કાલાવડના યાર્ડમાં હવામાં ફાયરીંગ કરનાર ચાર આરોપીની ધરપકડઃ જેલહવાલે થયા

જામનગર તા. ૧૪ઃ કાલાવડના માર્કેટીંગ યાર્ડમાં હવામાં બે રાઉન્ડ ફાયરીંગ થયા પછી તેના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજના આધારે બે પોલીસકર્મી સહિત ચાર સામે ગુન્હો નોંધાયો હતો. તેઓની ધરપકડ કરી પોલીસે જેલહવાલે કર્યા છે અને તે હથિયારનો પરવાનો રદ કરાવવાની તજવીજ હાથ ધરી છે.

કાલાવડના માર્કેટીંગ યાર્ડમાં ગઈ તા. ૮ ઓગસ્ટની રાત્રે ફાયરીંગ જેવો અવાજ સંભળાયા પછી બીજા દિવસે યાર્ડના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતા તેમાં ચાર શખ્સો રાત્રે આવ્યા હોવાની અને તેમાંથી બે શખ્સોએ વારાફરતી એક-એક રાઉન્ડ ફાયરીંગ હવામાં કર્યાના દૃશ્યો જોવા મળ્યા હતાં. તે ચાર વ્યક્તિઓમાં બે પોલીસકર્મીઓ પણ સામેલ હોવાનું બહાર આવતા સીસીટીવીના ફૂટેજ વાયરલ થઈ ગયા હતાં.

આ બાબતની ઈન્ચાર્જ પીઆઈ લાડુમોરે ખુદ ફરિયાદી બની કાલાવડ શહેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા માનસંગ ઝાપડીયા અને જયદીપ જેસડીયા ઉપરાંત વેપારી ઝુઝર માકડા અને કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા મયંક સોજીત્રા સામે ગુન્હો નોંધાવ્યો હતો.

ઉપરોક્ત ચારેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તે પહેલાં એસપી શરદ સિંઘલે બંને પોલીસકર્મીને સસ્પેન્ડ કરી નાખ્યા હતાં. જે રિવોલ્વરમાંથી ફાયરીંગ કરવામાં આવ્યા હતાં તે રિવોલ્વર પોલીસકર્મીની સ્વરક્ષણ માટેની પરવાનાવાળી હોવાનું બહાર આવ્યું છે. તે હથિયારનો પરવાનો રદ કરાવા માટે પણ તજવીજ કરવામાં આવી રહી છે. ચારેય આરોપીઓને ગઈકાલે પોલીસે કોર્ટમાં રજુ કરતા તેઓને જેલમાં મોકલી આપવાનો હુકમ કરવામાં આવ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription