જામનગરમાં આયુર્વેદિક ૫ીણું બિલ્વાસાની ૧૦૦ રૃપિયાની બોટમાં દારૃ જેવો નશો હોવાના કારણે ખંભાળીયાના એક યુવાનની ધરપકડ કરી તેની પાસેથી ૧૧૫૦ બોટલ કબ્જે કરતી પોલીસ / કાળીયાર હરણ કેસમાં સલમાન ખાનને ખોટી એફીડેવીટ કરવાના કેસમાં નિર્દાેષ જાહેર કરતી અદાલત / અમીત શાહ બે દિવસ આવશે ગુજરાતઃ જગન્નાથ મંદિરમાં ઉતારશે મંગળા આરતી / વાયુ વાવાઝોડાની દહેશતઃ તમામ બંદોરો પર ફરી લાગ્યા ૩ નંબરના સિગ્નલો

દ્વારકાના મુળવેલ પાસેથી દેશી તમંચા સાથે બે ઝડપાયા

જામનગર તા.૧૮ ઃ ઓખામંડળના મુળવેલ ગામમાંથી એસઓજીએ બે શખ્સોને દેશી તમંચા સાથે પકડી પાડયા છે.

દ્વારકા તાલુકાના ઓખામંડળના મુળવેલ ગામમાં એસઓજી દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમ્યાન શનિવારે સ્ટાફના અશોક સવાણી, સુરેશ વાનરિયાને બાતમી મળી હતી કે, બે શખ્સો પરવાના વગરના તમંચા સાથે શિકાર કરવા નીકળ્યા છે.

આ બાતમીથી દેવભૂમિ દ્વારકા એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ ડી.બી. ગોહિલને વાકેફ કરાતા તેઓના વડપણ હેઠળ સ્ટાફે વોચ ગોઠવી હતી જેમાં ત્યાંથી પસાર થયેલા ઓખાના નાગેશ્વર ગામના કનુભા રાયાભા સુમણિયા તથા મુળવાસર ગામના રૃપાભા ભીમાભા માણેક નામના બે શખ્સોને રોકી તલાશી લેવાતા તેઓના કબજામાંથી દેશી તમંચો સાંપડયો હતો. એસઓજીએ તમંચો કબજે કરી પૂછપરછ કરતા કનુભાએ થોડા દિવસ પહેલા જ તે તમંચો રૃપાભા માણેક પાસેથી લીધો હોવાની કબૂલાત મળી છે. બન્ને સામે ઓખા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધાવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં સ્ટાફના મહંમદ બ્લોચ, ઈરફાન ખીરા વગેરે સાથે રહ્યા હતા.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription