યુનોના એક કાર્યક્રમમાં પાક. રાજદૂત મલીહા લોધીનું હળહળતું અપમાન

ન્યૂયોર્ક તા. ૧૩ઃ પાકિસ્તાનને ચોતરફથી ડફણાં પડી રહ્યા છે, ત્યારે યૂનોના એક કાર્યક્રમમાં પાકિસ્તાનના રાજદૂત મલીહા લોધીને સ્ટેજ પર જ હળહળતા અપમાનનો સામનો કરવો પડી રહ્યો હતો.

ભારત સરકાર દ્વારા અનુચ્છેદ ૩૭૦ ખતમ કરવા વિશે પાકિસ્તાન સમગ્ર દુનિયાના લોકોને જોડવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ઘણી બધી વાર તેમને જ અપમાન સહન કરવું પડે છે. તાજેતરમાં જ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર (યુએન) માં એક કાર્યક્રમ થયો હતો. તેમાં એક વ્યક્તિએ યુએનમાં પાકિસ્તાનીના રાજદૂત મલીહા લોધીનું અપમાન કર્યું હતું. આ વ્યક્તિએ મલીહાને કહ્યું હતું કે, તમે ચોર છો, તમને પાકિસ્તાનના પ્રતિનિધિત્વનો કોઈ હક્ક નથી.

મલીહા સંયુક્ત રાષ્ટ્રના એક કાર્યક્રમમાં મીડિયાને સંબોધી રહ્યા હતાં. અહીં એક વ્યક્તિએ મલીહાને કંઈક પૂછ્યું, મલીહાએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે વ્યક્તિએ રાહ જોયા વગર કહ્યું કે, તમે અહીં ૧પ-ર૦ વર્ષથી શું કહી રહ્યા છો? તમે અમારૃ પ્રતિનિધિત્વ કરી રહ્યા નથી. ત્યારપછી મલીહાએ ફરી તે વ્યક્તિને રોકાવા કહ્યું. તે વ્યક્તિએ કહ્યું, હું કાયદા વિરૃદ્ધ જઈને કામ  નહીં કરૃ. હું પાકિસ્તાની છું. મલીહા એ વ્યક્તિના કોઈપણ સવાલનો જવાબ આપવાનો ઈન્કાર કરી દીધો. તે વ્યક્તિએ એવું પણ કહ્યું કે, તમે લોકોએ અમારા પૈસા ચોરાવ્યા છે. તમે લોકો ચોર છો.

મલીહા જ્યારે જવા લાગ્યો ત્યારે તે વ્યક્તિ તેની પાછળ પાછળ આવ્યો. અમુક લોકોએ તેને ચૂપ રહેવા કહ્યું, પરંતુ તે  ન માન્યો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, જ્યારે મલીહા સીડી ચડતી હતી ત્યારે તે વ્યક્તિએ કહ્યું કે, તમને શરમ આવવી જોઈએ. તમે આટલા વર્ષોથી પૈસા  ખાઈ રહ્યા છો.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription