ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના ૫ગલે અમદાવાદમાં વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છેઃ નીચાણ વાળા વિસ્તારામાં પાણી ભરાય ગયા છે / પટનામાં એક એસયુવી કારે રસ્તા પર ઉંઘતા ચાર બાળકોને કચડયાઃ ત્રણ બાળકોના ઘટના સ્થળે જ મૃત્યુઃ ભીડે ડ્રાઈવરને ફટકારીને મારી નાખ્યો /

ધ્રોલમાં નદીના વોકળામાં ધમધમતી બે ભઠ્ઠી ઝડપાઈઃ આરોપીઓ ફરાર

જામનગર તા.૧૧ ઃ જામનગર શહેર-જિલ્લામાં ગઈકાલે પોલીસે કોમ્બિંગ કરી નશાની હાલતમાં ઝૂમતા પકડી પાડયા છે. જ્યારે ધ્રોલમાંથી દેશી દારૃ બનાવવાની બે ભઠ્ઠી ઉપરાંત ચૌદ સ્થળોએ દેશી દારૃ, આથો પકડવામાં આવ્યા છે.

જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા કલ્યાણ ચોક પાસેથી ગઈકાલે સાંજે પોલીસે મનસુખભાઈ દલુભાઈ દેવીપૂજક નામના નાની માટલી નામના શખ્સને નશાની હાલતમાં ઝૂમતો પકડી પાડયો છે. જ્યારે લલોઈનો બાબુ છગનભાઈ વાજેલિયા તેમજ ભારતવાસ પાસેથી પ્રતાપ છગનભાઈ ગોહિલ, જામનગર તાલુકાના બાળા ગામમાંથી કિશોરસિંહ જુવાનસિંહ જાડેજા, મોખાણાના પાટિયા પાસેથી રાજુ છગન કોળી, કાલાવડના વાવડીમાંથી રતાભાઈ ટીડાભાઈ ભરવાડ, જામજોધપુરના બાલવા રેલવે સ્ટેશન પાસેથી વરજાંગ કેશુભાઈ હરિયાણી નામના શખ્સો નશામાં લથડિયા ખાતા મળી આવ્યા હતા. જ્યારે જોડિયામાં વ્હોરાના હજીરા પાસેથી હરદેવસિંહ જીતુભા જાડેજા નામનો શખ્સ નશાની હાલતમાં અસભ્ય વર્તન કરતો પકડાયો હતો.

જામનગરના નવાગામ ઘેડમાં આવેલા ખડખડનગર સ્થિત કિરીટસિંહ વિક્રમસિંહ જાડેજાના મકાનમાં પોલીસે દરોડો પાડી દેશી દારૃ જપ્ત કર્યાે છે. જ્યારે ગીતા લોજ પાસેથી ગૌતમ વિનોદ રાઠોડના મકાન, વુલન મીલ ફાટક પાસે બાલુબેન તેજાભાઈ સાગઠિયાના ઝૂંપડામાંથી, સુલોચનાબેન હરીદાસ પરમારના રહેણાંકમાંથી, સાંઢિયા પુલ નીચે મેકની ધાર પાસે ધરાબેન વિનુભાઈ દેવીપૂજકના કબજામાંથી, મોખાણાની સીમમાં જીવણીબેન રાયદેભાઈ ચારણના ઝૂંપડામાંથી, બેડમાં દલા અમરાભાઈના ઝૂંપડામાંથી દેશી દારૃ કબજે થયો છે.

ધ્રોલના ચામુંડા પ્લોટ પાછળ નદીના વોકળામાં ઓસમાણ અબ્દુલ ડફેર નામના શખ્સની મનાતી દેશી દારૃ બનાવવાની ભઠ્ઠી પોલીસે પકડી છે ત્યાંથી ૧૧૭૦ લીટર આથો અને ૭૦ લીટર તૈયાર દેશી દારૃ મળ્યો છે. જ્યારે ઓસમાણ પોબારા ભણી ગયો છે. ઉપરાંત જાનમામદ અબ્દુલ ડફેરની ભઠ્ઠીના સ્થળેથી ૪૯૫ લીટર આથો, પ૦ લીટર દારૃ અને ભઠ્ઠીના સાધનો પોલીસે કબજે લીધા છે. ધ્રોલ નજીકના ભૂચરમોરીના મેદાન પાસે હુસેનાબેન રસુલ મકવાણા, કાલાવડના મછલીવડમાં હઠીસિંહ જીણુભા જાડેજા, જોડિયાના જીરાગઢમાંથી હરદેવસિંહ જીતુભા જાડેજા, લાલપુરના આરીખાણા ગામમાંથી સંજય ખોડાભાઈ સીતાપરા, શેઠવડાળામાંથી દેવા રામાભાઈ કરમુર, જામજોધપુરના ગીંગણીમાંથી અમિત બિજલભાઈ કોળીના કબજામાંથી દેશી દારૃ-આથો મળ્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription