ઈરાને બ્રિટનનું ઓઈલ ટેન્કર કબ્જે કર્યુંઃ બ્રિટને કહ્યું પરિણામ ભોગવવા માટે રહો તૈયાર / હાફિઝની ધરપકડ એક નાટકઃ જેલમાં નહીં પણ જેલરના બંગલા રહે છે હાફિઝ / અમેરિકામાં માનવતસ્કરી કરનાર એક ગુજરાતી મહિલાને ત્રણ વર્ષની જેલ સજાઃ તેમજ લાખો ડોલરનો દંડ /

દ્વારકા તથા ખંભાળિયાના રેલવે સ્ટેશને ફ્લેગ ઓફ કાર્યક્રમો યોજાયા

દ્વારકા તા. ૧૫ઃ લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૧૯ અંતર્ગત લોકોમાં મતદાર પ્રત્યે જાગૃતિ આવે અને વધુમાં વધુ લોકો મતદાન કરવા પ્રેરાય તે હેતુથી ગુવાહાટી-ઓખા દ્વારકા એક્સપ્રેસ મતદાન જાગૃતિના સંદેશાઓથી સુશોભિત કરવામાં આવી છે. આ ટ્રેન ઓખા રેલવે સ્ટેશનથી ગુવાહાટી જવા તા. ૧ર/૪ ને શુક્રવારે ૧ર.૦૮ કલાકે દ્વારકા તથા બપોરે ૧.૩૦ કલાકે ખંભાળિયા રેલવે સ્ટેશને પહોંચી હતી. ત્યારે રેલવે સ્ટેશને ફ્લેગ ઓફ અંગે વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં. જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિના સ્લોગન અને બેનર્સ સાથે ઉમંગભેર ટ્રેનનું સ્વાગત કર્યું હતું. રેલવે સ્ટેશન પર ઈવીએમ/વીવીપેટની જાણકારી લોકોને મળી રહે તે માટે નિદર્શન સ્ટોલ ઊભો કરવામાં આવ્યો હતો. મતદાન જાગૃતિના સંદેશા માટે ફ્લેગ થયેલ ટ્રેનને દ્વારકાથી ઓબ્ઝવર પી. વસંતકુમાર (આઈએએસ) તથા દ્વારકા મામલતદાર પ્રશાંત માંગુડાએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. તેમજ કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીનાએ ખંભળિયા રેલવે સ્ટેશનથી આ ટ્રેનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. કાર્યક્રમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ઉઘાડ, ડી.આર.ડી.એ.ના નિયામકશ્રી વાઘેલા, પ્રાંત અધિકારીશ્રી જોષી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ચાવડા, પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી વાઢેર, મામલતદાર, ચીફ ઓફિસર, રેલવે વિભાગ સહિત જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription