મોદીના ૫ેરીસ પ્રવાસમાં પી.એમ.એ સંબોધનમાં કહ્યું જે ટેમ્પરરી હતું તે હટાવતાં ૭૦ વર્ષ લાગ્યાઃ સમજાતું નથી હશું કે પછી રડું / ભારતને પહેલું રાફેલ સપ્ટેમ્બરમાં મળી જશેઃ ફ્રાન્સના રાષ્ટ્રપતી / એમેઝોને કરી નવી સર્વિસની કરી જાહેરાતઃ ફક્ત ર કલાકમાં જ તમારો સામાન પહોંચી જશે તમારી પાસે

સિક્કામાં જાહેરમાં જુગાર રમતા પાંચ મહિલા ઝડપાયા

જામનગર તા. ૧૨ઃ જામનગરના સિક્કામાં ગઈકાલે બપોરે જાહેરમાં તીનપત્તી રમતા જામનગરના બે મહિલા સહિત પાંચ મહિલાઓને પકડી પાડ્યા છે. પટ્ટમાંથી રૃા. ૧૧,૬૫૦ રોકડા તેમજ ગંજીપાના કબજે કરવામાં આવ્યા છે.

જામનગર તાલુકાના સિક્કા ગામની સર્વોદય સોસાયટી પાસે ગઈકાલે બપોરે જાહેરમાં કેટલીક મહિલાઓ જુગાર રમતી હોવાની બાતમી મળતા સિક્કા પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો.

આ સ્થળેથી જામનગરના રાંદલના વડ પાસે રહેતા હીનાબેન પ્રકાશભાઈ ચાવડા, વિનાયક પાર્કમાં રહેતા રીટાબેન કૈલાશભાઈ લાલા તથા સિક્કાના હાઉસીગ બોર્ડમાં વસવાટ કરતા ઈન્દુબેન કાન્તિભાઈ દરજી, પ્રવિણાબેન ભરતભાઈ ચાંડારા તથા ફરીદાબેન આમદભાઈ ભગાડ નામના પાંચ મહિલાઓ ગંજીપાના વડે તીનપત્તી રમતા મળી આવ્યા હતાં. પોલીસે પટ્ટમાંથી રૃા. ૧૧,૬૫૦ રોકડા તથા ગંજીપાના કબજે કરી જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription