ઈરાને બ્રિટનનું ઓઈલ ટેન્કર કબ્જે કર્યુંઃ બ્રિટને કહ્યું પરિણામ ભોગવવા માટે રહો તૈયાર / હાફિઝની ધરપકડ એક નાટકઃ જેલમાં નહીં પણ જેલરના બંગલા રહે છે હાફિઝ / અમેરિકામાં માનવતસ્કરી કરનાર એક ગુજરાતી મહિલાને ત્રણ વર્ષની જેલ સજાઃ તેમજ લાખો ડોલરનો દંડ /

દ્વારકા ભાજપના ધારાસભ્ય પબુભા માણેકનો મામલો સુપ્રિમમાં પહોંચ્યોઃ રર મીએ સુનાવણી

જામનગર તા. ૧પઃ દ્વારકાના ભાજપના ધારાસભ્ય પબુભા માણેકના ચૂંટણી ફોર્મમાં અધુરી વિગત બાબતે હાઈકોર્ટ દ્વારા ચૂંટણી રદ કરવામાં આવ્યા પછી આ મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો છે અને આગામી રર મીએ વધુ સુનવણી રાખવામાં આવી છે.

દ્વારકા વિધાનસભાની સામાન્ય ચૂંટણી વર્ષ ર૦૧૭ માં યોજાઈ હતી. જેમાં ભાજપના ઉમેદવાર પબુભા માણેકનો વિજય થયો હતો, પરંતુ જે-તે સમયે તેમના ઉમેદવારી ફોર્મમાં અધુરી વિગતો દર્શાવાઈ હોવાથી તેમના હરિફ ઉમેદવાર, એવા કોંગ્રેસના મેરામણ ગોરિયાએ વાંધો રજૂ કર્યો હતો અને મામલો ગુજરાત હાઈકોર્ટમાં લઈ જવાયો હતો.

જેમાં તાજેતરમાં ચૂકાદો આવ્યો હતો. આ ચૂકાદામાં ચૂંટણી જ રદ થતાં પબુભા ધારાસભ્ય પદ પદેથી ગેરલાયક ઠર્યા હતાં, જો કે તેમણે આ મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે હાઈકોર્ટના આ ચૂકાદાને સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવશે. આખરે આજે પબુભા માણેકએ પોતાના વકીલ મારફત સુપ્રિમ કોર્ટમાં મુખ્ય ન્યાયધીશ શ્રી ગોગોઈ સમક્ષ પોતાની અરજી કરી હતી. જેને માન્ય રાખવામાં આવી હતી અને વધુ સુનવણી રર મી એપ્રિલના રાખવામાં આવી છે.

તો બીજી તરફ સામા પક્ષેની કેવીએટ અરજી હજુ સુધી દાખલ કરવામાં આવી નથી.

પબુભા માણેક તરફે આ કેસમાં વકીલ રણજીત કુમાર, સત્યપાલ જૈન, મનિન્દરસિંઘ, સ્વરૃપા અઠવતિ વગેરે રોકાયા છે.

આમ હવે દ્વારકાના ધારાસભ્ય પદનો મામલો દિલ્હીની સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો છે. ત્યારે હવે આ બાબતે શું નિર્ણય લેવાય છે તે તો આવનારો સમય જ કહેશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription