કોંગ્રેસમાં વધુ એક ગાબડુંઃ જુનાગઢમાં જીતુ વાઘાણીએ કોંગ્રેસના શહેર પ્રમુખને ભાજપનો ખેસ પહેરાવ્યો / જેટ એરવેઝની સંપત્તિઓ વેચવા માટે લેન્ડર્સ આ સપ્તાહથી બોલી પ્રક્રીયા શરૃ કરે તેવી શક્યતાઓ / ગૃહમંત્રી અમીત શાહનો સંસદમાં હુંકારઃ દેશની એક-એક ઈંચ જમીન પરથી ઘૂસણખોરોને હાંકી કઢાશે /

''પીએમ નરેન્દ્ર મોદી'' સામે કોંગ્રેસે ચૂંટણી પંચમાં રજૂઆત

નવી દિલ્હી તા. ર૬ઃ કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી' થિયેટરમાં લગાવવાને આચારસંહિતાનો ભંગ ગણાવીને તેને મોડી રિલિઝ કરવાની માંગણી ચૂંટણી પંચ સમક્ષ કરી છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ચૂંટણીમાં ફાયદો ઊઠાવવા માટે આ ફિલ્મ પાંચમી એપ્રિલથી થિયેટરમાં બતાવવાની જાહેરાત કરાઈ છે. કોંગ્રેસના કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી, રણદીપ સુરજેવાલા વિગેરે નેતાઓએ આ માટે ચૂંટણી પંચના અધિકારીઓને મળનીે રજૂઆત કરી છે. આ પહેલા ડીએમકે અને સમાજવાદી પાર્ટીએ પણ આ જ પ્રકારની માંગણી ચૂંટણી પંચ સમક્ષ કરી છે. વિપક્ષોએ અંતિમ તબક્કાનું મતદાન સંપન્ન થતા સુધી આ ફિલ્મ અટકાવવાની માંગણી કરી છે. આ ફિલ્મમાં પીએમ મોદીનો અભિગમ વિવેક ઓબેરોયે કર્યો છે, જ્યારે નિર્માતા અને અભિનેતાઓ પૈકીના પણ ભાજપના હોવાનો આક્ષેપ કરાયો છે.

બીજી તરફ દક્ષિણ દિલ્હીના ચૂંટણી અધિકારી કે. મહેશે ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી'ની જાહેરાતના પ્રસારણ બદલ પ્રોડક્શન હાઉસ અને બે અખબારોને સ્વયં નોટીસો આપી હતી. આ જાહેરાતોને આચારસંહિતાના ઉલ્લંઘન તરીકે ગણવામાં આવી છે. સંબંધિત પક્ષોને ચૂંટણી પંચે જવાબ આપવા માટે ૩૦ માર્ચ સુધીનો સમય આપ્યો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે આ ફિલ્મને રિલિઝ કરવાની તારીખ આ પહેલા ૧ર એપ્રિલ જાહેર થઈ હતી, પરંતુ હવે પાંચમી એપ્રિલે રિલિઝ થનાર છે. ફિલ્મ નિર્માતાઓના મતે આ ફિલ્મનું નિર્માણ લોકમાંગણીને અનુરૃપ છે અને તેને રિલિઝ કરવાનું પહેલેથી આયોજન હતું. હવે કેન્દ્રિય ચૂંટણી પંચ સમક્ષ આ ફિલ્મ રિલિઝ કરવા સાથે જ વિપક્ષોએ રજૂઆત કરી હોવાથી કેન્દ્રિય ચૂંટણી પંચ શું નિર્ણય કરે છે, તે જોવાનું રહેશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription