦ વર્ષ પહેલા અહીં માત્ર નાની ડેરી હતી. નિવૃત્ત શિક્ષક લાલજીભાઈ જોશીએ ફાળો આપી મંદિરના જિર્ણોદ્ધારની  શરૂઆત કરી હતી. ગ્રામજનોએ સંકલન કરી ભવ્ય મંદિર બનાવ્યું હતું. શિવરાત્રિ પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં ધર્મપ્રેમીઓએ અભિષેક, પૂજા, દર્શનનો લાભ લીધો હતો. જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર વધુ વાંચો »

Mar 27, 2024
મૂળ સલાયાના અને હાલ આફ્રિકા નિવાસી દાનવીર જયંતભાઈ બદીયા૬ી સલાયાની મુલાકાતે આવ્યા હતાં. જ્યાં તેમનું લોહાણા જ્ઞાતિના આગેવાન લાલજીભાઈ ભુવા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે ધીરેનભાઈ બદીયાણીનું પણ સન્માન કરાયું હતું.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us: આ વધુ વાંચો »

Mar 27, 2024
આંતર કોલેજ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારનું સન્માનઃ જામનગર તા. ર૭: શ્રી એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજ જામનગરમાં ડીન ડો. નંદની દેસાઈ તથા ફેકલ્ટી ડીન ડો. વિજય પોપટના માર્ગદર્શન હેઠળ 'સ્પોર્ટસ ફેલીસીટેશન ફીએસ્ટા ર૦ર૪' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત આંતર કોલેજ સ્પર્ધામાં ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કરનાર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માનવામાં આવ્યા હતાં. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત આંતર કોલેજ સ્પર્ધામાં શ્રી એમ.પી. શાહ મેડિકલ કોલેજ દ્વારા ૧૦ જેટલી વિવિધ ખેલ સ્પર્ધાઓમાં અંદાજે ૬૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ કે સુવર્ણ તથા પાંચ કાંસ્ય પદક મેળવેલ ... વધુ વાંચો »

Mar 27, 2024
છેલ્લા બે દિવસમાં તાપમાન ૩ ડીગ્રી વધ્યું: જામનગર તા. ર૭: જામનગરમાં તેજીલા વાયરાઓ વચ્ચે છેલ્લા ૪૮ કલાકમાં ૩ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩પ.પ ડીગ્રી નોંધાયું હતું. જેના પગલે ગરમીમાં પણ વધારો થયો હતો. જામનગરમાં તેજીલા વાયરાઓ વચ્ચે ફરી વખત તાપમાનમાં વધારો થવાનો પ્રારંભ થઈ ગયો છે. ગત્ બે દિવસમાં ૩ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩પ.પ ડીગ્રી અને બે ડીગ્રી વધીને લઘુતમ તાપમાન ૧૪ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા વધારાના પગલે ખાસ કરીને બપોરે વધારે ગરમી જનતાએ અનુભવી હતી. નગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક ... વધુ વાંચો »

Mar 27, 2024
૨૦૭ ના ટારગેટ સામે ટાઈટન્સ માત્ર ૧૪૩ રનમાં સમેટાઈ ગઈ ચેન્નાઈ તા.૨૭: આઈપીએલ-૨૦૨૪ માં ચેન્નાઈ સુપર કિંગ્ઝની મોટી જીત થઈ છે. તેણે ગુજરાત ટાઈટન્સને ૬૩ રને હરાવ્યું છે. ગઈકાલે ચેન્નાઈએ ૨૦૬ રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમ નિર્ધારિત ૨૦ ઓવરમાં માત્ર ૧૪૩ રન જ બનાવી શકી હતી. સતત બીજી જીત સાથે ચેન્નાઈની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. ચેન્નાઈ સુપર કિંગ્ઝે આઈપીએલ-૨૦૨૪માં સતત બીજી જીત નોંધાવી અને ચેન્નાઈએ ગુજરાતને ૬૩ રનથી હરાવ્યું હતું. ગુજરાત માટે સાઈ સુદર્શને ૩ ચોગ્ગાની મદદથી ૩૭ રન બનાવ્યા હતા. પરંતુ તેની ઈનિંગ્ઝ ટાઈટન્સને વિજયરેખા  પાર કરવામાં મદદ કરી શકી ન હતી. મેચમાં ગુજરાતે ટોસ જીતીને બોલિંગ ... વધુ વાંચો »

Mar 27, 2024
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી જામનગર દ્વારા સમગ્ર જિલ્લામાં કિશોરી અને મહિલા જાગૃતિ માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. લાલપુર તાલુકામાં સ્થિત આર.એલ.છત્રોલા, શિશુ મંદિરની દીકરીઓને એજ્યુકેશન કીટ વિતરણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કિશોરીઓમાં કુપોષણ અટકાવવા માટેના પગલાં, ગુડ ટચ અને બેડ ટચ વિશેની માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં પ૦ જેટલી દીકરીઓ સહભાગી બની હતી. કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય, સ્ટાફ મિત્રો, ડીસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનના ડિસ્ટ્રીકટ કો ઓર્ડીનેટર અલ્પાબેન, અસ્મિતાબેન સાદિયા અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સ્ટાફગણ હાજર રહ્યા ... વધુ વાંચો »

Mar 27, 2024
દ્વારકા તા. ૨૭: દ્વારકા તાલુકાની કુરંગા પ્રાથમિક શાળામાં મહાશિવરાત્રિ અંતર્ગત શિવશક્તિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકો શિવ, પાર્વતી, ગણપતિ, કાર્તિકેય બન્યા હતાં. અડસઠ તીર્થ માતા પિતાના ચરણોમાં છે. તે અભિનય દ્વારા રજુ કર્યું હતું. બાળકો દ્વારા શિવ ઉમાની ઉપાસના કરતા નૃત્ય રજુ કરાયા હતાં. વિશ્વના બાર જયોતિર્લિંગ જે ભારતમાં વિદ્યેમાન છે તેમનો પરિચય મેળવ્યો હતો, પ્રતિકાત્મક બાર શિવલિંગ નિર્માણ થતા તેમનું મહત્ત્વ સમજાવ્યું હતું. શાળાના આચાર્યા તન્વીબેન કાસેન્દ્રા દ્વારા મહાશિવરાત્રીનું મહત્વ તથા શિવ તત્વએ મહાશિવરાત્રિના દિવસે મનુષ્યથી સૌથી વધુ નિકટ હોય છે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સૌ બાળકો તથા શિક્ષકોએ ભક્તિમય ઉજવણી ... વધુ વાંચો »

Mar 27, 2024
દિવ્યાંગો માટેના ખાસ ખેલ મહાકુંભમાં દ્વારકાના રાધે ડીફરન્ટલી એબલ્ડ ફાઉન્ડેશનના દિવ્યાંગ બાળકોએ વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થઈ અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. જેમાં રપ મીટર દોડ, પ૦ મીટર દોડ, ૧૦૦ મીટર દોડ, ર૦૦ મી. દોડ, ૪૦૦ મી.દોડ, ફાસ્ટ વોક, ગોળાફેંક, સોફટ બોલ થ્રો માં ૧૧ બાળકો પ્રથમ ક્રમે વિજેતા થયા હતાં. અન્ય પાંચ બાળકોએ દ્વિતીય તથા પાંચ બાળકોએ ત્રીજો ક્રમ મેળવ્યો હતો. દ્વારકાની દિવ્યાંગ બાળકો માટે ફાઉન્ડેશન છેલ્લા સાત વરસથી સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે. સંસ્થાના ટ્રસ્ટી ગણ તથા સ્ટાફને સૌએ અભિનંદન આપ્યા હતાં.   જો આપને  વધુ વાંચો »

Mar 27, 2024
મહિલાએ કરી હતી ફરિયાદઃ જામનગર તા. ૨૭: જામનગરના એક મહિલાને ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી સાડા ચાર વર્ષ પહેલાં ધમકી આપનાર એક શખ્સનો અદાલતે છૂટકારો ફરમાવ્યો છે. જામનગરના કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ પર રહેતા મલેકાબેન હુસેનભાઈ મોદી નામના મહિલા પોતાના ઘરે હતા ત્યારે વેલ્ડીંગની દુકાન ચલાવતા મુર્તૂઝા હકીમ દાઉદી નામના શખ્સે મારા સંબંધીઓ સામે તમે જે કેસ કર્યાે છે તે પાછો ખેંચી લેજો તેમ કહી ધમકી આપી હતી. આ બાબતની પોલીસમાં ફરિયાદ થતાં પોલીસે મૂર્તુઝા હકીમભાઈની ધરપકડ કરી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીનો છૂટકારો ... વધુ વાંચો »

Mar 27, 2024
ખેલ મહાકુંભ સૌરાષ્ટ્ર ઝોન અંતર્ગત રસાખેંચ સ્પર્ધા પ્રાચી (સોમનાથ)માં યોજવામાં આવી હતી. જેમાં જામનગર મહાનગરપાલિકાની ટીમ જય બજરંગે તૃતીય સ્થાન પ્રાપ્ત કરીને નગરનું ગૌરવ વધાર્યું છે.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us: આ જ  વધુ વાંચો »

Mar 27, 2024
ગીર સોમનાથમાં યોજાયેલ રાજ્ય કક્ષાની વૃશુ સ્પર્ધામાં ભાણવડની છાત્રાઓ ઝળકી હતી. બે ગોલ્ડ મેડલ, બે સીલ્વર મેડલ તથા ચાર બ્રોન્ઝ મેડલ જીતી દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us: આ જ વધુ વાંચો »

Mar 27, 2024
ગુજરાત ખેલ મહાકુંભ અંતર્ગત રસ્સા ખેંચ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં નરશી ગ્રુપની બહેનોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને જામનગરમાં પ્રથમ સ્થાન અને ગુજરાત સ્ટેટ કક્ષાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કરીને જામનગર તથા નરીશ ગ્રુપનું ગૌરવ વધાર્યું છે.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us: આ વધુ વાંચો »

Mar 27, 2024
જામનગરમાં જનસેવા ગ્રુપ દ્વારા શ્રી સાંઈ બાબા મંદિર પાસે વાછડા દાદાના મંદિર નજીક ગાંધીનગર વિસ્તારમાં આવેલ ઝુંપડપટ્ટીના બાળકોને ભોજન કરાવી કુપોષણમુકત ગુજરાતના સંકલ્પને સિદ્ધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગ્રુપના મૂળરાજભાઈ, કેતનભાઈ, ભરતભાઈ, સુભાષભાઈ, નરેશભાઈ, પ્રિતીબેન, જયશ્રીબેન, રીટાબેન વગેરે સેવાકાર્યમાં જોડાયા હતાં.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... વધુ વાંચો »

અર્ક

  • જે વ્ય્કતિ સારૃં કામ કરે છે તે ક્યારેય આદરનો ભૂખ્યો નથી હોતો, તેનું કામકાજ તેને સન્માનને પાત્ર બનાવે છે.

વિક્લી ફિચર્સ

ફોટો સમાચાર

રાશિ પરથી ફળ

Aries (મેષ: અ-લ-ઈ)

તા. ૨૮-૦૩-ર૦૨૪, ગુરૂવાર અને ફાગણ વદ-૩ : આપની બુદ્ધિ-અનુભવ-મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. પરદેશના કામ ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તા. ૨૮-૦૩-ર૦૨૪, ગુરૂવાર અને ફાગણ વદ-૩ : આપના કાર્યમાં હરિફવર્ગ-ઈર્ષા કરનાર વર્ગનો સામનો કરવો પડે. મોસાળપક્ષ-સાસરી ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

તા. ૨૮-૦૩-ર૦૨૪, ગુરૂવાર અને ફાગણ વદ-૩ : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં, સરકારી-રાજકીય કામમાં ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

તા. ૨૮-૦૩-ર૦૨૪, ગુરૂવાર અને ફાગણ વદ-૩ : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. વાદ-વિવાદથી ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

તા. ૨૮-૦૩-ર૦૨૪, ગુરૂવાર અને ફાગણ વદ-૩ : નોકરી-ધંધામાં બઢતી-બદલીના પ્રશ્ને પ્રગતિ જણાય. ઉપરીવર્ગ-સહકાર્યકર વર્ગનો સાથ-સહકાર મળી ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તા. ૨૮-૦૩-ર૦૨૪, ગુરૂવાર અને ફાગણ વદ-૩ : સગા-સંબંધીવર્ગ-મિત્રવર્ગ-ઘર-પરિવારના કામમાં સતત વ્યસ્ત રહેવું પડે. કામનો ઉકેલ આવતા ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

તા. ૨૮-૦૩-ર૦૨૪, ગુરૂવાર અને ફાગણ વદ-૩ : આપના કાર્યમાં સંતાનનો સહકાર મળી રહેતા રાહત જણાય. સિઝનલ ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તા. ૨૮-૦૩-ર૦૨૪, ગુરૂવાર અને ફાગણ વદ-૩ : કોર્ટ-કચેરીના કામમાં રૂકાવટ રહે. આવેશ-ઉશ્કેરાટમાં આવી જઈને કોઈ કામ ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તા. ૨૮-૦૩-ર૦૨૪, ગુરૂવાર અને ફાગણ વદ-૩ : આપના મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. રાજકીય-સરકારી કામ ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

તા. ૨૮-૦૩-ર૦૨૪, ગુરૂવાર અને ફાગણ વદ-૩ : આપના કાર્યની સાથે સામાજિક-વ્યાવહારિક કામ અંગે વ્યસ્ત રહેવાનું થાય. ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

તા. ૨૮-૦૩-ર૦૨૪, ગુરૂવાર અને ફાગણ વદ-૩ : નોકરી-ધંધાના કામ અંગે બહાર કે બહારગામ જવાનું બને. સંયુક્ત ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તા. ૨૮-૦૩-ર૦૨૪, ગુરૂવાર અને ફાગણ વદ-૩ : આપ હરો-ફરો-કામ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. ... વધુ વાંચો »

Aries (મેષ: અ-લ-ઈ)

આપના માટે મિશ્ર ફળદાયી સપ્તાહ શરૂ થવા જઈ રહ્યું છે. આ સમય દરમિયાન વ્યવસાયિક બાબતોમાં ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તમારા માટે આર્થિક આયોજનની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ દિવસોમાં નાણાકીય સ્થિતિ ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના માટે સામાજિક કાર્યો કરાવતું સપ્તાહ શરૂ થઈ ગયું છે. આ સપ્તાહ દરમિયાન જાહેરજીવન ક્ષેત્રે ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

આપના માટે શુભફળદાયી સપ્તાહ શરૂ થવા જઈ રહ્યું છે. આ દિવસો દરમિયાન ગ્રહ-ગોચર આપના પક્ષમાં ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

તમારા માટે ક્રોધ-આવેશ પર નિયંત્રણ રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થઈ ગયું છે. આ સમયમાં ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના માટે વ્યસ્તતા વધારતું સપ્તાહ શરૂ થાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન કામકાજમાં વધારો થાય. ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

આપના માટે ખર્ચ-ખરીદી કરાવતું સપ્તાહ શરૂ થવા જઈ રહ્યું છે. આ સમયમાં નાણાકીય બાબતે સાવધાન ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તમારા માટે વ્યવસાયિક ક્ષેત્રે મહત્ત્વનું સપ્તાહ શરૂ થઈ રહ્યું છે. આ દિવસો દરમિયાન ધંધા-રોજગાર ક્ષેત્રે ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના માટે મિલન-મુલાકાત કરાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહ દરમિયાન વ્યસ્તતામાં વધારો થાય. ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

આપના માટે ભાગ્યબળ વધારતું સપ્તાહ શરૂ થવા જઈ રહ્યું છે. આ દિવસોમાં સફળતા મેળવવામાં વધારે ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

તમારા માટે આત્મચિંતન કરાવતું સપ્તાહ શરૂ થઈ ગયું છે. આ સમયગાળામાં ભવિષ્યની યોજનાઓને અમલમાં લાવી ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના માટે નફો-નુક્સાન કરાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન નાણાકીય બાબતોમાં ... વધુ વાંચો »

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

MARKET

શબ્દવ્યુહ

crossword

હવામાન

Jamnagar, Gujarat, India

વિક્લી ફિચર્સ

Advertisement
close
Ank Bandh