વાઈસ એડ મેરિકલ કરમબીરસિંહ ર૪માં નેવી ચીફ બનશેઃ સુનિલ લાંબા ૩૧ મેના રોજ થશે રિટાયર્ડ / દિલ્હીમાં માલ્યાની સંપતીઓ ૧૦ જુલાઈ સુધીમાં એટેચ કરવામાં આવેઃ બેંગ્લુરૃ કોર્ટનો પોલીસને આદેશ / પક્ષપલ્ટુ જવાહર ચાવડાની ચકલી ચડી ફુલેકેઃ મંત્રી બન્યા પછી બોલ્યા હું પત્રકારોનો બાપ છું / ટ્રમ્પનો યુર્ટન નોર્થ કોરિયા પરના લગાવવામાં આવેલા પ્રતિબંધો હટાવવા આદેશ

જંતુનાશક દવાનો છંટકાવ કરતી વેળાએ દવાની અસર થઈ જતાં યુવાનનું મૃત્યુ

જામનગર તા.૧૧ ઃ જામનગરની જી.જી. હોસ્પિટલની બહારના ભાગમાંથી બેભાન જેવી હાલતમાં મળેલા અજાણ્યા યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે એક વૃદ્ધને હૃદયરોગ ભરખી ગયો છે. ઉપરાંત ઝેરી દવાનો છંટકાવ કરતા એક યુવાનને દવાની અસર થઈ જતાં તેના પર કાળનો પંજો પડયો છે.

જામનગરની જી.જી. હોસ્પિટલના બહારના ભાગમાં ગઈકાલે સવારે ચાલીસેક વર્ષના એક અજાણ્યા યુવાન બેભાન જેવી હાલતમાં જોવા મળતા સમાજ સેવક હિતેશગીરી એલ. ગોસાઈએ તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ કરી હતી. ફરજ પરના તબીબે આ યુવાનને મૃત્યુ પામેલા જાહેર કરતા પોલીસને જાણ કરાઈ છે. પીએસઆઈ ચૌધરીએ આ યુવાનના મૃત્યુનું કારણ જાણવા પી.એમ. કરાવવાની તજવીજ હાથ ધરી છે.

ધ્રોલની વિજાનંદ સોસાયટીમાં રહેતા લક્ષ્મણભાઈ રેવાભાઈ ગોધાણી નામના સિત્તેર વર્ષના પટેલ વૃદ્ધને ગઈકાલે સવારે હૃદયરોગનો તિવ્ર હુમલો આવી જતાં તેઓનું સારવાર મળે તે પહેલા મૃત્યુ થયું છે. વિજયભાઈ મનજીભાઈ ગોધાણીએ પોલીસને જાણ કરી છે.

જામજોધપુરના ખરાવાડમાં રહેતા રવિભાઈ ડાયાભાઈ સરવૈયા નામના યુવાન બુધવારે રાત્રે ગીંગણી રોડ પર આવેલી જગદીશભાઈ વલ્લભભાઈ નામના ખેડૂતની વાડીમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતા હતા ત્યારે તેમને દવાની અસર થઈ જતાં ઉલ્ટીઓ થવા લાગી હતી. જામજોધપુર દવાખાને ખસેડાયેલા રવિભાઈને આંચકીઓ આવવા લાગતા વધુ સારવાર માટે ઉપલેટા ત્યાંથી જૂનાગઢ અને અંતમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં આ યુવાનનું મૃત્યુ થતા પિતા ડાયાભાઈ નારણભાઈ સરવૈયાએ પોલીસને જાણ કરી છે. જામજોધપુરના જમાદાર રાવલિયાએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00