જામનગરમાં આયુર્વેદિક ૫ીણું બિલ્વાસાની ૧૦૦ રૃપિયાની બોટમાં દારૃ જેવો નશો હોવાના કારણે ખંભાળીયાના એક યુવાનની ધરપકડ કરી તેની પાસેથી ૧૧૫૦ બોટલ કબ્જે કરતી પોલીસ / કાળીયાર હરણ કેસમાં સલમાન ખાનને ખોટી એફીડેવીટ કરવાના કેસમાં નિર્દાેષ જાહેર કરતી અદાલત / અમીત શાહ બે દિવસ આવશે ગુજરાતઃ જગન્નાથ મંદિરમાં ઉતારશે મંગળા આરતી / વાયુ વાવાઝોડાની દહેશતઃ તમામ બંદોરો પર ફરી લાગ્યા ૩ નંબરના સિગ્નલો

જામનગરના ગોકુલનગરમાં ખુંટિયાની ઢીંકે ચડેલા પ્રૌઢનું મૃત્યુઃ નગરજનોમાં રોષ

જામનગર તા. ૧૮ઃ જામનગરના ગોકુલનગરમાં ગઈકાલે સવારે એક પ્રૌઢને ખુંટિયાએ ઢીંકે ચડાવી ફંગોળતા કરોડરજ્જુ તથા કિડનીમાં ગંભીર ઈજા પામેલા આ પ્રૌઢનું સારવાર કારગત નિવડે તે પહેલા મૃત્યુ થયું છે. રખડતા ઢોરે પ્રૌઢનો ભોગ લેતા અરેરાટી પ્રસરી છે.

જામનગરના મોટાભાગના વિસ્તારોમાં રખડતા ઢોરની સમસ્યા શિરદર્દસમાન બની રહી છે. શેરી, ગલીઓ અને જાહેર માર્ગાે પર અડીંગો જમાવી બેસતા ઢોર વાહનચાલકો તથા રાહદારીઓને અંતરાય ઉભો કરી રોષ જન્માવી રહ્યા છે. આવા ઢોરને પકડવા માટે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરાતી ન હોય હવે આ સમસ્યા જીવલેણ બની રહી છે.

જામનગરના ગોકુલનગર રોડ પર આવેલા રડાર રોડ નજીક રહેતા અરવિંદભાઈ કેશવજીભાઈ વાલંભિયા નામના પંચાવન વર્ષના પ્રૌઢ ગઈકાલે સવારે પાંચેક વાગ્યે પોતાના ઘરેથી નીકળ્યા પછી ઘર નજીક જ એક ખુંટિયાએ ઠોકર મારતા આ પ્રૌઢ જોશભેર રોડ પર પછડાયા હતા. કરોડરજ્જુ તેમજ છાતીના ભાગે ગંભીર ઈજા પામેલા અરવિંદભાઈને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓનું બે કલાકની સારવાર પછી મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની મૃતકના મોટાભાઈ ભગવાનજી કેશવજી વાલંભિયાએ પોલીસને જાણ કરી છે. જમાદાર એમ.પી. મેરે મૃતદેહનો કબજો સંભાળ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription