શ્રીલંકામાં થયેલા બ્લસ્ટમાં આઈએસઆઈએસએ આત્મઘાતી હુમલાખોરોની તસ્વીરો જારી કરી / શ્રીલંકાના કોલંબોમાં ફરી થયો બ્લાસ્ટ, મોટરસાયકલમાં હતો બોમ્બ / ભારતમાં ટીક ટોક પર પ્રતિબંધથી ચીની કંપનીને રોજનું સાડા ત્રણ કરોડનું નુકસાન / રાજસ્થાન તરફથી ફૂંકાતા પવનને કારણે ગુજરાતમાં ગરમી વધી, રવિવાર સુધીમાં ૪૫ ડિગ્રી તાપવાન થશે

ખાનગી કંપનીના પ્લાન્ટના કારણે પાણી, વાતાવરણ પ્રદુષિત થયાની પોલીસમાં ફરિયાદ

જામનગર તા. ૧૫ઃ ખંભાળીયાના સોઢા તરઘડી ગામ પાસે સ્થપાતા ખાનગી કંપનીના પ્લાન્ટના કારણે કેટલાક ગામોના પાણીના તળ તેમજ વાતાવરણ પ્રદુષિત થયાની પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

ખંભાળીયા નજીકમાં એસ્સાર કંપની દ્વારા ઊભા કરવામાં આવી રહેલા નયારા એનર્જી પ્લાન્ટમાં શરૃ કરવામાં આવેલા કામના કારણે ખંભાળીયા તાલુકાના સોઢા તરઘડી ગામ તેમજ આજુબાજુના અન્ય ગામોના હવા-પાણીમાં પ્રદુષણ ફરી વળ્યું હોવાની તેમજ ખેતીની જમીનમાં પાણીના તળ પ્રદુષિત થયાની ઉઠેલી બુમ વચ્ચે સોઢા તરઘડીના બળુભા પંચાણજી જાડેજાએ શનિવારે ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

કંપનીના સંચાલક તથા માલિક સામે નોંધાવાયેલી ફરિયાદમાં જણાવાયું છે કે હવા-પાણીના તળ પ્રદુષિત થતા ફરિયાદીના પરિવાર તેમજ અન્ય વ્યક્તિઓના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી છે. પોલીસે આઈપીસી ૨૬૯, ૨૭૭, ૨૭૮ હેઠળ ગુન્હો નોંધી તપાસ આરંભી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription