મોદીના ૫ેરીસ પ્રવાસમાં પી.એમ.એ સંબોધનમાં કહ્યું જે ટેમ્પરરી હતું તે હટાવતાં ૭૦ વર્ષ લાગ્યાઃ સમજાતું નથી હશું કે પછી રડું / ભારતને પહેલું રાફેલ સપ્ટેમ્બરમાં મળી જશેઃ ફ્રાન્સના રાષ્ટ્રપતી / એમેઝોને કરી નવી સર્વિસની કરી જાહેરાતઃ ફક્ત ર કલાકમાં જ તમારો સામાન પહોંચી જશે તમારી પાસે

ફ્રાન્સ મસુદ અઝહરની સંપત્તિઓ કરશે જપ્ત

નવી દિલ્હી તા. ૧પઃ ચીને મસુદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવા સામે વીટો વાપર્યા પછી ફ્રાન્સે મોટું કદમ ઊઠાવ્યું છે.

આતંકી સંગઠન પર હવે પોતે જ આકરા પગલા ભરવાનું શરૃ કરી દીધું છે. ફ્રાન્સે જૈશના સર્વેસર્વા મસુદ અઝહરની સંપત્તિઓ જપ્ત કરવાનો નિર્ણય લીધો છે. ફ્રાન્સની આ કાર્યવાહી જૈશ વિરૃદ્ધ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવે છે. મસુદના પક્ષમાં ચોથીવાર વીટો વાપરવા પર અમેરિકા સહિતના દેશોએ ચીનની આકરી ઝાટકણી કાઢી હતી. ૫ુલવામાં આતંકવાદી હુમલા બાદ ફ્રાંસના નેતૃત્વમાં બ્રિટન અને અમેરિકાએ મસૂદ અઝહર વિરૃદ્ધ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. અઝહર પાકિસ્તાનના પંજાબ પ્રાંતના બહાવલપુરમાં કૌસર કોલોનીમાં રહે છે. આટલી પાક્કી માહિતી હોવા છતાંયે પાકિસ્તાન માનવા તૈયાર નથી ને ચીન તેને સાથ આપી રહ્યું છે. જો કે, ત્યારબાદ અમેરિકાએ ચીનની આકરી ઝાટકણી કાઢી હતી અને ગર્ભીત ચીમકી પણ આપી હતી. આખરે ફ્રાંસે મસૂદ અઝહર વિરૃદ્ધ આક્રમક કાર્યવાહી આરંભી દીધી છે. ફ્રાંસે એકલા હાથે અઝર મસૂદની સંપત્તિઓ જપ્તે કરવાનો નિર્ણય લીધો છે. ફ્રાંસની આ કાર્યવાહી ચીન અને પાકિસ્તાનના ગાલ પર સણસણતા તમાચા સમાન છે, તો ભારતની વૈશ્વિક મંચ પર કુટનૈતિક જીત પણ માનવામાં આવે છે. 

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription