ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના ૫ગલે અમદાવાદમાં વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છેઃ નીચાણ વાળા વિસ્તારામાં પાણી ભરાય ગયા છે / પટનામાં એક એસયુવી કારે રસ્તા પર ઉંઘતા ચાર બાળકોને કચડયાઃ ત્રણ બાળકોના ઘટના સ્થળે જ મૃત્યુઃ ભીડે ડ્રાઈવરને ફટકારીને મારી નાખ્યો /

નગરના મોટર ડીલરને વધારાની રકમ પરત આપવા ફોરમનો હુકમ

જામનગર તા. ૧૧ઃ જામનગરના એક એડવોકેટે મારૃતી કંપનીની મોટર ખરીદી હતી જેની ચૂકવેલી રકમના પાકા બીલ મંગાતા તેમાં અને ગ્રાહકને અપાયેલા ક્વોટેશનમાં ફરક જણાતા એડવોકેટે ગ્રાહક ફોરમમાં ફરિયાદ નોંધાવી હતી. ફોરમે તેઓની રકમ પરત કરવા ડીલરને હુકમ કર્યો છે.

જામનગરના એડવોકેટ ગિરીશ સરવૈયાએ મારૃતી કંપનીની મોટર ખરીદવા માટે જામનગરના ડીલર અતુલ મોટર્સનો સંપર્ક કરી ક્વોટેશન મેળવ્યું હતું. જેમાં રોકડ ડિસ્કાઉન્ટ, કોર્પોરેટ ડિસ્કાઉન્ટ, ફ્રી એસેસરીઝ વગેરેની રકમ બાદ થયા પછી એકચ્યુઅલ કિંમત ચૂકવવાની હતી. તે રકમ ચૂકવી ગિરીશભાઈએ પાકા બીલની માંગણી કરતા તેઓને આપવામાં આવેલા બીલ તથા ક્વોટેશનમાં જણાવાયેલી રકમમાં ફરક જણાતા તેઓએ બાકીની રકમ પરત માંગી હતી તેમ છતાં આ રકમ ચૂકવાઈ ન હતી. આથી એડવોકેટે અતુલ મોટર્સ સામે ગ્રાહક ફોરમમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ ચાલી જતાં ફોરમે વધારાની રકમ ફરિયાદ ખર્ચ સાથે પરત ચૂકવવાનો હુકમ કર્યો છે. ઉલ્લેખનિય છે કે નવા વાહન વેંચતી એજન્સીઓ આરટીઓ પાર્સીંગની ફી ના નામે ગ્રાહક પાસેથી વધુ રકમ વસૂલતા હોય તેમ જણાઈ આવે છે. ઉપરાંત તેના પાકા બીલ આપવામાં આવતા નથી, ગ્રાહકના વાહનના વીમા માટે જે તે એજન્સી પોતે નક્કી કરેલી વીમા કંપની પાસેથી વીમો લેવડાવે છે. આવી પરિસ્થિતિમાં એજન્સીઓએ આવા તમામ નિયમ ગ્રાહકને દેખાય તે રીતે પોતાને ત્યાં લગાવી ગ્રાહકનું ધ્યાન દોરવું જોઈએ અને સરકારે પણ તે માટે ઘટતા પગલાં ભરી ગ્રાહકો સાથે છેતરપિંડી ન થાય તે માટે કાર્યવાહી કરવી જોઈએ  તેમ એડવોકેટ સરવૈયાએ જણાવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription