સપામાંથી બે વખત સાંસદ રહી ચુકેલા જયા પ્રદા જોડાયા ભાજપમાંઃ આઝમ વિરૃદ્ધ રામપુરથી લડશે ચૂંટણી / ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારોનું કોકડું ગુંચવાયુંઃ ધનાણી-ચાવડા પહોંચ્યા દિલ્હી / અમેરિકાએ વિઝા લંબાવવાનો ઈન્કાર કરતાં હજ્જારો ભારતીય ટેકનિશીયાનોની ઘરવાપશી / અફઘાનિસ્તાનમાં અમેરીકાનો હવાઈ હુમલોઃ બાળકો સહિત ૧૩ નાગરિકોના પણ નિપજ્યા મૃત્યુ /

ચક્કર આવતા પડી જવાથી બે વૃદ્ધના મૃત્યુઃ શ્રમિકનું નિદ્રાની હાલતમાં મોત

જામનગર તા. ૧૮ઃ જામનગરના એક વૃદ્ધા તથા વૃદ્ધને ચક્કર આવતા ફસડાઈ પડતા મૃત્યુ નિપજ્યા છે. જ્યારે એક પરપ્રાંતિય શ્રમિકનું નિદ્રાની હાલતમાં જ મૃત્યુ નિપજ્યું છે.

જામનગરના કાજીના ચકલા વિસ્તારમાં રહેતા હીનાબેન રામપ્રસાદ કસ્તુરીયા નામના બાંસઠ વર્ષના વૃદ્ધા ગઈ તા.રની સવારે સેતાવાડ પાસેથી ચાલીને પસાર થતા હતા ત્યારે કોઈ કારણથી ચક્કર આવતા બેભાન બની ઢળી પડયા હતા. આ વૃદ્ધાને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે.

જામનગરના ગુરૃદ્વારા સર્કલમાં આવેલા શ્રદ્ધા એપાર્ટમેન્ટમાં વસવાટ કરતા પૂનમચંદ અમૃતલાલ મહેતા (ઉ.વ.૮૬) નામના વૃદ્ધ ગઈકાલે સવારે ચાલીને ગુરૃદ્વારા ચોકડી પાસેથી પસાર થતા હતા ત્યારે ચક્કર આવતા ફસડાઈ પડયા હતા. ઈજા પામેલા આ વૃદ્ધને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ત્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કરતા મૃતકના ભાણેજ પારસ નવીનચંદ્ર ભણશાલીએ પોલીસને જાણ કરી છે.

જામનગરના દિ. પ્લોટ વિસ્તાર પાછળ આવેલા શંકરટેકરી ઉદ્યોગનગરમાં સાનિયા પ્લેટીંગ નામના કારખાનામાં મજૂરીકામ કરતા અને ત્યાં જ રહેતા હસનભાઈ કેમુદ્દીન શેખ નામના ચોવીસ વર્ષના પરપ્રાંતિય મુસ્લિમ યુવાન શનિવારે રાત્રે કારખાનાની અગાસી પર આવેલી ઓરડીમાં સૂતા હતા ત્યાર પછી ગઈકાલે સવારે તેઓ નહીં ઉઠતા હુસેનભાઈ ફૈઝુદ્દીને પોલીસને જાણ કરી હતી. સિટી-સી ડિવિઝનના પોલીસ કાફલાએ ત્યાં દોડી જઈ હસનભાઈના મૃતદેહનો કબજો સંભાળ્યો હતો.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription