close

Apr 17, 2024
પરિવારના જ એક સદસ્યએ પાંચ ટ્રકની છેતરપિંડીનો કર્યાે હતો કેસઃ હાઈકોર્ટમાં કરાઈ હતી ક્વોસીંગ પીટીશનઃ   જામનગર તા. ૧૭ઃ જામનગર ના ટ્રાન્સપોર્ટના જાણીતા ધંધાર્થી મહેશભાઇ કલ્યાણજીભાઇ વસંત અને હેમલભાઇ મહેશભાઇ વસંત સામે એમના જ મૂંબઇ રહેતા ભાઇ શરદકુમાર કલ્યાણજીભાઇ વસંત દ્વારા કરવામાં આવેલી ફરીયાદ હાઇકોર્ટે રદ કરી નાખી છે. વડી અદાલત સુધી પહોંચેલા કાનુની જંગમાં ફરીયાદ કરનારને લપડાક લાગી છે. હાઇકોર્ટે ક્વોસીંગ પીટીશન પર અરજદાર તરફી ચુકાદો આપીને એવી પણ મહત્વની ટકોર કરી છે કે કેસની હકીકતો ધ્યાને લીધા પછી જો આવી ... વધુ વાંચો »

Apr 17, 2024
રણપ્રદેશ તરીકે જાણીતા મધ્ય પૂર્વમાં આવ્યા પૂરઃ વીજળીના ચમકારા અને તોફાની પવન સાથે મેઘપ્રકોપઃ દુબઈ તા. ૧૭: રણપ્રદેશ તરીકે જાણીતા મધ્યપૂર્વના દેશોમાં કુદરતની કમાલ કહો કે કહેર કહો, ધોધમાર વાસદ પડતા પૂર આવ્યા છે, ને વીજળીના ચમકારા સાથે તોફાની પવનો ફૂંકાયા છે. મેધપ્રકોપના કારણે વાહનો ડૂબ્યા છે, અને રોકોર્ડબ્રેક ૧૦ ઈંચ વરસાદ થયો છે. ઓમાનમાં અત્યાર સુધીમાં ૧૮ ના મોત થયા હોવાનું જાણવા મળે છે. યુનાઈટેડ આરબ અમીરાત અને તેની ... વધુ વાંચો »

Apr 17, 2024
રામ જન્મભૂમિ પર પ્રાણપ્રતિષ્ઠા પછી પ્રથમ રામ નવમીના પર્વે ભક્તોના ઘોડાપુરઃ દિવ્ય માહોલ અયોધ્યા તા. ૧૭: અયોધ્યામાં રામજન્ભમૂમિ પર પ્રાણપ્રતિષ્ઠા પછી રામલલાને સૂર્યતિલક સાથે સુર્યાભિષેક કરાવાયો હતો. આ અદ્ભુત નજારો હજારો રામભક્તોએ નિહાળ્યો હતો. પ્રાણપ્રતિષ્ઠા પર્વ પછીની આ પ્રથમ રામનવમી અયોધ્યામાં ઉજવાઈ રહી છે, અને લાખો ભક્તો દર્શનાર્થે ઉમટ્યા છે. આજે રામનવમીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ વખતની રામનવમી ખૂબ જ ખાસ છે, કારણ કે અયોધ્યામાં રામ ... વધુ વાંચો »

Apr 17, 2024
વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯પ ટકાએ પહોંચ્યું: જામનગર તા. ૧૭: જામનગરમાં એપ્રિલ માસના મધ્યાંતર પછી હવે ધીમે ધીમે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન પોણા ડીગ્રીથી વધુ વધીને મહત્તમ તાપમાન ૩૬.૮ ડીગ્રીએ પહોંચી ગયું હતું. સવારે સૂર્ય દેવતા નભમાં ઉદીત થયા પછી ધીમે-ધીમે વાતાવરણમાં ગરમી પ્રસરવા લાગી હતી અને બપોરે આકરો તાપ અનુભવાયો હતો. નગરના વાતાવરણમાં એક જ દિવસમાં ભેજનું પ્રમાણ ર૮ ટકા વધીને ૯પ ટકાએ પહોંચી ગયું ... વધુ વાંચો »

Apr 17, 2024
ર૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નવી દિલ્હી તા. ૧૭ : લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન ૧૯ એપ્રિલે થનાર છે. લોકસભા ચૂંટણી ર૦ર૪ ના પ્રથમ તબક્કાનો પ્રચાર આજે સાંજે પ વાગ્યે સમાપ્ત થશે અને ૧૯ એપ્રિલે ર૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૧૦ર બેઠકો પર મતદાન થશે. પ્રથમ તબક્કામાં ૧૯ એપ્રિલે ર૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૧૦ર બેઠકો પર મતદાન થવાનું છે., તામિલનાડુની તમામ ૩૯ બેઠકો પર પ્રથમ ... વધુ વાંચો »

Apr 17, 2024
એક હજાર ઈન્ડોર વૃદ્ધ દર્દીઓના આધારે રિપોર્ટ તૈયાર કરાયો નવી દિલ્હી તા. ૧૭ : આગામી ર૦ વર્ષમાં દેશમાં વૃદ્ધોની સંખ્યા ત્રણ ગણી થઈ જશે અને હોસ્પિટલ ખર્ચ ૪૦૦ ગણો થઈ જશે, રિપોર્ટમાં આ ઘટસ્ફોટ કરાયો છે. એક અભ્યાસ અનુસાર ભારતમાં વૃદ્ધોની સંખ્યા આગામી ર૦ વર્ષમાં ત્રણ ગણી થઈ જશે. ત્યારે બે કે તેનાથી વધુ બીમારીઓની ચપેટમાં આવનાર વૃદ્ધ દર્દીઓની સંખ્યા પણ ખૂબ વધુ હશે. ડોકટરોએ ચેતવણી આપી છે કે જો ... વધુ વાંચો »

Apr 17, 2024
આરબીઆઈ એ પણ ૭ ટકાના વૃદ્ધિ દરની આશા વ્યક્ત કરીઃ મુંબઈ તા. ૧૭: આઈએમએફ એ ભારતના ગ્રોથ રેટનો અંદાજ વધાર્યો છે અને ૩૦ બેસિસ પોઈન્ટ અથવા ૦.૩૦ ટકા વધારીને ૬.૮ ટક કર્યો છે. આરબીઆઈ એ પણ ચાલુ નાણાકીય વર્ષે અર્થવ્યવસ્થા સાત ટકાના દરે આગળ વધવાની આશા દર્શાવી છે. ભારતીય અર્થતંત્ર વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે અને આ તોફાની ગતિ ભવિષ્યમાં પણ ચાલુ રહેવાની છે. આ અમે નથી કહી રહ્યા, ... વધુ વાંચો »

Apr 17, 2024
ભ્રષ્ટાચારીઓનું ગોદામ બનેલો ભાજપનું સૂત્ર લૂંટ અને જુઠ્ઠાણું: અખિલેશ યાદવ ગાઝિયાબાદ તા. ૧૭: રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે ગાઝિયાબાદમાં યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં મોદી સરકાર અને ભાજપ પર તીખા તમતમતા પ્રહારો કર્યા હતાં. આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના સુપ્રિમો અખિલેશ યાદવે બન્ને કૌશામ્બીની રેડિયન્સ બ્લુ હોટેલમાં ઈન્ડિયા એલાયન્સના કોંગ્રેસ ઉમેદવાર ડોલી શમર્નિના સમર્થનમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. બન્ને નેતાઓએ તમામ દેશવાસીઓને રામ નવમીની ... વધુ વાંચો »

Apr 17, 2024
આવતીકાલે શ્રી રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિ દ્વારા યોજાશે પારણાં: જામનગર લોહાણા મહાજન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમીના પર્વના પારણાંની નાત (સમૂહ જ્ઞાતિ ભોજન)નું આયોજન એમ.પી. શાહ કોમર્સ કોલેજ પાસેના મેદાનમાં કરવામાં આવ્યું છે. ચૈત્ર માસના નવ નોરતાની પૂર્ણાહુતિ અને રામ જન્મોત્સવના અનુસંધાને દર વર્ષે લોહાણા જ્ઞાતિના સમૂહ પારણાંની નાત યોજવામાં આવે છે. આવતીકાલે દસમના દિને યોજાનાર નાત જમણ માટે 'અયોધ્યાનગરી'માં રસોડુ, સમિયાણો, ટેબલ, કારપેટ સહિતની તૈયારીઓ શ્રી રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિના હોદ્દેદારોની દેખરેખ હેઠળ ચાલી રહી છે. આ ... વધુ વાંચો »

Apr 17, 2024
રામનવમીના પાવન પર્વે ધ્વજારોહણઃ અવિરત રામધૂનઃ અનેરો ઉત્સાહઃ ભકતો ઉમટ્યાઃ જામનગર તા. ૧૭: જામનગરમાં પંચેશ્વર ટાવર  પાસેઆવેલા ભગવાન શ્રી રામચંદ્રજીના મંદિરમાં રામનવમીના પર્વ પર મહા આરતી કરાઈ હતી. તે ઉપરાંત વિશ્વ વિખ્યાત સુપ્રસિદ્ધ બાલા હનુમાનજી મંદિરમાં પણ રામનવમી નિમિત્તે મહાઆરતી-ધ્વજારોહણ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં. છોટી કાશીના ઉપનામથી પ્રચલિત એવા જામનગરના પંચેશ્વર ટાવર નજીક આવેલા ભગવાન રામચંદ્રજીના મંદિરમાં રામનવમીના પાવનકારી પર્વને લઈને બપોરે ૧ર વાગ્યે મહાઆરતી કરવામાં આવી હતી, અને ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. લોહાણા જ્ઞાતિના પ્રમુખ શ્રી જીતુભાઈ લાલની ... વધુ વાંચો »

Apr 17, 2024
રાજકોટના પિતા, પુત્ર, સાળા સામે કરાઈ ફરિયાદઃ જામનગર તા. ૧૭: જામનગરમાં ડબલ હાથી મસાલા નામની જાણીતી બ્રાંડના ઉત્પાદન સાથે સંકળાયેલા વેપારીને રાજકોટના પિતા-પુત્ર અને પુત્રના સાળાએ એક વર્ષ પહેલા રૂ. ૧૧,૧૮,૨૮,૪૬૩ની રકમ બાકી રાખ્યા પછી નહીં ચૂકવી છેતરપિંડી કરી લીધાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. આ વ્યક્તિઓએ તે રકમ આરટીજીએસથી મોકલાવી હોવાના ખોટા પુરાવા પણ રજૂ કર્યા હતા. જામનગરમાં પારસ સોસાયટીમાં રહેતા અને ડબલ હાથી મસાલા નામની જાણીતી બ્રાંડના ઉત્પાદન સાથે ... વધુ વાંચો »

Apr 17, 2024
નિવૃત્ત તલાટી-કમ-મંત્રી સામે કરાઈ ફરિયાદઃ જામનગર તા. ૧૭: જામજોધપુરના સગરાપામાં રહેતા એક મહિલાએ ખેતીની જમીન ખરીદવા માટે પોતાના જ કૌટુંબિક અને તલાટી-કમ-મંત્રી તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા વ્યક્તિને રૂ. ૧૧ લાખ આપ્યા પછી તે રકમમાંથી તલાટી મંત્રીએ પોતાના પુત્રના નામે જમીન ખરીદી લીધી હતી. આ મહિલાએ પોતાની રકમ પરત માંગતા તેઓને સિક્યુરિટીમાં ખોટા દાગીના પણ પધરાવી દીધા હતા. મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે છેતરપિંડી અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. વધુ વાંચો »

Apr 17, 2024
બાઈક સાથે રોંગ સાઈડમાં આવેલી મોટર ટકરાઈ પડીઃ ખંભાળિયા તા. ૧૭: કલ્યાણપુરના લાંબા ગામ પાસે બાયપાસની ગોળાઈમાં ગઈરાત્રે ત્રણ વાગ્યે બાઈક સાથે રોંગ સાઈડમાં આવેલી એક મોટર ટકરાઈ પડતા લાંબાની શાળાના પ્રિન્સીપાલ અને શિક્ષકના મૃત્યુ નિપજ્યા છે. મૃતકો અને અન્ય છ સાથી શિક્ષકો પોરબંદરના વિસાવાડામાં કાર્યક્રમમાંથી પરત આવતા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામમાં આવેલી દાનેવ સ્કૂલના આઠ શિક્ષક ગઈકાલે સાંજે પોરબંદરના વિસાવાડામાં યોજાયેલા એક ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ચાર મોટરસાયકલ પર નીકળ્યા હતા. આજે રામનવમીની રજા હોવાથી મોડીરાત્રિ ... વધુ વાંચો »

Apr 17, 2024
યુવાને ગળાફાંસો ખાઈ કરી લીધી આત્મહત્યાઃ જામનગર તા. ૧૭: ઓખામંડળના આરંભડામાં રહેતા એક યુવાન પોતાને ગમતી યુવતી સાથે ક્યાંક ચાલ્યા ગયા પછી પરત આવ્યા હતા. તે યુવાનને મરી જવા માટે યુવતીના પરિવારના બે મહિલા તથા એક શખ્સ અવારનવાર ધમકાવતા હોય આ યુવાને ગળાફાંસો ખાઈ લીધો છે. મૃતકના ભાઈએ ત્રણેય સામે પોલીસમાં ફરિયાદ કરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરંભડા ગામમાં રહેતા રામુભા કાયાભા હાથીયા નામના ૩૩ વર્ષના યુવાને પોતાના ઘરમાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ ... વધુ વાંચો »

Apr 17, 2024
મહિલાની નજર ચૂકવી થડામાંથી ઉઠાવ્યું હતું પાકીટઃ જામનગર તા. ૧૭: જામનગરના ગોકુલનગર નજીક ઠંડાપીણાની એક દુકાનમાં ઠંડુ પીવા આવેલા બે શખ્સે રૂ. ૩૦ હજારની રોકડવાળું પાકીટ ઉઠાવ્યું હતું. તેની શરૂ થયેલી તપાસમાં પોલીસે બે શખ્સને પકડી પાડી રોકડ કબજે કરી છે. જામનગરના ગોકુલનગર સાંઢીયા પુલ પાસે માધવ બાગ-૧માં આવેલી એક બિલ્ડીંગમાં ઠંડા પીણાની દુકાન ચલાવતા હીરેન કમલેશભાઈ કણઝારીયાના પત્ની સંગીતાબેન સોમવારે પોતાની દુકાને હતા ત્યારે ઠંડુ પીણુ પીવા આવેલા બે ... વધુ વાંચો »

Apr 17, 2024
વીડિયો વાયરલની અપાઈ હતી ધમકીઃ જામનગર તા. ૧૭: દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક મહિલા ગાયકને વોટ્સએપ પર બીભત્સ વીડિયો મોકલાવી તેને વાયરલ કરવાની ધમકી આપી રૂ. ૩૫,૦૦૦ મંગાયાની સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ થઈ હતી. તે ગુન્હામાં સાયબર ક્રાઈમ પોલીસે મૂળ કુવાડીયાના અને હાલમાં અમદાવાદ રહેતા એક શખ્સ તેમજ મોટા આસોટા અને સામોર ગામના અન્ય બેને પકડી પાડ્યા છે. દેવભૂમિ દ્વારકાના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગાયબ કલાકાર ભૂમિબેન નારણભાઈ નંદાણીયાએ ફરિયાદ નોંધાવી ... વધુ વાંચો »

Apr 17, 2024
ડીવાયએસપી, એલસીબી, સિટી-એ ડિવિઝનના પીઆઈ સહિતનો પોલીસ કાફલો સાથે રહ્યોઃ જામનગરમાં ગઈકાલે જિલ્લા ૫ોલીસવડા પ્રેમસુખ ડેલુના વડપણ હેઠળ ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા તેમજ એલસીબી પીઆઈ વી.એમ. લગારીયા, સિટી-એ ડિવિઝનના પીઆઈ એન.એ. ચાવડા, ટ્રાફિક શાખાના પીઆઈ એમ.બી. ગજ્જર તથા અન્ય પોલીસ અધિકારીઓ દ્વારા શહેરના મુખ્ય માર્ગાે પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આજે રામનવમીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે અને સાંજે રામ શોભાયાત્રા પણ યોજાવાની છે ત્યારે શોભાયાત્રાના રૂટ પર ઉપરોક્ત પોલીસ અધિકારીઓએ ચાલીને જઈને સ્થળ ... વધુ વાંચો »

Apr 17, 2024
૩૬ બાટલા, નોઝલ કબજે કરાયાઃ જામનગર તા. ૧૭: જામનગરના રામેશ્વરનગર પાછળ આવેલી નવજીવન સોસાયટીમાં એક મકાનમાંથી એલસીબીએ ગેસનું ગેરકાયદે રીફીલીંગ પકડી પાડ્યું છે. તે સ્થળેથી ગેસના ૩૬ બાટલા, છકડો, નોઝલ કબજે કરાયા છે. જામનગરના રામેશ્વરનગર વિસ્તાર ૫ાછળ આવેલી નવ જીવન સોસાયટીમાં એક શખ્સના મકાનમાં ગેસનું ગેરકાયદેસર રીફીલીંગ કરાતું હોવાની બાતમી એલસીબીના હરદીપ બારડ, મયુરસિંહને મળતા પીઆઈ વી.એમ. લગારીયાના વડપણ હેઠળ ગઈકાલે એલસીબી સ્ટાફે માટેલ ચોક નજીક નવજીવન સોસાયટીમાં અજયસિંહ મહોબતસિંહ ... વધુ વાંચો »

Apr 17, 2024
ડીકેવી કોલેજ સામેથી વર્લીબાજ પકડાયોઃ જામનગર તા. ૧૭: જામનગરના પી.એન. માર્ગ પર ડીકેવી કોલેજ સામેથી ગઈકાલે રાત્રે એલસીબીએ એક વર્લીબાજને દબોચી લીધો છે. જયારે સુમેર કલબ રોડ પર ક્રિકેટનો સટ્ટો રમતો શખ્સ પકડાયો છે. જામનગરના પી.એન. માર્ગ પર ડીકેવી કોલેજ સામેના રોડ પર ગઈકાલે રાત્રે જાહેરમાં ઉભા રહી એક શખ્સ વર્લીનું બેટીંગ લેતો હોવાની બાતમી એલસીબીના મયુદ્દીન, વનરાજ મકવાણા, અરજણભાઈને મળતા એલસીબી સ્ટાફે દરોડો પાડ્યો હતો. નવાગામ ઘેડની આનંદ સોસાયટીમાં ... વધુ વાંચો »

Apr 17, 2024
મોટર રીપેર કરવા ગયા હતા અને માર પડ્યોઃ જામનગર તા. ૧૭: જામનગરના આમરા ગામના એક યુવાનને સોમવારે પિતા, પુત્ર, કાકાએ એક યુવતીને ફોન કરવાના પ્રશ્ને માર માર્યા પછી થાંભલામાં બાંધી ધોકાથી ફટકાર્યાે હતો. આ યુવાનના કાકાને તેના જ મોબાઈલમાંથી કોલ કરી ધમકી આપી હતી. જામનગર તાલુકાના આમરા ગામના ગોરધનભાઈ કાનજીભાઈ મઘોડીયા સોમવારે સવારે આમરામાં જ આવેલા હેમત પાંચાભાઈ કટેશીયાના ખેતરે ઈલેકટ્રીક મોટર રીપેર કરવા ગયા હતા ત્યારે હેમતે મારી દીકરીને ... વધુ વાંચો »

Apr 17, 2024
ચાર મહિલા સહિત નવ સામે નોંધાયો ગુન્હોઃ જામનગર તા. ૧૭: જામનગરના સચાણા ગામમાં બે પિતરાઈ ભાઈ રમતા હતા ત્યારે ઝઘડી પડતા તેના ઝઘડામાં દેરાણી પર એક બાળકના પિતા સહિતના પાંચ વ્યક્તિએ હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ થઈ છે. જ્યારે સામા પક્ષે જેઠાણીને ભત્રીજા, ભત્રીજી સહિત પાંચે હુમલો કરી માર માર્યાની વળતી ફરિયાદ નોંધાવી છે. જામનગર તાલુકાના સચાણા ગામમાં રહેતા ઝરીનાબેન આવેશભાઈ કકલ નામના મહિલા સોમવારે સાંજે પોતાના ઘરમાં હતા ત્યારે ઈશા ... વધુ વાંચો »

Apr 17, 2024
રવિવારે નગરના વૃદ્ધની સેરવાઈ ગઈ હતી સોનાની કંઠીઃ જામનગર તા. ૧૭: જામનગરમાં સમર્પણ સર્કલથી ગોકુલનગર વચ્ચેના રોડ પર રિક્ષામાં એક વૃદ્ધના ગળામાંથી ગયા રવિવારે રૂ. ૧,૬૦,૦૦૦ની સોનાની કંઠી સેરવાઈ ગઈ હતી. પોલીસે શરૂ કરેલી તપાસમાં રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી સોનાના દાગીનાની ઉઠાંતરી કરતી ટોળકીના બેને પકડી પાડ્યા છે. જામનગરના ગોકુલનગર પાસેના રામનગરમાં રહેતા પોલાભાઈ અસ્વાર નામના વૃદ્ધ ગયા રવિવારે સાંજે સમર્પણ સર્કલથી પોતાના ઘર તરફ જવા માટે એક રિક્ષામાં બેઠા ... વધુ વાંચો »

Apr 17, 2024
રણુજા ચોકડી પાસેથી પાંચ ચપલા પકડાયાઃ જામનગર તા. ૧૭: જામનગરની જિલ્લા જેલ રોડ પાસેથી ગઈરાત્રે પસાર થતાં એક શખ્સના કબજામાંથી એલસીબીએ દારૂની છ બોટલ કબજે કરી છે. આરોપીએ સપ્લાયરનું નામ આપ્યું છે. કાલાવડની રણુજા ચોકડી પાસેથી એક શખ્સ દારૂના પાંચ ચપલા સાથે ઝડપાયો છે. જામનગરમાં ગઈકાલે એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં સ્ટાફના કિશોરભાઈ, જાડેજા ક્રિપાલસિંહને બાતમી મળી હતી કે, જિલ્લા જેલની બાજુમાં આવેલા રોડ પરથી પસાર થતાં એક ... વધુ વાંચો »

Apr 17, 2024
જામનગરના ગાંધીનગર વિસ્તારમાં એક કાર્યક્રમ દરમ્યાન જામનગરના ગુર્જર સુથારની વાડી-ગાંધીનગર વિસ્તારમાં ચાલતા એક કાર્યક્રમમાં રાજપૂત સમાજના કાર્યકર્તાઓએ રૂપાલા હાય-હાય, રૂપાલાની ટિકિટ રદ કરોના સૂત્રોચ્ચાર કર્યા હતાં. આ સમયે પોલીસ ટુકડી આવી પહોંચી હતી. કેટલાક આંદોલનકારી યુવાનોની અટકાયત કરી હતી.   જો આપને આ પોસ્ટ ગમી હોય વધુ વાંચો »

Apr 17, 2024
દરેડમાં કારખાનેથી પરત જ ન આવ્યાઃ જામનગર તા. ૧૭: જામનગરના દરેડમાં આવેલા એક કારખાનામાં નોકરી કરતા સુથાર યુવાન પોતાની નોકરી પરથી પરત આવ્યા ન હતા અને છેલ્લા વીસેક દિવસથી ગુમ થઈ ગયા હોય તેમના પરિવારે પોલીસને જાણ કરી છે. જામનગરના રણજીત સાગર રોડ પર પ્રણામી સોસાયટી-રમાં રહેતા પરેશભાઈ હિમતભાઈ ભાડેશીયા (ઉ.વ.૪૫) નામના સુથાર યુવાન ગઈ તા.૨૩ના દિને જે કારખાનામાં નોકરી કરતા હતા તે દરેડના શિવ કોમ્પલેક્ષમાંથી પરત ન આવતા તેમના ... વધુ વાંચો »

Apr 17, 2024
સાયબર ક્રાઈમ પોલીસ રાખી રહી છે વોચઃ જામનગર તા. ૧૭: જામનગરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ વ્યક્તિએ સમાજ, જ્ઞાતિ, ધર્મ અંગે ઉશ્કેરણીજનક ટિપ્પણી કે મેસેજ ફોરવર્ડ ન કરવા તેમ પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી છે. તે ઉપરાંત સોશિયલ મીડિયા પર સાયબર ક્રાઈમ પોલીસ પણ બાજનજર રાખી રહી છે. જામનગર સહિત દેશભરમાં આવતા મહિને લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાનાર છે ત્યારે જામનગરમાં કોઈ વ્યક્તિએ સોશિયલ મીડિયા કે અન્ય કોઈ માધ્યમથી જ્ઞાતિ, સમાજ કે ... વધુ વાંચો »

Apr 17, 2024
ઓપરેશન પણ કરાવ્યું હતું: જામનગર તા. ૧૭: જામનગરના રવિ પાર્કમાં રહેતા એક યુવાનને કેન્સર વળગ્યા પછી તેઓની તબીયત લથડી હતી. આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. જામનગરના ગુલાબનગર નજીક આવેલા રવિ પાર્કમાં રહેતા ફિદાહુસેન અબ્બાસભાઈ મુરીમા (ઉ.વ.૪૫) નામના સીદી બાદશાહ યુવાન આઠેક મહિનાથી કેન્સરની બીમારીથી પીડાતા હતા. તેઓએ ચારેક મહિના પહેલા ઓપરેશન પણ કરાવ્યું હતું. તે પછી પણ તબીયત સારી રહેતી ન હતી. તેઓને સોમવારે સારવાર માટે જી.જી. ... વધુ વાંચો »

Apr 17, 2024
કલાયન્ટસના સહયોગથી ૪૬મા વર્ષમાં પ્રવેશ રાજકોટ તા. ૧૭ : રાજકોટની દૃષ્ટિ એડ એજન્સીએ સંબંધોના વિશ્વાસ સાથે ૪પ વર્ષની સફળ યાત્રા પૂર્ણ કરી ૪૬ મા વર્ષમાં યશસ્વી પ્રવેશ કર્યો છે. સંસ્થાના ફાઉન્ડર-ચેરમેન ગિરધરભાઈ ઘાડીયા તથા એમ.ડી. ગિરીશભાઈ ત્રિવેદીની રાહબરી હેઠળ દૃષ્ટિ એડ એજન્સી વવ્યવસાયના તમામ તબક્કે આગેકૂચ કરી રહી છે. સતત બદલાતી માંગ સાથે એકરૂપતા જાળવવા દરેક વ્યવસાયીઓએ તમામ તબક્કે એક કદમ આગળ રહેવું પડે છે, અને આ ... વધુ વાંચો »

Apr 17, 2024
લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે દ્વારકા તા. ૧૭: આગામી લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ માં ટર્નઆઉટ ઈમ્પલીમેન્ટેશન પ્લાન અંતર્ગત દેવભૂિ દ્વારકા જિલ્લામાં મતદાન અંગે જાગૃતિ ફેલાવી મતદાનમાં મતદારોની સહભાગીદારીતા વધારવા તેમજ 'નો વોટર્સ ટુ બી લેફટ બીહાઈન્ડ'નો હેતુ સિદ્ધ કરવા માટે જિલ્લામાં વિવિધ પ્રકારના મતદાન જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ખાસ મહિલા મતદારોમાં મતદાન જાગૃતતા કેળવાઈ અને મહિલાઓ વધુમાં વધુ મતદાન કરવા પ્રેરાય તેવા ઉમદા હેતુથી કલ્યાણપુર તાલુકાના લાંબા અને નાવદ્રા ગામે મતદાર જાગૃતિ ... વધુ વાંચો »

Apr 17, 2024
સૌરાષ્ટ્ર-કચ્છના છસ્સોથી વધુ સદસ્યોની ઉપસ્થિતિ જામનગર તા. ૧૭: લાયન્સ કલબ ઈન્ટરનેશનલ ડિસ્ટ્રીકટ ૩ર૩ર-જેનું વાર્ષિક અધિવેશન જામનગરના પદ્મ બેંકયુટ હોલમાં યોજવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના ૬૦૦ થી પણ વધુ સદસ્યો, ધારાસભ્યો રિવાબા જાડેજા, કાંધલ જાડેજા, બિલ્ડર મેરામણભાઈ પરમાર સહિત લાયન્સ કલબના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં. આ સંમેલનમાં ઈન્ટરનેશનલ ડાયરેકટર જીતેન્દ્ર ચૌહાણ અને ડિસ્ટ્રીકટ ગવર્નર હિરલબા જાડેજા, પૂર્વ ગવર્નર મોનાબેન શેઠના હસ્તે જામનગર ભારતીય જનતા પાર્ટીના સિનિયર મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલનું સન્માન કરવામાં આવ્યું ... વધુ વાંચો »

Apr 17, 2024
જામનગરના સિટી-એ ડિવિઝન પોલીસ મથકમાં ગઈકાલે ડીવાયએસપી જે.એન. ઝાલાના વડપણ હેઠળ અને પીઆઈ એન.એ. ચાવડાની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી હતી. રામ શોભાયાત્રાના આયોજકો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો તેમાં ઉપસ્થિત રહ્યા હતા.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો  વધુ વાંચો »

Apr 17, 2024
'સ્વીપ' અને 'ટિપ' હેઠળ સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેકટોરલ પાર્ટીસિપેશન અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદાન અંગેની જાગૃતતા કેળવવામાં આવી રહી છે. જે અંતર્ગત કલ્યાણપુર તાલુકાના મણિપુર હાબરડી, ગઢકા, ભોપલકા, ખાખરડા તેમજ સિદસરા સહિતના ગામે મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ચુનાવ પાઠશાળાનું આયોજન હાથ ધરી મતદારોને મતદાનનું મહત્ત્વ સમજાવી વધુમાં વધુ મતદાન કરવા અને અન્ય નાગરિકોને પણ મતદાન કરવા પ્રેરણા પૂરી પાડી જાગૃત્ત કરવા સમજ સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું. મતદારોએ ... વધુ વાંચો »

Apr 17, 2024
મંદિરો તથા ભાવિકોના રહેણાંકોમાં ઉજવાઈ હવનાષ્ટમી ખંભાળીયા તા. ૧૭: ચૈત્રી માસની નવરાત્રિની હવન અષ્ટમી નિમિત્તે ખંભાળીયા તથા ભાણવડ પંથકના અનેક મંદિરો તેમજ કેટલાક સ્થળે ભાવિકોએ પોતાના ઘરમાં પણ હવન કરીને હવનાષ્ટમી ઉજવી હતી. ખંભાળીયામાં પોર ગેઈટ પાસે સીંધવી સિકોતેર માતાજી, દત્તાણી કુટુંબના કુળદેવી રૂડીસામી માતાજી, ભાણવડ પાસે ઘુમલીમાં બરડા ડુંગર પર આશાપુરા માતાજી મંદિરે હવન અષ્ટમીના હવન તથા ગોરણી પૂજન ભોજન યોજાયા હતાં. ઘુમલી આશાપુરા તથા સામુદ્રી ... વધુ વાંચો »

Apr 17, 2024
ભાવવધારો પરત ખેંચવા પાલિકાને પાઠવાયુ આવેદનપત્ર દ્વારકા તા. ૧૭: દ્વારકા નગરપાલિકા દ્વારા રેંકડીધારકો પાસેથી વસુલવામાં આવતા દૈનિક ભાડાની રકમમાં ત્રણ ગણો વધારો ઝીંકી દેતા તેનો રેંકડીધારકો તથા નાના વેપારીઓ દ્વારા વિરોધ કરવમાં આવ્યો હતો. શાકમાર્કેટ ચોક તથા આસપાસના રેંકડીધારકો શાકભાજી તેમજ ફ્રૂટ ઈત્યાદિના રેંકડીધારકો દ્વારા નગરપાલિકામાં ભાવધારો પરત ખેંચવાના માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર નગરપાલિકાના ત્રણ-ચાર કર્મચારીઓ દ્વારા શાક માર્કેટ ચોકના લારીધારકોને મૌખિક સૂચના આપી જણાવેલ ... વધુ વાંચો »

Apr 17, 2024
સૈનિક સ્કૂલ-બાલાચડી દ્વારા જામનગર તા. ૧૭: સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગર ૧પ થી ૧૯ એપ્રિલ ર૦ર૪ દરમિયાન 'ઓલ ઈન્ડિયા સૈનિક સ્કૂલ્સ ગ્રુપ 'જી' ફૂટબોલ ટુર્નામેન્ટ-ર૦ર૪-રપ નું આયોજન કરી રહી છે. આ ટુર્નામેન્ટનો ઉદ્ધાટન સમારોહ ૧પ એપ્રિલ ર૦ર૪ ના યોજાયો હતો. જ્યાં કર્નલ શ્રેયશ મહેતા, આચાર્ય, સૈનિક સ્કૂલ બાલાચડીએ ટુર્નામેન્ટને ઓપન જાહેર કરી હતી. સહભાગી ટીમો દ્વારા માર્ચ પાસ્ટ અને શાળાના બેન્ડ ડિસ્પ્લે સાથે તે એક ભવ્ય કાર્યક્રમ હતો, તે પછી શપથ ... વધુ વાંચો »

Apr 17, 2024
વિદ્યાર્થિનીઓ બની વોટીંગ એમ્બેસેડર જામનગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ અંતર્ગત વધુમાં વધુ લોકો મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી થાય તે હેતુથી મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાની શ્રી મુકતાબેન કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓને સંકલ્પપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોતાના વાલીઓ પાસે સંકલ્પપત્રો ભરાવી મતદાન અંગેની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. ઉપરાંત શાળાના શિક્ષકોએ પણ આગામી લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા અંગેની પ્રતિજ્ઞા લીધી હતી.   વધુ વાંચો »

Apr 17, 2024
જામનગરના તળાવની પાળે બેન્ડની સુરાવણી કાર્યક્રમઃ જામનગર તા. ૧૭: ભારતીય વાયુ સેનાના માર્શલ અરજનસીંઘની ૧૦પ મી જન્મ જયંતી નિમિત્તે તળાવની પાળે ત્રિ-સેવા બેન્ડની સુરાવલી-સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એરફોર્સના એર વોરીયર્સ સીમ્ફની ઓરકેસ્ટ્રા, એર ફોર્સ બેન્ડ અને નેવી બેન્ડના જવાનોએ કાર્યક્રમ રજુ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, ડીફેન્સ, કોસ્ટ ગાર્ડના અધિકારીઓ, ઉદ્યોગપતિઓ, કોલેજના વિદ્યાર્થીઓ, દિવ્યાંગ બાળકો તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ યુ-ટયુબ પરથી ... વધુ વાંચો »

Apr 17, 2024
ખંભાળીયા તા. ૧૭: સલાયામાં વાણંદ જ્ઞાતિના પરમાર પરિવાર દ્વારા લીમ્બચ માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં માતાજીનું પૂજન, આરતી, નિવેદ, ગોયણી ભોજન, પ્રસાદી વગેરે યોજાયા હતાં. રઘુવંશી અગ્રણી લાલજીભાઈ ભુવાનું સન્માન કરાયું હતું.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો  વધુ વાંચો »

Apr 17, 2024
ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત જામનગર તા. ૧૭: ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી ગોસર હંસરાજ ગોસરાણી કોમર્સ એન્ડ શ્રી ડી.ડી. નાગડા બીબીએ કોલેજ તથા શ્રીમતી સી.ઝેડ-એમ.જી.. બીસીએ કોલેજ દ્વારા ગત તા. ૧ર ના ધો. ૧ર તથા ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત સેમિનારમાં ધો. ૧ર તથા ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને કોલેજમાં એડમિશન મેળવવા ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું ? તેમાં કઈ-કઈ બાબતોનો ખ્યાલ રાખવો ? કયા કયા ડોકયુમેન્ટ આવશ્યક છે ? ઈત્યાદિ બાબતો વિશે વિસ્તારસહ ... વધુ વાંચો »

Apr 17, 2024
જામનગરના બેડીગેઈટ નજીકના શ્રી રામ મંદિરે જામનગર તા. ૧૭: વિશ્વ હિન્દુ પરિષદ વિશ્વ પ્રકોષ્ઠના લીગલ સેલના વકીલ ભાઈઓ-બહેનો દ્વારા જામનગરના બેડીગેઈટ પાસેના શ્રી રામ મંદિરમાં શ્રી રામજન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી શ્રી ચતુર્ભુજદાસજી મહારાજ, બાર કાઉન્સીલના મેમ્બર અને સિનિયર ધારાશાસ્ત્રી મનોજભાઈ અનડકટ, વિહીપના વિભાગ સહમંત્રી સૌ.પ્રાંત લીગલ સેલ સહસંયોજક ધર્મેશભાઈ ગોંડલીયા, સુરેશભાઈ ગોંડલીયા, કલ્પેનભાઈ રાજાણી, બાર એસો.ના કોષાધ્યક્ષ રૂચીરભાઈ રાવલ, ગુર્જર કડીયા સુથાર સમાજના ... વધુ વાંચો »

Apr 17, 2024
ડીઆરએમ અશ્વિનીકુમાર દ્વારા રાજકોટ તા. ૧૭: રેલવે સેફટીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજકોટ ડિવિઝનના ૪ કર્મચારીનું રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વિનીકુમાર દ્વારા ડીઆરએમ ઓફિસ રાજકોટના કોન્ફરન્સ રૂમમાં સન્માનપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ રાજકોટ ડિવિઝનના ટ્રાફિક અને ટ્રેકશન સંચાલન વિભાગના કર્મચારીઓને ફેબ્રુઆરી-ર૦ર૪ મહિનામાં રેલવે સેફટીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ આપવામાં આવ્યો છે. એવોર્ડ મેળવનાર કર્મચારીઓમાં પપ્પારામ (લોકો પાયલટ ગુડ્સ - સુરેન્દ્રનગર), મનમોહનસિંઘ (ટ્રેન મેનેજર-સુરેન્દ્રનગર), રિંકુ કુમાર મીના (પોઈન્ટસ મેન-પીપલી) અને ... વધુ વાંચો »

Apr 17, 2024
વિજીલીયન્સની ટુકડી ગાંધીનગરથી ત્રાટકી જામનગર તા. ૧૭ : જામનગરના બેડેશ્વર વિસ્તારના ગોદામમાં રાજ્યની વિજીલન્સ ટીમ દ્વારા છ દિવસથી તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. જો કે હજુ સુધી કોઈ વિગતો પ્રકાશમાં આવી નથી પરંતુ જેની છાપ જરા પણ સારી નથી એવા પુરવઠા તંત્ર ઉપર નજીકના ભવિષ્યમાં આકરા પગલા લેવાઈ તો નવાઈ નહીં. રાજ્યના નાગરિક, પુરવઠા વિભાગનું ગોદામ બેડેશ્વરમાં છે. એફસીઆઈના ગોદામમાંથી ખાદ્ય પુરવઠો આ ગોદામમાં રાખવામાં આવે છે. વધુ વાંચો »

Apr 17, 2024
રાજ્ય સફાઈ કાર્મચારી મંડળની હાઈકોર્ટમાં પડકારવાની તૈયારીઃ ખંભાળીયા તા. ૧૭: ખંભાળીયા પાલિકાનું મહેકમ ખર્ચ વધવાના કારણે ખર્ચમાં ઘટાડાના ભાગરૂપે કર્મચારીઓનું પગારપંચ સ્થગિત કરીને તેમને હાલના બદલે જુનો પગાર પંચ આપવા હિલચાલ શરૂ થતાં કર્મચારીઓમાં વિરોધની લાગણી ફેલાઈ છે. રાજ્ય સફાઈકર્મી મહામંડળના મહામંત્રી રમેશભાઈ વાઘેલાએ જણાવેલ કે પાલિકાનું મહેકમ ખર્ચ ૪૮ ટકાથી વધીને ૬૯ ટકા જેટલું થઈ જતાં આવી તજવીજ શરૂ થઈ છે. જેની સામે કર્મચારીઓનો વિરોધ શરૂ થયો છે. સફાઈકર્મી ... વધુ વાંચો »

Apr 17, 2024
બસપા, અપક્ષો, કોંગ્રેસના ડમી ઉમેદવારે ભર્યા ફોર્મઃ જામનગર તા. ૧૭: જામનગર લોકસભા બેઠક માટે ગઈકાલે આઠ ફોર્મ ઉપડ્યા હતાં, અને આઠ ઉમેદવારી ફોર્મ ભરાયા હતાં. આમ ગઈસાંજની સ્થિતિએ કુલ ૧૧ ઉમેદવારી પત્રો રજૂ થયા છે. લોકસભાની સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવામાં આવી રહ્યા છે. ગઈકાલે આઠ ફોર્મ ઉપાડવામાં આવ્યા હતાં અને આઠ ઉમેદવારી પત્રો રજૂ થયા હતાં. ગઈકાલે જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં તેમાં કલ્પેશભાઈ આશાણી ... વધુ વાંચો »

Apr 17, 2024
હવે પછી તારીખો જાહેર થશે જામનગર તા. ૧૭: ગઈકાલે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શાળામાં ઉનાળુ વેકેશન માટેની તારીખો જાહેર કરવામાં આવી હતી જે પરિપત્ર હાલ સ્થગિત કરવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગઈકાલે ઉનાળુ વેકેશન માટેનો પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. જેમાં તા. ૬-પ થી તા. ૯-૬-ર૪ સુધી ઉનાળુ વેકેશન જાહેર થયું હતું. દરમ્યાન આજે વધુ એક પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. અને હાલ પુરતું ઉનાળુ વેકેશન જાહેર કરાયેલ તારીખોવાળો પરિપત્ર સ્થગિત ... વધુ વાંચો »

Apr 17, 2024
જામનગરની દયારામ લાયબ્રેરીમાં તા. ૧૮ ના જામનગર તા. ૧૭: જામનગરના વનીતાબેન વિશ્વનાથ ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી દ્વારા નિઃશુલ્ક નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ નિદાન અને સારવારનો મેગા કેમ્પ યોજવામાં આવ્યા છે. આ મેગા કેમ્પ તા. ૧૮/૪ ને ગુરુવારે સવારે ૯ થી ૧ર વાગ્યા દરમિયાન દયારામ લાયબ્રેરી, રણજીત રોડ, જામનગરમાં રાખવામાં આવ્યો છે. આ કેમ્પમાં ડો. હિરાબેન જોષી દ્વારા સર્વરોગ નિદાન અને સારવાર સાથે મફત દવા આપવામાં આવશે. ડો. જયસુખ ... વધુ વાંચો »

Apr 17, 2024
જામનગરની રાધિકા એડ્યુકેર સ્કૂલ દ્વારા જામનગર તા. ૧૭: જામનગરની રાધિકા એડ્યુકેર સ્કૂલ દ્વારા જામનગરના ધો. ૩ થી ૮ ના વિદ્યાર્થીઓના વાલીઓ માટે તા. રર-૪-ર૦ર૪ થી તા. રપ-૪-ર૦ર૪ સુધી સવારે ૯ થી ૧ર વાગ્યા સુધી બાળકોને ભણાવવાની પદ્ધતિથી અવગત કરાવવા ફ્રી ડેમોન્સ્ટ્રેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માટે મો.નં. ૮૬૯૦૪ ૩૦૩૦ર ઉપર નોંધણી કરાવવા જણાવાયું છે.   જો આપને આ વધુ વાંચો »

Apr 17, 2024
ખંભાળીયા તા. ૧૭: ખંભાળીયા જાયન્ટ્સ ગ્રુપના નવા વરાયેલા પ્રમુખ હિતીશાબેન સંદીપભાઈ ખેતીયા તથા તેમની ટીમના સભ્યોનો પદગ્રહણ સમારોહ આજે તા. ૧૭-૪ના સાંજે ૬ વાગ્યે મોરલી મદિર પાસે રાજ્ય પુરોહિત બ્રાહ્મણની વાડીમાં યુનિટ ડાયરેકટર રેણુકાબેન ભટ્ટની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો છે. આ શપથવિધિ સમારોહમાં પ્રમુખ સ્થાને ખંભાળીયા ન.પા. પ્રમુખ રચનાબેન મોટાણી, ઉદ્ધાટક તા.પં. પ્રમુખ સંગીતાબા ઘનશ્યામસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે. અતિથિ વિશેષ તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ મયુર ગઢવી, જાયન્ટસના જયદેવભાઈ ભટ્ટ, અગ્રણી એભાભાઈ કરમુર, રીનાબેન બ્રહ્માકુમારી, ... વધુ વાંચો »

Apr 17, 2024
જામનગરના સ્વામિનારાયણ મંદિરે કાલથી જામનગર તા. ૧૭: જામનગરના સ્વામિનારાયણ મંદિર, બેડીગેઈટ પાસે તા. ૧૮-૪-ર૦ર૪ થી તા. રર-૪-ર૦ર૪ સુધી પાંચ દિવસ માટે એક્યુપ્રેશર, સુજોક તથા મેગ્નેટ થેરાપીનો સારવાર કેમ્પ યોજવામાં આવ્યો છે. જેમાં ચિકનગુનિયા, સાંધાનો દુઃખાવો, કમર દર્દ, પેટના રોગ, માઈગ્રેન, પેરેલાઈસ, બીપી, સુગર, જાડાપણું, આંખ-કાન-ગળુ તથા દરેક બીમારીનો ઈલાજ દવા વગર હાથ-પગની નાડી દબાવીને કરવામાં આવશે. આ કેમ્પમાં ડો. રામમનોહર લોહિયા એક્યુપ્રેશર આરોગ્ય જીવન સંસ્થાના નિષ્ણાત ડો. ... વધુ વાંચો »

Apr 17, 2024
ફલ્લાના પત્રકાર મુકેશ વરિયાના પુત્રઃ જામનગર તા. ૧૭: જામનગર તાલુકાના ફલ્લા વિસ્તારના પત્રકાર મુકેશ વરિયાના પુત્ર સ્વ. યશની ૧પ મી પુણ્યતિથિ નિમિત્તે તા. ૧૮ ના વિવિધ સેવા કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જે શાળામાં યશ અભ્યાસ કરતો હતોતે વિવેકાનંદ પ્રાથમિક શાળા, સરકારી પ્રા. શાળા અને અન્ય સ્થળે બટુકભોજન કરાવવામાં આવશે. પક્ષીને ચણ, કૂતરાને લાડું, અને ગાયને ઘાસચારો નાખવામાં આવશે. વાછરાડાડાને દિવેલ, તથા અન્ય સેવાકીય કાર્યક્રમો જેવા કે ચકલીના માળા વિતરણ સહિતના કાર્યક્રમો ... વધુ વાંચો »

Apr 17, 2024
કાલાવડ તાલુકાના મુળીલા નજીક આવેલા જામનગર તા. ૧૭: કાલાવડ તાલુકાના મુળીલા પાસે આવેલ શ્રી નાથજીદાદાની જગ્યા-દણીધારધામમાં તા. ૧૮-૪-ર૦ર૪ ના સંતશ્રી ઉપવાસીબાપુની ૧૮ મી પુણ્ય તિથિ નિમિત્તે સવારે ૭-૧પ વાગ્યે પૂજન-અર્ચનનો કાર્યક્રમ યોજાયો છે. ધર્મપ્રેમીઓને આ પ્રસં ઉપસ્થિત રહેવા દાણીધારધામના મહંત સુખદેવદાસજી બાપુ, પ્રમુખ, ટ્રસ્ટીઓએ અનુરોધ કર્યો છે.   જો આપને આ પોસ્ટ વધુ વાંચો »

Apr 17, 2024
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો.... ૧૭-એપ્રિલ ૨૦૨૪ના બુધવારના રોજ રામનવમી નિમિતે ભારતીય શેરબજાર બંધ રહેનાર હતું. ઈઝરાયેલ દ્વારા સીરિયામાં ઈરાનના દૂતાવાસ નજીક અટેક બાદ બદલો લેવા ઈરાન દ્વારા ઈઝરાયેલ પર ડ્રોન, મિસાઈલ હુમલા થતાં બન્ને દેશો વચ્ચે ઘર્ષણને લઈ જીઓપોલિટીકલ ટેન્શન વધતાં વૈશ્વિક બજારોમાં ઘટાડા ભારતીય શેરબજારમાં ફોરેન ફંડોની જંગી વેચવાલીએ ગઈકાલે એટલે કે મંગળવારે સતત બીજા દિવસે ભારતીય શેરબજારમાં ઇન્ડેક્સ બેઇઝ્ડ ઘટાડો નોંધાયો હતો. અલબત બજારોમાં પેનીક સેલિંગ બાદબન્નેદેશો વચ્ચેનાઘર્ષણને રાજદ્વારી પ્રયાસો થકી અટકાવી શકાશે એવી અપેક્ષાએ વૈશ્વિક બજારોમાં ધોવાણ અટક્યા સાથે અને ચાલુ વર્ષે ભારતમાં ચોમાસું સામાન્યથી સારૂ રહેવાના આઈએમડીના અંદાજોએભારતીય શેરબજારમાંફંડો, મહારથીઓએ ઓઈલ એન્ડ ગેસ, કંઝ્યુમર ... વધુ વાંચો »

Apr 17, 2024
રાજકોટના પિતા, પુત્ર, સાળા સામે કરાઈ ફરિયાદઃ જામનગર તા. ૧૭: જામનગરમાં ડબલ હાથી મસાલા નામની જાણીતી બ્રાંડના ઉત્પાદન સાથે સંકળાયેલા વેપારીને રાજકોટના પિતા-પુત્ર અને પુત્રના સાળાએ એક વર્ષ પહેલા રૂ. ૧૧,૧૮,૨૮,૪૬૩ની રકમ બાકી રાખ્યા પછી નહીં ચૂકવી છેતરપિંડી કરી લીધાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. આ વ્યક્તિઓએ તે રકમ આરટીજીએસથી મોકલાવી હોવાના ખોટા પુરાવા પણ રજૂ કર્યા હતા. જામનગરમાં પારસ સોસાયટીમાં રહેતા અને ડબલ હાથી મસાલા નામની જાણીતી બ્રાંડના ઉત્પાદન સાથે સંકળાયેલા કોટેચા પરિવારના હીરેનભાઈ વિજયભાઈ કોટેચાએ રાજકોટના ઈન્દીરા સર્કલમાં મોહન કૃપા નામના મકાનમાં રહેતા હેમતભાઈ મોહનભાઈ દાવડા તથા તેમના પુત્ર ... વધુ વાંચો »

Apr 17, 2024
રણપ્રદેશ તરીકે જાણીતા મધ્ય પૂર્વમાં આવ્યા પૂરઃ વીજળીના ચમકારા અને તોફાની પવન સાથે મેઘપ્રકોપઃ દુબઈ તા. ૧૭: રણપ્રદેશ તરીકે જાણીતા મધ્યપૂર્વના દેશોમાં કુદરતની કમાલ કહો કે કહેર કહો, ધોધમાર વાસદ પડતા પૂર આવ્યા છે, ને વીજળીના ચમકારા સાથે તોફાની પવનો ફૂંકાયા છે. મેધપ્રકોપના કારણે વાહનો ડૂબ્યા છે, અને રોકોર્ડબ્રેક ૧૦ ઈંચ વરસાદ થયો છે. ઓમાનમાં અત્યાર સુધીમાં ૧૮ ના મોત થયા હોવાનું જાણવા મળે છે. યુનાઈટેડ આરબ અમીરાત અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડતા દેશના ટોચના આઈવી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતાં અને તેના લીધે સમગ્ર દુબઈમાં કેટલાય લોકોએ ... વધુ વાંચો »

Apr 17, 2024
વીડિયો વાયરલની અપાઈ હતી ધમકીઃ જામનગર તા. ૧૭: દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક મહિલા ગાયકને વોટ્સએપ પર બીભત્સ વીડિયો મોકલાવી તેને વાયરલ કરવાની ધમકી આપી રૂ. ૩૫,૦૦૦ મંગાયાની સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ થઈ હતી. તે ગુન્હામાં સાયબર ક્રાઈમ પોલીસે મૂળ કુવાડીયાના અને હાલમાં અમદાવાદ રહેતા એક શખ્સ તેમજ મોટા આસોટા અને સામોર ગામના અન્ય બેને પકડી પાડ્યા છે. દેવભૂમિ દ્વારકાના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગાયબ કલાકાર ભૂમિબેન નારણભાઈ નંદાણીયાએ ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું હતું કે, કોઈ અજાણ્યો શખ્સ તેમને મોબાઈલ પર બીભત્સ વીડિયો મોકલાવી તેને વાયરલ કરવાની ધમકી આપી રૂ. ૩૫ ... વધુ વાંચો »

Apr 17, 2024
આજે રામનવમી છે અને દેશ-વિદેશમાં વિવિધ સ્વરૂપે ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ રહી છે, અને અયોધ્યામાં રામજન્મભૂમિ પર નવનિર્મિત બાલસ્વરૂપ શ્રીરામના દર્શને પણ લાખો ભકતો પહોંચ્યા છે, જામનગર સહિત સમગ્ર હાલારના રામમંદિરો તથા અખંડ રામધૂનના સ્થળો પર આજે ભગવાન શ્રીરામના દર્શને પણ હજારો ભકતો પહોંચ્યા છે. જામનગર સહિત સમગ્ર હાલારના રામમંદિરો તથા અખંડ રામધૂનના સ્થળો પર આજે ભગવાન શ્રીરામનો જન્મોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાઈ રહ્યો છે, જેમાં જામનગરના બાલા હનુમાનજી તથા બેટ દ્વારકાના હનુમાનદાંડી તરીકે ઓળખાતા મંદિરોનો સમાવેશ થાય છે. બપોરે ૧ર વાગ્યે ભગવાન શ્રીરામના જન્મના પ્રસંગો વિશેષ દર્શન સાથે મહાઆરતીઓ પણ થઈ છે. આજે જામનગર સહિત સૌરાષ્ટ્રના ઘણાં સ્થળે રામનવમીના પર્વે વિશેષ શોભાયાત્રાઓ ... વધુ વાંચો »

Apr 17, 2024
રામ જન્મભૂમિ પર પ્રાણપ્રતિષ્ઠા પછી પ્રથમ રામ નવમીના પર્વે ભક્તોના ઘોડાપુરઃ દિવ્ય માહોલ અયોધ્યા તા. ૧૭: અયોધ્યામાં રામજન્ભમૂમિ પર પ્રાણપ્રતિષ્ઠા પછી રામલલાને સૂર્યતિલક સાથે સુર્યાભિષેક કરાવાયો હતો. આ અદ્ભુત નજારો હજારો રામભક્તોએ નિહાળ્યો હતો. પ્રાણપ્રતિષ્ઠા પર્વ પછીની આ પ્રથમ રામનવમી અયોધ્યામાં ઉજવાઈ રહી છે, અને લાખો ભક્તો દર્શનાર્થે ઉમટ્યા છે. આજે રામનવમીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ વખતની રામનવમી ખૂબ જ ખાસ છે, કારણ કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પછી રામલલ્લાની આ પહેલી રામનવમી છે. અયોધ્યા રામ મંદિરમાં બિરાજમાન રામલલ્લાને સૂર્ય તિલક કરવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે ... વધુ વાંચો »

Apr 17, 2024
ડીકેવી કોલેજ સામેથી વર્લીબાજ પકડાયોઃ જામનગર તા. ૧૭: જામનગરના પી.એન. માર્ગ પર ડીકેવી કોલેજ સામેથી ગઈકાલે રાત્રે એલસીબીએ એક વર્લીબાજને દબોચી લીધો છે. જયારે સુમેર કલબ રોડ પર ક્રિકેટનો સટ્ટો રમતો શખ્સ પકડાયો છે. જામનગરના પી.એન. માર્ગ પર ડીકેવી કોલેજ સામેના રોડ પર ગઈકાલે રાત્રે જાહેરમાં ઉભા રહી એક શખ્સ વર્લીનું બેટીંગ લેતો હોવાની બાતમી એલસીબીના મયુદ્દીન, વનરાજ મકવાણા, અરજણભાઈને મળતા એલસીબી સ્ટાફે દરોડો પાડ્યો હતો. નવાગામ ઘેડની આનંદ સોસાયટીમાં રહેતો અર્જુન મેઘનાથ દેવાણી નામનો શખ્સ મળી આવ્યો હતો. આ શખ્સના કબજામાંથી વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી, રૂ. ... વધુ વાંચો »

Apr 17, 2024
બાઈક સાથે રોંગ સાઈડમાં આવેલી મોટર ટકરાઈ પડીઃ ખંભાળિયા તા. ૧૭: કલ્યાણપુરના લાંબા ગામ પાસે બાયપાસની ગોળાઈમાં ગઈરાત્રે ત્રણ વાગ્યે બાઈક સાથે રોંગ સાઈડમાં આવેલી એક મોટર ટકરાઈ પડતા લાંબાની શાળાના પ્રિન્સીપાલ અને શિક્ષકના મૃત્યુ નિપજ્યા છે. મૃતકો અને અન્ય છ સાથી શિક્ષકો પોરબંદરના વિસાવાડામાં કાર્યક્રમમાંથી પરત આવતા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામમાં આવેલી દાનેવ સ્કૂલના આઠ શિક્ષક ગઈકાલે સાંજે પોરબંદરના વિસાવાડામાં યોજાયેલા એક ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ચાર મોટરસાયકલ પર નીકળ્યા હતા. આજે રામનવમીની રજા હોવાથી મોડીરાત્રિ સુધી આ શાળાના પ્રિન્સીપાલ અને ખંભાળિયાના હરસિદ્ધિનગરમાં રહેતા રાજેશભાઈ આરંભડીયા (ઉ.વ.૪૮) તેમજ ગણિત શિક્ષક ભરતભાઈ બંધીયા (ઉ.વ.૩૨) સહિતના આઠેય શિક્ષક ... વધુ વાંચો »

Apr 17, 2024
રવિવારે નગરના વૃદ્ધની સેરવાઈ ગઈ હતી સોનાની કંઠીઃ જામનગર તા. ૧૭: જામનગરમાં સમર્પણ સર્કલથી ગોકુલનગર વચ્ચેના રોડ પર રિક્ષામાં એક વૃદ્ધના ગળામાંથી ગયા રવિવારે રૂ. ૧,૬૦,૦૦૦ની સોનાની કંઠી સેરવાઈ ગઈ હતી. પોલીસે શરૂ કરેલી તપાસમાં રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી સોનાના દાગીનાની ઉઠાંતરી કરતી ટોળકીના બેને પકડી પાડ્યા છે. જામનગરના ગોકુલનગર પાસેના રામનગરમાં રહેતા પોલાભાઈ અસ્વાર નામના વૃદ્ધ ગયા રવિવારે સાંજે સમર્પણ સર્કલથી પોતાના ઘર તરફ જવા માટે એક રિક્ષામાં બેઠા હતા. તે રિક્ષામાં મુસાફર તરીકે બેસેલા કેટલાક વ્યક્તિઓએ ધક્કામૂક્કી કરી પોલાભાઈના ગળામાંથી ત્રણ તોલા વજનની સોનાની કંઠી સેરવી લીધાની પોલીસમાં ... વધુ વાંચો »

Apr 17, 2024
ભાવવધારો પરત ખેંચવા પાલિકાને પાઠવાયુ આવેદનપત્ર દ્વારકા તા. ૧૭: દ્વારકા નગરપાલિકા દ્વારા રેંકડીધારકો પાસેથી વસુલવામાં આવતા દૈનિક ભાડાની રકમમાં ત્રણ ગણો વધારો ઝીંકી દેતા તેનો રેંકડીધારકો તથા નાના વેપારીઓ દ્વારા વિરોધ કરવમાં આવ્યો હતો. શાકમાર્કેટ ચોક તથા આસપાસના રેંકડીધારકો શાકભાજી તેમજ ફ્રૂટ ઈત્યાદિના રેંકડીધારકો દ્વારા નગરપાલિકામાં ભાવધારો પરત ખેંચવાના માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર નગરપાલિકાના ત્રણ-ચાર કર્મચારીઓ દ્વારા શાક માર્કેટ ચોકના લારીધારકોને મૌખિક સૂચના આપી જણાવેલ કે નગરપાલિકા દ્વારા લેવામાં આવતા ડેઈલી ભાડાનો જુનો કોન્ટ્રાક્ટ પૂરો થયો હોય, હવેથી નવા ડેઈલી ભાડા પેટે રૂપિયા ૩૦ પ્રતિદિન ... વધુ વાંચો »

Apr 17, 2024
વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯પ ટકાએ પહોંચ્યું: જામનગર તા. ૧૭: જામનગરમાં એપ્રિલ માસના મધ્યાંતર પછી હવે ધીમે ધીમે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન પોણા ડીગ્રીથી વધુ વધીને મહત્તમ તાપમાન ૩૬.૮ ડીગ્રીએ પહોંચી ગયું હતું. સવારે સૂર્ય દેવતા નભમાં ઉદીત થયા પછી ધીમે-ધીમે વાતાવરણમાં ગરમી પ્રસરવા લાગી હતી અને બપોરે આકરો તાપ અનુભવાયો હતો. નગરના વાતાવરણમાં એક જ દિવસમાં ભેજનું પ્રમાણ ર૮ ટકા વધીને ૯પ ટકાએ પહોંચી ગયું હતું. જામનગરમાં આકરા તાપ અને અસહ્ય બફારાથી નગરજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગરમીમાંથી રાહત મળે ... વધુ વાંચો »

Apr 17, 2024
આવતીકાલે શ્રી રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિ દ્વારા યોજાશે પારણાં: જામનગર લોહાણા મહાજન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમીના પર્વના પારણાંની નાત (સમૂહ જ્ઞાતિ ભોજન)નું આયોજન એમ.પી. શાહ કોમર્સ કોલેજ પાસેના મેદાનમાં કરવામાં આવ્યું છે. ચૈત્ર માસના નવ નોરતાની પૂર્ણાહુતિ અને રામ જન્મોત્સવના અનુસંધાને દર વર્ષે લોહાણા જ્ઞાતિના સમૂહ પારણાંની નાત યોજવામાં આવે છે. આવતીકાલે દસમના દિને યોજાનાર નાત જમણ માટે 'અયોધ્યાનગરી'માં રસોડુ, સમિયાણો, ટેબલ, કારપેટ સહિતની તૈયારીઓ શ્રી રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિના હોદ્દેદારોની દેખરેખ હેઠળ ચાલી રહી છે. આ પ્રસંગે ગઈકાલે અયોધ્યાનગરીમાં જામનગર લોહાણા મહાજનના પ્રમુખ તેમજ શ્રી રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિના તમામ હોદ્દેદારો જીતુભાઈ લાલ, મંત્રી  રમેશભાઈ દત્તાણી, ... વધુ વાંચો »

Apr 17, 2024
એક હજાર ઈન્ડોર વૃદ્ધ દર્દીઓના આધારે રિપોર્ટ તૈયાર કરાયો નવી દિલ્હી તા. ૧૭ : આગામી ર૦ વર્ષમાં દેશમાં વૃદ્ધોની સંખ્યા ત્રણ ગણી થઈ જશે અને હોસ્પિટલ ખર્ચ ૪૦૦ ગણો થઈ જશે, રિપોર્ટમાં આ ઘટસ્ફોટ કરાયો છે. એક અભ્યાસ અનુસાર ભારતમાં વૃદ્ધોની સંખ્યા આગામી ર૦ વર્ષમાં ત્રણ ગણી થઈ જશે. ત્યારે બે કે તેનાથી વધુ બીમારીઓની ચપેટમાં આવનાર વૃદ્ધ દર્દીઓની સંખ્યા પણ ખૂબ વધુ હશે. ડોકટરોએ ચેતવણી આપી છે કે જો અત્યારથી વૃદ્ધ દર્દીઓના આરોગ્ય પર ખર્ચ વધારવામાં આવ્યો નહીં તો સરકારી હોસ્પિટલ પર બોજ વધશે. ડોકટર્સે ... વધુ વાંચો »

Apr 17, 2024
મોટર રીપેર કરવા ગયા હતા અને માર પડ્યોઃ જામનગર તા. ૧૭: જામનગરના આમરા ગામના એક યુવાનને સોમવારે પિતા, પુત્ર, કાકાએ એક યુવતીને ફોન કરવાના પ્રશ્ને માર માર્યા પછી થાંભલામાં બાંધી ધોકાથી ફટકાર્યાે હતો. આ યુવાનના કાકાને તેના જ મોબાઈલમાંથી કોલ કરી ધમકી આપી હતી. જામનગર તાલુકાના આમરા ગામના ગોરધનભાઈ કાનજીભાઈ મઘોડીયા સોમવારે સવારે આમરામાં જ આવેલા હેમત પાંચાભાઈ કટેશીયાના ખેતરે ઈલેકટ્રીક મોટર રીપેર કરવા ગયા હતા ત્યારે હેમતે મારી દીકરીને ફોન કેમ કરશ તેમ કહી બોલાચાલી કરી હતી. ત્યારપછી ગાળો ભાંંડી હેમત તેમજ અલ્પેશ હેમતભાઈ, ભલાભાઈ પાંચાભાઈ ... વધુ વાંચો »

Apr 17, 2024
મહિલાની નજર ચૂકવી થડામાંથી ઉઠાવ્યું હતું પાકીટઃ જામનગર તા. ૧૭: જામનગરના ગોકુલનગર નજીક ઠંડાપીણાની એક દુકાનમાં ઠંડુ પીવા આવેલા બે શખ્સે રૂ. ૩૦ હજારની રોકડવાળું પાકીટ ઉઠાવ્યું હતું. તેની શરૂ થયેલી તપાસમાં પોલીસે બે શખ્સને પકડી પાડી રોકડ કબજે કરી છે. જામનગરના ગોકુલનગર સાંઢીયા પુલ પાસે માધવ બાગ-૧માં આવેલી એક બિલ્ડીંગમાં ઠંડા પીણાની દુકાન ચલાવતા હીરેન કમલેશભાઈ કણઝારીયાના પત્ની સંગીતાબેન સોમવારે પોતાની દુકાને હતા ત્યારે ઠંડુ પીણુ પીવા આવેલા બે અજાણ્યા શખ્સે આ મહિલાની નજર ચૂકવી દુકાનના કાઉન્ટરમાંથી રૂ. ૩૦ હજાર રોકડ સાથેનું પાકીટ ઉઠાવ્યાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. વધુ વાંચો »

Apr 17, 2024
ર૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નવી દિલ્હી તા. ૧૭ : લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન ૧૯ એપ્રિલે થનાર છે. લોકસભા ચૂંટણી ર૦ર૪ ના પ્રથમ તબક્કાનો પ્રચાર આજે સાંજે પ વાગ્યે સમાપ્ત થશે અને ૧૯ એપ્રિલે ર૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૧૦ર બેઠકો પર મતદાન થશે. પ્રથમ તબક્કામાં ૧૯ એપ્રિલે ર૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૧૦ર બેઠકો પર મતદાન થવાનું છે., તામિલનાડુની તમામ ૩૯ બેઠકો પર પ્રથમ તબક્કામાં મતદાન થવાનું છે. તે ઉપરાંત પ્રથમ તબક્કામાં ઉત્તરપ્રદેશની આઠ, ઉત્તરાખંડની પાંચ અને પશ્ચિમ બંગાળની ત્રણ લોકસભા બેઠકો પર મતદાન ... વધુ વાંચો »

Apr 17, 2024
પરિવારના જ એક સદસ્યએ પાંચ ટ્રકની છેતરપિંડીનો કર્યાે હતો કેસઃ હાઈકોર્ટમાં કરાઈ હતી ક્વોસીંગ પીટીશનઃ   જામનગર તા. ૧૭ઃ જામનગર ના ટ્રાન્સપોર્ટના જાણીતા ધંધાર્થી મહેશભાઇ કલ્યાણજીભાઇ વસંત અને હેમલભાઇ મહેશભાઇ વસંત સામે એમના જ મૂંબઇ રહેતા ભાઇ શરદકુમાર કલ્યાણજીભાઇ વસંત દ્વારા કરવામાં આવેલી ફરીયાદ હાઇકોર્ટે રદ કરી નાખી છે. વડી અદાલત સુધી પહોંચેલા કાનુની જંગમાં ફરીયાદ કરનારને લપડાક લાગી છે. હાઇકોર્ટે ક્વોસીંગ પીટીશન પર અરજદાર તરફી ચુકાદો આપીને એવી પણ મહત્વની ટકોર કરી છે કે કેસની હકીકતો ધ્યાને લીધા પછી જો આવી ફરીયાદ ચાલુ રાખવામાં આવે તો કાનુની પ્રક્રિયાનો દુરઉપયોગ થયો ગણાય. સમગ્ર જામનગરમાં અને લોહાણા સમાજમાં ચર્ચાસ્પદ બનેલા વસંત પરિવારના કાનુની જંગમાં ... વધુ વાંચો »

Apr 17, 2024
નિવૃત્ત તલાટી-કમ-મંત્રી સામે કરાઈ ફરિયાદઃ જામનગર તા. ૧૭: જામજોધપુરના સગરાપામાં રહેતા એક મહિલાએ ખેતીની જમીન ખરીદવા માટે પોતાના જ કૌટુંબિક અને તલાટી-કમ-મંત્રી તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા વ્યક્તિને રૂ. ૧૧ લાખ આપ્યા પછી તે રકમમાંથી તલાટી મંત્રીએ પોતાના પુત્રના નામે જમીન ખરીદી લીધી હતી. આ મહિલાએ પોતાની રકમ પરત માંગતા તેઓને સિક્યુરિટીમાં ખોટા દાગીના પણ પધરાવી દીધા હતા. મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે છેતરપિંડી અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. જામજોધપુર શહેરમાં સગરાપામાં રહેતા અંજનાબેન નટુભાઈ ખાંટ નામના પટેલ મહિલાને ભાગીદારીમાં ખેતીની જમીન ખરીદવા માટે વર્ષ ૨૦૧૮ના ઓગસ્ટ મહિનામાં ... વધુ વાંચો »

Apr 17, 2024
૩૬ બાટલા, નોઝલ કબજે કરાયાઃ જામનગર તા. ૧૭: જામનગરના રામેશ્વરનગર પાછળ આવેલી નવજીવન સોસાયટીમાં એક મકાનમાંથી એલસીબીએ ગેસનું ગેરકાયદે રીફીલીંગ પકડી પાડ્યું છે. તે સ્થળેથી ગેસના ૩૬ બાટલા, છકડો, નોઝલ કબજે કરાયા છે. જામનગરના રામેશ્વરનગર વિસ્તાર ૫ાછળ આવેલી નવ જીવન સોસાયટીમાં એક શખ્સના મકાનમાં ગેસનું ગેરકાયદેસર રીફીલીંગ કરાતું હોવાની બાતમી એલસીબીના હરદીપ બારડ, મયુરસિંહને મળતા પીઆઈ વી.એમ. લગારીયાના વડપણ હેઠળ ગઈકાલે એલસીબી સ્ટાફે માટેલ ચોક નજીક નવજીવન સોસાયટીમાં અજયસિંહ મહોબતસિંહ જાડેજાના મકાનમાં દરોડો પાડ્યો હતો. તે મકાનમાંથી રાંધણ ગેસના નાના મોટા ૩૬ બાટલા તેમજ ગેસ રીફીલીંગ માટે ... વધુ વાંચો »

Apr 17, 2024
બસપા, અપક્ષો, કોંગ્રેસના ડમી ઉમેદવારે ભર્યા ફોર્મઃ જામનગર તા. ૧૭: જામનગર લોકસભા બેઠક માટે ગઈકાલે આઠ ફોર્મ ઉપડ્યા હતાં, અને આઠ ઉમેદવારી ફોર્મ ભરાયા હતાં. આમ ગઈસાંજની સ્થિતિએ કુલ ૧૧ ઉમેદવારી પત્રો રજૂ થયા છે. લોકસભાની સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવામાં આવી રહ્યા છે. ગઈકાલે આઠ ફોર્મ ઉપાડવામાં આવ્યા હતાં અને આઠ ઉમેદવારી પત્રો રજૂ થયા હતાં. ગઈકાલે જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં તેમાં કલ્પેશભાઈ આશાણી (અપક્ષ), નાગરા કરશનભાઈ (અપક્ષ), જયસુખભાઈ પીંગળસુર (બસપા), દામજીભાઈ સોંદરવા (બસપા), રફીક પોપટપુત્રા (અપક્ષ), વિરેન્દ્રસિંહ જાડેજા (કોંગ્રેસ), નાનજીભાઈ બથવાર (અપક્ષ) અને ... વધુ વાંચો »

Apr 17, 2024
હવે પછી તારીખો જાહેર થશે જામનગર તા. ૧૭: ગઈકાલે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શાળામાં ઉનાળુ વેકેશન માટેની તારીખો જાહેર કરવામાં આવી હતી જે પરિપત્ર હાલ સ્થગિત કરવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગઈકાલે ઉનાળુ વેકેશન માટેનો પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. જેમાં તા. ૬-પ થી તા. ૯-૬-ર૪ સુધી ઉનાળુ વેકેશન જાહેર થયું હતું. દરમ્યાન આજે વધુ એક પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. અને હાલ પુરતું ઉનાળુ વેકેશન જાહેર કરાયેલ તારીખોવાળો પરિપત્ર સ્થગિત કરવામાં આવ્યો છે હવે પછી નવી તારીખો જાહેર થશે. જો આપને વધુ વાંચો »

Apr 17, 2024
જામનગરના ગાંધીનગર વિસ્તારમાં એક કાર્યક્રમ દરમ્યાન જામનગરના ગુર્જર સુથારની વાડી-ગાંધીનગર વિસ્તારમાં ચાલતા એક કાર્યક્રમમાં રાજપૂત સમાજના કાર્યકર્તાઓએ રૂપાલા હાય-હાય, રૂપાલાની ટિકિટ રદ કરોના સૂત્રોચ્ચાર કર્યા હતાં. આ સમયે પોલીસ ટુકડી આવી પહોંચી હતી. કેટલાક આંદોલનકારી યુવાનોની અટકાયત કરી હતી.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... વધુ વાંચો »

Apr 17, 2024
ડીવાયએસપી, એલસીબી, સિટી-એ ડિવિઝનના પીઆઈ સહિતનો પોલીસ કાફલો સાથે રહ્યોઃ જામનગરમાં ગઈકાલે જિલ્લા ૫ોલીસવડા પ્રેમસુખ ડેલુના વડપણ હેઠળ ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા તેમજ એલસીબી પીઆઈ વી.એમ. લગારીયા, સિટી-એ ડિવિઝનના પીઆઈ એન.એ. ચાવડા, ટ્રાફિક શાખાના પીઆઈ એમ.બી. ગજ્જર તથા અન્ય પોલીસ અધિકારીઓ દ્વારા શહેરના મુખ્ય માર્ગાે પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આજે રામનવમીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે અને સાંજે રામ શોભાયાત્રા પણ યોજાવાની છે ત્યારે શોભાયાત્રાના રૂટ પર ઉપરોક્ત પોલીસ અધિકારીઓએ ચાલીને જઈને સ્થળ નિરીક્ષણ કર્યું હતું.   જો આપને આ વધુ વાંચો »

Apr 17, 2024
રામનવમીના પાવન પર્વે ધ્વજારોહણઃ અવિરત રામધૂનઃ અનેરો ઉત્સાહઃ ભકતો ઉમટ્યાઃ જામનગર તા. ૧૭: જામનગરમાં પંચેશ્વર ટાવર  પાસેઆવેલા ભગવાન શ્રી રામચંદ્રજીના મંદિરમાં રામનવમીના પર્વ પર મહા આરતી કરાઈ હતી. તે ઉપરાંત વિશ્વ વિખ્યાત સુપ્રસિદ્ધ બાલા હનુમાનજી મંદિરમાં પણ રામનવમી નિમિત્તે મહાઆરતી-ધ્વજારોહણ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં. છોટી કાશીના ઉપનામથી પ્રચલિત એવા જામનગરના પંચેશ્વર ટાવર નજીક આવેલા ભગવાન રામચંદ્રજીના મંદિરમાં રામનવમીના પાવનકારી પર્વને લઈને બપોરે ૧ર વાગ્યે મહાઆરતી કરવામાં આવી હતી, અને ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. લોહાણા જ્ઞાતિના પ્રમુખ શ્રી જીતુભાઈ લાલની આગેવાની હેઠળ તેમજ લોહાણા જ્ઞાતિના અન્ય હોદ્દેદારો તથા અન્ય રામ ભકતો શૈલેષભાઈ જશવંતરાય વસંત અને નિકિતાબેન શૈલેષભાઈ વસંત, આષિત હર્ષવર્ધનભાઈ ... વધુ વાંચો »

Apr 17, 2024
ચાર મહિલા સહિત નવ સામે નોંધાયો ગુન્હોઃ જામનગર તા. ૧૭: જામનગરના સચાણા ગામમાં બે પિતરાઈ ભાઈ રમતા હતા ત્યારે ઝઘડી પડતા તેના ઝઘડામાં દેરાણી પર એક બાળકના પિતા સહિતના પાંચ વ્યક્તિએ હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ થઈ છે. જ્યારે સામા પક્ષે જેઠાણીને ભત્રીજા, ભત્રીજી સહિત પાંચે હુમલો કરી માર માર્યાની વળતી ફરિયાદ નોંધાવી છે. જામનગર તાલુકાના સચાણા ગામમાં રહેતા ઝરીનાબેન આવેશભાઈ કકલ નામના મહિલા સોમવારે સાંજે પોતાના ઘરમાં હતા ત્યારે ઈશા જુસબ કકલ, મુસ્તાક જુસબ, જુસબ અબ્બાસ, શબીના જુસબ કકલ તથા ફીરોઝ રઝાક ગજીયા નામના પાંચ વ્યક્તિ ધસી આવ્યા હતા. તેઓએ ... વધુ વાંચો »

Apr 17, 2024
આરબીઆઈ એ પણ ૭ ટકાના વૃદ્ધિ દરની આશા વ્યક્ત કરીઃ મુંબઈ તા. ૧૭: આઈએમએફ એ ભારતના ગ્રોથ રેટનો અંદાજ વધાર્યો છે અને ૩૦ બેસિસ પોઈન્ટ અથવા ૦.૩૦ ટકા વધારીને ૬.૮ ટક કર્યો છે. આરબીઆઈ એ પણ ચાલુ નાણાકીય વર્ષે અર્થવ્યવસ્થા સાત ટકાના દરે આગળ વધવાની આશા દર્શાવી છે. ભારતીય અર્થતંત્ર વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે અને આ તોફાની ગતિ ભવિષ્યમાં પણ ચાલુ રહેવાની છે. આ અમે નથી કહી રહ્યા, પરંતુ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડએ આ વાત કહી છે. વૈશ્વિક સંસ્થાએ ભારતના આઉટલૂકને પ્રોત્સાહક ગણાવ્યો છે અને જીડીપી વૃદ્ધિ અંદાજમાં ૩૦ ... વધુ વાંચો »

Apr 17, 2024
દરેડમાં કારખાનેથી પરત જ ન આવ્યાઃ જામનગર તા. ૧૭: જામનગરના દરેડમાં આવેલા એક કારખાનામાં નોકરી કરતા સુથાર યુવાન પોતાની નોકરી પરથી પરત આવ્યા ન હતા અને છેલ્લા વીસેક દિવસથી ગુમ થઈ ગયા હોય તેમના પરિવારે પોલીસને જાણ કરી છે. જામનગરના રણજીત સાગર રોડ પર પ્રણામી સોસાયટી-રમાં રહેતા પરેશભાઈ હિમતભાઈ ભાડેશીયા (ઉ.વ.૪૫) નામના સુથાર યુવાન ગઈ તા.૨૩ના દિને જે કારખાનામાં નોકરી કરતા હતા તે દરેડના શિવ કોમ્પલેક્ષમાંથી પરત ન આવતા તેમના પરિવારે પોલીસને જાણ કરી છે. ઉપરોક્ત તસ્વીરવાળા યુવાન અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ પંચકોશી-બી ડિવિઝનના જમાદાર શૈલુભા જાડેજા-૮૫૩૦૩ ૦૯૯૯૯નો ... વધુ વાંચો »

Apr 17, 2024
રણુજા ચોકડી પાસેથી પાંચ ચપલા પકડાયાઃ જામનગર તા. ૧૭: જામનગરની જિલ્લા જેલ રોડ પાસેથી ગઈરાત્રે પસાર થતાં એક શખ્સના કબજામાંથી એલસીબીએ દારૂની છ બોટલ કબજે કરી છે. આરોપીએ સપ્લાયરનું નામ આપ્યું છે. કાલાવડની રણુજા ચોકડી પાસેથી એક શખ્સ દારૂના પાંચ ચપલા સાથે ઝડપાયો છે. જામનગરમાં ગઈકાલે એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં સ્ટાફના કિશોરભાઈ, જાડેજા ક્રિપાલસિંહને બાતમી મળી હતી કે, જિલ્લા જેલની બાજુમાં આવેલા રોડ પરથી પસાર થતાં એક શખ્સ દારૂનો જથ્થો છે. તે બાતમીથી પીઆઈ વી.એમ. લગારીયાને વાકેફ કરાયા પછી પીએસઆઈ આર.કે. કરમટા, પી.એન. મોરી તથા સ્ટાફે જેલ ... વધુ વાંચો »

Apr 17, 2024
સૌરાષ્ટ્ર-કચ્છના છસ્સોથી વધુ સદસ્યોની ઉપસ્થિતિ જામનગર તા. ૧૭: લાયન્સ કલબ ઈન્ટરનેશનલ ડિસ્ટ્રીકટ ૩ર૩ર-જેનું વાર્ષિક અધિવેશન જામનગરના પદ્મ બેંકયુટ હોલમાં યોજવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના ૬૦૦ થી પણ વધુ સદસ્યો, ધારાસભ્યો રિવાબા જાડેજા, કાંધલ જાડેજા, બિલ્ડર મેરામણભાઈ પરમાર સહિત લાયન્સ કલબના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં. આ સંમેલનમાં ઈન્ટરનેશનલ ડાયરેકટર જીતેન્દ્ર ચૌહાણ અને ડિસ્ટ્રીકટ ગવર્નર હિરલબા જાડેજા, પૂર્વ ગવર્નર મોનાબેન શેઠના હસ્તે જામનગર ભારતીય જનતા પાર્ટીના સિનિયર મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલનું સન્માન કરવામાં આવ્યું હતું. પર્યાવરણ અને જીવદયાનું ૯ વર્ષથી કાર્ય કરી રહેલા અને તેમાં પણ ખાસ કરીને ચકલી બચાવો અભિયાન ... વધુ વાંચો »

Apr 17, 2024
રાજ્ય સફાઈ કાર્મચારી મંડળની હાઈકોર્ટમાં પડકારવાની તૈયારીઃ ખંભાળીયા તા. ૧૭: ખંભાળીયા પાલિકાનું મહેકમ ખર્ચ વધવાના કારણે ખર્ચમાં ઘટાડાના ભાગરૂપે કર્મચારીઓનું પગારપંચ સ્થગિત કરીને તેમને હાલના બદલે જુનો પગાર પંચ આપવા હિલચાલ શરૂ થતાં કર્મચારીઓમાં વિરોધની લાગણી ફેલાઈ છે. રાજ્ય સફાઈકર્મી મહામંડળના મહામંત્રી રમેશભાઈ વાઘેલાએ જણાવેલ કે પાલિકાનું મહેકમ ખર્ચ ૪૮ ટકાથી વધીને ૬૯ ટકા જેટલું થઈ જતાં આવી તજવીજ શરૂ થઈ છે. જેની સામે કર્મચારીઓનો વિરોધ શરૂ થયો છે. સફાઈકર્મી મહા મંડળના રાજ્ય મહામંત્રી રમેશભાઈ વાઘેલાએ જણાવેલ કે મહેકમ ખર્ચ વધવાના બહાના હેઠળ કર્મચારીઓનો પગારધોરણ પરત ના ખેંચાય મહેકમ ખર્ચ ... વધુ વાંચો »

Apr 17, 2024
જામનગરની રાધિકા એડ્યુકેર સ્કૂલ દ્વારા જામનગર તા. ૧૭: જામનગરની રાધિકા એડ્યુકેર સ્કૂલ દ્વારા જામનગરના ધો. ૩ થી ૮ ના વિદ્યાર્થીઓના વાલીઓ માટે તા. રર-૪-ર૦ર૪ થી તા. રપ-૪-ર૦ર૪ સુધી સવારે ૯ થી ૧ર વાગ્યા સુધી બાળકોને ભણાવવાની પદ્ધતિથી અવગત કરાવવા ફ્રી ડેમોન્સ્ટ્રેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માટે મો.નં. ૮૬૯૦૪ ૩૦૩૦ર ઉપર નોંધણી કરાવવા જણાવાયું છે.   જો આપને આ પોસ્ટ ગમી હોય વધુ વાંચો »

Apr 17, 2024
વિજીલીયન્સની ટુકડી ગાંધીનગરથી ત્રાટકી જામનગર તા. ૧૭ : જામનગરના બેડેશ્વર વિસ્તારના ગોદામમાં રાજ્યની વિજીલન્સ ટીમ દ્વારા છ દિવસથી તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. જો કે હજુ સુધી કોઈ વિગતો પ્રકાશમાં આવી નથી પરંતુ જેની છાપ જરા પણ સારી નથી એવા પુરવઠા તંત્ર ઉપર નજીકના ભવિષ્યમાં આકરા પગલા લેવાઈ તો નવાઈ નહીં. રાજ્યના નાગરિક, પુરવઠા વિભાગનું ગોદામ બેડેશ્વરમાં છે. એફસીઆઈના ગોદામમાંથી ખાદ્ય પુરવઠો આ ગોદામમાં રાખવામાં આવે છે. એફસીઆઈના ગોદામમાંથી પેકિંગમાં જ ખાદ્ય પુરવઠો બેડેશ્વર ગોદામમાં શિફટ કરવામાં આવે છે અને ત્યાં બંધ ગુણી ખોલી તેનું ચેકીંગ ... વધુ વાંચો »

Apr 17, 2024
ડીઆરએમ અશ્વિનીકુમાર દ્વારા રાજકોટ તા. ૧૭: રેલવે સેફટીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજકોટ ડિવિઝનના ૪ કર્મચારીનું રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વિનીકુમાર દ્વારા ડીઆરએમ ઓફિસ રાજકોટના કોન્ફરન્સ રૂમમાં સન્માનપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ રાજકોટ ડિવિઝનના ટ્રાફિક અને ટ્રેકશન સંચાલન વિભાગના કર્મચારીઓને ફેબ્રુઆરી-ર૦ર૪ મહિનામાં રેલવે સેફટીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ આપવામાં આવ્યો છે. એવોર્ડ મેળવનાર કર્મચારીઓમાં પપ્પારામ (લોકો પાયલટ ગુડ્સ - સુરેન્દ્રનગર), મનમોહનસિંઘ (ટ્રેન મેનેજર-સુરેન્દ્રનગર), રિંકુ કુમાર મીના (પોઈન્ટસ મેન-પીપલી) અને નથુ રામ (લોકો પાયલટ ગુડ્સ - સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. ઉપરોકત રેલવે કર્મચારીઓ દ્વારા ટ્રેનોમાં હોટ એકસલની નોટીસ કરવું, લટકતા ... વધુ વાંચો »

Apr 17, 2024
ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત જામનગર તા. ૧૭: ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી ગોસર હંસરાજ ગોસરાણી કોમર્સ એન્ડ શ્રી ડી.ડી. નાગડા બીબીએ કોલેજ તથા શ્રીમતી સી.ઝેડ-એમ.જી.. બીસીએ કોલેજ દ્વારા ગત તા. ૧ર ના ધો. ૧ર તથા ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત સેમિનારમાં ધો. ૧ર તથા ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને કોલેજમાં એડમિશન મેળવવા ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું ? તેમાં કઈ-કઈ બાબતોનો ખ્યાલ રાખવો ? કયા કયા ડોકયુમેન્ટ આવશ્યક છે ? ઈત્યાદિ બાબતો વિશે વિસ્તારસહ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર લેબમાં જઈ અને પ્રેકટિકલ રજીસ્ટ્રેશન કરાવેલ અને તેઓને ઉદ્દભવતા પ્રશ્નોનું નિરાકરણ પણ કરવામાં ... વધુ વાંચો »

Apr 17, 2024
જામનગરના સ્વામિનારાયણ મંદિરે કાલથી જામનગર તા. ૧૭: જામનગરના સ્વામિનારાયણ મંદિર, બેડીગેઈટ પાસે તા. ૧૮-૪-ર૦ર૪ થી તા. રર-૪-ર૦ર૪ સુધી પાંચ દિવસ માટે એક્યુપ્રેશર, સુજોક તથા મેગ્નેટ થેરાપીનો સારવાર કેમ્પ યોજવામાં આવ્યો છે. જેમાં ચિકનગુનિયા, સાંધાનો દુઃખાવો, કમર દર્દ, પેટના રોગ, માઈગ્રેન, પેરેલાઈસ, બીપી, સુગર, જાડાપણું, આંખ-કાન-ગળુ તથા દરેક બીમારીનો ઈલાજ દવા વગર હાથ-પગની નાડી દબાવીને કરવામાં આવશે. આ કેમ્પમાં ડો. રામમનોહર લોહિયા એક્યુપ્રેશર આરોગ્ય જીવન સંસ્થાના નિષ્ણાત ડો. સુમનકુમાર, ડો. વિક્રમસિંહ, રાજવિંદરસિંહ સેવા આપશે. સ્વામિનારાયણ ચતુર્ભુજ સ્વામીએ આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કર્યો છે.   જો વધુ વાંચો »

Apr 17, 2024
જામનગરના બેડીગેઈટ નજીકના શ્રી રામ મંદિરે જામનગર તા. ૧૭: વિશ્વ હિન્દુ પરિષદ વિશ્વ પ્રકોષ્ઠના લીગલ સેલના વકીલ ભાઈઓ-બહેનો દ્વારા જામનગરના બેડીગેઈટ પાસેના શ્રી રામ મંદિરમાં શ્રી રામજન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી શ્રી ચતુર્ભુજદાસજી મહારાજ, બાર કાઉન્સીલના મેમ્બર અને સિનિયર ધારાશાસ્ત્રી મનોજભાઈ અનડકટ, વિહીપના વિભાગ સહમંત્રી સૌ.પ્રાંત લીગલ સેલ સહસંયોજક ધર્મેશભાઈ ગોંડલીયા, સુરેશભાઈ ગોંડલીયા, કલ્પેનભાઈ રાજાણી, બાર એસો.ના કોષાધ્યક્ષ રૂચીરભાઈ રાવલ, ગુર્જર કડીયા સુથાર સમાજના નવીનભાઈ લાખાણી, એડીજીપી ભારતીબેન બાદી, નિમિષાબેન ત્રિવેદી, મનીષભાઈ સોમૈયા, મિલનભાઈ કનખરા, તેજસ શારડા, દેવાયત વારોતરીયા કાજલબેન દાઉદીયા, જાગૃતીબા જાડેજા, બિંદીયા ... વધુ વાંચો »

Apr 17, 2024
ઓપરેશન પણ કરાવ્યું હતું: જામનગર તા. ૧૭: જામનગરના રવિ પાર્કમાં રહેતા એક યુવાનને કેન્સર વળગ્યા પછી તેઓની તબીયત લથડી હતી. આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. જામનગરના ગુલાબનગર નજીક આવેલા રવિ પાર્કમાં રહેતા ફિદાહુસેન અબ્બાસભાઈ મુરીમા (ઉ.વ.૪૫) નામના સીદી બાદશાહ યુવાન આઠેક મહિનાથી કેન્સરની બીમારીથી પીડાતા હતા. તેઓએ ચારેક મહિના પહેલા ઓપરેશન પણ કરાવ્યું હતું. તે પછી પણ તબીયત સારી રહેતી ન હતી. તેઓને સોમવારે સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યાનું તબીબોએ જણાવતા ઈમરાનભાઈ અબ્બાસભાઈ મુરીમાએ પોલીસને જાણ કરી છે.   વધુ વાંચો »

Apr 17, 2024
ભ્રષ્ટાચારીઓનું ગોદામ બનેલો ભાજપનું સૂત્ર લૂંટ અને જુઠ્ઠાણું: અખિલેશ યાદવ ગાઝિયાબાદ તા. ૧૭: રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે ગાઝિયાબાદમાં યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં મોદી સરકાર અને ભાજપ પર તીખા તમતમતા પ્રહારો કર્યા હતાં. આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના સુપ્રિમો અખિલેશ યાદવે બન્ને કૌશામ્બીની રેડિયન્સ બ્લુ હોટેલમાં ઈન્ડિયા એલાયન્સના કોંગ્રેસ ઉમેદવાર ડોલી શમર્નિના સમર્થનમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. બન્ને નેતાઓએ તમામ દેશવાસીઓને રામ નવમીની શુભેચ્છા પાઠવી હતી. રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે કહ્યું કે પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ વખતે ઈન્ડિયા ... વધુ વાંચો »

Apr 17, 2024
યુવાને ગળાફાંસો ખાઈ કરી લીધી આત્મહત્યાઃ જામનગર તા. ૧૭: ઓખામંડળના આરંભડામાં રહેતા એક યુવાન પોતાને ગમતી યુવતી સાથે ક્યાંક ચાલ્યા ગયા પછી પરત આવ્યા હતા. તે યુવાનને મરી જવા માટે યુવતીના પરિવારના બે મહિલા તથા એક શખ્સ અવારનવાર ધમકાવતા હોય આ યુવાને ગળાફાંસો ખાઈ લીધો છે. મૃતકના ભાઈએ ત્રણેય સામે પોલીસમાં ફરિયાદ કરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરંભડા ગામમાં રહેતા રામુભા કાયાભા હાથીયા નામના ૩૩ વર્ષના યુવાને પોતાના ઘરમાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ દાનાભા કાયાભા હાથીયાએ મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ... વધુ વાંચો »

Apr 17, 2024
ફલ્લાના પત્રકાર મુકેશ વરિયાના પુત્રઃ જામનગર તા. ૧૭: જામનગર તાલુકાના ફલ્લા વિસ્તારના પત્રકાર મુકેશ વરિયાના પુત્ર સ્વ. યશની ૧પ મી પુણ્યતિથિ નિમિત્તે તા. ૧૮ ના વિવિધ સેવા કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જે શાળામાં યશ અભ્યાસ કરતો હતોતે વિવેકાનંદ પ્રાથમિક શાળા, સરકારી પ્રા. શાળા અને અન્ય સ્થળે બટુકભોજન કરાવવામાં આવશે. પક્ષીને ચણ, કૂતરાને લાડું, અને ગાયને ઘાસચારો નાખવામાં આવશે. વાછરાડાડાને દિવેલ, તથા અન્ય સેવાકીય કાર્યક્રમો જેવા કે ચકલીના માળા વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા છે. અભ્યાસમાં તેજસ્વી યશ વરિયાને શાળામાં ઉલ્ટીઓ થતા તા. ૧૮-૪-ર૦૦૯ ના તેનું માત્ર સાડાદસ વર્ષની ઉંમરે તેનું અવસાન થયું ... વધુ વાંચો »

Apr 17, 2024
કાલાવડ તાલુકાના મુળીલા નજીક આવેલા જામનગર તા. ૧૭: કાલાવડ તાલુકાના મુળીલા પાસે આવેલ શ્રી નાથજીદાદાની જગ્યા-દણીધારધામમાં તા. ૧૮-૪-ર૦ર૪ ના સંતશ્રી ઉપવાસીબાપુની ૧૮ મી પુણ્ય તિથિ નિમિત્તે સવારે ૭-૧પ વાગ્યે પૂજન-અર્ચનનો કાર્યક્રમ યોજાયો છે. ધર્મપ્રેમીઓને આ પ્રસં ઉપસ્થિત રહેવા દાણીધારધામના મહંત સુખદેવદાસજી બાપુ, પ્રમુખ, ટ્રસ્ટીઓએ અનુરોધ કર્યો છે.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો  વધુ વાંચો »

Apr 17, 2024
જામનગરની દયારામ લાયબ્રેરીમાં તા. ૧૮ ના જામનગર તા. ૧૭: જામનગરના વનીતાબેન વિશ્વનાથ ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી દ્વારા નિઃશુલ્ક નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ નિદાન અને સારવારનો મેગા કેમ્પ યોજવામાં આવ્યા છે. આ મેગા કેમ્પ તા. ૧૮/૪ ને ગુરુવારે સવારે ૯ થી ૧ર વાગ્યા દરમિયાન દયારામ લાયબ્રેરી, રણજીત રોડ, જામનગરમાં રાખવામાં આવ્યો છે. આ કેમ્પમાં ડો. હિરાબેન જોષી દ્વારા સર્વરોગ નિદાન અને સારવાર સાથે મફત દવા આપવામાં આવશે. ડો. જયસુખ મકવાણા (ડીવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટ) અને તેમની ટીમ દાંતની તપાસ કરી હલતા દાંત જલંધર પદ્ધતિથી કાઢી આપશે. કાળા દાંત સફેદ કરવા ... વધુ વાંચો »

Apr 17, 2024
'સ્વીપ' અને 'ટિપ' હેઠળ સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેકટોરલ પાર્ટીસિપેશન અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદાન અંગેની જાગૃતતા કેળવવામાં આવી રહી છે. જે અંતર્ગત કલ્યાણપુર તાલુકાના મણિપુર હાબરડી, ગઢકા, ભોપલકા, ખાખરડા તેમજ સિદસરા સહિતના ગામે મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ચુનાવ પાઠશાળાનું આયોજન હાથ ધરી મતદારોને મતદાનનું મહત્ત્વ સમજાવી વધુમાં વધુ મતદાન કરવા અને અન્ય નાગરિકોને પણ મતદાન કરવા પ્રેરણા પૂરી પાડી જાગૃત્ત કરવા સમજ સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું. મતદારોએ અચૂક મતદાનની પ્રતિજ્ઞા લીધી હતી.   જો આપને આ વધુ વાંચો »

Apr 17, 2024
સાયબર ક્રાઈમ પોલીસ રાખી રહી છે વોચઃ જામનગર તા. ૧૭: જામનગરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ વ્યક્તિએ સમાજ, જ્ઞાતિ, ધર્મ અંગે ઉશ્કેરણીજનક ટિપ્પણી કે મેસેજ ફોરવર્ડ ન કરવા તેમ પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી છે. તે ઉપરાંત સોશિયલ મીડિયા પર સાયબર ક્રાઈમ પોલીસ પણ બાજનજર રાખી રહી છે. જામનગર સહિત દેશભરમાં આવતા મહિને લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાનાર છે ત્યારે જામનગરમાં કોઈ વ્યક્તિએ સોશિયલ મીડિયા કે અન્ય કોઈ માધ્યમથી જ્ઞાતિ, સમાજ કે ધર્મ વિરૂદ્ધ ઉશ્કેરણીજનક ટિપ્પણી ન કરવી તેવી અપીલ પોલીસ દ્વારા કરવામાં આવી છે. આવી ટિપ્પણી કરતા કે ... વધુ વાંચો »

Apr 17, 2024
જામનગરના સિટી-એ ડિવિઝન પોલીસ મથકમાં ગઈકાલે ડીવાયએસપી જે.એન. ઝાલાના વડપણ હેઠળ અને પીઆઈ એન.એ. ચાવડાની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી હતી. રામ શોભાયાત્રાના આયોજકો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો તેમાં ઉપસ્થિત રહ્યા હતા.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us: આ વધુ વાંચો »

Apr 17, 2024
ખંભાળીયા તા. ૧૭: સલાયામાં વાણંદ જ્ઞાતિના પરમાર પરિવાર દ્વારા લીમ્બચ માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં માતાજીનું પૂજન, આરતી, નિવેદ, ગોયણી ભોજન, પ્રસાદી વગેરે યોજાયા હતાં. રઘુવંશી અગ્રણી લાલજીભાઈ ભુવાનું સન્માન કરાયું હતું.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us: આ વધુ વાંચો »

Apr 17, 2024
જામનગરના તળાવની પાળે બેન્ડની સુરાવણી કાર્યક્રમઃ જામનગર તા. ૧૭: ભારતીય વાયુ સેનાના માર્શલ અરજનસીંઘની ૧૦પ મી જન્મ જયંતી નિમિત્તે તળાવની પાળે ત્રિ-સેવા બેન્ડની સુરાવલી-સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એરફોર્સના એર વોરીયર્સ સીમ્ફની ઓરકેસ્ટ્રા, એર ફોર્સ બેન્ડ અને નેવી બેન્ડના જવાનોએ કાર્યક્રમ રજુ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, ડીફેન્સ, કોસ્ટ ગાર્ડના અધિકારીઓ, ઉદ્યોગપતિઓ, કોલેજના વિદ્યાર્થીઓ, દિવ્યાંગ બાળકો તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ યુ-ટયુબ પરથી કરાયું હતું.   જો આપને આ  વધુ વાંચો »

Apr 17, 2024
વિદ્યાર્થિનીઓ બની વોટીંગ એમ્બેસેડર જામનગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ અંતર્ગત વધુમાં વધુ લોકો મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી થાય તે હેતુથી મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાની શ્રી મુકતાબેન કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓને સંકલ્પપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોતાના વાલીઓ પાસે સંકલ્પપત્રો ભરાવી મતદાન અંગેની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. ઉપરાંત શાળાના શિક્ષકોએ પણ આગામી લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા અંગેની પ્રતિજ્ઞા લીધી હતી.   જો આપને આ પોસ્ટ વધુ વાંચો »

Apr 17, 2024
મંદિરો તથા ભાવિકોના રહેણાંકોમાં ઉજવાઈ હવનાષ્ટમી ખંભાળીયા તા. ૧૭: ચૈત્રી માસની નવરાત્રિની હવન અષ્ટમી નિમિત્તે ખંભાળીયા તથા ભાણવડ પંથકના અનેક મંદિરો તેમજ કેટલાક સ્થળે ભાવિકોએ પોતાના ઘરમાં પણ હવન કરીને હવનાષ્ટમી ઉજવી હતી. ખંભાળીયામાં પોર ગેઈટ પાસે સીંધવી સિકોતેર માતાજી, દત્તાણી કુટુંબના કુળદેવી રૂડીસામી માતાજી, ભાણવડ પાસે ઘુમલીમાં બરડા ડુંગર પર આશાપુરા માતાજી મંદિરે હવન અષ્ટમીના હવન તથા ગોરણી પૂજન ભોજન યોજાયા હતાં. ઘુમલી આશાપુરા તથા સામુદ્રી માતાજીના મંદિરે પૂજારી સંજયભાઈ પંડિત દ્વારા મુખ્ય યજમાનપદે વિમલભાઈ સુધીરભાઈ થાનકીની ઉપસ્થિતિમાં યજ્ઞ તથા ગોરણી પૂજનના કાર્યક્રમો યોજાયા હતાં.   વધુ વાંચો »

Apr 17, 2024
કલાયન્ટસના સહયોગથી ૪૬મા વર્ષમાં પ્રવેશ રાજકોટ તા. ૧૭ : રાજકોટની દૃષ્ટિ એડ એજન્સીએ સંબંધોના વિશ્વાસ સાથે ૪પ વર્ષની સફળ યાત્રા પૂર્ણ કરી ૪૬ મા વર્ષમાં યશસ્વી પ્રવેશ કર્યો છે. સંસ્થાના ફાઉન્ડર-ચેરમેન ગિરધરભાઈ ઘાડીયા તથા એમ.ડી. ગિરીશભાઈ ત્રિવેદીની રાહબરી હેઠળ દૃષ્ટિ એડ એજન્સી વવ્યવસાયના તમામ તબક્કે આગેકૂચ કરી રહી છે. સતત બદલાતી માંગ સાથે એકરૂપતા જાળવવા દરેક વ્યવસાયીઓએ તમામ તબક્કે એક કદમ આગળ રહેવું પડે છે, અને આ માટે 'દૃષ્ટિ' એડ. એજન્સી હંમેશા વ્યવસાયના તમામ તબક્કે એક કદમ આગળ રહી છે. અને પોતાના કલાયન્ટસને પણ એક કદમ અનેકવિધ ... વધુ વાંચો »

Apr 17, 2024
ખંભાળીયા તા. ૧૭: ખંભાળીયા જાયન્ટ્સ ગ્રુપના નવા વરાયેલા પ્રમુખ હિતીશાબેન સંદીપભાઈ ખેતીયા તથા તેમની ટીમના સભ્યોનો પદગ્રહણ સમારોહ આજે તા. ૧૭-૪ના સાંજે ૬ વાગ્યે મોરલી મદિર પાસે રાજ્ય પુરોહિત બ્રાહ્મણની વાડીમાં યુનિટ ડાયરેકટર રેણુકાબેન ભટ્ટની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો છે. આ શપથવિધિ સમારોહમાં પ્રમુખ સ્થાને ખંભાળીયા ન.પા. પ્રમુખ રચનાબેન મોટાણી, ઉદ્ધાટક તા.પં. પ્રમુખ સંગીતાબા ઘનશ્યામસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે. અતિથિ વિશેષ તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ મયુર ગઢવી, જાયન્ટસના જયદેવભાઈ ભટ્ટ, અગ્રણી એભાભાઈ કરમુર, રીનાબેન બ્રહ્માકુમારી, અગ્રણીઓ રેખાબેન ખેતિયા, હિનાબેન આચાર્ય, દિલીપભાઈ વ્યાસ, જગુભાઈ ખેતિયા, ગીતાબા બી. જાડેજા તથા અનિલભાઈ ખેતીયા તથા સંદીપભાઈ ખેતિયા ઉપસ્થિત રહેશે.   વધુ વાંચો »

Apr 17, 2024
સૈનિક સ્કૂલ-બાલાચડી દ્વારા જામનગર તા. ૧૭: સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગર ૧પ થી ૧૯ એપ્રિલ ર૦ર૪ દરમિયાન 'ઓલ ઈન્ડિયા સૈનિક સ્કૂલ્સ ગ્રુપ 'જી' ફૂટબોલ ટુર્નામેન્ટ-ર૦ર૪-રપ નું આયોજન કરી રહી છે. આ ટુર્નામેન્ટનો ઉદ્ધાટન સમારોહ ૧પ એપ્રિલ ર૦ર૪ ના યોજાયો હતો. જ્યાં કર્નલ શ્રેયશ મહેતા, આચાર્ય, સૈનિક સ્કૂલ બાલાચડીએ ટુર્નામેન્ટને ઓપન જાહેર કરી હતી. સહભાગી ટીમો દ્વારા માર્ચ પાસ્ટ અને શાળાના બેન્ડ ડિસ્પ્લે સાથે તે એક ભવ્ય કાર્યક્રમ હતો, તે પછી શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. આ મેગા ઈવેન્ટના દેશના વિવિધ રાજ્યોમાંથી ચાર સૈનિક સ્કૂલના ૧૯ર વિદ્યાર્થીઓ-સૈનિક સ્કૂલ બીજાપુર ... વધુ વાંચો »

Apr 17, 2024
લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે દ્વારકા તા. ૧૭: આગામી લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ માં ટર્નઆઉટ ઈમ્પલીમેન્ટેશન પ્લાન અંતર્ગત દેવભૂિ દ્વારકા જિલ્લામાં મતદાન અંગે જાગૃતિ ફેલાવી મતદાનમાં મતદારોની સહભાગીદારીતા વધારવા તેમજ 'નો વોટર્સ ટુ બી લેફટ બીહાઈન્ડ'નો હેતુ સિદ્ધ કરવા માટે જિલ્લામાં વિવિધ પ્રકારના મતદાન જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ખાસ મહિલા મતદારોમાં મતદાન જાગૃતતા કેળવાઈ અને મહિલાઓ વધુમાં વધુ મતદાન કરવા પ્રેરાય તેવા ઉમદા હેતુથી કલ્યાણપુર તાલુકાના લાંબા અને નાવદ્રા ગામે મતદાર જાગૃતિ પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.   જો આપને વધુ વાંચો »

Apr 17, 2024
હમણાં એક સાવ નવાઈની વાત સાંભળી.. વાત કહેનાર સાવ નાની સાત વર્ષની બાળકી હતી, પણ તેણે એટલી મોટી વાત કરી કે મને વિચારતી કરી દીધી. વાત એમ થઈ કે એક સાંજે શેરીમાં ચાર-પાંચ નાના બાળકો રમતા હતા. બધા પાંચથી આઠ વર્ષના. હું હંમેશાં બધાને ચોકલેટ આપું એટલે મને જોઈને બધા મારી પાસે આવ્યા. મેં ચોકલેટ આપીને કહ્યું કે, 'હવે તો પરીક્ષા પૂરી ને.. હવે તો વેકેશન ને.. કેવી મજા..' મને એમ કે બધા ઉછળીને ખુશી વ્યક્ત કરશે, વેકેશનનો આનંદ બતાવશે, પણ એક સાત વર્ષની ઈશાનીએ કહ્યું, 'ના આન્ટી.. મજા નહી આવે..' કહે છે કે, 'આન્ટી તમે ... વધુ વાંચો »

અર્ક

  • જે વ્ય્કતિ સારૃં કામ કરે છે તે ક્યારેય આદરનો ભૂખ્યો નથી હોતો, તેનું કામકાજ તેને સન્માનને પાત્ર બનાવે છે.

વિક્લી ફિચર્સ

ફોટો સમાચાર

રાશિ પરથી ફળ

Aries (મેષ: અ-લ-ઈ)

તા. ૧૮-૦૪-ર૦૨૪, ગુરૂવાર અને ચૈત્ર સુદ-૧૦ : આપના કાર્યમાં સંતાનનો સાથ-સહકાર મળી રહે. વાણીની મીઠાશથી લાભ-ફાયદો ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તા. ૧૮-૦૪-ર૦૨૪, ગુરૂવાર અને ચૈત્ર સુદ-૧૦ : રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં રૂકાવટ-મુશ્કેલી રહે. આવેશ-ઉશ્કેરાટમાં આવી જવું ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

તા. ૧૮-૦૪-ર૦૨૪, ગુરૂવાર અને ચૈત્ર સુદ-૧૦ : આપની ગણતરી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ જણાય. મહત્ત્વના નિર્ણય ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

તા. ૧૮-૦૪-ર૦૨૪, ગુરૂવાર અને ચૈત્ર સુદ-૧૦ : આપના કાર્યમાં સાનુકૂળતા જણાય. કૌટુંબિક-પારિવારિક કામકાજ અંગે વ્યસ્તતા રહે. ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

તા. ૧૮-૦૪-ર૦૨૪, ગુરૂવાર અને ચૈત્ર સુદ-૧૦ : આપના કામની કદર-પ્રસંશા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. સહકાર્યકરવર્ગનો ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તા. ૧૮-૦૪-ર૦૨૪, ગુરૂવાર અને ચૈત્ર સુદ-૧૦ : આપ હરો-ફરો-કામકાજ કરો, પરંતુ આપના હ્ય્દય-મનને શાંતિ-રાહત જણાય નહીં. ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

તા. ૧૮-૦૪-ર૦૨૪, ગુરૂવાર અને ચૈત્ર સુદ-૧૦ : આપની બુદ્ધિ-મહેનત-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સિઝનલ ધંધામાં ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તા. ૧૮-૦૪-ર૦૨૪, ગુરૂવાર અને ચૈત્ર સુદ-૧૦ : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતા દોડધામ-શ્રમ-કાર્યભારમાં ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તા. ૧૮-૦૪-ર૦૨૪, ગુરૂવાર અને ચૈત્ર સુદ-૧૦ : આપના કાર્યમાં અન્યનો સાથ મળી રહે. અગત્યના કામકાજ અંગેની ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

તા. ૧૮-૦૪-ર૦૨૪, ગુરૂવાર અને ચૈત્ર સુદ-૧૦ : દિવસના પ્રારંભથી જ આપને બેચેની જેવું જણાય. તબિયતની અસ્વસ્થતાને ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

તા. ૧૮-૦૪-ર૦૨૪, ગુરૂવાર અને ચૈત્ર સુદ-૧૦ : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. સંયુક્ત ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તા. ૧૮-૦૪-ર૦૨૪, ગુરૂવાર અને ચૈત્ર સુદ-૧૦ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત ... વધુ વાંચો »

Aries (મેષ: અ-લ-ઈ)

તમારા માટે આર્થિક લાભ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના માટે તડકા-છાયા જેવી પરિસ્થિતિ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

તમારા માટે ધારેલા કાર્યો પૂર્ણ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

આપના માટે સાવધાની રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

તમારા માટે મિશ્ર પરિણામ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના માટે નવીન તક અપાવતું, નવીન કાર્ય કરાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

આપના માટે દોડધામ-વ્યસ્તતા કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તમારા માટે શુભ સમાચાર સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે સામાજિક કાર્યોમાં વ્યસ્ત રાખતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

તમારા માટે વ્યાપાર-ધંધામાં પ્રતિકૂળતા સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના માટે પરિવર્તનશીલ સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તમારા માટે મનની શાંતિ અને સ્વસ્થતા સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

MARKET

શબ્દવ્યુહ

crossword

હવામાન

Jamnagar, Gujarat, India

વિક્લી ફિચર્સ

Advertisement
close
Ank Bandh