૫ાકિસ્તાની હેકર હસને બીજેપીની સાઈટ હેક કરી કહ્યું અમે ઈન્ડિયન સાઈટ હેક કરી તેમના પર કરી રહ્યા છીએ વળતો હુમલો / બેંગ્લુરૃમાં એરો ઈન્ડિયા શોના પાર્કિંગમાં ભીષણ આગઃ ૧૦૦ જેટલી કારો બળીને ખાખ / અડાલજમાં કરાઈ રાહુલ-પ્રિયંકા ગાંધીની સભાની તડામાર તૈયારીઓ

ખંભાળીયામાં ટેકાના ભાવ અને પાક વીમાના પ્રશ્ને આવતીકાલે યોજાશે ખેડૂત સંમેલન

ખંભાળીયા તા. ૬ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોને ટેકાના ભાવથી થતી ખરીદી અને પાક વીમામાં રૃા. ૩૦૦ થી ૪૦૦ કરોડનું નુકસાન થયું હોવાના દાવા સાથે આવતીકાલે ખંભાળીયામાં વિરાટ ખેડૂત સંમેલન યોજાનાર હોવાનું જાહેર કરાયું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવતીકાલે જોધપુર ગેઈટ વિસ્તારમાં વિરાટ ખેડૂત સંમેલન યોજવાની જાહેરાત થઈ છે. ખેડૂતોએ ટેકાના ભાવ તથા પાક વીમામાં થતાં હોય ખેડૂત હિત રક્ષક સમિતિના પાલભાઈ આંબલિયાએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે હાલ ટેકાના ભાવે જે ખરીદી ચાલી રહી છે તેમાં એટલું ધીમું ચાલે છે કે ૮૦૬૮૪ ટન જિલ્લામાં ખરીદી થવાની છે. તેમાં ૧૮ દિવસમાં ૨૭૯૦ ટનની જ ખરીદી થઈ છે જેથી આજ ગતિ ચાલુ રહે તો ૯૦ દિવસમાં ખરીદી માત્ર ૧૩૯૫૦ ટન જ થાય તો ખેડૂતોની ૬૬૭૩૪ ટન ખરીદી વગરની મગફળી પડી છે. જેમાં ખેડૂતોને બજારભાવ પ્રમાણે ૧૦૦ કરોડનું નુકસાન થાય! જેમાં ખેડૂત દીઠ ૫૫ હજાર જેટલું નુકસાન થાય તેમ છે.

દેવભૂમિ જિલ્લામાં ક્રોપકટીંગના અખતરામાં વીમા કંપનીએ ૩૦૦ પાક કાપણીને શંકાસ્પદ ગણાવી છે જેથી તેમાં હાલ ચૂકવણી ના થાય! જો આ કોર્ટે મેટર થાય તો છ માસથી છ વર્ષ ચૂકવણીમાં મોડું થાય આમ દાવો હોય તેનાથી ઓછો મળે તો ૩૦૦ થી ૪૦૦ કરોડ રૃપિયા ખેડૂતોને ઓછા મળે તેવો દાવો કરાયો છે. આમ, ખેડૂતોને જિલ્લામાં ટેકાના ભાવ તથા પાક વીમામાં ૪૦૦ કરોડનું નુકસાન થાય તેમ હોવા સંગઠિત થવાની હાકલ સાથે આવતીકાલે ૯ વાગ્યે જોધપુર ગેઈટ પર વિરાટ ખેડૂત સંમેલન યોજવાની જાહેરાત કરાઈ છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00