ઈલેક્ટ્રીફિકેશન અને એન્જિનિયરીંગ કામના કારણે ટ્રેન વ્યવહારને અસર થશે

જામનગર તા. ૧૪ઃ રાજકોટ રેલવે ડિવિઝન વિસ્તારમાં ઈલકેટ્રીફિકેન અને એન્જિનિયરીંગ કામ અન્વયે તા. ૩૧ ઓગસ્ટ સુધી કેટલીક ટ્રેનોના આવાગમન ઉપર અસર જોવા મળશે.

વિરમગામ-ઓખા ટ્રેન તા. ૧૬ થી ૩૧ ઓગસ્ટ સુધી હાપા-ઓખા વચ્ચે રદ રહેશે તથા વળતા આ ટ્રેન ૧૭.૮.ર૦૧૯ થી ૧.૯.ર૦૧૯ સુધી ઓખા-વિરમગામ હાપાથી રવાના થશે. એટલે કે ઓખા-હાપા વચ્ચે રદ રહેશે.

આ ઉપરાંત કેટલીક ટ્રેનના રૃટ બદલાવવામાં આવનાર છે. જેમાં રાજકોટ-પોરબંદર-રાજકોટ (પ૯ર૧૧/પ૯ર૧ર) ટ્રેન વાયા વાંસજાળિયા-જતલસર માર્ગથી ચાલશે. આ ટ્રેન ભક્તિનગર, ગોંડલ, વિરપુર, નવાગઢ, જેતલસર, ધોરાજી, ઉપલેટા, ભાયાવદર, પાનેલી, જામજોધપુરથી દોડશે.

તેમજ પોરબંદર-દિલ્હી સરાઈ રોહિલ્લા તથા પોરબંદર-મુઝફ્ફરપુર (મોતીહારી) ૩૧ ઓગસ્ટ સુધી પરિવર્તિત માર્ગ ઉપરથી ચાલશે.

પોરબંદરથી તા. ૧૭, ર૦, ર૪, ર૭ અને ૩૧ ઓગસ્ટના રવાના થનારી પોરબંદર-દિલ્હી-સરાઈ રોહિલ્લા એક્સપ્રેસ તા. ૧૬, રર, ર૩, ર૯ અને ૩૦ ઓગસ્ટની પોરબંદર-મુજ્ફ્ફરપુર (મોતીહારી) ટ્રેન હાપા-જામનગરના બદલે વાંસજાળિયા, જેતલસર, ભક્તિનગર, રાજકોટ થઈને દોડશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription