કોંગ્રેસમાં વધુ એક ગાબડુંઃ જુનાગઢમાં જીતુ વાઘાણીએ કોંગ્રેસના શહેર પ્રમુખને ભાજપનો ખેસ પહેરાવ્યો / જેટ એરવેઝની સંપત્તિઓ વેચવા માટે લેન્ડર્સ આ સપ્તાહથી બોલી પ્રક્રીયા શરૃ કરે તેવી શક્યતાઓ / ગૃહમંત્રી અમીત શાહનો સંસદમાં હુંકારઃ દેશની એક-એક ઈંચ જમીન પરથી ઘૂસણખોરોને હાંકી કઢાશે /

નગરના શ્રી આશાદીપ વિક્લાંગ કલ્યાણકારી ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ સ્વાભિમાન સમર્પણ ચિંતન

 જામનગર તા. ૬ઃ દિવ્યાંગ સમુદાયની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા તેમજ તમામ સ્તરે તેઓને વિશેષ તકો, અવસરો પ્રદાન કરાવવા, સમાજનું અભિન્ન અંગ પ્રસ્થાપિત કરાવવા, સમાજની મુખ્ય ધારામાં સમાવેશ કરાવવાના અભિયાનને આગળ ધપાવવા માટે જામનગર મહાનગરપાલિકા-જામનગરના સહકારથી આશાદીપ વિક્લાંગ કલ્યાણકારી ટ્રસ્ટ-જામનગર દ્વારા દર મહિનાના પ્રથમ રવિવારે રણમલ તળાવમાં દિવ્યાંગ સ્વાભિમાન સમર્પણ ચિંતન શિબિર-ર૦૧૮ યોજવાના ભાગરૃપે તાજેતરમાં જામનગર જિલ્લા ભાજપ આઈ.ટી. સેલ, જામનગરના કન્વિનર ભીખુભાઈ બાવરિયા (દિવ્યાંગ) ના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી.

આ શિબિરમાં અસ્થિર વિષયક, શ્રવણમંદ, મંદબુદ્ધિ, પજ્ઞાચક્ષુ સહિતની કેટેગરીમાં રપ ભાઈઓ, ૧૬ બહેનો સહિત કુલ ૪૧ દિવ્યાંગો સહિત વાલીના પ૦ વ્યક્તિઓ શિબિરમાં સહભાગી-લાભાન્વિત થયા હતાં. દિવ્યાંગ સમુદાય દ્વારા તબીબી સર્ટીફિકેટ રીન્યુ કરાવવામાં જુના તબીબી સર્ટીફિકેટ તેમજ વિક્લાંગતાની સ્થિતિનું મૂલ્યાંકન ધારાસર નહીં કરી ટકાવારી ઓછી આપવાના અન્યાય બાબતે, ડિસેબિલિટી કાર્ડની કામગીરીમાં વેગ લાવવા, ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલ, જામનગર તથા આયુર્વેદિક હોસ્પિટલ-જામનગરમાં દિવ્યાંગ સમુદાયને ઈન્ડોર-આઉટડોર કેસની ફી ન લેવા અને પાર્કિંગ માટેની સુગમ્ય ભારત અતર્ગત અવરોધમુક્ત સવલત પ્રદાન કરવા, જી.જી. સરકારી હોસ્પિટલ-જામનગરની આંખની ખામી ન હોય તેવા કોમ્પ્યુટરના જાણકાર વિક્લાંગોની રોજગારીનો પ્રોજેક્ટ હાલ-અંધજન મંડળ, અમદાવાદ દ્વારા નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઈન્ડ, જામનગર શાખા દ્વારા ચલાવવામાં આવી રહેલ છે. જે પ્રોજેક્ટમાં રોજગારી મેળવતા દિવ્યાંગોની સંસ્થાને સુપ્રત કરવા રજૂઆત  કરવા, દિવ્યાંગ સમુદાયને આઉટ સોર્સ રોજગારીના પ્રોજેક્ટ આપવા સરકારી-અર્ધસરકારી, ખાનગી-સંસ્થા-કચેરી-એકમોમાં કેન્ટિન કોન્ટ્રાક્ટ દિવ્યાંગ/અશક્તતા માટે જિલ્લા કક્ષાની સંપૂર્ણ સમિતિની રચના કરવા-નિયમિત બેઠક બોલાવવા ધી રાઈટ્સ ઓફ પર્સન્સ વીથ ડિસેબિલિટી એક્ટ-ર૦૧૬ ની કલમ-૭ર ની જોગવાઈ અનુસાર અશક્તતા માટે જિલ્લા કક્ષાની સમિતિની રચના-અમલીકરણ કરાવવા- જે તે વિભાગ-કચેરીમાં ફરિયાદ અધિકારીની નિમણૂક કરાવવા સહિતના પ્રશ્નો રજૂ કરી યોગ્ય સ્તરે રજૂઆત કરવાનું નક્કી થયું હતું. તેમજ દિવ્યાંગ સમુદાયને સમાજ સેવામાં જોડવા માટે આશાદીપ વિક્લાંગ કલ્યાણકારી ટ્રસ્ટ-જામનગરના પ્રમુખ  સતાર એમ. દરજાદાએ વિશ્વ દિવ્યાંગ દિવસ-૩ જી ડિસેમ્બર-ર૦૧૮ ના રૃા. ૧,૦૦૧ (સૈનિક કલ્યાણ ફંડ) માં ફાળો આપવાની જાહેરાત કરી, દિવ્યાંગ સમુદાયનેમાં સમાવેશ થવા અનુરોધ-અપીલ કરી હતી.

ઉક્ત શિબિરને સફળ બનાવવા ટ્રસ્ટના ઉપપ્રમુખ રાજેશભાઈ પાલેજા, રમણિકલાલ ચાંગાણી, કિરણસિંહ સોલંકી, મહેન્દ્રસિંહ સોઢા, પ્રફુલ્લાબેન મંગે, જાયણીબેન મોડા સહિતના દિવ્યાંગ કાર્યકરોએ જહેમત ઊઠાવી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription