કોંગ્રેસમાં વધુ એક ગાબડુંઃ જુનાગઢમાં જીતુ વાઘાણીએ કોંગ્રેસના શહેર પ્રમુખને ભાજપનો ખેસ પહેરાવ્યો / જેટ એરવેઝની સંપત્તિઓ વેચવા માટે લેન્ડર્સ આ સપ્તાહથી બોલી પ્રક્રીયા શરૃ કરે તેવી શક્યતાઓ / ગૃહમંત્રી અમીત શાહનો સંસદમાં હુંકારઃ દેશની એક-એક ઈંચ જમીન પરથી ઘૂસણખોરોને હાંકી કઢાશે /

ત્રણ આફ્રિકન દેશોમાં ત્રાટકેલા 'ઈદાઈ' વાવાઝોડાથી આફતમાં ૧૯૨ લોકોની જિંદગી બચાવી

નવી દિલ્હી તા. ૨૬ઃ ત્રણ આફ્રિકન દેશો મોઝામ્બિક, ઝિમ્બાબ્વે અને માલાવીમાં ગત શુક્રવારથી ત્રાટકેલાં ઈદાઈ વાવાઝોડાંના કારણે ચારે તરફ મહાવિનાશનો નજારો જોવા મળે છે. વાવાઝોડામાં બચેલા લોકોનું કહેવું છે કે, સ્થિતિ હવે વધુ દયનીય અને ડરામણી બની છે. અમે ચારેતરફ પાણી સિવાય કંઈજ જોઈ નથી શકતા. પાણીમાં ઝેરી સાપ તરતાં જોવા મળે છે. સાઉથ આફ્રિકાની ઓથોરિટીએ કહ્યું કે, આ સદીનું સૌથી ભયાનક વાવાઝોડું છે જેમાં મૃત્યુઆંક ૧૦૦૦ થી વધુ થઈ શકે છે. આ વાવાઝોડામાં બચેલા લોકોને તાત્કાલિક મદદની સાથે ખોરાક, મકાન અને હેલ્થકેરની જરૃર છે. મોઝામ્બિકમાં રાહત અભિયાન હેઠળ ભારતીય નૌકાદળે ૧૯૨ થી વધુ લોકોને સુરક્ષિત બચાવ્યા છે અને પોતાની ચિકિત્સા શિબિરોમાં ૧,૩૮૧ લોકોને સહાયતા પહોંચાડી છે. પૂર પછી કેટલાંક લોકો પોતાના મકાનોમાં કિચડના જાડા થરને હટાવી રહ્યા છે. તો કેટલાંક ઈલેક્ટ્રિક પાવર લાઈન્સ પર પોતાના કપડાં સૂકવી રહ્યા છે. વાવાઝોડામાં ૨૦૦કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાતા તમામ ઈલેક્ટ્રિક લાઈન્સ ઠપ થઈ ગઈ છે. બુઝી શહેરમાં અંદાજિત ૨૦૦૦ લોકોને રેસ્ક્યૂ કરી બચાવી લેવામાં આવ્યા છે. ચક્રવાત પ્રભાવિત મોઝામ્બિકમાં રાહત અભિયાન હેઠળ ભારતીય નૌકાદળે ૧૯૨ થી વધુ લોકોને સુરક્ષિત બચાવ્યા છે અને પોતાના ચિકિત્સા શિબિરોમાં ૧,૩૮૧ લોકોને સહાયતા પહોંચાડી છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, ૧૪-૧૫ માર્ચના ત્રાટકેલાં ઈદાઈ વાવાઝોડામાં મોઝામ્બિક, ઝિમ્બાબ્વે અને માલાવીમાં મોટાંપાયે જાન-માલને નુકસાન થયું છે.

વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, મોઝામ્બિકના આગ્રહ પર ભારતે તત્કાળ કાર્યવાહી કરતા નૌકાદળની ત્રણ બોટસને બેરા પોર્ટ મોકલી હતી. નેવીએ અત્યાર સુધી ૧૯૨થી વધુ લોકોના જીવ બચાવ્યા છે. ભારતીય નૌકાદળે ચિકિત્સા શિબિરોમાં ૧,૩૮૧ લોકોને મદદ પહોંચાડી છે.

સાઈક્લોન ઈદાઈમાં મૃતકોની સંખ્યા વધીને ૪૧૭ થઈ ગઈ છે. હજારો વર્ગ કિમી ક્ષેત્ર પૂરની અસર હેઠળ છે. મોઝામ્બિક અને તેના પાડોશી દેશ ઝિમ્બાબ્વે બંનેમાં કુલ મળીને સાઈક્લોનથી મરનારાઓની સંખ્યા ૬૭૬ થઈ ગઈ છે. મોઝામ્બિકમાં અંદાજિત ૯૦ હજાર લોકોને આશ્રયસ્થાનોમાં લઈ જવામાં આવ્યા છે. હજુ પણ લોકો પૂરના પાણીમાં ફસાયેલા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription