ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /
ખંભાળિયા તા.૧૧ ઃ કલ્યાણપુરના લીમડી ગામ પાસે અગાઉના મનદુઃખ માટે વાતચીત કરવા એકઠા થયેલા બે આહિર જૂથો વચ્ચે મંગળવારે રાત્રે મામલો વકરતા મારામારી થઈ હતી જેની બન્ને પક્ષોએ સામસામી ફરિયાદો નોંધાવી છે. એક જૂથે સામા જૂથ સામે ફાયરીંગ કર્યાની પણ ફરિયાદ નોંધાવી છે ત્યારે પોલીસે તે સ્થળેથી એક મોટરમાંથી ફૂટેલા તથા જીવંત કારતૂસો પણ કબજે કર્યા છે.
કલ્યાણપુર તાલુકાના લીમડી ગામના પાટિયા પાસે મંગળવારે રાત્રે સાડા દસેક વાગ્યે જમીનની જૂની માથાકૂટની વાતચીત કરવા માટે એકઠા થયેલા બે આહિર જૂથ વચ્ચે બોલાચાલી થયા પછી બઘડાટી બોલી ગઈ હતી. આ બાબતની પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ખંભાળિયા તાલુકાના ખજુરિયા ગામના વિપુલભાઈ નારણભાઈ ચંદ્રાવડિયા તથા કલ્યાણપુરના મેવાસાના રામદે લખમણભાઈ ચાવડા, વીરપરના ગોવિંદભાઈ લગારિયા, હદુભાઈ લગારિયા સહિતના વ્યક્તિઓ એકઠા થયા હતા. આ વેળાએ કોઈ વાત વકરતા મામલો બીચક્યો હતો જેના પગલે વિપુલભાઈ તેમજ માલદે મેરામણ ચંદ્રાવડિયા, લખન ચંદ્રાવડિયા, અજય ગાગિયા વગેરે પર રામદે લખમણ ચાવડા, ગોવિંદભાઈ, હદુભાઈ સહિતના આઠથી દસ જેટલા વ્યક્તિઓએ ધોકા-તલવાર વડે હુમલો કરી માર માર્યાે હોવાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.
આ ફરિયાદની સામે વીરપરના હરદાસ નાથાભાઈ લગારિયાએ વળતી ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે, મંગળવારની રાત્રે જ્યારે તેઓ મયુર લગારિયા, ગોવિંદ લગારિયા સહિત પાંચ વ્યક્તિઓ સાથે લીમડીના પાટિયા પાસે હોટલ નજીક બેઠા હતા ત્યારે હદુભાઈ ધરણાંતભાઈ મોબાઈલમાં કોલ કરી ભાટિયાના યોગેશ નંદલાલ ધનેચાએ કોલ કરી અગાઉના મનદુઃખનું સમાધાન કરવાની કર્યા પછી વર્ના મોટરમાં માલદે ચંદ્રાવડિયા, લખન, વિપુલ, અજય તથા એસ.કે. નામના પાંચ વ્યક્તિઓ આવ્યા હતા. તેઓએ છરી, તલવાર, ધોકા વડે હુમલો કરી પિસ્તોલ જેવું હથિયાર બહાર કાઢી ફાયરીંગ કર્યું હતું અને લાકડી-પાઈપ ફટકાર્યા હતા. પોલીસે આ ફરિયાદ પણ રજીસ્ટરે લીધી છે જેમાં આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.
મંગળવારની રાત્રે બનેલા આ બનાવના પગલે વિપુલભાઈ તથા લખનભાઈને ગંભીર ઈજા થઈ છે જેમાંથી વિપુલભાઈને જામનગર અને લખનભાઈને રાજકોટ દવાખાને ખસેડવામાં આવ્યા છે. કલ્યાણપુરના પીએસઆઈ એસ.એસ. ભદોરિયા, ભાટિયાના પીએસઆઈ ઠાકરિયા, સ્ટાફના હરદાસભાઈ ચાવડા, આલાભાઈ ગઢવી, વિંઝુભાઈ ઓડેદરા, નગાભાઈ ગઢવી સહિતનો સ્ટાફ દોડયો હતો. આ ડખ્ખો બોકસાઈટના ખરાબાની જમીનના મામલે મનદુઃખ થયા પછી બન્યો હોવાની ઉડેલી વાતો વચ્ચે બન્યો હોવાની આશંકાથી પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, મંગળવારે રાત્રે પોલીસે લીમડીના પાટિયા પાસેથી નંબર પ્લેટ વગરની કાળા રંગની એક વર્ના મોટર કબજે કરી હતી જેમાંથી જીવંત તથા એક ફૂટેલો કારતૂસ, તલવાર પણ મળ્યા હતા.