close

Apr 18, 2024
પોલીસે લાઠીચાર્જ કરી ટીયર ગેસ છોડ્યોઃ કોલકાતા તા. ૧૮: પશ્ચિમ બંગાળમાં રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો અને હિંસક અથડામણ થતા સંખ્યાબંધ લોકો ઘાયલ થયા હતાં. શોભાયાત્રા પર ધાબા પરથી પથ્થરમારો કરવામાં આવ્યો. પથ્થરબાજી પછી ભીડ ઉગ્ર બની હતી જ ેને કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતાં. પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર રામ નવમી દરમિયાન હિંસાની ઘટના સામે આવી છે. બુધવારે (૧૭ એપ્રિલ) બંગાળના મૃર્શિદાબાદમાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન ... વધુ વાંચો »

Apr 18, 2024
'નોબત' વાર્ષિક લવાજમ યોજના વર્ષ ૨૦૨૩-૨૪ના નોબત વાર્ષિક લવાજમ યોજના ૨૦૨૩-૨૪ના મેગા ડ્રોના પ્રથમ ઈનામ રૂ. એક લાખના વિજેતા ખંભાળિયાના ગ્રાહક જયભાઈ હરેશભાઈ વિસાણી (પહોચ નં. ૦૬૮૨૯) ને નોબતના ચેતનભાઈ માધવાણીના હસ્તે ઈનામની રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે નોબતના ખંભાળિયાના વિતરક - એજન્ટ હિમાંશુભાઈ પંડિત હાજર રહ્યા હતા.   જો આપને આ પોસ્ટ વધુ વાંચો »

Apr 18, 2024
વર્ષ ર૦૧૧ના પોર્નોગ્રાફી કેસમાં પણ નામ સંડોવાયું હતું: નવી દિલ્હી તા. ૧૮: અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ૯૭ કરોડની સંપત્તિ ઈ.ડી.એ જપ્ત કરી છે. ઈ.ડી.એ ફરી એકવાર મોટી કાર્યવાહી કરી છે. આ વખતે બોલિવૂડ જગતના સ્ટાર્સને નિશાન બનાવાયા છે. ઈ.ડી.એ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ બિઝનેસમેન રાજ કુન્દ્રા સામે કાર્યવાહી કરતા લગભગ ૯૭ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી હતી. ઉલ્લેખનિય છે કે ર૦૧૧ માં સામે આવેલા પોર્નોગ્રાફી ... વધુ વાંચો »

Apr 18, 2024
બાયોડેટામાં ગ્રેજ્યુએટ અને એફિડેવીટમાં ધોરણ ૧ર! સુરેન્દ્રનગર તા. ૧૮: સુરેન્દ્રનગરના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાએ ઉમેદવારીપત્રકમાં શૈક્ષણિક લાયકાત અંગે ખોટી માહિતી આપી હોવાનો આક્ષેપ લગાવતા રાજકીય માહોલ ગરમાયો છે. લોકસભા ચૂંટણી ર૦ર૪ માટે ભાજપ અને કોંગ્રેસ સહિત વિવિધ રાજકીય પક્ષો વચ્ચે જોરદારજંગ જામી રહ્યો છે, ત્યારે વિવિધ બેઠકો પર ઉમેદવારો દ્વારા ફોર્મ ભરીને તેમનું નોમિનેશન કન્ફર્મ કરવામાં આવી રહ્યું છે. આ સૌની વચ્ચે ઉમેદવારો દ્વારા જાહેર કરાતી માહિતીઓને પગલે કેટલાક ઉમેદવારો ... વધુ વાંચો »

Apr 18, 2024
શરાબનીતિ સંદર્ર્ભે મની લોન્ડ્રીંગ કેસમાં નવી દિલ્હી તા. ૧૮: રાઉન્ઝ એવન્યુ કોર્ટે શરાબ કૌભાંડ સંદર્ભે મની લોન્ડ્રીંગના કેસમાં 'આપ'ના નેતા જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાની જ્યુડિશ્યલ કસ્ટડી તા. ર૬-એપ્રિલ સુધી લંબાવી દીધી છેે. આ અંગે તા. ર૬-એપ્રિલે સવારે ૧૧ વાગ્યે સુનાવણી થશે, તેમ જાણવા મળે છે.   જો આપને આ પોસ્ટ  વધુ વાંચો »

Apr 18, 2024
અમેરિકા જેવા ઘણાં દેશોમાં સામાન્ય દવા કરિયાણાની દુકાનોમાં મળે છે ! શરદી-ઉધરસ અને તાવમાં વપરાતી દવાઓ જનરલ સ્ટોર પર ઉપલબ્ધ કરાવવાની વિચારણા કરવામાં આવી રહી છે, જો કે હજુ સુધી આ અંગે સત્તાવાર રીતે કઈ કહેવામાં આવ્યું નથી. એવું કહેવાય રહ્યું છે કે ઓટીસીની નીતિ પર કામ કરતી સમિતિ એટલે કે ઓવર ધ કાઉન્ટર દવાઓ મેડિકલને બદલે જનરલ સ્ટોર્સમાં વેચવાની મંજુરી આપવા પર વિચાર કરી રહી છે પણ હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી. ... વધુ વાંચો »

Apr 18, 2024
બે પૂર્વ મુખ્યમંત્રી, આઠ કેન્દ્રિય મંત્રીઓ, એક પૂર્વ ગવર્નર પણ મેદાનમાં... નવી દિલ્હી તા. ૧૮: લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ર૧ રાજ્યોની ૧૦ર બેઠકો પર કાલે મતદાન થશે, જેમાં કેન્દ્રિય મંત્રી, બે પૂર્વ સીએમ અને ૧ પૂર્વ રાજ્યપાલ સહિત ૧૬રપ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનો ચૂંટણી પ્રચાર ગઈ સાંજે સમાપ્ત થઈ ગયો. આ તબક્કામાં આવતીકાલે ર૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૧૦ર બેઠકો માટે મતદાન થશે. આઠ ... વધુ વાંચો »

Apr 18, 2024
સપ્લાયર તથા બે રિસિવરના નામ ખૂલ્યાઃ જામનગર તા. ૧૮: ધ્રોલ નજીક આવેલી વધુ વાંચો »

Apr 18, 2024
વા૫ીથી ડ્રગ્સ ખરીદી અજમેર ગયા પછી પરત આવતી વેળાએ ચેકપોસ્ટ પર પકડાયાઃ જામનગર તા. ૧૮: ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર બનાસકાંઠા નજીકની અમીરગઢ ચેકપોસ્ટ પરથી ગઈકાલે જામનગરના ત્રણ શખ્સ રૂ.૧.૧૬ કરોડના ડ્રગ્સ સાથે ઝડપાઈ ગયા છે. તેઓની મોટર પોલીસે ચેક કરતા તેમાંથી ૧૦૭ર ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. વાપીથી તે ડ્રગ્સ ખરીદવામાં આવ્યું હોવાની પ્રાથમિક કબૂલાત મળી છે. આ શખ્સો અજમેરથી પરત આવતા હતા ત્યારે માર્ગમાં ઝડપાઈ ગયા હતા. ગુજરાતથી રાજસ્થાન વચ્ચેની ... વધુ વાંચો »

Apr 18, 2024
ર૪ કલાકમાં ૩.ર ડીગ્રી વધ્યુ તાપમાન જામનગર તા. ૧૮: જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૩.ર ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાનનો પારો સિઝનમાં સૌ પ્રથમ વખત ૪૦ ડીગ્રીએ પહોંચી ગયો હતો. જેના પગલે નગર આખું જાણે ભઠ્ઠીમાં પરિવર્તિત થઈ ગયું હોય તેવા અસહ્ય આકાશ તાપનો અનુભવ જનતાએ કર્યો હતો. અસહ્ય ગરમીના પગલે પ્રજાજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સમગ્ર હાલાર પંથકમાં એપ્રિલ માસમાં ઉનાળાએ ગતિ પકડી લીધી ... વધુ વાંચો »

Apr 18, 2024
બાલા હનુમાન મંદિરેથી પ્રસ્થાન, નગરભ્રમણ કરી પંચેશ્વર ટાવર પાસે લોહાણા મહાજનના રામ મંદિરે સમાપન છોટીકાશીનું બીરૂદ પામેલા જામનગર શહેરમાં હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના નેજા હેઠળ રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે ઐતિહાસિક જનમેદનીની વચ્ચે ભવ્યાતિભવ્ય રામ સવારી નીકળી હતી, અને શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. જે તળાવની પાળ પર આવેલા સુપ્રસિદ્ધ બાલા હનુમાનજી મંદિરેથી પ્રારંભ થઇ હવાઇ ચોક, સેતાવાડ, સેન્ટ્રલ બેંક રોડ, માંડવી ટાવર, બર્ધન ચોક, દરબાર ગઢ, ચાંદી બજાર, દિપક ટોકીઝ, રણજીત રોડ, બેડી ... વધુ વાંચો »

Apr 18, 2024
સાડા ચાર લાખનું અપાયું બીલઃ જામનગર તા. ૧૮: જામનગરના પટેલનગરમાં વીજ કંપનીના અધિકારીઓએ ચેકીંગ કરી એક મહિલા તથા તેમના પુત્ર, પુત્રવધૂ સામે વીજચોરીનો આક્ષેપ મૂકી છ ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. તે ગુન્હામાં અદાલતે ત્રણેય આરોપીને જામીન આપ્યા છે. જામનગરના રણજીત સાગર રોડ પર પટેલનગરમાં વસવાટ કરતા એક પરિવારને ત્યાં વીજ ચેકીંગ કરાયા પછી વીજ કંપનીના અધિકારીએ નજીકમાં આવેલા થાંભલામાંથી સીધુ વીજજોડાણ મેળવાયું હોવાનો આક્ષેપ મુકી સરોજબેન ગોપાલભાઈ, તેમના પુત્ર વિક્કી, પુત્રવધૂ અનીતાબેન સામે જુદી જુદી છ ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. તે ... વધુ વાંચો »

Apr 18, 2024
ફાયરબ્રિગેડ તથા સ્થાનિકો દોડ્યાઃ દ્વારકા શહેરના આદિત્ય રોડ પર આવેલી હોટલ ક્રિષ્નાશયના ટેરેસ પર મુકવામાં આવેલા કેબલ બોક્સમાં ગઈકાલે કોઈ રીતે શોર્ટ સર્કીટ થતાં આગ ભભૂકી ઉઠી હતી. દોડી આવેલા ફાયર બ્રિગેડના જવાનો તથા સ્થાનિક લોકોએ આગને કાબૂમાં લઈ લીધી હતી.   જો આપને આ પોસ્ટ ગમી  વધુ વાંચો »

Apr 18, 2024
દર્દીના સગા-સિક્યુરિટી વચ્ચે મારામારીનો વીડિયો વાયરલઃ જામનગરના સુમેર કલબ રોડ પર જોલી બંગલા પાસે આવેલી જેસીસી હોસ્પિટલમાં આજે સવારે કોઈ બાબતે દર્દીના સગાને ત્યાંના સિક્યુરિટી ગાર્ડ સાથે કોઈ બાબતે બોલાચાલી થયા પછી બંને વચ્ચે છૂટા હાથની મારામારી થઈ પડી હતી. તેનો કોઈએ વીડિયો ઉતારી વાયરલ કર્યાે હતો. સામાન્ય બાબત પછી થયેલી મારામારીમાં અન્ય લોકોએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો.   જો આપને  વધુ વાંચો »

Apr 18, 2024
નેવીમોડામાં પડતર મકાનમાંથી મળી આવી ભઠ્ઠીઃ જામનગર તા. ૧૮: જામનગરના રાજ પાર્ક પાસેથી ગઈકાલે એલસીબીએ એક શખ્સને દારૂની ૨૩ બોટલ સાથે પકડી પાડ્યો છે. અલીયા ગામમાંથી એક બોટલ ઝડપાઈ છે. નેવીમોડા ગામમાં પડતર મકાનમાંથી દેશી દારૂની ભઠ્ઠી મળી આવી છે. જામનગરના ગુલાબનગર રોડ પર આવેલા રાજપાર્ક પાસે સેવા સદન ગેઈટ નજીકથી ગઈકાલે બપોરે જઈ રહેલા કમલેશ માયાભાઈ હાજાણી નામના શખ્સને પેટ્રોલિંગમાં રહેલા એલસીબીના સ્ટાફે રોકાવી તલાશી લીધી હતી. વધુ વાંચો »

Apr 18, 2024
ચેકની રકમ મુજબનો દંડ ભરવા આદેશઃ જામનગર તા. ૧૮: જામનગરની એક સોસાયટીએ લોન મેળવી ચેક આપનાર સભાસદ સામે કોર્ટમાં ચેક પરતની ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને છ મહિનાની કેદ અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. જામનગરની વિવેકાનંદ ક્રેડીટ કો. ઓપરેટિવ સોસાયટીના સભાસદ અને ગોકુલનગરમાં રહેતા મુકેશ છગનભાઈ પાણખાણીયાએ સોસાયટીમાંથી લોન મેળવી તેને ભરપાઈ કરવા માટે સોસાયટીને ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી ... વધુ વાંચો »

Apr 18, 2024
એસઓજીએ ત્રણ દરવાજા પાસેથી પકડ્યોઃ જામનગર તા. ૧૮: જામનગરમાં ચાલુ વર્ષે કેફી પદાર્થ ઝડપાઈ જવાના નોંધાયેલા ગુન્હામાં સંડોવાયેલો એક આરોપી નાસી ગયો હતો. તેને એસઓજીએ ત્રણ દરવાજા પાસેથી દબોચી લીધો છે. જામનગરના સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાલુ વર્ષમાં એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાયેલા એક ગુન્હામાં જામનગરના બચુનગર વિસ્તારમાં રહેતા મહંમદરફીક મુસાભાઈ કકલ નામના શખ્સની સંડોવણી ખૂલી હતી. ત્યારથી આ શખ્સ નાસી ગયો હતો. ઉપરોક્ત આરોપી ગ્રેઈન માર્કેટ ... વધુ વાંચો »

Apr 18, 2024
મસીતિયામાં યુવક પર ધોકા-પાઈપથી કરાયો હલ્લોઃ જામનગર તા. ૧૮: ખંભાળિયા પાસે ધરમપુરના દંપતી પર ત્રણ શખ્સે હુમલો કરી મોટરમાં તોડફોડ કરી હતી. મોટર આડે રાખવામાં આવેલું બાઈક હટાવવાના પ્રશ્ને ઝઘડો થયો હતો. જ્યારે જામનગરના મસીતિયામાં ચાર શખ્સે બોલાચાલી કરી એક યુવાનને ધોકા-પાઈપથી માર માર્યાે હતો. ખંભાળિયા તાલુકાના ધરમપુર ગામમાં રહેતા નિમેષભાઈ જયંતિભાઈ કણઝારીયા અને તેમના પત્ની જીજે-૧૦-બીઆર ૬૩૯૯ નંબરની મોટરમાં ગઈ તા.૧૮ની સાંજે જામનગર જવા નીકળ્યા હતા. તેઓ જ્યારે દ્વારકા-જામનગર ... વધુ વાંચો »

Apr 18, 2024
ગ્રાહક સાથે કરેલી વાત સંચાલક સુધી પહોંચતા બબાલઃ જામનગર તા. ૧૮: જામનગરના ગોકુલનગરમાં આવેલી વીજ કંપનીની ઓફિસમાં સોમવારે ફરજ પર રહેલા એક કર્મચારીને સોલાર એજન્સીવાળા એક શખ્સ સહિત બેએ ગેરવર્તન કરી મારી નાખવાની ધમકી આપ્યાની અને ફરજમાં રૂકાવટ કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. વીજકર્મીએ ઓફિસમાં સોલાર કનેક્ટિવિટીના કારણે કામ બરાબર ચાલતું ન હોવાનું ગ્રાહકને કહ્યા પછી ગ્રાહકે એજન્સીધારકને કહેતા આ બબાલ થઈ હતી. જામનગરના માણેકનગર-૧માં રહેતા અને પશ્ચિમ ગુજરાત વીજ ... વધુ વાંચો »

Apr 18, 2024
જામનગર તા. ૧૮: ઓખા મંડળના સુરજકરાડીમાં ત્રણ સપ્તાહ પૂર્વે બપોરના સમયે ચાલીને જતાં એક વૃદ્ધાને પુરપાટ ઝડપે ધસી આવેલા ટ્રકે ઠોકર મારી હતી. ગંભીર ઈજા પામેલા આ વૃદ્ધાનું મૃત્યુ નિપજ્યું છે. અકસ્માત સર્જી ટ્રક મૂકીને નાસી ગયેલા તેના ચાલક સામે મૃતકના પુત્રએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર પાસે સુરજકરાડીમાં ઉદ્યોગનગર નજીક રહેતા અને ગેસના ચૂલાનું રીપેરીંગ કરતા ચંદુભાઈ વિકયામલ નારવાણી નામના પ્રૌઢના માતા મીરાબેન ગઈ તા.૧૯ માર્ચની બપોરે સુરજકરાડીમાં એસબીઆઈ બેંક પાસેથી ચાલીને ... વધુ વાંચો »

Apr 18, 2024
જેસીબીની મેળવાઈ મદદઃ જામનગર તા. ૧૮: ખંભાળિયાના વચલાબારામાં નિરણ ભરીને આવેલો એક ટ્રક ઉપરથી પસાર થતી જીવંત વીજલાઈનને અડકતા નિરણમાં આગે દેખા દીધી હતી. આગને સ્થાનિકોએ કાબુ કરી હતી. ખંભાળિયા તાલુકાના વચલાબારા ગામમાં આવેલી ગૌશાળા માટે આજે સવારે નિરણ ભરીને એક ટ્રક આવ્યો હતો. તે ટ્રકનો ઉપરનો ભાગ વીજ વાયરને અડકી જતાં નિરણમાં ધુમાડા નીકળવાનું શરૂ થયું હતું. ત્યારપછી આગ વધુ પ્રસરે તે પહેલાં ટ્રકમાંથી નિરણ ખાલી ... વધુ વાંચો »

Apr 18, 2024
પાસપોર્ટ, વીઝા બનાવતા આસામીને હાજર થવા હુકમઃ જામનગર તા. ૧૮: જામનગરના એક આસામી પાસેથી રૂ.૪૪,૧૦,૨૦૦ ઉછીના મેળવી પાસપોર્ટ, વીઝાનું કામ કરતા એક આસામીએ ચાર ચેક આપ્યા હતા. તે ચેક પરત ફર્યાની ફરિયાદ કોર્ટમાં કરાઈ છે. જામનગરના વિનાયક વિરૂભાઈ ઉર્ફે વિરેન્દ્રભાઈ નંદાણી પાસેથી પાસપોર્ટ- વીઝાનું કામ કરતા મયુર રાજેન્દ્રભાઈ દવેએ જુદા જુદા સમયે કુલ રૂ.૪૪,૧૦,૨૦૦ હાથઉછીના મેળવ્યા હતા. તે રકમ પરત આપવા મયુર દવેએ જુદી જુદી રકમના ચાર ચેક આપ્યા હતા. તે તમામ ચેક ... વધુ વાંચો »

Apr 18, 2024
એક દુકાન પાસેથી મળી આવ્યો મૃતદેહઃ જામનગર તા. ૧૮: જોડિયા તાલુકાના તારાણા ગામમાં આજે સવારે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. તેને નિહાળી કોઈએ પોલીસને જાણ કરતા જોડિયા પોલીસનો કાફલો સ્થળ પર ધસી ગયો છે. આ યુવાનની હત્યા કરવામાં આવી હોવાની આશંકા સેવાઈ રહી છે. ગઈરાત્રે તારાણામાં એક દુકાન પાસે આ બનાવ બન્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ બનાવની વધુ વિગત મુજબ જોડિયા તાલુકાના તારાણા ગામમાં એક દુકાન પાસે ... વધુ વાંચો »

Apr 18, 2024
મીન પરિવાર દ્વારા પ૦ વર્ષથી સેવા-પૂજા યથાવત દ્વારકાના હરિનામ સંકિર્તન મંદિરે રામનવમી પર્વની ભવ્ય ઊજવણી કરાઈ હતી. સવારે ૭-૩૦ કલાકે નિત્ય આરતી, દ્વારકાના રઘુવંશી વિજયભાઈ વિઠલાણી તથા કનૈયાલાલ મચ્છર પરિવાર હસ્તે અભિષેક પૂજન સવારે ૯-૧પ થી કરવામાં આવ્યું હતું. બપોરે ૧ર ના ટકોરે શ્રીરામના જન્મ સમયે ઉત્સવ આરતીમાં બહોળી સંખ્યામાં રામભકતો જોડાયા હતાં. રાત્રે નિત્યક્રમની આરતી ૯-૦૦ કલાકે થઈ છે. સંક્રિર્તન મંદિરમાં પૂજારી ભાનુભાઈ મીન પરિવાર દ્વારા છેલ્લા પ૦ વર્ષ ઉપરાંતથી સેવા-પૂજાનો નિત્યક્રમ ... વધુ વાંચો »

Apr 18, 2024
અમરનાથ યાત્રાના રજીસ્ટ્રેશન માટે જામનગરમાં જામનગર તા. ૧૮ : સુપ્રસિદ્ધ અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશનની કામગીરીનો પ્રારંભ થઈ ચુક્યો છે. પરંતુ એક માત્ર પંજાબ નેશનલ બેન્કમાં જ રજીસ્ટ્રેશન કામગીરી હોવાથી યાત્રાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. જો સરકાર દ્વારા આ રજીસ્ટ્રેશનની સુવિધા અન્ય બે-ત્રણ બેન્કોમાં પણ શરૂ કરે તો લોકોને રાહત મળી શકે. કારણ કે દેશભરમાંથી દર વર્ષે લાખો શ્રદ્ધાળેઓ અમરનાથ યાત્રામાં જતા હોય છે. જામનગરથી હજારો લોકો રજીસ્ટ્રેશન કરાવે છે. આજે સવારે ... વધુ વાંચો »

Apr 18, 2024
રામનવમી પર્વે દ્વારકાના ત્રણબત્તી ચોકમાં દ્વારકાના ત્રણબત્તી ચોકમાં આવેલ રામ સ્તંભ-રામમંદિરમાં રામનવમી પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. સવારે ૧૦ થી ૧૨ સુધી રામભક્તો દ્વારા ભક્તિભાવપૂર્વક રામજીનું પૂજન-અર્ચન કરાયું હતું. બપોરે ૧૨ કલાકે રામ જન્મ સમયે રામજીની ઉત્સવ આરતી કરવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયા હતાં. રામજન્મ નિમિત્તે ભાવિકોને પંજરી સહિત પ્રસાદીનું વિતરણ કરાયું હતું.   જો આપને આ વધુ વાંચો »

Apr 18, 2024
પ્રત્યક્ષ, ઓનલાઈન અને સોશિયલ મીડિયા દ્વારા દર્શન રામનવીમના ૫ાવન અવસરે દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીને ભગવાન શ્રીરામ જેવો અલભ્ય શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. જેના દર્શન મનોરથનો હજારો ભાવિકોએ લાભ લીધો હતો. ઓનલાઈન તેમજ સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમથી લાખો ભાવિકોએ ઠાકોરજીના દૈદિપ્યમાન સ્વરૂપને નિહાળી ભાવવિભોર બન્યા હતાં.   જો આપને આ પોસ્ટ ગમી વધુ વાંચો »

Apr 18, 2024
રણમલ તળાવની પાળે નવા બ્યુટિફિકેશન પ્રોજેક્ટ હેઠળઃ જામનગરમાં પાછળા તળાવનું રિનોવેશન - બ્યુટિફિકેશન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવનાર છે. જેના ભાગરૂપે હાલ તળાવની પાળે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. જેસીબીની મદદથી તળાવના કિનારેથી કચરો એકત્રિત સફાઈ કર્મચારીઓ દ્વારા આવો કચરો ડમ્પિંગ પોઈન્ટ સુધી મોકલવામાં આવી રહ્યો છે.  અન્ય જેસીબીની મદદથી રિનોવેશન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આગામી ટૂંક સમયમાં જઆ મહત્ત્વના પ્રોજેક્ટનું કામ ચાલુ થશે. જે પૂર્ણ થયા પછી નગરજનોને એક નવલું નજરાણું માણવાનો લ્હાવો મળશે. જો વધુ વાંચો »

Apr 18, 2024
એક જ દિવસમાં બે મગરોને કરાયા રેસ્કયૂ ખંભાળીયા તા. ૧૮ : દ્વારકા જિલ્લાના ભાણવડના નવાગામ તથા ઝારેરા ગામોથી એક જ દિવસમાં બે મગરના રેસ્કયૂ કરાયા હતાં. દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં બરડાના જંગલ તથા નદી નાળા વિસ્તારોમાં મગર ખૂબ જ મોટા પ્રમાણમાં રહેતા હોય ગઈકાલે ભાણવડના નવાગામ પાસે નદીની નજીકમાંથી થઈને ગામમાં પ્રવેશ કરતા લોકો ભયભીત થઈ ગયા હતા તથા તાલુકાના ઝરેરા ગામે નજીકના નદી વિસ્તારમાંથી એક મગર ખેડૂતના ખેતરે પહોંચી ... વધુ વાંચો »

Apr 18, 2024
આજે સાંજે લોહાણા જ્ઞાતિની પારણાં નાતઃ જામનગર લોહાણા મહાજન દ્વારા દર વર્ષની જેમ આ વરસે પણ રામનવમી પર્વના પારણાંની નાત (લોહાણા જ્ઞાતિનું સમૂહ ભોજન) નું આયોજન કરવામાં આવ્યું છે. આજે સાંજે સાત રસ્તા સર્કલ પાસે એમ.પી.શાહ કોમર્સ કોલેજના વિશાળ મેદાનમાં યોજાનાર સમૂહ જ્ઞાતિ ભોજનમાં અંદાજિત ૨૫૦૦૦ જ્ઞાતિજનો પ્રસાદીનો લાભ લેનાર છે. ત્યારે રસોઈ સમિયાણો, રસોડું વગેરે બાબતો અંગે તડામાર તૈયારી ચાલી રહી છે.   જો આપને વધુ વાંચો »

Apr 18, 2024
સ્વીપ હેઠળ ચૂંટણી તંત્ર દ્વારા ખંભાળીયા તા. ૧૮: લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ અંતર્ગત તા. ૭ મે ના ગુજરાતમાં મતદાન થવાનું છે દરેક નાગરિક મતદાન કરવા અંગે જાગૃત બને અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીની પ્રક્રિયામાં ભાગીદાર બને તે માટે ૧ર જામનગર સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૮૧ ખંભાળીયા મતદાર વિભાગના એક પણ મતદાર મતદાનથી વંચીત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી જી.ટી. પંડ્યા દિશા નિર્દેશ હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લોકોને ... વધુ વાંચો »

Apr 18, 2024
શ્રીરામ સંકીર્તન મંદિરે ૫ણ રામધૂન સાથે ઉજવણી ખંભાળીયા તા. ૧૮: વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળ દ્વારા ખંભાળીયામાં રામનવમીની ભવ્ય ઉજવણી થઈ હતી અને તેના ભાગરૂપે શોભાયાત્રા, દર્શન પૂજા-મહાઆરતી યોજાઈ હતી. ખંભાળીયામાં ગઈકાલે રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા સાથે ઉજવણી હતી જેમાં હિન્દુ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતાં. સાંજે ચાર વાગ્યે નગર ગેઈટ પાસેના શ્રીરામ મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી તથા શહેરના વિવિધ વિસ્તારો મોરલી મંદિર, લુહાર શાળ, ... વધુ વાંચો »

Apr 18, 2024
ખંભાળીયામાં નગર ગેઈટ પાસેના ખંભાળીયા તા. ૧૮: ખંભાળીયામાં નગર ગેઈટ પાસેના શ્રીરામ મંદિરે અયોધ્યાના શ્રીરામલલ્લા તથા મંદિરના ભવ્ય દર્શન થયા હતાં. ગઈકાલે યોજાયેલ શ્રીરામનવમીની ઉજવણીમાં ખંભાળીયામાં નગર ગેઈટ પાસેના મુખ્ય ગણાતા શ્રીરામ મંદિરમાં મંદિરના કાર્યકરો પૂજારી પરિવારો દ્વારા અયોધ્યા રામમંદિર તથા રામલલ્લાના ભવ્ય દર્શન યોજાયા હતા અને એવું સુંદર ભક્તિમય વાતાવરણ થયું હતું કે લોકો ભાવ વિભોર થઈ ગયા હતા તથા સાક્ષાત અયોધ્યા દર્શન કરવા ઉભા હોય તેવી અનુભૂતિ થઈ હતી. ગઈકાલે સાંજે ભવ્ય મહા આરતી યોજાઈ હતી. જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકો ... વધુ વાંચો »

Apr 18, 2024
કલ્યાણપુર તાલુકાના ભાટીયામાં આહિર સમાજના ભાઈઓ દ્વારા રામનવમીના દિવસે શ્રી આહિર દેવાયત બોદરની પુણ્યતિથિ નિમિત્તે ભાટીયામાં બસ સ્ટેન્ડ પાસેથી શ્રી આહિર દેવાયત બોદરની પ્રતિમાને આરતી, પૂજન કરાયું હતું જેમાં સમાજમાં અનેક લોકો જોડાયા હતાં.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો  વધુ વાંચો »

Apr 18, 2024
શ્રમિક પુત્રની ઝળહળતી સિદ્ધિઃ જામનગર તા. ૧૮: જામનગરમાં કડીયા કામ કરતા શ્રમિકના પુત્રએ યુપીએસસીની પરીક્ષા પાસ કરી છે. ગઈકાલે પરિણામ જાહેર થયા પછી ચાવડા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે યુપીએસસીની પરીક્ષા પાસ કરનાર હાલ જીએસટી વિભાગમાં ફરજ બજાવે છે. જામનગરના પ્રફુલભાઈ ચાવડા અને મંજુલાબેન ચાવડાના પુત્ર આકાશ ચાવડાએ યુપીએસસીની ખૂબ જ અઘરી ગણાતી પરીક્ષા પાસ કરી છે. પરિણામ જાહેર થયા પછી તેના ઘરે ખુશીનો માહોલ જોવા મળ્યો ... વધુ વાંચો »

Apr 18, 2024
મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ખંભાળીયા તા. ૧૮: મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ખંભાળીયા તાલુકાના વાડીનારમાં જાગો મતદાર જાગો શેરી નાટક થકી મતદાન જાગૃતિનો સંદેશ અપાયો હતો. સશક્ત લોકશાહીના નિર્માણમાં સહભાગીતા અદા કરવા હું અવશ્ય મતદાન કરીશ નો સંકલ્પ વાડીનારના ગ્રામજનોએ લીધો હતો. લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ અંતર્ગત ૦૭ મે ના ગુજરાતમાં મતદાન થવાનું છે. દરેક નાગરિક મતદાન કરવા માટે જાગૃત બને અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીની પ્રક્રિયામા ભાગીદાર બને તે માટે ... વધુ વાંચો »

Apr 18, 2024
મહેકમ ખર્ચ ૪૮ના બદલે ૬૯ ટકા થઈ જતાં ખંભાળિયા તા. ૧૮: આખરે ખંભાળિયા નગરપાલિકાના કર્મચારીઓને સાતમા પગારપંચને બદલે છઠ્ઠા પગારપંચ પ્રમાણે રિવર્સ પે સ્કેલનો હુકમ થયો છે. તે પછી કર્મચારીઓ હાઈકોર્ટના શરણે ગયા છે. ખંભાળિયા નગર પાલિકાના ઈતિહાસમાં પ્રથમ વખત રેકોર્ડરૂપ ગઈકાલે ખંભાળિયા પાલિકાના તમામ કર્મચારીઓને સાતમાને બદલે છઠ્ઠા પગારપંચ પ્રમાણે રિવર્સ પે સ્કેલનો હુકમ પાલિકા ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસે કરતા પાલિકા કર્મચારીઓમાં સોંપો પડી ગયો છે. રાજ્ય સરકાર દ્વારા પાલિકાના મહેકમ ખર્ચના આધારે આ અંગે પરિપત્ર કરેલો હોય તથા તમામ કર્મચારીઓને પણ ... વધુ વાંચો »

Apr 18, 2024
લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત જામનગર તા. ૧૮: લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ ના અનુસંધાને જામનગર જિલ્લામાં સમાવિષ્ટ મતદાન મથકો પર કામગીરી સરળતાથી થાય અને મતદાન સ્ટાફને માર્ગદર્શન મળી રહે તે હેતુથી અમુક મતદાન મથકો વચ્ચે ૧ ઝોનલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. જે અધિકારીઓને ચૂંટણી વિષયક કામગીરી સોંપવામાં આવી હોય અને તે પૈકી જે અધિકારી કે કર્મચારીઓને હોદ્દાની રૂએ કાર્યપાલક મેજીસ્ટ્રેટના અધિકાર મળેલા નથી, તો તેઓ ચૂંટણીની કામગીરી મુકત અને ન્યાયી રીતે કરી શકે તેમજ ... વધુ વાંચો »

Apr 18, 2024
ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ પ૦પ સમસ્ત દ્વારા દ્વારકા તા. ૧૮: દ્વારકામાં ગુ.બ્રા. જ્ઞાતિ પ૦પ સમસ્ત દ્વારા આવતીકાલથી પાંચ દિવસીય શ્રી કોટી ગાયત્રી મહાયજ્ઞ યોજાશે. યાત્રાધામ દ્વારકામાં તા. ૧૯-૪-ર૦ર૪ ને શુક્રવારથી તા. ર૩ સુધી દ્વારકાધીશજીના મુખ્ય યજમાનપદે સમસ્ત જ્ઞાતિ કલ્યાણાર્થે શ્રી કોટી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન જ્ઞાતિની વ્યવસ્થાપક સમિતિ તથા મધ્યસ્થ સભા દ્વારા કરાયું છે. જેમાં આજે તા. ૧૮ મસએ ગુરુવારે દ્વારકેશ સ્કૂલના યજ્ઞ મંડપમાં સવારે ૬ થી ૮ કલાક સુધી કોટી ગાયત્રી ... વધુ વાંચો »

Apr 18, 2024
દ્વારકાના ત્રૈલોકય સુંદર મંદિરમાં દ્વારકા તા. ૧૮: દ્વારકાધીશ જગતમંદિરમાં રામનવમી પર્વની પરંપરાગત ઉજવણી કરાઈ હતી. યાત્રાધામ દ્વારકામાં ભગવાન વિષ્ણુના સ્વરૂપ શ્રીકૃષ્ણની કર્મભૂમિમાં તેમના જ સ્વરૂપ મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામનો જન્મોત્સવ દર વર્ષની જેમ ધાર્મિક પરંપરાનુસાર ઉજવવામાં આવ્યો હતો. દ્વારકાધીશના ત્રૈલોક્યસુંદર મંદિરમાં રામલલ્લાના જન્મોત્સવને વધાવવા સવારે ૧૦-૩૦ કલાકે દર્શન બંધ કરાયા બાદ ધામક ષોડશોપચાર વિધિથી મંત્રોચ્ચાર અને અભિષેક પૂજન સાથે કાળિયા ઠાકોરને શંખ, ચક્ર, ગદા, પદ્મ સાથે ... વધુ વાંચો »

Apr 18, 2024
જામનગર તા. ૧૮: જામનગરમાં કર્મકાંડ માટે આવેલા ખંભાળિયાના એક યુવાનનો રિક્ષામાં થેલો ભુલાઈ ગયા પછી પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કર્મચારીઓએ તે રિક્ષા શોધી કાઢી થેલો પરત અપાવ્યો હતો. ખંભાળિયાના ૫વન વિજયભાઈ રાજ્યગુરૂ નામના યુવાન જામનગરના ધોરીવાવ પાસે આવેલી સંસ્કૃત પાઠશાળામાં કર્મકાંડ માટે આવ્યા પછી મંગળવારે દરેડથી જામનગર બસ ડેપો જવા માટે રિક્ષામાં બેઠા હતા. આ યુવાન રિક્ષામાંથી ઉતરતી વખતે પોતાનો થેલો રિક્ષામાં ભૂલી ગયા હતા જેમાં કપડા તેમજ અભ્યાસના અસલ કાગળો વગેરે હતા. તેઓએ તરત જ પોલીસનો સંપર્ક કરતા પોલીસના કમાન્ડ ... વધુ વાંચો »

Apr 18, 2024
જામનગરના નિલકંઠનગર પાસે જામનગર તા. ૧૮: જામનગર મહાનગરપાલિકા દ્વારા સાધના કોલોની રોડ પર નિલકંઠનગર પાસે ૧પ-ર૦ ફૂટ ઊંડા ખાડાઓ ખોદવાનું કામ ચાલે છે. આ ખોદકામના કારણે મનપાએ ડીવાઈડરની એક તરફનો રસ્તો ૧પ દિવસ સુધી બંધ રહેશે તેવું જાહેર કર્યું છે. વિકાસ કામ માટે આવી વ્યવસ્થા કરવી પડે તે સ્વાભાવિક છે, પણ ૧પ-૧પ દિવસ સુધી ર૪ કલાક વાહનો-રાહદારીઓની સતત અવરજવરવાળા વ્યસ્ત માર્ગ ઉપર ડીવાઈડરની એક તરફનો રસ્તો બંધ કરી દેવાથી અહિં ... વધુ વાંચો »

Apr 18, 2024
નિવૃત્ત કર્મચારી પણ મુશ્કેલીમાં મુકાય તેવી સંભાવના ખંભાળીયા તા. ૧૮ : નિવૃત્તકર્મી માટેની એફડી સાત કરોડમાંથી પાંચ કરોડ વપરાઈ જતાં ખંભાળીયા નગરપાલિકાના કર્મચારીઓને વધુ એક તકલીફ પડવાની સંભાવના ઉભી થઈ છે. ખંભાળીયા નગરપાલિકાના કર્મચારીઓને કે જે એક સમયમાં રાજ્યમાં સૌથી આગળ પગારપંચ તથા વધારાનો લાભ લેવા જાણીતા હતા તેમણે ચાર-પાંચ માસથી પરેશાની શરૂ થઈ છે. પગારમાં અનિયમિતતા પછી ગઈકાલેે પગાર પંચ રીવર્સનો ઐતિહાસિક નિર્ણય સાતમાંથી ૬ઠ્ઠા પગાર પંચ પ્રમાણે લાભ ... વધુ વાંચો »

Apr 18, 2024
સલાયા તા. ૧૮: બારા ગામમાં જમુનેશ મહાપ્રભુજીની બેઠકમાં તા. ર૦-૪-ર૪ થી તા. રર-૪-ર૪ સુધી ત્રણ દિવસ માટે ભગવદ્ ગુણાનુવાદનું આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ સાંજે ૭-૧પ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી સત્સંગ થશે.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો  વધુ વાંચો »

Apr 18, 2024
જામનગર તા. ૧૮: ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાના મોટાબાપુનું અવસાન થયું છે. ધ્રોળના હાડાટોડા ગામના રવિન્દ્ર જાડેજાના પિતા અનિરૂદ્ધસિંહ જાડેજાના મોટાભાઈ જયુભા ગુમાનસિંહ જાડેજા (ઉ.વ. પ૭) નું અવસાન થયું છે. રવિન્દ્ર જાડેજાના કૌટુંબિક એવા ધ્રોળ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બ્રીજરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રવિન્દ્રના મોટાબાપુના અવસાનથી હાડાટોડા ગામમાં શોકનું વાતાવરણ છવાયું છે.   જો આપને આ વધુ વાંચો »

Apr 18, 2024
ખંભાળીયા તા. ૧૮ : જામનગરમાં ખંભાળીયા નાકા બહાર આવેલ માધવરાયજી મંદિરમાં તા. ૧૯-૪-ર૪ ના રૂક્ષ્મણીજી માધવરાયજીના વિવાહ મહોત્સવ નિમિત્તે સાંજે ૬ થી ૮ સુધી સાંજી તથા દાંડીયા રાસ યોજાશે. તા. ર૦-૪ ના સાંજે પ થી ૮ સુધી વિવાહ મહોત્સવ ઉજવવામાં આવશે.   જો આપને આ પોસ્ટ ગમી હોય વધુ વાંચો »

Apr 18, 2024
ધ્વજારોહણ-પ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોઃ જામનગર તા. ૧૮: જામનગરના ખંભાળિયા નાકા બહાર, આર્યસમાજ પાસે આવેલા શ્રી ચૈતન્ય હનુમાનજી મંદિરમાંહનુમાન જન્મોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન તા. ર૩-૪-ર૦ર૪ (મંગળવાર) ના દિને કરવામાં આવ્યું છે. જેમાં સવારે પ વાગ્યે મંગળા આરતી, ૯-૩૦ વાગ્યે ધ્વજા આરોહણ, ૧૦-૩૦ વાગ્યે રૂદ્રાભિષેક તથા સાંજે પ વાગ્યે શ્રીરામ કીર્તન, પ-૩૦ વાગ્યે બટુક ભોજન (વૃદ્ધાશ્રમના વૃદ્ધોને પ્રસાદ) તેમજ રાત્રે ૭ થી ૧૧ વાગ્યા દરમિયાન પ્રસાદ રાખવામાં આવ્યો છે.   જો વધુ વાંચો »

Apr 18, 2024
નિઃશુલ્ક ચશ્મા વિતરણ સાથે આગામી રવિવારે જામનગર તા. ૧૮: શ્રી આશાપુરા મિત્ર મંડળ, મચ્છરનગર અને ડો. પૃથ્વીરાજસિંહ જાડેજા દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ અને ચશ્મા શિબિરનું આયોજન રવિવાર તા. ર૧-૪-ર૪ ના સવારે ૯-૩૦ વાગ્યાથી શ્રી આશાપુરા મંદિર, મચ્છરનગર, જામનગરમાં કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં મોતિયા, ઝામરનું નિદાન તથા એકસો દર્દીઓના ચશ્માના નંબરની નિઃશુલ્ક તપાસ કરી અપાશે. ઝામર, પડદાના રોગો, વેલ વગેરેનું ઓપરેશન ડો. અમિત મહેતાને ત્યાં આયુષ્માન કાર્ડ ઉપર તથા મોતિયાનું ઓપરેશન જી.જી. ... વધુ વાંચો »

Apr 18, 2024
૧૦ માં આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે જામનગર તા. ૧૮: આઈ.ટી.આર.એ. જામનગર સ્વસ્થવૃત વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણ માટે યોગ વિષય વસ્તુ પર આધારિત ૧૦ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષ્યમાં મહિલાઓને લગતી વિવિધ સમસ્યાઓ માટે વિવિધ યોગાભ્યાસ શિબિરનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે. આ યોગાભ્યાસ શિબિરની વિગતોમાં આવતીકાલ તા. ૧૯-૪-ર૦ર૪ ના માસિક ધર્મ સંબંધિત સમસ્યાઓ માટે યોગાભ્યાસ, તા. ર૬-૪-ર૦ર૪ ના સગર્ભાવસ્થા દરમિયાન યોગાભ્યાસ અને તા. ૩-પ-ર૦ર૪ ના રજો નિવૃત્તિ સંબંધિત સમસ્યાઓ માટે ... વધુ વાંચો »

Apr 18, 2024
જામનગર તા. ૧૮ : જામનગરની વિદ્યાસાગર ઈન્ફોટેક કોલેજ તથા જિલ્લા હોમગાર્ડઝ કચેરીના સંયુકત ઉપક્રમે કોલેજના પ્રો. પ્રેક્ષાબેન ભટ્ટના સંકલનથી જિલ્લા હોમગાર્ડઝ કચેરીના પરિવારમાં વિદ્યાર્થીઓ તથા અધિકારીઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના પ્રિન્સીપાલ રામ કેવલરામાણી, અધ્યાપકગણ, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.   જો આપને આ પોસ્ટ ગમી  વધુ વાંચો »

Apr 18, 2024
ખંભાળીયા તા. ૧૮: ખંભાળીયા તાલુકાના ભાતેલના તથા રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખ તથા અગ્રણી નાથુભા ગોવુભા જાડેજા (ઉ.વ. ૬૩)નું તા. ૧૭-૦૪-૨૪ના અવસાન થતાં રાજપૂત સમાજમાં ભારે શોકની લાગણી ફેલાઈ હતી. સ્વ. નાથુભા જાડેજાએ ખંભાળીયા ભાતેલમાં અનેક કાર્યોમાં મદદરૂપ થયા હતાં. ખંભાળીયા એલસીબીના સહદેવસિંહ જાડેજાના પિતા હતાં.   જો આપને આ પોસ્ટ ગમી  વધુ વાંચો »

Apr 18, 2024
જામનગર તા. ૧૮: જામનગરમાં દર રવિવારે ગરીબોને ભોજનની સેવા આપતા મહાવીર ખીચડી ઘરને આગામી રવિવારે તા. ર૧-૪-ર૪ માટે દાતા ભરતભાઈ ગણાત્રા, જીતેન્દ્રભાઈ વોરા, ભેરૂમલ ભોજવાણી, પાયલબેન માલદે, ભારત સ્ટોર્સ, ઈન્દુમતિ મહેતા તરફથી આર્થિક સહયોગ મળ્યો છે. (સંપર્ક મો.ને. ૯૪ર૭૯ ૦૮પપ૯).   જો આપને આ પોસ્ટ ગમી હોય  વધુ વાંચો »

Apr 18, 2024
ભાટીયા તા. ૧૮: ભાટીયામાં સંત જલારામ આદર્શ લગ્ન સમિતિ  દ્વારા માત્ર એક રૂપિયાના ટોકન ચાર્જથી લગ્ન વિધિ કરાવી આપવામાં આવે છે. સમિતિ દ્વારા ભાટીયામાં ચોથા આદર્શ લગ્ન તા. ર૧-૪-ર૪ ના દિને યોજાશે. આ લગ્ન માટે દાતા સ્વ. વનરાવનભાઈ દતાણી (હસ્તે દિલીપભાઈ તથા નિલેશભાઈ) પરિવાર તરફથી આર્થિક સહયોગ મળ્યો છે. આદર્શ લગ્ન યોજવામાં જે કોઈ રઘુવંશી દીકરી-દીકરાને જોડાવું હોય તો સમિતિના કિશોરભાઈ દતાણી (૯૪ર૭૪ ર૦૧૧૧)નો સંપર્ક કરવો. જો આપને આ વધુ વાંચો »

Apr 18, 2024
જામનગરના સચ્ચાઈ મિત્ર મંડળ દ્વારા આયોજન જામનગર તા. ૧૮: જામનગરના સચ્ચાઈ મિત્ર મંડળ દ્વારા તા. ૧૯-૪-ર૪ ના દિને ઓશવાળ સેન્ટરમાં ર૧ મી સમૂહ પહેડીનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૮-૪ ના રાત્રે ૮ વાગ્યે ભક્તિભાવના, તા. ૧૯-૪ ના સવારે ૮ વાગ્યે શોભાયાત્રા, બપોરે ૧ર થી ર સુધી મહાપ્રસાદ, બપોરે ર-૩૦ વાગ્યે મહાઆરતી તથા રાત્રે ૯ વાગ્યે સ્થાપના પૂજા થશે. આ ધાર્મિકોત્સવમાં સચ્ચાઈ માતાજી તથા ક્ષેત્રપાળદાદાને નમતા હાલારી ... વધુ વાંચો »

Apr 18, 2024
જામનગર તા. ૧૮: જામનગર મોઢ વણિક જ્ઞાતિ સંચાલિત વૈજનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ તેમજ મોઢ વણિક જ્ઞાતિની મુલતવી રહેલ ચૂંટણી જ્ઞાતિની પોરેચા વાડી, નેશનલ હાઈસ્કૂલ સામે તા. ૨૧-૦૪-૨૪ના યોજાશે. બપોરે ૧૨:૩૦ થી ૨ વાગ્યા સુધી ઉમેદવારની નોંધણી થશે. ત્યારબાદ સાંજે ૪ થી ૬:૩૦ સુધી મતદાન થશે.   જો આપને આ પોસ્ટ ગમી  વધુ વાંચો »

Apr 18, 2024
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો.... ઈઝરાયેલ દ્વારા સીરિયામાં ઈરાનના દૂતાવાસ નજીક અટેક બાદ બદલો લેવા ઈરાન દ્વારા ઈઝરાયેલ પર ડ્રોન, મિસાઈલ હુમલા થતાં બન્ને દેશો વચ્ચે ઘર્ષણને લઈ જીઓપોલિટીકલ ટેન્શન વધતાં વૈશ્વિક બજારોમાં ઘટાડા સાથે  ભારતીય શેરબજારમાં પણ ફોરેન ફંડોની જંગી વેચવાલી જોવા મળી હતી જો કે આજે સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં નીચા મથાળે ઇન્ડેક્સ બેઇઝ્ડ ઉછાળો નોંધાયો હતો. અલબત બજારોમાં પેનીક સેલિંગ બાદ બન્ને દેશો વચ્ચેના ઘર્ષણને રાજદ્વારી પ્રયાસો થકી અટકાવી શકાશે એવી અપેક્ષાએ વૈશ્વિક બજારોમાં ધોવાણ અટક્યા સાથે અને ચાલુ વર્ષે ભારતમાં ચોમાસું સામાન્યથી સારૂ રહેવાના આઈએમડીના અંદ ાજોએ ભારતીય શેરબજારમાં ફંડો, મહારથીઓએ લેવાલી કરતા ... વધુ વાંચો »

Apr 18, 2024
હાલારમાં રામનવમીની ઉમંગભેર ઉજવણી થઈ, શોભાયાત્રાઓ નીકળી અને અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા. હાલારમાં આવેલા યાત્રાધામ દ્વારકા અને બેટ દ્વારકાની પાવનભૂમિ પર હનુમાનદાંડીનું મંદિર, દ્વારકાના અખંડ રામધૂન મંદિર અને જામનગરના બાલા હનુમાન મંદિરમાં ચાલતી અખંડ રામધૂન સાથે રામનવમીની ઉજવણી કાંઈક વિશેષ મહત્ત્વપૂર્ણ બની હતી. હાલારની આ જ પાવન ભૂમિ પરથી હવે નશીલા પદાર્થોનો જથ્થો ઝડપાઈ રહ્યો હોવાથી ચિન્તાજનક સ્થિતિ ઊભી થઈ રહી છે, અને કયાંક 'ઉડતા પંજાબ'ની જેમ 'ઉડતા હાલાર' ની દિશામાં તો આ વિસ્તાર ધકેલાઈ રહ્યો નથી ને ? તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. દેવભૂમિમાંથી લાખો રૂપિયાનો નશીલા ... વધુ વાંચો »

Apr 18, 2024
વા૫ીથી ડ્રગ્સ ખરીદી અજમેર ગયા પછી પરત આવતી વેળાએ ચેકપોસ્ટ પર પકડાયાઃ જામનગર તા. ૧૮: ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર બનાસકાંઠા નજીકની અમીરગઢ ચેકપોસ્ટ પરથી ગઈકાલે જામનગરના ત્રણ શખ્સ રૂ.૧.૧૬ કરોડના ડ્રગ્સ સાથે ઝડપાઈ ગયા છે. તેઓની મોટર પોલીસે ચેક કરતા તેમાંથી ૧૦૭ર ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. વાપીથી તે ડ્રગ્સ ખરીદવામાં આવ્યું હોવાની પ્રાથમિક કબૂલાત મળી છે. આ શખ્સો અજમેરથી પરત આવતા હતા ત્યારે માર્ગમાં ઝડપાઈ ગયા હતા. ગુજરાતથી રાજસ્થાન વચ્ચેની બોર્ડર પર આવેલી અમીરગઢ ચેકપોસ્ટ પરથી ગઈકાલે હ્યુન્ડાઈ કંપનીની ક્રેટા મોટર પસાર થઈ હતી. ત્યાં ઉભી કરવામાં આવેલી ચેક પોસ્ટ ... વધુ વાંચો »

Apr 18, 2024
દર્દીના સગા-સિક્યુરિટી વચ્ચે મારામારીનો વીડિયો વાયરલઃ જામનગરના સુમેર કલબ રોડ પર જોલી બંગલા પાસે આવેલી જેસીસી હોસ્પિટલમાં આજે સવારે કોઈ બાબતે દર્દીના સગાને ત્યાંના સિક્યુરિટી ગાર્ડ સાથે કોઈ બાબતે બોલાચાલી થયા પછી બંને વચ્ચે છૂટા હાથની મારામારી થઈ પડી હતી. તેનો કોઈએ વીડિયો ઉતારી વાયરલ કર્યાે હતો. સામાન્ય બાબત પછી થયેલી મારામારીમાં અન્ય લોકોએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો.   જો આપને આ પોસ્ટ ગમી હોય વધુ વાંચો »

Apr 18, 2024
પોલીસે લાઠીચાર્જ કરી ટીયર ગેસ છોડ્યોઃ કોલકાતા તા. ૧૮: પશ્ચિમ બંગાળમાં રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો અને હિંસક અથડામણ થતા સંખ્યાબંધ લોકો ઘાયલ થયા હતાં. શોભાયાત્રા પર ધાબા પરથી પથ્થરમારો કરવામાં આવ્યો. પથ્થરબાજી પછી ભીડ ઉગ્ર બની હતી જ ેને કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતાં. પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર રામ નવમી દરમિયાન હિંસાની ઘટના સામે આવી છે. બુધવારે (૧૭ એપ્રિલ) બંગાળના મૃર્શિદાબાદમાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન અથડામણ થઈ હતી. જેમાં ઘણાં લોકો ઘાયલ થયા હતાં. મુર્શિદાબાદના શક્તિપુર વિસ્તારમાં એક સરઘસ પર કથિત રીતે પથ્થરમારો કરવામાં આવ્યો ... વધુ વાંચો »

Apr 18, 2024
વર્ષ ર૦૧૧ના પોર્નોગ્રાફી કેસમાં પણ નામ સંડોવાયું હતું: નવી દિલ્હી તા. ૧૮: અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ૯૭ કરોડની સંપત્તિ ઈ.ડી.એ જપ્ત કરી છે. ઈ.ડી.એ ફરી એકવાર મોટી કાર્યવાહી કરી છે. આ વખતે બોલિવૂડ જગતના સ્ટાર્સને નિશાન બનાવાયા છે. ઈ.ડી.એ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ બિઝનેસમેન રાજ કુન્દ્રા સામે કાર્યવાહી કરતા લગભગ ૯૭ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી હતી. ઉલ્લેખનિય છે કે ર૦૧૧ માં સામે આવેલા પોર્નોગ્રાફી કેસમાં કુન્દ્રાનું નામ સપડાયું હતું, ત્યારે તેમની ધરપકડ પણ થઈ હતી, જો કે પછીથી જામીન મળી ગયા હતાં. વધુ વાંચો »

Apr 18, 2024
એક દુકાન પાસેથી મળી આવ્યો મૃતદેહઃ જામનગર તા. ૧૮: જોડિયા તાલુકાના તારાણા ગામમાં આજે સવારે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. તેને નિહાળી કોઈએ પોલીસને જાણ કરતા જોડિયા પોલીસનો કાફલો સ્થળ પર ધસી ગયો છે. આ યુવાનની હત્યા કરવામાં આવી હોવાની આશંકા સેવાઈ રહી છે. ગઈરાત્રે તારાણામાં એક દુકાન પાસે આ બનાવ બન્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ બનાવની વધુ વિગત મુજબ જોડિયા તાલુકાના તારાણા ગામમાં એક દુકાન પાસે આજે સવારે ભૂપતસિંહ નામના એક યુવાનનો ઈજા પામેલો મૃતદેહ જોવા મળ્યો હતો. કોઈએ પોલીસને જાણ કરતા જોડિયા પોલીસની ટીમ દોડી ... વધુ વાંચો »

Apr 18, 2024
સપ્લાયર તથા બે રિસિવરના નામ ખૂલ્યાઃ જામનગર તા. ૧૮: ધ્રોલ નજીક આવેલી એક હોટલ પાસેથી વધુ વાંચો »

Apr 18, 2024
ર૪ કલાકમાં ૩.ર ડીગ્રી વધ્યુ તાપમાન જામનગર તા. ૧૮: જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૩.ર ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાનનો પારો સિઝનમાં સૌ પ્રથમ વખત ૪૦ ડીગ્રીએ પહોંચી ગયો હતો. જેના પગલે નગર આખું જાણે ભઠ્ઠીમાં પરિવર્તિત થઈ ગયું હોય તેવા અસહ્ય આકાશ તાપનો અનુભવ જનતાએ કર્યો હતો. અસહ્ય ગરમીના પગલે પ્રજાજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સમગ્ર હાલાર પંથકમાં એપ્રિલ માસમાં ઉનાળાએ ગતિ પકડી લીધી છે. જામનગરમાં એક જ દિવસમાં ૩.ર ડીગ્રી સુધી ઊંચકાયને મહત્તમ તાપમાનનો પારો સિઝનમાં સૌ પ્રથમ વખત ૪૦ ડીગ્રીએ પહોંચી ગયો ... વધુ વાંચો »

Apr 18, 2024
'નોબત' વાર્ષિક લવાજમ યોજના વર્ષ ૨૦૨૩-૨૪ના નોબત વાર્ષિક લવાજમ યોજના ૨૦૨૩-૨૪ના મેગા ડ્રોના પ્રથમ ઈનામ રૂ. એક લાખના વિજેતા ખંભાળિયાના ગ્રાહક જયભાઈ હરેશભાઈ વિસાણી (પહોચ નં. ૦૬૮૨૯) ને નોબતના ચેતનભાઈ માધવાણીના હસ્તે ઈનામની રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે નોબતના ખંભાળિયાના વિતરક - એજન્ટ હિમાંશુભાઈ પંડિત હાજર રહ્યા હતા.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો  વધુ વાંચો »

Apr 18, 2024
બે પૂર્વ મુખ્યમંત્રી, આઠ કેન્દ્રિય મંત્રીઓ, એક પૂર્વ ગવર્નર પણ મેદાનમાં... નવી દિલ્હી તા. ૧૮: લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ર૧ રાજ્યોની ૧૦ર બેઠકો પર કાલે મતદાન થશે, જેમાં કેન્દ્રિય મંત્રી, બે પૂર્વ સીએમ અને ૧ પૂર્વ રાજ્યપાલ સહિત ૧૬રપ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનો ચૂંટણી પ્રચાર ગઈ સાંજે સમાપ્ત થઈ ગયો. આ તબક્કામાં આવતીકાલે ર૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૧૦ર બેઠકો માટે મતદાન થશે. આઠ કેન્દ્રિય પ્રધાનો, બે ભૂતપૂર્વ મુખ્યપ્રધાનો અને ભૂતપૂર્વ રાજ્યપાલ એવા નેતાઓ સામેલ છે, જેમના ચૂંટણીના ભાવિનો પ્રથમ તબક્કામાં નિર્ણય કરવામાં આવશે. વધુ વાંચો »

Apr 18, 2024
શ્રમિક પુત્રની ઝળહળતી સિદ્ધિઃ જામનગર તા. ૧૮: જામનગરમાં કડીયા કામ કરતા શ્રમિકના પુત્રએ યુપીએસસીની પરીક્ષા પાસ કરી છે. ગઈકાલે પરિણામ જાહેર થયા પછી ચાવડા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે યુપીએસસીની પરીક્ષા પાસ કરનાર હાલ જીએસટી વિભાગમાં ફરજ બજાવે છે. જામનગરના પ્રફુલભાઈ ચાવડા અને મંજુલાબેન ચાવડાના પુત્ર આકાશ ચાવડાએ યુપીએસસીની ખૂબ જ અઘરી ગણાતી પરીક્ષા પાસ કરી છે. પરિણામ જાહેર થયા પછી તેના ઘરે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને એક બીજાને મીઠાઈ ખવડાવી ઉજવણી કરવામાં આવી હતી. જો કે આકાશ ચાવડાની નાણાકીય સ્થિતિ સદ્ધર ... વધુ વાંચો »

Apr 18, 2024
બાયોડેટામાં ગ્રેજ્યુએટ અને એફિડેવીટમાં ધોરણ ૧ર! સુરેન્દ્રનગર તા. ૧૮: સુરેન્દ્રનગરના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાએ ઉમેદવારીપત્રકમાં શૈક્ષણિક લાયકાત અંગે ખોટી માહિતી આપી હોવાનો આક્ષેપ લગાવતા રાજકીય માહોલ ગરમાયો છે. લોકસભા ચૂંટણી ર૦ર૪ માટે ભાજપ અને કોંગ્રેસ સહિત વિવિધ રાજકીય પક્ષો વચ્ચે જોરદારજંગ જામી રહ્યો છે, ત્યારે વિવિધ બેઠકો પર ઉમેદવારો દ્વારા ફોર્મ ભરીને તેમનું નોમિનેશન કન્ફર્મ કરવામાં આવી રહ્યું છે. આ સૌની વચ્ચે ઉમેદવારો દ્વારા જાહેર કરાતી માહિતીઓને પગલે કેટલાક ઉમેદવારો વિવાદોમાં ફસાઈ રહ્યા છે. આવી એક મામલો સુરેન્દ્રનગરના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા સાથે બન્યો છે. તેમના પર કોંગ્રેસ દ્વારા ડીગ્રી ... વધુ વાંચો »

Apr 18, 2024
બાલા હનુમાન મંદિરેથી પ્રસ્થાન, નગરભ્રમણ કરી પંચેશ્વર ટાવર પાસે લોહાણા મહાજનના રામ મંદિરે સમાપન છોટીકાશીનું બીરૂદ પામેલા જામનગર શહેરમાં હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના નેજા હેઠળ રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે ઐતિહાસિક જનમેદનીની વચ્ચે ભવ્યાતિભવ્ય રામ સવારી નીકળી હતી, અને શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. જે તળાવની પાળ પર આવેલા સુપ્રસિદ્ધ બાલા હનુમાનજી મંદિરેથી પ્રારંભ થઇ હવાઇ ચોક, સેતાવાડ, સેન્ટ્રલ બેંક રોડ, માંડવી ટાવર, બર્ધન ચોક, દરબાર ગઢ, ચાંદી બજાર, દિપક ટોકીઝ, રણજીત રોડ, બેડી ગેઇટ થઇ અને પંચેશ્વર ટાવર પાસે આવેલા ભગવાન શ્રી રામચંદ્રજીના મંદિરે રાત્રિના ૧.૦૦ વાગ્યે પૂર્ણ થઇ હતી. સમગ્ર શોભાયાત્રાના માર્ગ પર ... વધુ વાંચો »

Apr 18, 2024
મસીતિયામાં યુવક પર ધોકા-પાઈપથી કરાયો હલ્લોઃ જામનગર તા. ૧૮: ખંભાળિયા પાસે ધરમપુરના દંપતી પર ત્રણ શખ્સે હુમલો કરી મોટરમાં તોડફોડ કરી હતી. મોટર આડે રાખવામાં આવેલું બાઈક હટાવવાના પ્રશ્ને ઝઘડો થયો હતો. જ્યારે જામનગરના મસીતિયામાં ચાર શખ્સે બોલાચાલી કરી એક યુવાનને ધોકા-પાઈપથી માર માર્યાે હતો. ખંભાળિયા તાલુકાના ધરમપુર ગામમાં રહેતા નિમેષભાઈ જયંતિભાઈ કણઝારીયા અને તેમના પત્ની જીજે-૧૦-બીઆર ૬૩૯૯ નંબરની મોટરમાં ગઈ તા.૧૮ની સાંજે જામનગર જવા નીકળ્યા હતા. તેઓ જ્યારે દ્વારકા-જામનગર માર્ગ પર રોડ ક્રોસ કરવા માટે મોટર સાઈડમાં રાખીને ઉભા હતા ત્યારે આગળ એક બુલેટ મોટરસાયકલ ઉભુ રહી ગયું હતું ... વધુ વાંચો »

Apr 18, 2024
એસઓજીએ ત્રણ દરવાજા પાસેથી પકડ્યોઃ જામનગર તા. ૧૮: જામનગરમાં ચાલુ વર્ષે કેફી પદાર્થ ઝડપાઈ જવાના નોંધાયેલા ગુન્હામાં સંડોવાયેલો એક આરોપી નાસી ગયો હતો. તેને એસઓજીએ ત્રણ દરવાજા પાસેથી દબોચી લીધો છે. જામનગરના સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાલુ વર્ષમાં એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાયેલા એક ગુન્હામાં જામનગરના બચુનગર વિસ્તારમાં રહેતા મહંમદરફીક મુસાભાઈ કકલ નામના શખ્સની સંડોવણી ખૂલી હતી. ત્યારથી આ શખ્સ નાસી ગયો હતો. ઉપરોક્ત આરોપી ગ્રેઈન માર્કેટ નજીક ત્રણ દરવાજા પાસે આવ્યો હોવાની બાતમી એસઓજીના વિરેન્દ્રસિંહ, બળભદ્રસિંહ, તૌસિફ તાયાણી, દિનેશભાઈને મળતા પીઆઈ બી.એન. ચૌધરીની સૂચના અને પીએસઆઈ ... વધુ વાંચો »

Apr 18, 2024
અમેરિકા જેવા ઘણાં દેશોમાં સામાન્ય દવા કરિયાણાની દુકાનોમાં મળે છે ! શરદી-ઉધરસ અને તાવમાં વપરાતી દવાઓ જનરલ સ્ટોર પર ઉપલબ્ધ કરાવવાની વિચારણા કરવામાં આવી રહી છે, જો કે હજુ સુધી આ અંગે સત્તાવાર રીતે કઈ કહેવામાં આવ્યું નથી. એવું કહેવાય રહ્યું છે કે ઓટીસીની નીતિ પર કામ કરતી સમિતિ એટલે કે ઓવર ધ કાઉન્ટર દવાઓ મેડિકલને બદલે જનરલ સ્ટોર્સમાં વેચવાની મંજુરી આપવા પર વિચાર કરી રહી છે પણ હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી. જો સમિતિ મંજુરી આપશે તો સામાન્ય દવાઓ કે જે માટે ડોકટરની પ્રિસ્ક્રિપ્શન લેવાની જરૂર નથી તેવી દવાઓ આસાનીથી ઉપલબ્ધ થઈ ... વધુ વાંચો »

Apr 18, 2024
રણમલ તળાવની પાળે નવા બ્યુટિફિકેશન પ્રોજેક્ટ હેઠળઃ જામનગરમાં પાછળા તળાવનું રિનોવેશન - બ્યુટિફિકેશન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવનાર છે. જેના ભાગરૂપે હાલ તળાવની પાળે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. જેસીબીની મદદથી તળાવના કિનારેથી કચરો એકત્રિત સફાઈ કર્મચારીઓ દ્વારા આવો કચરો ડમ્પિંગ પોઈન્ટ સુધી મોકલવામાં આવી રહ્યો છે.  અન્ય જેસીબીની મદદથી રિનોવેશન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આગામી ટૂંક સમયમાં જઆ મહત્ત્વના પ્રોજેક્ટનું કામ ચાલુ થશે. જે પૂર્ણ થયા પછી નગરજનોને એક નવલું નજરાણું માણવાનો લ્હાવો મળશે. જો આપને આ પોસ્ટ  વધુ વાંચો »

Apr 18, 2024
નેવીમોડામાં પડતર મકાનમાંથી મળી આવી ભઠ્ઠીઃ જામનગર તા. ૧૮: જામનગરના રાજ પાર્ક પાસેથી ગઈકાલે એલસીબીએ એક શખ્સને દારૂની ૨૩ બોટલ સાથે પકડી પાડ્યો છે. અલીયા ગામમાંથી એક બોટલ ઝડપાઈ છે. નેવીમોડા ગામમાં પડતર મકાનમાંથી દેશી દારૂની ભઠ્ઠી મળી આવી છે. જામનગરના ગુલાબનગર રોડ પર આવેલા રાજપાર્ક પાસે સેવા સદન ગેઈટ નજીકથી ગઈકાલે બપોરે જઈ રહેલા કમલેશ માયાભાઈ હાજાણી નામના શખ્સને પેટ્રોલિંગમાં રહેલા એલસીબીના સ્ટાફે રોકાવી તલાશી લીધી હતી. જામનગરની તિરૂપતિ સોસાયટી પાસે રહેતા આ શખ્સના કબજામાંથી અંગ્રેજી શરાબની ૨૩ બોટલ મળી આવી હતી. એલસીબીના મયુદ્દીન સૈયદે આ ... વધુ વાંચો »

Apr 18, 2024
નિવૃત્ત કર્મચારી પણ મુશ્કેલીમાં મુકાય તેવી સંભાવના ખંભાળીયા તા. ૧૮ : નિવૃત્તકર્મી માટેની એફડી સાત કરોડમાંથી પાંચ કરોડ વપરાઈ જતાં ખંભાળીયા નગરપાલિકાના કર્મચારીઓને વધુ એક તકલીફ પડવાની સંભાવના ઉભી થઈ છે. ખંભાળીયા નગરપાલિકાના કર્મચારીઓને કે જે એક સમયમાં રાજ્યમાં સૌથી આગળ પગારપંચ તથા વધારાનો લાભ લેવા જાણીતા હતા તેમણે ચાર-પાંચ માસથી પરેશાની શરૂ થઈ છે. પગારમાં અનિયમિતતા પછી ગઈકાલેે પગાર પંચ રીવર્સનો ઐતિહાસિક નિર્ણય સાતમાંથી ૬ઠ્ઠા પગાર પંચ પ્રમાણે લાભ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યા પછી થોડા સમયમાં પાલિકાના નિવૃત્તકર્મીઓ માટે પણ માઠા સમાચાર આવનાર છે ! વધુ વાંચો »

Apr 18, 2024
ગ્રાહક સાથે કરેલી વાત સંચાલક સુધી પહોંચતા બબાલઃ જામનગર તા. ૧૮: જામનગરના ગોકુલનગરમાં આવેલી વીજ કંપનીની ઓફિસમાં સોમવારે ફરજ પર રહેલા એક કર્મચારીને સોલાર એજન્સીવાળા એક શખ્સ સહિત બેએ ગેરવર્તન કરી મારી નાખવાની ધમકી આપ્યાની અને ફરજમાં રૂકાવટ કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. વીજકર્મીએ ઓફિસમાં સોલાર કનેક્ટિવિટીના કારણે કામ બરાબર ચાલતું ન હોવાનું ગ્રાહકને કહ્યા પછી ગ્રાહકે એજન્સીધારકને કહેતા આ બબાલ થઈ હતી. જામનગરના માણેકનગર-૧માં રહેતા અને પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની ગોકુલ નગર સ્થિત કચેરીમાં ફરજ બજાવતા વિરમભાઈ ખીમાભાઈ કારેણા સોમવારે બપોરે પોતાની ઓફિસમાં ફરજ પર હતા ત્યારે બિપીન સાવલીયા ... વધુ વાંચો »

Apr 18, 2024
પાસપોર્ટ, વીઝા બનાવતા આસામીને હાજર થવા હુકમઃ જામનગર તા. ૧૮: જામનગરના એક આસામી પાસેથી રૂ.૪૪,૧૦,૨૦૦ ઉછીના મેળવી પાસપોર્ટ, વીઝાનું કામ કરતા એક આસામીએ ચાર ચેક આપ્યા હતા. તે ચેક પરત ફર્યાની ફરિયાદ કોર્ટમાં કરાઈ છે. જામનગરના વિનાયક વિરૂભાઈ ઉર્ફે વિરેન્દ્રભાઈ નંદાણી પાસેથી પાસપોર્ટ- વીઝાનું કામ કરતા મયુર રાજેન્દ્રભાઈ દવેએ જુદા જુદા સમયે કુલ રૂ.૪૪,૧૦,૨૦૦ હાથઉછીના મેળવ્યા હતા. તે રકમ પરત આપવા મયુર દવેએ જુદી જુદી રકમના ચાર ચેક આપ્યા હતા. તે તમામ ચેક બેંકમાંથી અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત ફરતા વિરેન્દ્રભાઈએ નોટીસ પાઠવ્યા પછી જામનગરની કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. અદાલતે આરોપી મયુર ... વધુ વાંચો »

Apr 18, 2024
અમરનાથ યાત્રાના રજીસ્ટ્રેશન માટે જામનગરમાં જામનગર તા. ૧૮ : સુપ્રસિદ્ધ અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશનની કામગીરીનો પ્રારંભ થઈ ચુક્યો છે. પરંતુ એક માત્ર પંજાબ નેશનલ બેન્કમાં જ રજીસ્ટ્રેશન કામગીરી હોવાથી યાત્રાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. જો સરકાર દ્વારા આ રજીસ્ટ્રેશનની સુવિધા અન્ય બે-ત્રણ બેન્કોમાં પણ શરૂ કરે તો લોકોને રાહત મળી શકે. કારણ કે દેશભરમાંથી દર વર્ષે લાખો શ્રદ્ધાળેઓ અમરનાથ યાત્રામાં જતા હોય છે. જામનગરથી હજારો લોકો રજીસ્ટ્રેશન કરાવે છે. આજે સવારે જામનગરની તળાવની પાળ સ્થિત પંજાબ નેશનલ બેન્કમાં ભારી ગીર્દી જોવા મળી હતી. એક બેન્કમાં વધુ ગ્રાહકોને સમાવી શકાય તેટલી પુરતી ... વધુ વાંચો »

Apr 18, 2024
ચેકની રકમ મુજબનો દંડ ભરવા આદેશઃ જામનગર તા. ૧૮: જામનગરની એક સોસાયટીએ લોન મેળવી ચેક આપનાર સભાસદ સામે કોર્ટમાં ચેક પરતની ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને છ મહિનાની કેદ અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. જામનગરની વિવેકાનંદ ક્રેડીટ કો. ઓપરેટિવ સોસાયટીના સભાસદ અને ગોકુલનગરમાં રહેતા મુકેશ છગનભાઈ પાણખાણીયાએ સોસાયટીમાંથી લોન મેળવી તેને ભરપાઈ કરવા માટે સોસાયટીને ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત ફરતા મુકેશ પાણખાણીયાને નોટીસ આપવામાં આવી હતી. તેમ છતાં નાણા ભરપાઈ ન કરાતા તેની ... વધુ વાંચો »

Apr 18, 2024
આજે સાંજે લોહાણા જ્ઞાતિની પારણાં નાતઃ જામનગર લોહાણા મહાજન દ્વારા દર વર્ષની જેમ આ વરસે પણ રામનવમી પર્વના પારણાંની નાત (લોહાણા જ્ઞાતિનું સમૂહ ભોજન) નું આયોજન કરવામાં આવ્યું છે. આજે સાંજે સાત રસ્તા સર્કલ પાસે એમ.પી.શાહ કોમર્સ કોલેજના વિશાળ મેદાનમાં યોજાનાર સમૂહ જ્ઞાતિ ભોજનમાં અંદાજિત ૨૫૦૦૦ જ્ઞાતિજનો પ્રસાદીનો લાભ લેનાર છે. ત્યારે રસોઈ સમિયાણો, રસોડું વગેરે બાબતો અંગે તડામાર તૈયારી ચાલી રહી છે.   જો આપને આ પોસ્ટ ગમી  વધુ વાંચો »

Apr 18, 2024
એક જ દિવસમાં બે મગરોને કરાયા રેસ્કયૂ ખંભાળીયા તા. ૧૮ : દ્વારકા જિલ્લાના ભાણવડના નવાગામ તથા ઝારેરા ગામોથી એક જ દિવસમાં બે મગરના રેસ્કયૂ કરાયા હતાં. દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં બરડાના જંગલ તથા નદી નાળા વિસ્તારોમાં મગર ખૂબ જ મોટા પ્રમાણમાં રહેતા હોય ગઈકાલે ભાણવડના નવાગામ પાસે નદીની નજીકમાંથી થઈને ગામમાં પ્રવેશ કરતા લોકો ભયભીત થઈ ગયા હતા તથા તાલુકાના ઝરેરા ગામે નજીકના નદી વિસ્તારમાંથી એક મગર ખેડૂતના ખેતરે પહોંચી ગયો હતો. બન્ને બનાવોમાં ખેડૂતો દ્વારા ભાણવડના એનિમલ લવર્સ ગ્રુપને જાણ કરવામાં આવતા તેમણે વન વિભાગના ફોરેસ્ટર ... વધુ વાંચો »

Apr 18, 2024
ફાયરબ્રિગેડ તથા સ્થાનિકો દોડ્યાઃ દ્વારકા શહેરના આદિત્ય રોડ પર આવેલી હોટલ ક્રિષ્નાશયના ટેરેસ પર મુકવામાં આવેલા કેબલ બોક્સમાં ગઈકાલે કોઈ રીતે શોર્ટ સર્કીટ થતાં આગ ભભૂકી ઉઠી હતી. દોડી આવેલા ફાયર બ્રિગેડના જવાનો તથા સ્થાનિક લોકોએ આગને કાબૂમાં લઈ લીધી હતી.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો વધુ વાંચો »

Apr 18, 2024
મહેકમ ખર્ચ ૪૮ના બદલે ૬૯ ટકા થઈ જતાં ખંભાળિયા તા. ૧૮: આખરે ખંભાળિયા નગરપાલિકાના કર્મચારીઓને સાતમા પગારપંચને બદલે છઠ્ઠા પગારપંચ પ્રમાણે રિવર્સ પે સ્કેલનો હુકમ થયો છે. તે પછી કર્મચારીઓ હાઈકોર્ટના શરણે ગયા છે. ખંભાળિયા નગર પાલિકાના ઈતિહાસમાં પ્રથમ વખત રેકોર્ડરૂપ ગઈકાલે ખંભાળિયા પાલિકાના તમામ કર્મચારીઓને સાતમાને બદલે છઠ્ઠા પગારપંચ પ્રમાણે રિવર્સ પે સ્કેલનો હુકમ પાલિકા ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસે કરતા પાલિકા કર્મચારીઓમાં સોંપો પડી ગયો છે. રાજ્ય સરકાર દ્વારા પાલિકાના મહેકમ ખર્ચના આધારે આ અંગે પરિપત્ર કરેલો હોય તથા તમામ કર્મચારીઓને પણ જ્યારે સાતમા પગાર પંચનો લાભ આપેલો હતો ત્યારે પણ જો મહેકમ ખર્ચ વધશે તો પગારપંચ રિવર્સ થશે તેમ જણાવ્યું હોય ... વધુ વાંચો »

Apr 18, 2024
શરાબનીતિ સંદર્ર્ભે મની લોન્ડ્રીંગ કેસમાં નવી દિલ્હી તા. ૧૮: રાઉન્ઝ એવન્યુ કોર્ટે શરાબ કૌભાંડ સંદર્ભે મની લોન્ડ્રીંગના કેસમાં 'આપ'ના નેતા જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાની જ્યુડિશ્યલ કસ્ટડી તા. ર૬-એપ્રિલ સુધી લંબાવી દીધી છેે. આ અંગે તા. ર૬-એપ્રિલે સવારે ૧૧ વાગ્યે સુનાવણી થશે, તેમ જાણવા મળે છે.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર વધુ વાંચો »

Apr 18, 2024
જામનગરના નિલકંઠનગર પાસે જામનગર તા. ૧૮: જામનગર મહાનગરપાલિકા દ્વારા સાધના કોલોની રોડ પર નિલકંઠનગર પાસે ૧પ-ર૦ ફૂટ ઊંડા ખાડાઓ ખોદવાનું કામ ચાલે છે. આ ખોદકામના કારણે મનપાએ ડીવાઈડરની એક તરફનો રસ્તો ૧પ દિવસ સુધી બંધ રહેશે તેવું જાહેર કર્યું છે. વિકાસ કામ માટે આવી વ્યવસ્થા કરવી પડે તે સ્વાભાવિક છે, પણ ૧પ-૧પ દિવસ સુધી ર૪ કલાક વાહનો-રાહદારીઓની સતત અવરજવરવાળા વ્યસ્ત માર્ગ ઉપર ડીવાઈડરની એક તરફનો રસ્તો બંધ કરી દેવાથી અહિં અવારનવાર ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાય છે. આ વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવે તો જે તરફનો રસ્તો બંધ ... વધુ વાંચો »

Apr 18, 2024
મીન પરિવાર દ્વારા પ૦ વર્ષથી સેવા-પૂજા યથાવત દ્વારકાના હરિનામ સંકિર્તન મંદિરે રામનવમી પર્વની ભવ્ય ઊજવણી કરાઈ હતી. સવારે ૭-૩૦ કલાકે નિત્ય આરતી, દ્વારકાના રઘુવંશી વિજયભાઈ વિઠલાણી તથા કનૈયાલાલ મચ્છર પરિવાર હસ્તે અભિષેક પૂજન સવારે ૯-૧પ થી કરવામાં આવ્યું હતું. બપોરે ૧ર ના ટકોરે શ્રીરામના જન્મ સમયે ઉત્સવ આરતીમાં બહોળી સંખ્યામાં રામભકતો જોડાયા હતાં. રાત્રે નિત્યક્રમની આરતી ૯-૦૦ કલાકે થઈ છે. સંક્રિર્તન મંદિરમાં પૂજારી ભાનુભાઈ મીન પરિવાર દ્વારા છેલ્લા પ૦ વર્ષ ઉપરાંતથી સેવા-પૂજાનો નિત્યક્રમ ચાલી રહ્યો છે.   જો આપને આ વધુ વાંચો »

Apr 18, 2024
મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ખંભાળીયા તા. ૧૮: મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ખંભાળીયા તાલુકાના વાડીનારમાં જાગો મતદાર જાગો શેરી નાટક થકી મતદાન જાગૃતિનો સંદેશ અપાયો હતો. સશક્ત લોકશાહીના નિર્માણમાં સહભાગીતા અદા કરવા હું અવશ્ય મતદાન કરીશ નો સંકલ્પ વાડીનારના ગ્રામજનોએ લીધો હતો. લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ અંતર્ગત ૦૭ મે ના ગુજરાતમાં મતદાન થવાનું છે. દરેક નાગરિક મતદાન કરવા માટે જાગૃત બને અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીની પ્રક્રિયામા ભાગીદાર બને તે માટે ૧ર - જામનગર સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૮૧ ખંભાળીયા મતદાર વિભાગના એક પણ મતદાર મતદાનથી વંચીત ન રહે તે માટે જિલ્લા ... વધુ વાંચો »

Apr 18, 2024
ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ પ૦પ સમસ્ત દ્વારા દ્વારકા તા. ૧૮: દ્વારકામાં ગુ.બ્રા. જ્ઞાતિ પ૦પ સમસ્ત દ્વારા આવતીકાલથી પાંચ દિવસીય શ્રી કોટી ગાયત્રી મહાયજ્ઞ યોજાશે. યાત્રાધામ દ્વારકામાં તા. ૧૯-૪-ર૦ર૪ ને શુક્રવારથી તા. ર૩ સુધી દ્વારકાધીશજીના મુખ્ય યજમાનપદે સમસ્ત જ્ઞાતિ કલ્યાણાર્થે શ્રી કોટી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન જ્ઞાતિની વ્યવસ્થાપક સમિતિ તથા મધ્યસ્થ સભા દ્વારા કરાયું છે. જેમાં આજે તા. ૧૮ મસએ ગુરુવારે દ્વારકેશ સ્કૂલના યજ્ઞ મંડપમાં સવારે ૬ થી ૮ કલાક સુધી કોટી ગાયત્રી યજ્ઞ અંગભૂત તથા ગાયત્રી માતાજીના સ્વરૂપની ચલ પ્રતિષ્ઠા કર્મ પ્રારંભ, પ્રતિષ્ઠા પૂજન-અરણી મંથન દ્વારા અગ્નિ પ્રાગટ્ય વિધિ યોજાશે. બ્રહ્મપુરી નં. ... વધુ વાંચો »

Apr 18, 2024
જામનગર તા. ૧૮: જામનગરમાં કર્મકાંડ માટે આવેલા ખંભાળિયાના એક યુવાનનો રિક્ષામાં થેલો ભુલાઈ ગયા પછી પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કર્મચારીઓએ તે રિક્ષા શોધી કાઢી થેલો પરત અપાવ્યો હતો. ખંભાળિયાના ૫વન વિજયભાઈ રાજ્યગુરૂ નામના યુવાન જામનગરના ધોરીવાવ પાસે આવેલી સંસ્કૃત પાઠશાળામાં કર્મકાંડ માટે આવ્યા પછી મંગળવારે દરેડથી જામનગર બસ ડેપો જવા માટે રિક્ષામાં બેઠા હતા. આ યુવાન રિક્ષામાંથી ઉતરતી વખતે પોતાનો થેલો રિક્ષામાં ભૂલી ગયા હતા જેમાં કપડા તેમજ અભ્યાસના અસલ કાગળો વગેરે હતા. તેઓએ તરત જ પોલીસનો સંપર્ક કરતા પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના પીએસઆઈ પી.પી. જાડેજા તથા સ્ટાફના પરેશ ખાણધર, રાધેશ્યામ અગ્રાવત, વર્ષાબા, સંજય જોડે સીસી સીવી ફૂટેજ ચકાસ્યા હતા. જેમાં ... વધુ વાંચો »

Apr 18, 2024
પ્રત્યક્ષ, ઓનલાઈન અને સોશિયલ મીડિયા દ્વારા દર્શન રામનવીમના ૫ાવન અવસરે દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીને ભગવાન શ્રીરામ જેવો અલભ્ય શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. જેના દર્શન મનોરથનો હજારો ભાવિકોએ લાભ લીધો હતો. ઓનલાઈન તેમજ સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમથી લાખો ભાવિકોએ ઠાકોરજીના દૈદિપ્યમાન સ્વરૂપને નિહાળી ભાવવિભોર બન્યા હતાં.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર  વધુ વાંચો »

Apr 18, 2024
શ્રીરામ સંકીર્તન મંદિરે ૫ણ રામધૂન સાથે ઉજવણી ખંભાળીયા તા. ૧૮: વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળ દ્વારા ખંભાળીયામાં રામનવમીની ભવ્ય ઉજવણી થઈ હતી અને તેના ભાગરૂપે શોભાયાત્રા, દર્શન પૂજા-મહાઆરતી યોજાઈ હતી. ખંભાળીયામાં ગઈકાલે રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા સાથે ઉજવણી હતી જેમાં હિન્દુ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતાં. સાંજે ચાર વાગ્યે નગર ગેઈટ પાસેના શ્રીરામ મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી તથા શહેરના વિવિધ વિસ્તારો મોરલી મંદિર, લુહાર શાળ, સોની બજાર, ગુગળી ચકલો, માંડવી ટીંબો, મેઈન બજાર, શાક માર્કેટ વિસ્તાર, રાજડા રોડ, જોધપુર ગેઈટ, રોકડીયા હનુમાન, શારદા સિનેમા રોડ, ... વધુ વાંચો »

Apr 18, 2024
સાડા ચાર લાખનું અપાયું બીલઃ જામનગર તા. ૧૮: જામનગરના પટેલનગરમાં વીજ કંપનીના અધિકારીઓએ ચેકીંગ કરી એક મહિલા તથા તેમના પુત્ર, પુત્રવધૂ સામે વીજચોરીનો આક્ષેપ મૂકી છ ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. તે ગુન્હામાં અદાલતે ત્રણેય આરોપીને જામીન આપ્યા છે. જામનગરના રણજીત સાગર રોડ પર પટેલનગરમાં વસવાટ કરતા એક પરિવારને ત્યાં વીજ ચેકીંગ કરાયા પછી વીજ કંપનીના અધિકારીએ નજીકમાં આવેલા થાંભલામાંથી સીધુ વીજજોડાણ મેળવાયું હોવાનો આક્ષેપ મુકી સરોજબેન ગોપાલભાઈ, તેમના પુત્ર વિક્કી, પુત્રવધૂ અનીતાબેન સામે જુદી જુદી છ ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. તે ઉપરાંત રૂ.૪, ૫૦,૧૦૦નું  પુરવણી બીલ પણ આપવામાં આવ્યું હતું. પોલીસે સરોજબેન સહિતના ત્રણેયની ધરપકડ કરી હતી. આ આરોપીઓએ જામીનમુક્ત થવા ... વધુ વાંચો »

Apr 18, 2024
ખંભાળીયામાં નગર ગેઈટ પાસેના ખંભાળીયા તા. ૧૮: ખંભાળીયામાં નગર ગેઈટ પાસેના શ્રીરામ મંદિરે અયોધ્યાના શ્રીરામલલ્લા તથા મંદિરના ભવ્ય દર્શન થયા હતાં. ગઈકાલે યોજાયેલ શ્રીરામનવમીની ઉજવણીમાં ખંભાળીયામાં નગર ગેઈટ પાસેના મુખ્ય ગણાતા શ્રીરામ મંદિરમાં મંદિરના કાર્યકરો પૂજારી પરિવારો દ્વારા અયોધ્યા રામમંદિર તથા રામલલ્લાના ભવ્ય દર્શન યોજાયા હતા અને એવું સુંદર ભક્તિમય વાતાવરણ થયું હતું કે લોકો ભાવ વિભોર થઈ ગયા હતા તથા સાક્ષાત અયોધ્યા દર્શન કરવા ઉભા હોય તેવી અનુભૂતિ થઈ હતી. ગઈકાલે સાંજે ભવ્ય મહા આરતી યોજાઈ હતી. જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા તથા રાજ્ય મંત્રી મૂળુભાઈ બેરા, અગ્રણી હરીભાઈ વાલજી નકુમ, ખંભાળીયા પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, અગ્રણીઓ, ઈન્દ્રજીતસિંહ પરમાર,  જયસુખભાઈ ... વધુ વાંચો »

Apr 18, 2024
સ્વીપ હેઠળ ચૂંટણી તંત્ર દ્વારા ખંભાળીયા તા. ૧૮: લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ અંતર્ગત તા. ૭ મે ના ગુજરાતમાં મતદાન થવાનું છે દરેક નાગરિક મતદાન કરવા અંગે જાગૃત બને અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીની પ્રક્રિયામાં ભાગીદાર બને તે માટે ૧ર જામનગર સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૮૧ ખંભાળીયા મતદાર વિભાગના એક પણ મતદાર મતદાનથી વંચીત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી જી.ટી. પંડ્યા દિશા નિર્દેશ હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લોકોને જાગૃત કરવાના હેતુથી સ્વીપ કાર્યક્રમ હેઠળ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ૮૧ ખંભાળીયા મતદાર વિભાગમાં ... વધુ વાંચો »

Apr 18, 2024
જામનગર તા. ૧૮: ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાના મોટાબાપુનું અવસાન થયું છે. ધ્રોળના હાડાટોડા ગામના રવિન્દ્ર જાડેજાના પિતા અનિરૂદ્ધસિંહ જાડેજાના મોટાભાઈ જયુભા ગુમાનસિંહ જાડેજા (ઉ.વ. પ૭) નું અવસાન થયું છે. રવિન્દ્ર જાડેજાના કૌટુંબિક એવા ધ્રોળ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બ્રીજરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રવિન્દ્રના મોટાબાપુના અવસાનથી હાડાટોડા ગામમાં શોકનું વાતાવરણ છવાયું છે.   જો આપને આ પોસ્ટ ગમી હોય  વધુ વાંચો »

Apr 18, 2024
ખંભાળીયા તા. ૧૮: ખંભાળીયા તાલુકાના ભાતેલના તથા રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખ તથા અગ્રણી નાથુભા ગોવુભા જાડેજા (ઉ.વ. ૬૩)નું તા. ૧૭-૦૪-૨૪ના અવસાન થતાં રાજપૂત સમાજમાં ભારે શોકની લાગણી ફેલાઈ હતી. સ્વ. નાથુભા જાડેજાએ ખંભાળીયા ભાતેલમાં અનેક કાર્યોમાં મદદરૂપ થયા હતાં. ખંભાળીયા એલસીબીના સહદેવસિંહ જાડેજાના પિતા હતાં.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો વધુ વાંચો »

Apr 18, 2024
જામનગર તા. ૧૮: ઓખા મંડળના સુરજકરાડીમાં ત્રણ સપ્તાહ પૂર્વે બપોરના સમયે ચાલીને જતાં એક વૃદ્ધાને પુરપાટ ઝડપે ધસી આવેલા ટ્રકે ઠોકર મારી હતી. ગંભીર ઈજા પામેલા આ વૃદ્ધાનું મૃત્યુ નિપજ્યું છે. અકસ્માત સર્જી ટ્રક મૂકીને નાસી ગયેલા તેના ચાલક સામે મૃતકના પુત્રએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર પાસે સુરજકરાડીમાં ઉદ્યોગનગર નજીક રહેતા અને ગેસના ચૂલાનું રીપેરીંગ કરતા ચંદુભાઈ વિકયામલ નારવાણી નામના પ્રૌઢના માતા મીરાબેન ગઈ તા.૧૯ માર્ચની બપોરે સુરજકરાડીમાં એસબીઆઈ બેંક પાસેથી ચાલીને જતા હતા. આ વેળાએ જીજે-૩૭-ટી ૯૧૪૫ નંબરનો ટ્રક ફૂલ સ્પીડમાં ધસી આવ્યો હતો. તેના ચાલકે આગળ ચાલ્યા ... વધુ વાંચો »

Apr 18, 2024
લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત જામનગર તા. ૧૮: લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ ના અનુસંધાને જામનગર જિલ્લામાં સમાવિષ્ટ મતદાન મથકો પર કામગીરી સરળતાથી થાય અને મતદાન સ્ટાફને માર્ગદર્શન મળી રહે તે હેતુથી અમુક મતદાન મથકો વચ્ચે ૧ ઝોનલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. જે અધિકારીઓને ચૂંટણી વિષયક કામગીરી સોંપવામાં આવી હોય અને તે પૈકી જે અધિકારી કે કર્મચારીઓને હોદ્દાની રૂએ કાર્યપાલક મેજીસ્ટ્રેટના અધિકાર મળેલા નથી, તો તેઓ ચૂંટણીની કામગીરી મુકત અને ન્યાયી રીતે કરી શકે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સંપૂર્ણપણે નિયંત્રણ રાખી શકે તે માટે સરકારના ગૃહ વિભાગના જાહેરનામા મુજબ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ ... વધુ વાંચો »

Apr 18, 2024
જામનગરના સચ્ચાઈ મિત્ર મંડળ દ્વારા આયોજન જામનગર તા. ૧૮: જામનગરના સચ્ચાઈ મિત્ર મંડળ દ્વારા તા. ૧૯-૪-ર૪ ના દિને ઓશવાળ સેન્ટરમાં ર૧ મી સમૂહ પહેડીનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૮-૪ ના રાત્રે ૮ વાગ્યે ભક્તિભાવના, તા. ૧૯-૪ ના સવારે ૮ વાગ્યે શોભાયાત્રા, બપોરે ૧ર થી ર સુધી મહાપ્રસાદ, બપોરે ર-૩૦ વાગ્યે મહાઆરતી તથા રાત્રે ૯ વાગ્યે સ્થાપના પૂજા થશે. આ ધાર્મિકોત્સવમાં સચ્ચાઈ માતાજી તથા ક્ષેત્રપાળદાદાને નમતા હાલારી વિશા ઓશવાળ સમાજના બીદ ચંદરીયા, ગડા, જાખરીયા, કરણીયા, મામણીયા, નગરીયા, પેથડ, સુમરીયા, પિપરીયા વિગેરે દસનુખના પરિવારના પરિવારજનોને તેમજ હાલારના બાવન ... વધુ વાંચો »

Apr 18, 2024
જેસીબીની મેળવાઈ મદદઃ જામનગર તા. ૧૮: ખંભાળિયાના વચલાબારામાં નિરણ ભરીને આવેલો એક ટ્રક ઉપરથી પસાર થતી જીવંત વીજલાઈનને અડકતા નિરણમાં આગે દેખા દીધી હતી. આગને સ્થાનિકોએ કાબુ કરી હતી. ખંભાળિયા તાલુકાના વચલાબારા ગામમાં આવેલી ગૌશાળા માટે આજે સવારે નિરણ ભરીને એક ટ્રક આવ્યો હતો. તે ટ્રકનો ઉપરનો ભાગ વીજ વાયરને અડકી જતાં નિરણમાં ધુમાડા નીકળવાનું શરૂ થયું હતું. ત્યારપછી આગ વધુ પ્રસરે તે પહેલાં ટ્રકમાંથી નિરણ ખાલી કરી નાખવા માટે જેસીબીની મદદ મેળવાઈ હતી. સ્થાનિક લોકોએ ટ્રકને સળગી જતો રોક્યો હતો.   જો  વધુ વાંચો »

Apr 18, 2024
નિઃશુલ્ક ચશ્મા વિતરણ સાથે આગામી રવિવારે જામનગર તા. ૧૮: શ્રી આશાપુરા મિત્ર મંડળ, મચ્છરનગર અને ડો. પૃથ્વીરાજસિંહ જાડેજા દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ અને ચશ્મા શિબિરનું આયોજન રવિવાર તા. ર૧-૪-ર૪ ના સવારે ૯-૩૦ વાગ્યાથી શ્રી આશાપુરા મંદિર, મચ્છરનગર, જામનગરમાં કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં મોતિયા, ઝામરનું નિદાન તથા એકસો દર્દીઓના ચશ્માના નંબરની નિઃશુલ્ક તપાસ કરી અપાશે. ઝામર, પડદાના રોગો, વેલ વગેરેનું ઓપરેશન ડો. અમિત મહેતાને ત્યાં આયુષ્માન કાર્ડ ઉપર તથા મોતિયાનું ઓપરેશન જી.જી. હોસ્પિટલમાં કરવામાં આવશે. જરૂરિયાતમંદોએ અગાઉથી નામ નોંધાવવા માટે ત્વરિત સંપર્ક કરવા મંડળના પ્રમુખ દેવેન્દ્રસિંહ પરમારએ જણાવ્યું છે.   જો વધુ વાંચો »

Apr 18, 2024
કલ્યાણપુર તાલુકાના ભાટીયામાં આહિર સમાજના ભાઈઓ દ્વારા રામનવમીના દિવસે શ્રી આહિર દેવાયત બોદરની પુણ્યતિથિ નિમિત્તે ભાટીયામાં બસ સ્ટેન્ડ પાસેથી શ્રી આહિર દેવાયત બોદરની પ્રતિમાને આરતી, પૂજન કરાયું હતું જેમાં સમાજમાં અનેક લોકો જોડાયા હતાં.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us: આ વધુ વાંચો »

Apr 18, 2024
ભાટીયા તા. ૧૮: ભાટીયામાં સંત જલારામ આદર્શ લગ્ન સમિતિ  દ્વારા માત્ર એક રૂપિયાના ટોકન ચાર્જથી લગ્ન વિધિ કરાવી આપવામાં આવે છે. સમિતિ દ્વારા ભાટીયામાં ચોથા આદર્શ લગ્ન તા. ર૧-૪-ર૪ ના દિને યોજાશે. આ લગ્ન માટે દાતા સ્વ. વનરાવનભાઈ દતાણી (હસ્તે દિલીપભાઈ તથા નિલેશભાઈ) પરિવાર તરફથી આર્થિક સહયોગ મળ્યો છે. આદર્શ લગ્ન યોજવામાં જે કોઈ રઘુવંશી દીકરી-દીકરાને જોડાવું હોય તો સમિતિના કિશોરભાઈ દતાણી (૯૪ર૭૪ ર૦૧૧૧)નો સંપર્ક કરવો. જો આપને આ પોસ્ટ ગમી હોય વધુ વાંચો »

Apr 18, 2024
ધ્વજારોહણ-પ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોઃ જામનગર તા. ૧૮: જામનગરના ખંભાળિયા નાકા બહાર, આર્યસમાજ પાસે આવેલા શ્રી ચૈતન્ય હનુમાનજી મંદિરમાંહનુમાન જન્મોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન તા. ર૩-૪-ર૦ર૪ (મંગળવાર) ના દિને કરવામાં આવ્યું છે. જેમાં સવારે પ વાગ્યે મંગળા આરતી, ૯-૩૦ વાગ્યે ધ્વજા આરોહણ, ૧૦-૩૦ વાગ્યે રૂદ્રાભિષેક તથા સાંજે પ વાગ્યે શ્રીરામ કીર્તન, પ-૩૦ વાગ્યે બટુક ભોજન (વૃદ્ધાશ્રમના વૃદ્ધોને પ્રસાદ) તેમજ રાત્રે ૭ થી ૧૧ વાગ્યા દરમિયાન પ્રસાદ રાખવામાં આવ્યો છે.   જો આપને આ પોસ્ટ  વધુ વાંચો »

Apr 18, 2024
જામનગર તા. ૧૮ : જામનગરની વિદ્યાસાગર ઈન્ફોટેક કોલેજ તથા જિલ્લા હોમગાર્ડઝ કચેરીના સંયુકત ઉપક્રમે કોલેજના પ્રો. પ્રેક્ષાબેન ભટ્ટના સંકલનથી જિલ્લા હોમગાર્ડઝ કચેરીના પરિવારમાં વિદ્યાર્થીઓ તથા અધિકારીઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના પ્રિન્સીપાલ રામ કેવલરામાણી, અધ્યાપકગણ, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો વધુ વાંચો »

Apr 18, 2024
૧૦ માં આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે જામનગર તા. ૧૮: આઈ.ટી.આર.એ. જામનગર સ્વસ્થવૃત વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણ માટે યોગ વિષય વસ્તુ પર આધારિત ૧૦ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષ્યમાં મહિલાઓને લગતી વિવિધ સમસ્યાઓ માટે વિવિધ યોગાભ્યાસ શિબિરનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે. આ યોગાભ્યાસ શિબિરની વિગતોમાં આવતીકાલ તા. ૧૯-૪-ર૦ર૪ ના માસિક ધર્મ સંબંધિત સમસ્યાઓ માટે યોગાભ્યાસ, તા. ર૬-૪-ર૦ર૪ ના સગર્ભાવસ્થા દરમિયાન યોગાભ્યાસ અને તા. ૩-પ-ર૦ર૪ ના રજો નિવૃત્તિ સંબંધિત સમસ્યાઓ માટે યોગાભ્યાસ યોજાશે. આ શિબિરમાં નામ નોંધાવવા અને ભાગ લેવા માટે કેમ્પના દિવસે સ્વસ્થવૃત વિભાગ ડો. પી.એમ. મહેતા ... વધુ વાંચો »

Apr 18, 2024
જામનગર તા. ૧૮: જામનગર મોઢ વણિક જ્ઞાતિ સંચાલિત વૈજનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ તેમજ મોઢ વણિક જ્ઞાતિની મુલતવી રહેલ ચૂંટણી જ્ઞાતિની પોરેચા વાડી, નેશનલ હાઈસ્કૂલ સામે તા. ૨૧-૦૪-૨૪ના યોજાશે. બપોરે ૧૨:૩૦ થી ૨ વાગ્યા સુધી ઉમેદવારની નોંધણી થશે. ત્યારબાદ સાંજે ૪ થી ૬:૩૦ સુધી મતદાન થશે.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો વધુ વાંચો »

Apr 18, 2024
રામનવમી પર્વે દ્વારકાના ત્રણબત્તી ચોકમાં દ્વારકાના ત્રણબત્તી ચોકમાં આવેલ રામ સ્તંભ-રામમંદિરમાં રામનવમી પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. સવારે ૧૦ થી ૧૨ સુધી રામભક્તો દ્વારા ભક્તિભાવપૂર્વક રામજીનું પૂજન-અર્ચન કરાયું હતું. બપોરે ૧૨ કલાકે રામ જન્મ સમયે રામજીની ઉત્સવ આરતી કરવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયા હતાં. રામજન્મ નિમિત્તે ભાવિકોને પંજરી સહિત પ્રસાદીનું વિતરણ કરાયું હતું.   જો આપને આ પોસ્ટ ગમી હોય વધુ વાંચો »

Apr 18, 2024
દ્વારકાના ત્રૈલોકય સુંદર મંદિરમાં દ્વારકા તા. ૧૮: દ્વારકાધીશ જગતમંદિરમાં રામનવમી પર્વની પરંપરાગત ઉજવણી કરાઈ હતી. યાત્રાધામ દ્વારકામાં ભગવાન વિષ્ણુના સ્વરૂપ શ્રીકૃષ્ણની કર્મભૂમિમાં તેમના જ સ્વરૂપ મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામનો જન્મોત્સવ દર વર્ષની જેમ ધાર્મિક પરંપરાનુસાર ઉજવવામાં આવ્યો હતો. દ્વારકાધીશના ત્રૈલોક્યસુંદર મંદિરમાં રામલલ્લાના જન્મોત્સવને વધાવવા સવારે ૧૦-૩૦ કલાકે દર્શન બંધ કરાયા બાદ ધામક ષોડશોપચાર વિધિથી મંત્રોચ્ચાર અને અભિષેક પૂજન સાથે કાળિયા ઠાકોરને શંખ, ચક્ર, ગદા, પદ્મ સાથે ભગવાન શ્રીરામની જેમ ધનુષ્યબાણ તેમજ સિલ્કના પિતામ્બર અને કિરીટ મુગુટ ધારણ કરાવી શ્રીરામના જન્મ સમયે દ્વારકાધીશની વિશિષ્ટ ઉત્સવ આરતી કરવામાં ... વધુ વાંચો »

Apr 18, 2024
જામનગર તા. ૧૮: જામનગરમાં દર રવિવારે ગરીબોને ભોજનની સેવા આપતા મહાવીર ખીચડી ઘરને આગામી રવિવારે તા. ર૧-૪-ર૪ માટે દાતા ભરતભાઈ ગણાત્રા, જીતેન્દ્રભાઈ વોરા, ભેરૂમલ ભોજવાણી, પાયલબેન માલદે, ભારત સ્ટોર્સ, ઈન્દુમતિ મહેતા તરફથી આર્થિક સહયોગ મળ્યો છે. (સંપર્ક મો.ને. ૯૪ર૭૯ ૦૮પપ૯).   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... વધુ વાંચો »

Apr 18, 2024
ખંભાળીયા તા. ૧૮ : જામનગરમાં ખંભાળીયા નાકા બહાર આવેલ માધવરાયજી મંદિરમાં તા. ૧૯-૪-ર૪ ના રૂક્ષ્મણીજી માધવરાયજીના વિવાહ મહોત્સવ નિમિત્તે સાંજે ૬ થી ૮ સુધી સાંજી તથા દાંડીયા રાસ યોજાશે. તા. ર૦-૪ ના સાંજે પ થી ૮ સુધી વિવાહ મહોત્સવ ઉજવવામાં આવશે.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... વધુ વાંચો »

Apr 18, 2024
સલાયા તા. ૧૮: બારા ગામમાં જમુનેશ મહાપ્રભુજીની બેઠકમાં તા. ર૦-૪-ર૪ થી તા. રર-૪-ર૪ સુધી ત્રણ દિવસ માટે ભગવદ્ ગુણાનુવાદનું આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ સાંજે ૭-૧પ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી સત્સંગ થશે.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us: આ વધુ વાંચો »

અર્ક

  • જે વ્ય્કતિ સારૃં કામ કરે છે તે ક્યારેય આદરનો ભૂખ્યો નથી હોતો, તેનું કામકાજ તેને સન્માનને પાત્ર બનાવે છે.

વિક્લી ફિચર્સ

ફોટો સમાચાર

રાશિ પરથી ફળ

Aries (મેષ: અ-લ-ઈ)

તા. ૧૯-૦૪-ર૦૨૪, શુક્રવાર અને ચૈત્ર સુદ-૧૧ : નાણાકીય લેવડ-દેવડની બાબતમાં આાપે સાવધાની રાખવી પડે. સાસરીપક્ષ ચિંતા-ખર્ચ ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તા. ૧૯-૦૪-ર૦૨૪, શુક્રવાર અને ચૈત્ર સુદ-૧૧ : આપના મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. રાજકીય-સરકારી ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

તા. ૧૯-૦૪-ર૦૨૪, શુક્રવાર અને ચૈત્ર સુદ-૧૧ : આપના કાર્યમાં સાનુકૂળતા મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

તા. ૧૯-૦૪-ર૦૨૪, શુક્રવાર અને ચૈત્ર સુદ-૧૧ : આડોશ-પાડોશના કામમાં, દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં વ્યસ્ત રહેવું પડે. ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

તા. ૧૯-૦૪-ર૦૨૪, શુક્રવાર અને ચૈત્ર સુદ-૧૧ : જમીન-મકાન-વાહનના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતમાં ધ્યાન ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તા. ૧૯-૦૪-ર૦૨૪, શુક્રવાર અને ચૈત્ર સુદ-૧૧ : આપની બુદ્ધિ-મહેનત-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

તા. ૧૯-૦૪-ર૦૨૪, શુક્રવાર અને ચૈત્ર સુદ-૧૧ : આપના કાર્યમાં હરિફવર્ગ-ઈર્ષા કરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરે. મોસાળપક્ષના ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તા. ૧૯-૦૪-ર૦૨૪, શુક્રવાર અને ચૈત્ર સુદ-૧૧ : આપના કાર્યમાં અન્યનો સાથ મળી રેહ. સંસ્થાકીય કામ, જાહેરક્ષેત્રના ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તા. ૧૯-૦૪-ર૦૨૪, શુક્રવાર અને ચૈત્ર સુદ-૧૧ : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. પારિવારિક ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

તા. ૧૯-૦૪-ર૦૨૪, શુક્રવાર અને ચૈત્ર સુદ-૧૧ : દેશ-પરદેશના કામમાં આયાત-નિકાસના કામમાં પ્રગતિ જણાય. જુના મિત્ર કે ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

તા. ૧૯-૦૪-ર૦૨૪, શુક્રવાર અને ચૈત્ર સુદ-૧૧ : દિવસના પ્રારંભથી જ આપને કોઈને કોઈ કામકાજ અંગે દોડધામ ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તા. ૧૯-૦૪-ર૦૨૪, શુક્રવાર અને ચૈત્ર સુદ-૧૧ : આપના કામમાં આકસ્મિક સરળતા-સાનુકૂળતા થતી જાય. આપના કાર્યની કદર-પ્રસંંશા ... વધુ વાંચો »

Aries (મેષ: અ-લ-ઈ)

તમારા માટે આર્થિક લાભ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના માટે તડકા-છાયા જેવી પરિસ્થિતિ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

તમારા માટે ધારેલા કાર્યો પૂર્ણ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

આપના માટે સાવધાની રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

તમારા માટે મિશ્ર પરિણામ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના માટે નવીન તક અપાવતું, નવીન કાર્ય કરાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

આપના માટે દોડધામ-વ્યસ્તતા કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તમારા માટે શુભ સમાચાર સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે સામાજિક કાર્યોમાં વ્યસ્ત રાખતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

તમારા માટે વ્યાપાર-ધંધામાં પ્રતિકૂળતા સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના માટે પરિવર્તનશીલ સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તમારા માટે મનની શાંતિ અને સ્વસ્થતા સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

MARKET

શબ્દવ્યુહ

crossword

હવામાન

Jamnagar, Gujarat, India

વિક્લી ફિચર્સ

Advertisement
close
Ank Bandh