ખંભાળીયા તા. ૧૪ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સૌથી વધુ મોટા તથા સૌથી વધુ ઉંચા કલ્યાણપુર તાલુકાના સાની ડેમને સરકારે નબળો હોય તોડી પાડવાનું નક્કી કર્યું છે. જે પછી ડેમની ઉપરવાસ ભારે વરસાદથી ડેમમાં પાણી આવતા તથા ખેડૂતોએ અગાઉ રજુઆતો કરી હોય રાજ્યના સિંચાઈ વિભાગે એક મીટર પાણી હાલ પુરતું ભરવા માટે નક્કી કરેલું હતું. જેના અનુસંધાને એક મીટર પાણી ભરવામાં આવતા જિલ્લા કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીનાએ ડેમની મુલાકાત સિંચાઈના અધિકારીઓ સાથે લીધી હતી. તેમણે ડેમમાં ભરાયેલ પાણી પછીની સ્થિતિ અંગે રૃબરૃ ચિતાર મેળવ્યો હતો તથા ડેમના દરવાજા કંટ્રોલ વ્યવસ્થા અંગેની સ્થિતિ જાણી હતી.
સિંચાઈ વિભાગના સાની ડેમના કા.ઈ.વાલગોતર, તા.કા.ઈ. ડઢાણિયા, જુ.ઈ.વિપુલભાઈ નકુમ સાથે રહ્યા હતા.