ડીકેવી કોલેજમાં યોજાયો શૈક્ષણિક/વ્યવસાયિક માર્ગદર્શન સેમિનાર

જામનગર તા. ૧૪ઃ મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, જામનગર અને ડી.કે.વી. આર્ટસ અને સાયન્સ કોલેજ, જામનગરના સંયુક્ત ઉપક્રમે શૈક્ષણિક/વ્યવસાયિક માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો. રોજગાર કચેરીમાં નામ નોંધણી કેમ્પ કરાવી તથા એમ્પ્લોયમેન્ટ કાર્ડ માટે ક્યા જરૃરી ડોક્યુમેન્ટ છે. તે વિશે સેમિનાર યોજાયો હતો. જમેાં કોલેજના આચાર્ય ડો. આર.યુ. પુરોહિત તથા ડી.કે.વી. આર્ટસ અને સાયન્સ કોલેજના સમગ્ર અધ્યાપકો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ સેમિનારમાં રોજગાર કચેરીમાં ફરજ બજાવતા એમ્પેક્ષ-બી કેરિયર કાઉન્સેલર અંકિતભાઈ ભટ્ટે પ્રવર્તમાન સમયે રહેલી નોકરીની જુદી-જુદી જાહેરાતો તથા એમ્પ્લોઈમેન્ટ કાર્ડનું શું મહત્ત્વ રહેલ છે...? તથા એમ્પ્લોઈમેન્ટ કાર્ડ માટે ક્યા ડોક્યુમેન્ટ જરૃરી છે અને અસરકારક રિઝયુમ કેમ બનાવવું, ખાનગી કંપનીના ઈન્ટરવ્યૂ કેવી રીતે આપવા, ઈન્ટરવ્યૂ ટીપ્સ તથા ખાસ કરીને રિઝયુમમાં ક્યા મુદ્દાઓનો સમાવેશ કરી શકાય તથા રોજગાર કચેરી દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ વિશે સવિસ્તાર માહિતી આપી હતી. ઉમેદવારોને પ્રેઝન્ટેશન દ્વારા સવિસ્તાર માર્ગદર્શન આપ્યું હતું. ત્યાર પછી સ્થળ પરજ એમ્પ્લોઈટમેન્ટ કાર્ડ રજીસ્ટ્રેશન કેમ્પ હતો. આ સેમિનારમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા ડી.કે.વી. આર્ટસ અને સાયન્સ કોલેજ જામનગરના ૧૫૭ ઉમેદવારો હાજર રહેલા હતાં તથા માર્ગદર્શન મેળવ્યું હતું. જેમાંથી એમ્પ્લોઈમેન્ટ કાર્ડ કઢાવવા માટે સ્થળ પર જ ૮૭ નામ નોંધણી ફોર્મ ઉમેદવારોએ ભરીને આપ્યા હતાં. વધુમાં આવા શૈક્ષણિક/વ્યવસાયીક માર્ગદર્શક સેમિનારો તથા એમ્પ્લોયમેન્ટ કાર્ડ રજીસ્ટ્રેશન કેમ્પ દરેક કોલેજોમાં થવા જરૃરી છે તથા દરેક ઉમેદવારો/વિદ્યાર્થીઓએ એમ્પ્લોઈમેન્ટ કાર્ડ કઢાવવું જ જોઈએ તેવું ડી.કે.વી. આર્ટસ અને સાયન્સના કોલેજ, જામનગરના આચાર્ય ડો. આર.યુ. પુરોહિતે તથા કોલેજના પ્રોફેસરોએ જણાવ્યું હતું.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription