ગ્રાહકો વકીલ વગર લડી શકશે કેસઃ ભ્રામક જાહેરાતો કરનાર સેલિબ્રિટીસને થશે સજા

નવી દિલ્હી તા. ૧૪ઃ સંસદમાં પસાર થયેલા કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટને રાષ્ટ્રપતિની મંજુરી મળી ગઈ છે, તેથી હવે ત્રણ મહિનામાં તે અમલી બનશે. ગ્રાહકોની સુરક્ષા માટે ઘડાયેલા આ કાયદા મુજબ ગ્રાહકો હવે વકીલ વગર પણ કેસ લડી શકશે.

કન્ઝ્યુમર પ્રોટેક્શન બિલ ર૦૧૯ ને સંસદની મંજુરી મળ્યા પછી રાષ્ટ્રપતિ દ્વારા મંજુરી મળી ગઈ હોવાથી એક્ટ બની ગયો છે. કન્ઝ્યુમર અફેયર સચિવ અવિનાશ શ્રીવાસ્તવે કહ્યું કે, ઓગસ્ટ મહિનાના અંત સુધી નિયમ બનાવવાનું કામ કરવામાં આવશે. ૩ મહિનામાં તમામ નિયમ બનશે. નવા બિલમાં ગ્રાહકોને વકીલ વગર કેસ લડવાનો અધિકાર મળ્યો છે. કન્ઝ્યુમર પ્રોટેક્શન બિલમાં સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરીટીને કેટલાક અધિકાર આપવામાં આવ્યા છે.

આનાથી ગ્રાહકોની પરેશાની દૂર થશે. સીસીપીએમાં ઈન્વેસ્ટિગેશન વિંગ પણ હશે. સીસીપીએમાંથી સરકાર કંપનીઓ પર કાર્યવાહી કરશે. ઈન્વેસ્ટિગેશન વિંગના હેડ ડીજી હશે. જ્યારે એડિશનલ ડીજી સહિત કેટલાક અધિકારી આ વિંગમાં સામેલ થશે. સીસીપીએ સ્વત સંજ્ઞાન લઈ શકે છે. સીસીપીએ ભ્રામક પ્રચાર પર રોક માટે પણ કામ કરશે. હે જિલ્લામાં ૧ કરોડ રૃપિયા સુધીની ફરિયાદ અને રાજ્ય સ્તર પર ૧૦ કરોડ રૃપિયા સુધીની ફરિયાદ કરી શકે છે. પહેલા વકીલ રાખવા પડતા હતાં. હવે વગર વકીલે ગ્રાહકો કેસ લડી શકશે.

એટલું જ નહીં, હવે જાહેરાતમાં જુઠા વાયદા કરવા અથવા ખોટી જાણકારી આપવા પર કંપનીઓ, સર્વિસ પ્રોવાઈડર્સ અને તે જાહેરાતને એન્ડોર્સ કરનાર સેલિબ્રિટિને પણ સજા થઈ શકે છે. આ વસ્તુ માટે દોષી ઠહેરાવ્યા પછી દંડ અને જેલની સજા થઈ શકે છે. આ બિલમાં જોગવાઈ રાખવામાં આવી છે કે, કોઈપણ જાહેરાત પછી તે પ્રિન્ટ, રેડિયો, ટેલિવિઝન, આઉટડોર, ઈ-કોમર્સ, ડાયરેક્ટ સેલિંગ અથવા ટેલીમાર્કેટીંગ કોઈપણ માધ્યમથી કરવામાં આવી રહી હોય, જો તેમાં ખોટી જાણકારી આપવામાં આવી હોય તો તે અપરાધની શ્રેણીમાં આવશે.

આ બિલમાં એવી જાહેરાતો અથવા મિસલીડિંગ એડ્સને એવી રીતે પરિભાષિત કરવામાં આવી છીે જેમાં કોઈપણ પ્રોડક્ટ અથવા સર્વિસની જુઠી જાણકારી આપવી, જુઠી ગેરંટી આપવી, કન્ઝ્યુમર્સને પ્રોડક્ટના નેચર, સબ્સટેન્સ, ક્વોલિટી અથવા ક્વોલિટીને લઈ ફસાવવા અથવા જાણી જોઈ સર્વિસ પ્રોવાઈડર અથવા મેન્યુફેક્ચરીંગ તરફથી કોઈ જાણકારી છૂપાવવામાં આવે. આ બિલ હેઠળ દિલ્હીમાં સરકાર તરફથી નિયુક્ત કરવામાં આવેલા એક ચીફ કમિશનરની અધ્યક્ષતામાં એક સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરીટીની રચના કરવામાં આવશે. જે ગ્રાહકોના અધિકારનું હનન, જાહેરાતની અનૈતિક રીત અથવા ખોટા દાવા કરનાર મિસલીડિંગ એડ્સને રેગ્યુલેટ કરશે.

આ બિલની જોગવાઈ અનુસાર, સર્વિસ પ્રોવાઈડર્સને ૧૦ લાખ રૃપિયા દંડની સાથે અધિક્તમ ર વર્ષની જેલની સજા થઈ શકે છે. જ્યારે સેલિબ્રિટીને ૧૦ લાખ રૃપિયાના દંડ ભોગવવો પડી શકે છે. સાથે વારંવાર આ ભૂલ કરવા પર ઓથોરીટી તેના પર પ૦ લાખ રૃપિયાના દંડની સાથે સાથે પ વર્ષ સુધી જેલની સજા આપી શકે છે. એટલું જ નહીં, ઓથોરીટી કોઈ સેલિબ્રિટીને જાહેરાત એન્ડોર્સ કરવા  પર એક વર્ષ સુધી રોક પણ લગાવી શકે છે. વારંવાર ભૂલ કરવા પર આ રોક ત્રણ વર્ષ સુધી વધારી શકાશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription