ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /
દ્વારકા તા. ૧૧ઃ ભગવાન શ્રીકૃષ્ણ અને બલદેવજીના બહેનના નામ સાથે જોડાયેલા દર્શનિય સુભદ્રાકુંડને ટુરિસ્ટ પોઈન્ટ તરીકે વિક્સાવી શકાય તેમ છે.
આજની દ્વારકા નગરી અને તેની આસપાસના ખ્યાતનામ ધાર્મિક-પૌરાણિક સ્થળો મોટાભાગના દરેક દ્વારકાના દર્શનાર્થીઓએ નિહાળ્યા હશે, પરંતુ પ્રાચીન દ્વારકામાં આ ખ્યાતનામ સ્થળો ઉપરાંત પણ અનેક પૌરાણિક વારસાઓ આવેલા છે જે પ્રચાર-પ્રસારના અભાવે ઓછા જાણીતા પણ ખૂબ મહત્ત્વની ધરોહર સમાન છે. દ્વારકા નજીક આવેલ બરડિયા ગામ પાસેના ચંદ્રભાગા માતાજીના મંદિર પાસે આવેલ ઐતિહાસિક દેવી સુભદ્રા કુંડ આ પૈકીનો એક ગણાય છે.
આ પ્રાચીન કુંડમાં ભગવાન શ્રીકૃષ્ણ તથા બલદેવજીના લાડકવાયા બહેન સુભદ્રા પૌરાણિક કાળમાં આ કુંડમાં સખીઓ સંગાથે સ્નાનાર્થે તેમજ પૂજનાર્થે આવતા હતાં તેવું જાણકારોના કથન પરથી જણાય છે. ચાર તરફ કલાત્મક કોતરણીવાળા ઘૂમ્મટ ધરાવતો અને અષ્ટકોણમાં આવેલ સુભદ્રા કુંડની શોભા આજે પણ અનેરી છે. આમ છતાં કાળક્રમે જાળવણીના અભાવે આજે આ કુંડ જર્જરીત જણાય છે જેના તરફ સરકાર લક્ષ્ય સેવી આ ધરોહરનો પૌરાણિક ઈતિહાસ જાળવી રાખવા તથા ટુરીસ્ટ સ્પોટ તરીકે વિક્સાવે તો આ ધરોહર સમાન સ્થળના વિકાસ સાથોસાથ યાત્રિકોને પણ પૌરાણિક વારસા અંગે વધુ સારી રીતે સમજ મળે તે હેતુ આ સ્થળનો યોગ્ય વિકાસ થાય તેવું જાણકારોનું માનવું છે.