સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી દ્વારકામાં

ખંભાળિયા તા. ૧૪ઃ ૧પ મી ઓગસ્ટ ભારતના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી સમગ્ર ભારત દેશમાં ગૌરવ અને ઉલ્લાસથી કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા ઘણા આવા કાર્યક્રમો જિલ્લા કક્ષાએ જ યોજતા હોય છે, પરંતુ હાલમાં છેલ્લા ઘણાં વર્ષથી આવી જિલ્લા કક્ષાની ઉજવણી તાલુકા કક્ષાએ યોજાઈ છે. જેને કારણે તાલુકાના તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ગૌરવપૂર્વક ભાગ લઈ શકે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દ્વારકામં થવાની હોય, તે માટે સુચારૃ  આયોજન થઈ શકે તે માટે કલેક્ટર નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષસ્થાને જિલ્લાના અધિકારીઓ સાથે બેઠકનું આયોજન દ્વારકા સરકીટ હાઉસમાં કરવામાં આવ્યું છે. આ બેઠકમાં કાર્યક્રમને અનુસાંગિક વિવિધ મુદ્દાઓ પર ઉપસ્થિત અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચાઓ કરી કલેક્ટરે યોગ્ય સૂચનો કર્યા હતાં. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા રોહન આનંદ, જિલ્લા વીકાસ અધિકારી મનિષ બંશલ, દ્વારકા પ્રાંત અધિકારી વિઠ્ઠલાણી, પ્રાંત અધિકારી કલ્યાણપુર પાર્થ કોટડિયા તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription