મોદીના ૫ેરીસ પ્રવાસમાં પી.એમ.એ સંબોધનમાં કહ્યું જે ટેમ્પરરી હતું તે હટાવતાં ૭૦ વર્ષ લાગ્યાઃ સમજાતું નથી હશું કે પછી રડું / ભારતને પહેલું રાફેલ સપ્ટેમ્બરમાં મળી જશેઃ ફ્રાન્સના રાષ્ટ્રપતી / એમેઝોને કરી નવી સર્વિસની કરી જાહેરાતઃ ફક્ત ર કલાકમાં જ તમારો સામાન પહોંચી જશે તમારી પાસે

સુવરડામાં માનસિક બીમારીના કારણે ઝેરી દવા પી લેનાર વૃદ્ધનું મૃત્યુ

જામનગર તા. ૧૨ઃ જામનગર તાલુકાના સુવરડા ગામના એક વૃદ્ધે માનસિક બીમારીના કારણે ઝેરી દવા પી લીધા પછી વીસેક દિવસની સારવારના અંતે તેઓનું મૃત્યુ નિપજ્યું છે જ્યારે ખંભાળીયાના કોટડીયા ગામના એક યુવાને અગમ્ય કારણસર ઝેરના પારખા કર્યા પછી તેઓનું મૃત્યુ નિપજતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જામનગર તાલુકાના સુવરડા ગામના હરીભાઈ રતિભાઈ સીયાર નામના ૭૫ વર્ષના આહિર વૃદ્ધ છેલ્લા ચારેક વર્ષથી માનસિક બીમારીનો ભોગ બન્યા હતાં જેની સારવાર ચાલુ હતી તે દરમ્યાન ગઈ તા. ૨૨ના દિને હરીભાઈએ પાકમાં છાંટવાની કોઈ ઝેરી દવા પી લીધી હતી.

દવાની ઝેરી અસરથી બેશુદ્ધ બની ગયેલા હરીભાઈને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં જ્યાં તેઓનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતા જી.જી. હોસ્પિટલના પોલીસચોકીના જમાદાર રમેશ પરમારે તેના કાગળો તૈયાર કરી પંચકોશી 'એ' ડિવિઝનને મોકલી આપ્યા છે. જમાદાર જી.પી. ગોસાઈએ મૃતદેહનું પીએમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ખંભાળીયા તાલુકાના કોટલીયા ગામમાં રહેતા લાખાભાઈ જીવાભાઈ ચાવડા નામના યુવાને ગઈ તા. ૩૧ના દિને નદીના કાંઠે જઈ કોઈ અગમ્ય કારણસર ઝેરી ટીકડા ગળી લીધા હતાં. તેઓને સારવાર માટે ખંભાળીયા દવાખાને ખસેડવામાં આવ્યા પછી તેઓને ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. પોલીસે લખમણભાઈ જીવાભાઈ ચાવડાનું નિદેવન નોંધી તપાસ હાથ ધરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription