ઈરાને બ્રિટનનું ઓઈલ ટેન્કર કબ્જે કર્યુંઃ બ્રિટને કહ્યું પરિણામ ભોગવવા માટે રહો તૈયાર / હાફિઝની ધરપકડ એક નાટકઃ જેલમાં નહીં પણ જેલરના બંગલા રહે છે હાફિઝ / અમેરિકામાં માનવતસ્કરી કરનાર એક ગુજરાતી મહિલાને ત્રણ વર્ષની જેલ સજાઃ તેમજ લાખો ડોલરનો દંડ /

પાણીની મોટર ચાલુ કરવા જતા વીજ આંચકો લાગવાથી પરિણીતાનું મૃત્યુ

જામનગર તા. ૧૫ઃ જામનગરના વલ્લભનગરમાં પાણીની મોટર ચાલુ કરવા ગયેલા એક પરિણીતાને વીજ આંચકો ભરખી ગયો છે જ્યારે સિક્કાના પ્રૌઢનો હૃદયરોગે ભોગ લીધો છે.

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં વાલ્મિકીવાસ પાસે વલ્લભનગરમાં વસવાટ કરતા કોમલબેન બકુલભાઈ પરમાર (ઉ.વ. ૨૪) નામના પરિણીતા શનિવારે સવારે પોતાના ઘેર પાણીની મોટર ચાલુ કરવા ગયા ત્યારે મોટરમાંથી જોરદાર વીજ આંચકો લાગતા આ પરિણીતા ફેંકાઈ ગયા હતાં. તેઓને સારવાર માટે પતિ બકુલભાઈ દેવજીભાઈ પરમારે જી.જી. હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબે આ પરિણીતાને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતાં. પોલીસે મૃતદેહને પીએમ કરાવ્યું છે. જામનગર તાલુકાના સિક્કામાં આવેલી જીઈબી કોલોનીમાં વસવાટ કરતા ભૂપતસિંહ માધવસિંહ જાડેજા (ઉ.વ. ૫૧) નામના પ્રૌઢને ગઈકાલે બપોરે છાતીમાં દુઃખાવો ઉપડતા સારવાર માટે જામનગરની સમર્પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતાં. વિજયસિંહ હેમતસિંહ જાડેજાએ પોલીસને જાણ કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription