ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

ચા પીધા પછી લોહીની ઉલ્ટી થતાં યુવાનનું મૃત્યુઃ અપમૃત્યુના ત્રણ બનાવ

જામનગર તા.૧૧ ઃ ખંભાળિયાના આહિરસિંહણ ગામના એક વૃદ્ધનું પેરાલિસીસનો હુમલો આવી જતાં મૃત્યુ થયું છે. જ્યારે કૂવો ગાળતા યુવાનનું ઉલ્ટી થયા પછી મૃત્યુ નિપજ્યું છે. ઉપરાંત માથામાં ઈજા પામેલા પીરલાખાસરના પ્રૌઢ પર કાળનો પંજો પડયો છે.

ખંભાળિયા તાલુકાના પીરલાખાસર ગામના અલારખાભાઈ હમીરભાઈ ભટ્ટી નામના પચ્ચાસ વર્ષના પ્રૌઢને ગયા ગુરૃવારે કોઈ રીતે માથામાં ઈજા થતા તેઓને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું શનિવારે મૃત્યુ થયું છે.

ખંભાળિયા તાલુકાના આહિરસિંહણ ગામના અરજણભાઈ લાખાભાઈ ચાવડા (ઉ.વ.૬ર)ને ગઈકાલે સવારે પેરાલિસીસનો હુમલો આવી જતાં તેઓને ખંભાળિયા દવાખાને દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓનું ટૂંકી સારવારના અંતે મૃત્યુ થયું છે.

ખંભાળિયા તાલુકાના ઠાકરશેરડી ગામના ગોવિંદસિંઘ શેરસિંઘ રાજપૂત (ઉ.વ.૪૫) ગઈકાલે ઠાકરશેરડીમાં ગાળવામાં આવી રહેલા એક કૂવાના કામ પર હાજર હતા ત્યારે ચા-પાણી પીધા પછી ગોવિંદસિંઘને ઉલ્ટીઓ થવા લાગતા ખંભાળિયા દવાખાને દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓનું ટૂંકી સારવારના અંતે મૃત્યુ નિપજ્યું છે. પોલીસે સોહનસિંઘ રાજપૂતનું નિવેદન નોંધ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00