મોદીના ૫ેરીસ પ્રવાસમાં પી.એમ.એ સંબોધનમાં કહ્યું જે ટેમ્પરરી હતું તે હટાવતાં ૭૦ વર્ષ લાગ્યાઃ સમજાતું નથી હશું કે પછી રડું / ભારતને પહેલું રાફેલ સપ્ટેમ્બરમાં મળી જશેઃ ફ્રાન્સના રાષ્ટ્રપતી / એમેઝોને કરી નવી સર્વિસની કરી જાહેરાતઃ ફક્ત ર કલાકમાં જ તમારો સામાન પહોંચી જશે તમારી પાસે

જામનગરના સુવરડામાં ગંજીપાના કુટતા બે મહિલા સહિત પાંચ પકડાયા

જામનગર તા. ૧૫ઃ જામનગરના સુવરડા ગામમાં ગઈકાલે સાંજે આરઆરસેલએ પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી બે મહિલા સહિત સાત વ્યક્તિને ગંજીપાના વડે જુગાર રમતા પકડી પાડ્યા છે. તે ઉપરાંત બે જગ્યાએથી ઘોડીપાસાનો જુગાર ઝડપાયો છે અને શંકરટેકરીમાંથી દસ પરપ્રાંતિય શ્રમિકો તીનપત્તી રમતા પકડાઈ ગયા છે. અઠ્ઠયાવીસ પંટર સામે ગુન્હો નોંધાયો છે જ્યારે રૃા. પોણા ત્રણ લાખનો મુદ્દામાલ ઝબ્બે થયો છે.

જામનગર તાલુકાના સુવરડા ગામમાં ગઈકાલે જુગાર જામ્યો હોવાની બાતમી રાજકોટ રેન્જના આઈજીની આરઆરસેલને મળતા આઈજી સંદીપસિંઘની સૂચનાથી સેલના પીએસઆઈ એમ.પી. વાળા તથા સ્ટાફના રામદેવસિંહ ઝાલા, સંદીપસિંહ ઝાલા, કમલેશ ગરસર વિગેરેએ સુવરડા ગામની ડાભાર સીમમાં દરોડો પાડ્યો હતો.

આ સ્થળેથી સુવરડાના અજય જયસુખભાઈ નંદા, જામનગરના અમીન દીનમામદ સફીયા, સુરેન્દ્રસિંહ હનુભા સોલંકી, શિતલબેન ધીરજભાઈ રાઠોડ ઉર્ફે સરીતાબેન, ભાવનાબેન રતિલાલ ચાનેરા, મહેશ મનસુખભાઈ જડીયા, વિજય અશોકભાઈ શાહ નામના સાત વ્યક્તિઓ ગંજીપાના કુટતા મળી આવ્યા હતાં. આરઆરસેલએ પટ્ટમાંથી રૃા. ૨૪,૩૦૦ રોકડા, બે બાઈક મળી કુલ રૃા. ૧,૬૪,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી સાતેય વ્યક્તિઓ સામે પંચકોશી 'એ' ડિવિઝન પોલીસ ચોકીમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલી અલીશાપીરની દરગાહ પાછળ ગઈકાલે સાંજે જાહેરમાં ઘોડીપાસા વડે જુગાર રમી રહેલા હિતેશ જેઠાલાલ જોઈસર, હાજી સીદીકભાઈ ખફી નામના બે શખ્સો પોલીસની ગીરફતમાં આવી ગયા હતાં જ્યારે જેન્તિભાઈ દેવીપૂજક તથા ઈમરાન ખેરાણી નામના બે શખ્સો નાસી છુટ્યા હતાં. પોલીસે પટ્ટમાંથી રૃા. ૧૧,૧૦૦ રોકડા કબજે કર્યા છે.

જામનગરના બેડી વિસ્તારમાં આવેલા રામમંદિર ચોકમાં ગઈકાલે સાંજે ચલણી નોટના નંબર પર એકીબેકી બોલી જુગાર રમી રહેલા મહમદહુસેન સતારભાઈ ખલીફા, મનસુર મહેમુદ બંદરી નામના બે શખ્સોને પકડી પોલીસે રૃા. ૫૧૦ રોકડા ઝબ્બે લીધા છે.

જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગર નજીકની હરીભાઈની વાડી પાસેથી ગઈ રાત્રે જાહેરમાં સ્ટ્રીટલાઈટના અજવાળે ગંજીપાના વડે જુગાર રમી રહેલા રાજેશ નટુરીભાઈ કુશવાહા, રમેશ બદરૃભાઈ કુશવાહા, રાજકિશોર પપ્પુસીંગ કુશવાહા, મુકેશ કુબેરપ્રસાદ રામરમૈયા, ધર્મેન્દ્ર રામલછન કુશવાહા, સુનિલ રામસીર ધોબી, રવિન્દ્ર મોહરસિંહ સેંગર, બારેલાલ નાથુરામ જાટવ, રવિ મોહનભાઈ કુશવાહા તથા ભગવનસિંહ લાલારામ કુશવાહા નામના દસ શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતાં. પટ્ટમાંથી ૧૫,૯૫૦ કબજે કર્યા છે.

જામનગરના શંકરટેકરી વિસ્તારમાંથી ગઈરાત્રે બે વાગ્યે પોલીસે ઘોડીપાસા વડે જુગાર રમી પૈસાની હારજીત કરી રહેલા યુસુફ ગુલમામદ બાબવાણી, મનિષ ખીમચંદ સિંધી, કમલેશ ગોવિંદભાઈ સિંધી, અજય રૃપચંદભાઈ રામનાણી તથા મનોજ જમનદાસ તારવાણી નામના પાંચ શખ્સોને પકડી લઈ રૃા. ૧૧,૦૦૦ રોકડા, પાંચ મોબાઈલ, એક મોટરસાયકલ મળી કુલ રૃા. ૪૫,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription