ભારત-પાકિસ્તાન વચ્ચેની આવતીકાલની મેચમાં ૬૩ ટકા વરસાદ પડવાની સંભાવનાઃ બંન્ને દેશોના ક્રિકેટ રસિકોમાં નિરાશાનું મોજું / અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદઃ/ વાયુ વાવાઝોડું પોરબંદરથી ર૦૦ કિ.મી. દુર થયું સ્થિરઃ ચાર દિવસ સુધી સૌરાષ્ટ્રમાં રહેશે વરસાદી માહોલઃ વાયું વાવાઝોડું જામનગર-કચ્છના દરિયામાં સમાય તેવું અનુમાન / સાસણમાં આજે સિંહ દર્શનનો અંતિમ દિવસઃ આવતીકાલથી સાવજોનું શરૃ થશે વેકેશન

વગર વાંકે બદલી કરાઈ હોવાનો પૂર્વ સીબીઆઈ ચીફ અલોક વર્માનો ખુલાસો

નવી દિલ્હી તા. ૧૧ઃ પૂર્વ સીબીઆઈ ચીફ આલોક વર્માએ તેમને હટાવાયા પછી પ્રતિક્રિયા આપતા ખુલાસો કર્યો છે કે તેમને ખોટા આરોપો હેઠળ હટાવાયા છે. તેમને કારણે તકલીફમાં મુકાય, તેવા પરિબળોના પ્રભાવમાં તેમની બદલી કરાઈ હોવાનો સંકેત તેમણે આપ્યો હતો.

સીબીઆઈના પૂર્વ ચીફ આલોક વર્માને પદ પરથી હટાવ્યાના એક દિવસ પછી ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, ખોટા, અપ્રામાણિક અને ખૂબ નબળા આરોપોનો આધાર બનાવીને મારી ટ્રાન્સફર કરવામાં આવી છે. આવા આરોપ એક એવા વ્યક્તિએ લગાવ્યા છે જેને મારાથી તકલીફ છે. ૧૯૭૯ ની બેન્ચના આઈપીએસ ઓફિસર વર્માને ગુરુવારે રાતે સીબીઆઈ ડિરેક્ટર પદથી હટાવવામાં આવ્યા છે. હવે તેમને સિવિલ ડિફેન્સ, ફાયર સર્વિસ અને હોમગાર્ડ વિભાગના ડિરેક્ટર બનાવવામાં આવે તેવી શક્યતા છે.

આલોક વર્માએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, ઉચ્ચ સાર્વજનિક જગ્યાઓ પર ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે સીબીઆઈ એક મુખ્ય તપાસ એજન્સી છે. આ એવી સંસ્થા છે જેની સ્વતંત્રતાને સુરક્ષીત કરવી જોઈએ. સીબીઆઈને બહારની શક્તિઓના પ્રભાવમાં આવ્યા વગર જ કામ કરવું જોઈએ. મેં સંસ્થાની અખંડતા જાળવવાનો પ્રયત્ન કર્યો, જ્યારે હાલ તેને બરબાદ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

વર્ષ ર૦૧૬ માં સીબીઆઈમાં નંબર-ર ના ઓફિસર રહેલા આર.કે. દત્તાની ટ્રાન્સફર ગૃહમંત્રાલયમાં કરીને અસ્થાનાને લાવવામાં આવ્યા હતાં. દત્તા ડિરેક્ટર બને તેવી શક્યતા હતી, પરંતુ ગુજરાત કેડરના આઈપીએસ ઓફિસર રાકેશ  અસ્થાનાને સીબીઆઈના ચીફ બનાવી દેવામાં આવ્યા હતાં. અસ્થાનાની પસંદગીને વકીલ પ્રશાંત ભૂષણે સુપ્રિમમાં પણ પડકારી હતી. ત્યારપછી ફેબ્રુઆરી ર૦૧૭ માં આલોક વર્માને સીબીઆઈ ચીફ બનાવવામાં આવ્યા હતાં. સીબીઆઈ ચીફ બન્યા પછી આલોક વર્માએ અસ્થાનાને સ્પેશિયલ ડિરેક્ટર બનાવ્યા હોવાનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આસ્થાના પર ઘણાં આરોપ લાગ્યા છે. તેઓ સીબીઆઈમાં રહેવાને લાયક નથી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription