જામનગરમાં આયુર્વેદિક ૫ીણું બિલ્વાસાની ૧૦૦ રૃપિયાની બોટમાં દારૃ જેવો નશો હોવાના કારણે ખંભાળીયાના એક યુવાનની ધરપકડ કરી તેની પાસેથી ૧૧૫૦ બોટલ કબ્જે કરતી પોલીસ / કાળીયાર હરણ કેસમાં સલમાન ખાનને ખોટી એફીડેવીટ કરવાના કેસમાં નિર્દાેષ જાહેર કરતી અદાલત / અમીત શાહ બે દિવસ આવશે ગુજરાતઃ જગન્નાથ મંદિરમાં ઉતારશે મંગળા આરતી / વાયુ વાવાઝોડાની દહેશતઃ તમામ બંદોરો પર ફરી લાગ્યા ૩ નંબરના સિગ્નલો

બીએસએનએલમાં નાણાકીય તંગીઃ ટેલિકોમના બે લાખ કર્મચારીઓ-અધિકારીઓની દેશવ્યાપી હડતાલ

રાજકોટ તા. ૧૮ઃ આજથી ત્રણ દિ' માટે દેશના ૧ લાખ ૭ર હજાર ટેલિકોમ કર્મચારીઓ-અધિકારીઓ હડતાલ ઉપર ઉતરી ગયા છે. ઓલ યુનિયન એન્ડ એસો. ઓફ બીએસએનએલ દ્વારા આ એલાન અપાયું છે. આજે જ્યુબેલી બાગમાં શહીદોને શ્રદ્ધાંજલિ પછી હડતાલ શરૃ કરી દેવાઈ હતી.

લાખો કર્મચારી બીએસએનએલ બચાવવા અને કોઈ કાળે ટેલિકોમને બંધ નહીં થવા દેવાયના નારા સાથે તથા સરકારી બેવડી નીતિ સામે કર્મચારીઓએ એલાને જંગ કર્યું છે. યુનિયન અગ્રણીઓના ઉમેર્યા પ્રમાણે છેલ્લા ૧૦ માસથી ડોટ દ્વારા ફક્ત લોલીપોપ અપાઈ રહી છે. તમામ માંગણી નિષ્ફળ ગઈ છે. કર્મચારીઓમાં ભારે આક્રોશ છે.

યુનિયન અગ્રણીઓએ ઉમેર્યું હતું કે, છેલ્લા બે માસથી બીએસએનએલ ફાયનાન્સિયલ ક્રાઈસીસમાં છે. પગારમાંથી રીકવરી કરાયેલ કરોડો રૃપિયા સોસાયટી-બેંક-એલાઈસીને નહિં ચૂકવાતા કર્મચારીઓ ચિંતાતૂર બન્યા છે.

ડોટના કર્મચારીઓ-અધિકારીઓને ૭ મા પગાર પંચનો લાભ આપી દેવામાં આવ્યો છે. આ નવું પગારપંચ લાગુ થઈ ગયું છે. જ્યારે ડોટમાંથી બીએસએનએલએ ગયેલા અંદાજે ૧.૭ર લાખ બીએસએનએલના કર્મચારીઓ-અધિકારીઓને પગારપંચનો લાભ આપવામાં આવેલ નથી તથા હાલમાં બીએસએનએલ ખોટ કરતું હોય, આ લાભ મળવાપાત્ર નથી  તેવો સ્પષ્ટ જવાબ દેવામાં આવ્યું છે. આ અનુસંધાને કમ્યુનિકેશન મરચન્ટ દ્વારા ૯ માસ પહેલા ખાત્રીઓ આપવામાં આવેલ હતી. જેનું પાલન થયું નથી. તાજેતરમાં બીએસએનએલ ઉપર ફરી હુમલો થયો છે કે બંધ થઈ રહ્યું છે જેથી બીએસએનએલના કર્મચારીઓમાં ભયંકર આક્રોશ છે. બીએસએનએલમાં છેલ્લા બે માસમાં હજારોની સંખ્યામાં ગ્રાહકો એમએચપી દ્વારા આપ્યા છે. મૂળ સારી સ્કીમો છે. ૪ થી માટે પ્રયત્ન ચાલુ છે.

બીએસએનએલને લોન આપવામાં નથી આવતી. નથી આવ્યો. બીએસએનએલને બંધ કરવા કોશિશ કરવામાં આવી રહી છે જે અનુસંધાને જમ્મુ-કાશ્મીરને  બાદ કરતા બીએસએનએલના ૩પ ટેલિકોમ સામે ત્રણ દિવસ અનિશ્ચિત મુદ્તની હડતાલ શરૃ કરવામાં આવેલ છે. રાજકોટમાં પણ આ હડતાલ ચાલુ રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતમાં હડતાલ કરવામાં આવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription