ઈરાને બ્રિટનનું ઓઈલ ટેન્કર કબ્જે કર્યુંઃ બ્રિટને કહ્યું પરિણામ ભોગવવા માટે રહો તૈયાર / હાફિઝની ધરપકડ એક નાટકઃ જેલમાં નહીં પણ જેલરના બંગલા રહે છે હાફિઝ / અમેરિકામાં માનવતસ્કરી કરનાર એક ગુજરાતી મહિલાને ત્રણ વર્ષની જેલ સજાઃ તેમજ લાખો ડોલરનો દંડ /

સગી પુત્રી પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવનાર નરાધમ પિતાને દસ વર્ષની કેદ

જામનગર તા. ૧૫ઃ જામનગરના નવામોખાણા ગામમાં ત્રણ વર્ષ પૂર્વે પિતામાંથી રાક્ષસ બનેલા એક શખ્સે પોતાની સગી પુત્રી પર દુષ્કર્મ ગુજારી તેણીને ગર્ભવતી બનાવી દીધાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. તે કેસ ચાલી જતા અદાલતે આરોપીને દસ વર્ષની કેદ તથા રૃા. પોણા લાખનો દંડ ફટકાર્યો છે. દંડમાંથી ફરિયાદીને વળતર ચૂકવવાનો હુકમ થયો છે.

જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં ચકચાર જગાવનાર આ કિસ્સાની વધુ વિગત મુજબ જામનગર તાલુકાના નવા મોખાણા ગામના એક આધેડના પત્નીનું અવસાન થયા પછી તેઓની પુત્રી તથા પુત્ર નાનીના ઘેર રહેવા ચાલ્યા ગયા હતાં. તે દરમ્યાન થોડો સમય વિત્યે નાનીનું પણ નિધન થતા આ આધેડ પોતાના પુત્ર, પુત્રીને તેડી ગયા હતાં. ત્યારપછી પોતાની સગી પુત્રી પર આ શખ્સે નજર બગાડી દુષ્કર્મ આચરવાનું શરૃ કર્યું હતું. જેના કારણે તેની પુત્રી ગર્ભવતી બની ગઈ હતી. ત્યારપછી ભોગ બનનાર સગીરાએ બહારગામ રહેતા પોતાના માસી સમક્ષ વિતક વર્ણવતા આધેડનું પાપ છાપરે ચડીને પોકાર્યું હતું. આ બાબતની વર્ષ ૨૦૧૬માં પંચકોશી 'બી' ડિવિઝનમાં ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસે આ શખ્સ સામે પોકસો એક્ટ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો હતો. તે કેસ જામનગરની ખાસ પોકસો અદાલતમાં ચાલવા પર આવતા ફરિયાદ પક્ષે ૩૦ દસ્તાવેજી પુરાવા રજુ કરી સાહેદોની જુબાની લેવડાવી હતી તેમજ સગા પિતાએ કુકર્મ આચર્યું હોય તેઓને સખત સજા ફટકારવાની માંગણી કરી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી ન્યાયમૂર્તિ પી.સી. રાવલે આરોપી પિતાને આઈપીસી ૩૭૬ના ગુન્હામાં તકસીરવાન ઠરાવી દસ વર્ષની કેદ તથા રૃા. ૨૫,૦૦૦નો દંડ, પોકસો એક્ટની કલમ ૪ હેઠળના ગુન્હામાં સાત વર્ષની કેદ તથા રૃા. ૨૫૦૦૦નો દંડ અને પોકસો એક્ટની કલમ ૬ હેઠળ પણ આરોપીને દસ વર્ષની કેદ તથા રૃા. ૨૫,૦૦૦નો દંડ ફરમાવ્યો છે. દંડની રકમમાંથી રૃા. ૫૦,૦૦૦ની રકમ ફરિયાદીને વળતર પેટે ચૂકવવાનો હુકમ કરાયો છે. સરકાર તરફથી પીપી ડી.બી. વજાણી રોકાયા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription