સેલવાસમાં વડાપ્રધાન બોલ્યા મહાગઠબંધન મોદી વિરૃધ્ધ નહીં દેશના લોકો વિરૃદ્ધ છે / મહારેલીમાં મમતા બેનર્જીના સ્ટેજ પરથી શત્રુધ્ન સિંહા બોલ્યા સાચુ બોલવું બળવાખોરી કહેવાય તો હું છું બળવાખોર /હાસ્ય લેખક તારક મહેતાના નિધન પછી તેમના પત્ની ઈન્દુ તારક મહેતાનું ૭પ વર્ષની વયે નિધન / યુએસમાં આવ્યું બ્લોક બસ્ટર વાવાઝોડુંઃ કેલિફોર્નીયામાં નિપજયાં પ વ્યક્તિના મૃત્યુઃ ૧૦ કરોડ લોકો પર જોખમ / ર૩૭ પેસેન્જર સાથે ગુમ થયેલા એમએચ- ૩૭૦ પ્લેનનો ભેદ ઉકેલાશે? પ્લેન ક્રેશ થયાનો વડિયો મળ્યો /

સૌરાષ્ટ્ર-કચ્છના પશુપાલકોને પ્રોત્સાહન માટે માહી કંપની દ્વારા રૃા. ૩૧.૧૧ કરોડની ચૂકવણી

રાજકોટ તા. ૧૧ઃ દર વર્ષે માહી મિલ્ડ પ્રોડ્યુસર કંપની તેના સભાસદ પશુપાલકોને પ્રોત્સાહન રકમની ચૂકવણી કરી રહી છે. એકતરફ સૌરાષ્ટ્ર-કચ્છના અમૂક વિસ્તારોમાં પૂરતો વરસાદ ન આવતા દુષ્કાળની સ્થિતિપ્રવર્તી રહી છે અને પશુઓના ખાણ દાણની કિંમતોમાં સતત વધારો થતા પશુપાલકોની સ્થિતિ કપરી બની ગઈ છે ત્યારે તેવા સમયે જ દૂધ ઉત્પાદકોની પોતાની કંપની માહી મિલ્ક પ્રોડ્યુસર કંપની દ્વારા ચાલુ વર્ષે ૩૧.૧૧ કરોડ રૃપિયા જેટલી માતબર રકમ પ્રોત્સાહનરૃપે ચૂકવી દેવાતા સૌરાષ્ટ્ર-કચ્છના અંદાજે ૮૪ હજારથી વધુ પશુપાલકોમાં આનંદ છવાઈ ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કંપનીએ ઉનાળાના સમયમાં કંપની સાથે જોડાયેલા રહી દૂધ ભરનાર દૂધ ઉત્પાદકોને પ્રતિ લીટર રૃા. ૧નું વધારાનું ઈન્સન્ટીવ પણ આપતા પશુપાલકોના ઘેર લાપસીના આંધણ મૂકાયા છે.

ચાલુ વર્ષે મિલ્ડ પ્રોડ્યુસર કંપનીના નિયામક મંડળે લીટરદીઠ રૃપિયા ૦.૯૦ લેખે પ્રોત્સાહનની રકમ ચૂકવવા પર મંજુરીની મહોર મારતા કંપનીમાં વાર્ષિક દૂધ આપૂર્તિના માપદંડોનું પાલન કરનારા અંદાજે ૮૪ હજારથી વધુ પશુપાલકોને ૩૧.૧૧ કરોડ રૃપિયા પ્રોત્સાહન વળતરરૃપે ચૂકવવામાં આવ્યા છે. કંપનીએ ચાલુ વર્ષે કંપનીના સભાસદ પશુપાલકોને જે પ્રોત્સાહન રકમ ચૂકવી છે તેમાં ગત વર્ષની તુલનાએ ૯.૨૨ કરોડ રૃપિયાનો નોંધપાત્ર વધારો કરાયો છે. કંપની વાર્ષિક દૂધ આપૂર્તિના માપદંડોની પૂર્તિને ધ્યાને રાખી દૂધ ઉત્પાદકોને વાર્ષિક ધોરણે ઈન્સેન્ટીવની ચૂકવણી કરતી આવી છે પરંતુ ઉનાળામાં દૂધ આપૂર્તિને પ્રોત્સાહન મળે તે હેતુથી પ્રથમ જ વખત ચાલુ વર્ષે કંપનીના નિયામક મંડળ દ્વારા ઉનાળાના સમયમાં પણ એટલે કે એપ્રિલ-૨૦૧૮થી જુલાઈ-૨૦૧૮ દરમ્યાન કંપનીમાં દૂધ ભરનાર દૂધ ઉત્પાદક સભ્યોને પ્રતિ લીટર રૃા. ૧ પ્રોત્સાહનની રકમ અલગથી ચૂકવતા પશુપાલકોમાં રાહત ફેલાઈ છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00