ભારત-પાકિસ્તાન વચ્ચેની આવતીકાલની મેચમાં ૬૩ ટકા વરસાદ પડવાની સંભાવનાઃ બંન્ને દેશોના ક્રિકેટ રસિકોમાં નિરાશાનું મોજું / અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદઃ/ વાયુ વાવાઝોડું પોરબંદરથી ર૦૦ કિ.મી. દુર થયું સ્થિરઃ ચાર દિવસ સુધી સૌરાષ્ટ્રમાં રહેશે વરસાદી માહોલઃ વાયું વાવાઝોડું જામનગર-કચ્છના દરિયામાં સમાય તેવું અનુમાન / સાસણમાં આજે સિંહ દર્શનનો અંતિમ દિવસઃ આવતીકાલથી સાવજોનું શરૃ થશે વેકેશન

નગરમાં બાળસંભાળ ગૃહના બાળકો માટે ફાયર-સેફ્ટી તાલીમ વર્ગ યોજાયો

જામનગર તા. ૧૧ઃ તાજેતરમાં જામનગર જિલ્લા બાળ સુરક્ષા એકમ, કલેક્ટર કચેરી, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કચેરી જામનગરના સંયુક્ત ઉપક્રમે સરકારી બાળ સંભાળ ગૃહ, શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ અને શ્રી આણદાબાવા સેવા સંસ્થાના બાળકો તથા સ્ટાફ માટે આફત વ્યવસ્થાપન, ફસ્ટ એડ, ફાયર એન્ડ સેફ્ટીના સાધનોના ઉપયોગ અંગે તાલીમ વર્ગ યોજાયો હતો.

તાલીમ વર્ગમાં પોરબંદરના ટ્રેનર ત્રિલોકકુમાર  ઠાકર દ્વારા વિવિધ આફતો પહેલા, દરમિયાન અને આફત પછી લેવાના પગલાંઓ થિયરિકલ તથા પ્રેક્ટીકલ જ્ઞાન આપવામાં આવ્યું હતું. ઉપરાંત વિશેષ આફતના સમયે શોધ અને આફતની જુદી-જુદી રીતો શીખવાડવામાં આવી હતી. ભૂકંપ અને આગની મોકડ્રીલનું નિદર્શન કરવામાં આવ્યું હતું. ભૂકંપના કારણે ઈમારતમાં ફસાયેલા લોકોને સલામત બહાર કાઢવાની પદ્ધતિ, ઉપલા માળેથી નીચે ઉતારવાની પદ્ધતિ, આફતના સમયે દોરડાનો ઉપયોગ, પ્રાથમિક સારવારમાં પાટા બાંધવાની રીત, સી.પી.આર. માનસિક સારવાર, ફાયર એસ્ટીગ્યુંસરનો ઉપયોગ વગેરે શીખવવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંકલન જામનગર જિલ્લા બાળ સુરક્ષા અધિકારી એસ.સી. પોરેચા તથા કલેક્ટર કચેરી-ડીઝાસ્ટર મેનેજમેન્ટ શાખાના ડી.પી.ઓ. યશવસંતસિંહ કે. પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. સમ્ર આયોજનને સફળ બનાવવા સરકારી બાળ સંભાળ ગૃહના અધિક્ષક વિભાભાઈ મેવાડા, શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના અધિક્ષક સ્વીટીબેન જાની, શ્રી આણદાબાવા સેવા સંસ્થાના હાઉસ ફાધર હરિભાઈ પટેલ વગેરેએ જહેમત ઊઠાવી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription