મોદીના ૫ેરીસ પ્રવાસમાં પી.એમ.એ સંબોધનમાં કહ્યું જે ટેમ્પરરી હતું તે હટાવતાં ૭૦ વર્ષ લાગ્યાઃ સમજાતું નથી હશું કે પછી રડું / ભારતને પહેલું રાફેલ સપ્ટેમ્બરમાં મળી જશેઃ ફ્રાન્સના રાષ્ટ્રપતી / એમેઝોને કરી નવી સર્વિસની કરી જાહેરાતઃ ફક્ત ર કલાકમાં જ તમારો સામાન પહોંચી જશે તમારી પાસે

આગળ વધતા દરિયાના કારણે જમીન, વાવ, કૂવા બિનઉપજાઉ બન્યા

ખંભાળીયા તા. ૧૨ઃ દેવભૂમિ દ્વારકામાં વધતા જતા દુષણના કારણે ખોદાઈ ગયેલા કિનારાથી દરિયો આગળ ધપી રહ્યો છે. આજુબાજુમાં ફળદ્રુપ જમીન ધરાવતા આસામીઓના ખેતર બિનઉપજાઉ બની રહ્યા છે અને કૂવા, વાવના પાણી ખારા થઈ રહ્યા છે. રેતી ચોરી ડામવામાં તંત્રનું નેટવર્ક રેતી ચોરોના નેટવર્ક સામે નબળુ પડી રહ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદા જુદા સ્થળોએ ખાણખનિજ ખાતાના અધિકારીઓએ છેલ્લા પંદર દિવસ દરમ્યાન દરોડા પાડી રૃા. એકાદ કરોડની ખનિજ ચોરી પકડી પાડી છે. બે રાઉન્ડમાં હાથ ધરાયેલા ચેકીંગમાં ખનિજનું ગેરકાયદે વહન કરતા આઠ ટ્રક પણ ઝબ્બે લેવામાં આવ્યું છે.

કલ્યાણપુર તાલુકાના લાંબા, ભોગાત, નાવદ્રા ગામમાં છેલ્લા છએક મહિનાથી વધુ સમયથી રેતી ચોરીની પ્રવૃત્તિ ધમધમે છે. જેના કારણે સરકારને કરોડો રૃપિયાની રોયલ્ટીની  નુકસાની જઈ રહી છે. રેતી ચોરીના કારણે કાંઠા ખોદાઈ જતા દરિયો આગળ ધપી રહ્યો હોય કેટલાક ગામોના કૂવા તથા વાવના પાણી ખારા થઈ ગયા છે અને ખેતીની ફળદ્રુપ જમીનો બિનઉપજાઉ બની ગઈ છે તેથી રેતી ચોરીને તાકીદે અટકાવવા માંગણી ઉઠી છે.

નાવદ્રામાં રેતી ચોરીની ફરિયાદ પછી જિલ્લા ખાણખનિજ અધિકારીની સૂચનાથી અન્ય અધિકારીઓએ ખાનગી વાહનોમાં ચેકીંગ શરૃ કર્યું હતું પરંતુ રેતી ચોરોનું નેટવર્ક સરકારના નેટવર્ક કરતા વધુ મજબુત હોય કંઈ જ હાથ લાગતુ નથી. ત્રણ-ત્રણ વખત ફોગટ ફેરો થવા પામ્યો છે. ચોથી વખતમાં રેતીચોર પકડાયા હતાં પરંતુ ખાણખનિજ ટીમ સાથે પોલીસ ટુકડી ન હોય જોર કરી ખનિજચોરો પોતાના સાધનો છોડાવી છનનન થઈ ગયા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription